એક જાણીતી રમુજ – એક યુવાન ડોક્ટર પત્ની પસંદગી માટે કન્યા જોવા જાય. સરસ મજાની નાજુક નમણી કન્યાને જોયા પછી અભિપ્રાય પુછતા જણાવે કે આને એનીમીક ઇફેક્ટ છે, વહેલી તકે હીમોગ્લોબીન ચેક કરાવવું જરુરી છે. આ થઈ જ્ઞાનની અસર. કન્યાની સુંદરતાની અનુભુતિ કરવાને બદલે દાક્તરી જ્ઞાનને કારણે દિશા ફંટાઈ ગઈ. (સારું થયું કે આદમ અને ઇવને જ્ઞાન ન હતું નહીંતર ???????????)
આ તો મજાક થઈ પણ હકીકત એ જ છે કે જ્યારે વ્યક્તિ જે તે વિષયનું ‘વધારે’ પડતું જ્ઞાન ધરાવતો હોય ત્યારે તે વિષયના આનંદની અનુભુતિ કરી શકતો નથી. લીંબુ સરબત પીતો કેમીસ્ટ પેટની ટાઠક અનુભવવાને બદલે સાઈટ્રીક એસીડ અને સુગરની અસરોના વિચારમાં હોય. દરિયા કિનારે બેસીને દરીયાની વિશાળતા અને કિનારા પર ઉઠતી દરેક મોજાની અવનવી આકૃત્તિ અને મોજાઓના સંગીતમાં ખોવાય જવાને બદલે, દરિયાકિનારે ફરવા આવેલો હવામાનશાસ્ત્રી પવનની દિશા, હવામાં ભેજની ગણત્રીમાં ખોવાયેલો રહે છે.
એવું લાગે છે કે જ્ઞાન આપણા વિચારો અને લાગણીને directional બનાવી દે છે. આનંદની અનુભુતિ તો ત્યારે થાય જ્યારે વિચારો અને લાગણીઓ સ્વતંત્ર વિહાર કરતી હોય. આનંદની લહેરખી આવવાનો પ્રયત્ન કરે કે તુરત જ જ્ઞાન તેને દિશા પકડાવી દે, ‘એમાં શું ? વિજ્ઞાનના નિયમ મુજબ આમ જ થાય.’
જ્ઞાન જરુરી છે એવું પણ લાગે છે.
મારી પણ એક ખામી નજરે ચડે છે – કોઈ મુદ્દો મનમાં ઉઠે તો તેનું ડીસેક્શન કરવાની ટેવ. ગયા વર્ષે મેં એક પોસ્ટ લખેલી ‘લાગણી – એક અવરોધ’. પણ એમ લાગે છે કે આનંદના પ્રવાહમાં તણાઈ જવાનો અનુભવ કરવો જોઈએ, પરીણામ જે આવે તે. પણ તણાવાની ક્ષણોમાં તો આનંદ થયો ને !
મનમાં ખેંચાતાણી ચાલે – શું સારું, જ્ઞાન કે અનુભુતિ ?
એક જવાબ તો એવો સુઝે છે કે ‘અનુભુતિથી મેળવેલું જ્ઞાન ચડિયાતું.’
તમારા મનમાં કંઈ છે ?……….
જતાં જતાં ……..
હમણાં નેટ પર ફરતાં ફરતાં ‘પ્રયાસ’ની મુલાકાતે જઈ જડ્યો અને ‘સંસ્કારનો વારસો’ નો શ્રીમતિ સુધામુર્તિ દ્વારા વર્ણવાયેલો કિસ્સો વાંચ્યો. (જોકે વાંચ્યા પછી યાદ આવી ગયું કે આ બ્લોગ પર તો ઘણી વાર આવ્યો છું. આ કિસ્સો વાંચવા જેવો તો ખરો. પણ સન્માનનીય સુધામુર્તિના છેલ્લા વાક્યને સુધારવું પડે તેમ લાગ્યું –
મુળ વાક્ય – “આ ઘટના પછી હું સમજી છું કે, આગલી પેઢી તરફથી પછીની પેઢીને દુર્ગુણો કે રોગ વારસાગત મળતા હોય તો ભલે, પણ સંસ્કારનો વારસો તો નથી જ મળતો.”
હકીકતમાં તો રોગ પ્રાકૃતિક રીતે વારસામાં મળી શકે પણ સારા કે નબળા સંસ્કારનો વારસો તો માબાપે આપવો પડે. નાનપણ પોતાના બાળકને કઈ દિશામાં લઈ જવાનું છે તે માબાપે નક્કી કરવું પડે. જુના જમાનામાં ચીનમાં નાનકડી બાળાના પગમાં નાના જોડા પહેરાવી દેવામાં આવતા જેથી મોટા થતાં યુવતીના પગ નાની બાળકી જેવા જ રહેતા. જેવું શરીરનું એવું જ બાળકના મનનું છે. તમે જે દિશામાં વાળો તે દિશામાં વળી જાય.
આ તો યુવાન માબાપોએ વિચારવાનું રહ્યું….
જ્ઞાન આપણે જેને કહીએ છીએ તે માહિતિ માટે વપરાયેલો શબ્દ છે. ધર્મ જે જ્ઞાનની વાત કરે છે તે અહી ચર્ચામાં નથી.
બીજો શબ્દ અહીં “અનુભુતિ ” વપરાયો છે. આપણે પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો વડે જે અનુભવીએ છીએ તેને અનુભુતિ છે. અહી પ્રતિતિની વાત નથી.
હવે આ પરિપેક્ષ્યમાં જોઈએ કે સારું શું માહિતી કે અનુભુતિ? કેટલાંક દાખલાઓ લઈએ….
૧) એક હોટલમાં જમવા જઈએ અને મન ભાવન વાનગીઓનો ઓડર કરી આરોગીએ તો સ્વાદેન્દ્રિયને તે સારું લાગશે. પરંતુ તેમાં હલકી ગુણવત્તાના ઈનગ્ર્ડિયંટ વપરાયેલાં હશે તો આપણું સ્વાસ્થ્ય ાડશે અને બીજા દિવસે ઝાડા ઉલટીના ભોગ બનીશું. એટલે જે સ્વાદેન્દ્રિયને સારું લાગે તે આપણા સ્વાસ્થ્ય માટૅ સારું ન હોય તેવું બને. હવે જો આપણને અગઔથી માહિતિ હોય કે જે તે હોટલમાં હલકી ગુણવત્તાનો માલ સામાન વાપરવામાં આવે છે તો આપણે તે હોટલમાં ન જઈએ અને સ્વાદેન્દ્રિયને અવગણીએ. આમાં સારું શું એ વાચક નક્કી કરે.
અહી બીજું ઉદાહરણ પેલા ડોક્ટારનુ જ લઈએ તો જણાશે કે ડોક્ટરનુ ભણતર અને વ્યવસાયિક અનુભને આધારે સુંદર દેખાતિ સ્ત્રીમાં તે ખરેખર રોગના લક્ષણો જોઈ શક્યા જે તેમને ભાવિ મુસિબતોથી બચાવી શકે છે. પરંતુ અન્ય વ્યક્તિ જે ને મેડિકલ સાયન્સનુ કોઈ જ્ઞાન નથી તે પાતળી અને ગોરી કન્યા પર આફરીન થઈ તેને જીવન સાથી બનાવી આખી જીંદગી તેની સુશ્રુષામાં વ્યતિત કરી શકે છે. અહીં સારું શું તે તમે નક્કી કરો. માહિતી કે અનુભુતિ?
મારી સમજ મુજબ તો માહિત છે.
પરંતુ અન્ય કેસ તપાસીએ.
એક વનસ્પતિશાસ્ત્રિ જંગલમાં ફરવાનીકળે ત્યારે તે જંગલનુ અદભુત સૌંદર્ય માણવાને બદલે જાત જાતની વનસ્પતિને જોઈ તેના પૃથ્થકરણ અને વિશ્લેષણમાં પડી જઈ જે તે ક્ષણે સૌંદર્ય માણવાથી ચુકી જાય તો તેની માહિતિ તેના માટૅ બોઝરુપ બની જાય છે અને જીવનનો આનંદ ચુકી જાય છે.
એક સંગિતકાર બીજા સંગિતકારનુ સંગિત સાંભળે ત્યારે જો તે ગાનારનઆ સંગિતમા ક્યાં અને કેટલી ભુલો હતી તે શોધવામાં લાગી જાય કે ખુબ સારું ગવાયું હોય અને ઈર્ષાથી ભરાઈ જાય તો તેનુ સંગિતનુ જ્ઞાન (માહિતિ) તેના માટૅ બોઝરુપ બને છે. ેટલે કેટલાંક સંજોગોમાં માહિતિ સારી છે અને કેટલાંક સંજોગોમાં બુરી. આપણે તેનો ઉપયોગ કેવી રિતે કરીએ છીએ તે વધારે અગત્યનુ હોય છે.
LikeLike
એક જ શબ્દના શબ્દાર્થ ઘણા કરી શકાતા હોય છે અથવા પોતાના perception ના આધારે વ્યક્તિ પોતાનો ‘અર્થ’ કાઢે છે. મારી જ્ઞાનની વ્યાખ્યા – information અને knowledge – ના આધારે છે. (અગાઊ કોઈ પોસ્ટમાં પણ આનો ઉલ્લેખ કરેલો છે) Information એ માહિતી છે જે સામાન્ય – સર્વત્ર પ્રસરેલી છે. વ્યક્તિને જ્યારે કોઈ માહિતી મળે ત્યારે તે પોતાના perception ના આધારે (perception તેની માન્યતાઓ, ભુતકાળના અનુભવો, પુર્વગ્રહો, શિક્ષણ વગેરે આધારિત છે.) જે તે માહિતીને જ્ઞાન તરીકે મગજમાં સંઘરે છે. જો કે હજુ તે અર્ધજ્ઞાનના સ્વરુપમાં જ કહી શકાય. તે પુર્ણ ત્યારે થાય જ્યારે તે માહિતીનો ઉપયોગ કરે. આમ મળેલી માહિતી અનુભવના અંતે જ્ઞાનમાં ફેરવાય. અહીં ઉત્પન્ન થયેલું જ્ઞાન એ જે તે વ્યક્તિનું જ્ઞાન છે. અમુક symptom ના આધારે ડોક્ટરો જુદું જુદું Diagnosis કરતા હોય છે.
એ જ રીતે અનુભુતિ શબ્દ મેં મનમાં ઉઠતા લાગણીના તરંગો માટે ઉપયોગમાં લીધો છે. આ તરંગોને કોઈ બંધન હોતું નથી. તે વ્યક્ત થાય કે ન થાય તે બીજી વાત છે. કોઈ પુરુષની દ્રષ્ટિએ સુંદર સ્ત્રી નજરે પડે ત્યારે મનમાં વિકારની લહેરખી આવી જાય, પછી ભલે તે ક્ષણિક હોય. આવી લહેરખી ઉપર તુરત જ ‘જ્ઞાન’ કાબુ મેળવી લે છે. સૌંદર્ય માણવામાં જ્ઞાન બાધારુપ બની જાય.
વિજ્ઞાન કદાચ માનતું હશે, પણ જીવન પર વ્યક્તિનો કોઈ કાબુ નથી. તો ઘણી વખત એવો વિચાર આવે છે કે જો જીવન પર કોઈ કાબુ નથી તો મળેલી ક્ષણ જીવી લેવી જોઈએ. નાજુક નમણી પણ એનીમીક નાર પસંદ કરી, પછીથી યોગ્ય ટ્રીટમેન્ટ કરાવી લેવી જોઈએ. (કારણ કે ચકાસીને પસંદ કરેલી નારને ભવિષ્યમાં કોઈ તકલીફ નહીં થાય એવી ક્યાં ગેરંન્ટી છે …. 🙂 )
LikeLike
આપણો આ વિચાર પ્રેરક લેખ માણ્યો .
જ્ઞાન પ્રાપ્તિની કોઈ સીમા નથી .એક માણસ માટે કેટલું બધું જ્ઞાન મેળવવાનું બાકી રહી જાય છે !
તમારી વાત સાચી છે કે જ્ઞાન મેળવવાની ટેવને લીધે જે અનુભૂતિ કરવાની હોય છે એ રહી જાય છે .
ઘણીવાર ઓછું જ્ઞાન આશીર્વાદ રૂપ બનતું હોય છે .
મારાં સ્વ. માતા અવાર નવાર કહતાં એ રમુજી વાત આવે છે .એ કહેતાં કે ભણેલો માણસ ત્રણ જગાએ
ખરડાય !
કોઈ ગામડીયાનો પોદળામાં પગ પડે તો એ પગ ઘસીને આગળ ચાલવા માંડે . પરંતુ કોઈ ભણેલા વિદ્વાન
માણસનો પગ પોદળામાં પડે તો એ વાંકો વળીને આંગળીથી એનો થોડો ભાગ લઇ નાકે અડાડીને સુંઘી જુએ
કે આ શુ છે !એટલે એ પગે, હાથે અને નાકે એમ ત્રણ જગાએ ખરડાઈને અનુભૂતિ કરે !
LikeLike
સરસ ઉદાહરણ…
બસ જે તે ક્ષણને માણીએ અને આનંદમાં રહીએ.
LikeLike
અનુભુતિ કરતાં જ્ઞાન સારું. જ્ઞાન વગર કરેલ કાર્યનું શું પરીણામ આવે તે નક્કી નહીં. જે ક્ષેત્રે જ્ઞાન ન હોય ત્યાં પ્રયોગો દ્વારા અનુભુતિ કરીને સારા માઠા પરીણામો મળ્યાં બાદ જ્ઞાન પ્રાપ્ત થાય છે.
ઉત્તમ માણસો બીજાના અનુભવમાંથી શીખે છે.
સામાન્ય માણાસો પોતાના અનુભવમાંથી શીખે છે.
મુર્ખાઓ પોતાના અનુભવમાંથી યે શીખતા નથી.
સામાન્ય રીતે માણસ કાંતો ભુલ સુધારવા અથવા તો પોતાની મહત્તા દેખાડવા ભુલ કાઢતો હોય છે. કેટલાક (મારી જેવા) લોકોને બીજાની ભુલ કાઢવાની ટેવ પડી ગઈ હોય છે. (નાનપણમાં શિક્ષકો પાસેથી ગુજરાતી તો ન આવડ્યું પણ બીજાની ભુલો કાઢતા આવડી ગઈ 🙂 )
વાત રહી બ્લોગ જગતની તો અહીં હવે ભાગ્યે જ કોઈ લેખને આધારે તટસ્થ પ્રતિભાવો આપે છે. લેખ અને પ્રતિભાવો સઘળું યે પૂર્વગ્રહથી ગ્રસીત થઈને અપાતું હોય છે.
LikeLike
‘પ્રયોગો દ્વારા અનુભુતિ કરીને સારા માઠા પરીણામો મળ્યાં બાદ જ્ઞાન પ્રાપ્ત થાય છે.’….
મને પણ એવું જ લાગે છે કે અનુભવને અંતે પ્રાપ્ત થતું જ્ઞાન એ જે તે વ્યક્તિ માટે યોગ્ય છે. પણ અનુભવ લેતી વખતે જે સુખ-દુઃખ થાય તે માણવાની મજા તો લઈ લેવી…
LikeLike
અરે જોશીદાદા,
મજા લેવા તો બ્લોગ જગતમાં આંટા ફેરા કરીએ છીએ 🙂 નહીં તો અહીંયા સઘળે લખાતા લેખો કરતાં બહાર શું ઓછા પુસ્તકો મળે છે?
કદાચ કોઈક આવીને ટપકું મુકી જાય કે બહાર કાઈ મફત ન મળે જ્યારે અહીં તો બધું કાના માતર વગર.
તો કહેવાનું મન થાય કે અહીંયા યે કાઈ મફત નથી મળતું કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, વીજળી વગેરેનો ખર્ચો તો લાગે જ ને?
LikeLike
ભઈલા,
કેવી મોંઘવારી છે નૈ ! ટાઈમપાસનાય પૈસા પડે છે… 🙂
LikeLike
જો ઉતાવળીયો જવાબ આપું તો . . અનુભૂતિ ! અનુભૂતિ દ્વારા મળેલ જ્ઞાન મોંઘુ પડી શકે , પણ તે મહતમ ભાગે કઈક શીખવતું જાય છે . . . હા , પછી જેમ ઉપર અતુલભાઈ’એ કહ્યું તેમ અજ્ઞાન’ની ભારે કિંમત ચૂકવવી પડે છે ! માટે એક રીતે કહું તો તમે ફરી પાછા અમને મૂંઝવ્યા 🙂
LikeLike
નિરવ,
બહુ ચિંતા ન કરવી. અજ્ઞાનની કિંમત ચુકવીને પણ, જે તે ક્ષણ તો માણી લીધી ને ! આમેય ક્યાં કશું ‘મફત’ મળે છે.
અતુલભાઈને એવી રીતે ટેકો આપીએ કે આપણે આપણી ‘Risk taking Capacity’ નક્કી કરી લઈને, મજા માણવી. પણ આનંદ તો લઈ લેવો. 😉
LikeLike
હું આ પોસ્ટ રીલીઝ થઇ ત્યારનો વિચારતો હતો કે આ અનુભૂતિ વાળી વાત તો મેં હમણાં જ ક્યાંક કહેલી , પણ ક્યા ? . . . અને લ્યો . . આ અનુભૂતિ’ની અદ્ભુત વાત મેં હમણાં જ શીપ ઓફ થીસીયસ વાળી પોસ્ટ’માં કરેલી હતી કે જ્યાં એક અંધ યુવતી પોતાની અનુભૂતિ વડે જ ફોટો’ઝ પાડતી હતી , પણ જ્યાં તેની આંખો પાછી આવી કે પેલી અજ્ઞાત અનુભૂતિ ચાલી ગઈ ! http://wp.me/p2z7vI-1U9 . . . સમય હોય તો જરૂર આવજો , એક સારી મુવી વિષે’ની વાત છે કે જેના વિષે આપને વાંચવાનું અને જોવાનું ગમશે .
LikeLike
“. . . જેટલું હું સમજ્યો ત્યાં સુધી અંધ યુવતી’વાળો પહેલો ભાગ અનુભૂતિ’ની દુનિયા ઉજાગર કરે છે . મતલબ કે અનુભૂતિઓ’થી ઇન્દ્રિયો અને માણસ ઘડાય છે , નહી કે માણસ’થી અનુભૂતિઓ ! . . જે જગત દ્રષ્ટિ આવ્યા પહેલાનું હતું , તે દ્રષ્ટિ આવ્યા બાદ બદલાઈ ગયું ….”
ઝડપથી વાંચી ગયો, નિરાંતે પછી.
પણ યુનીવર્સલ માઈન્ડ
Universal Mind
ની જેમ વિચારોમાં સામ્યતા આવી. માણસ અનુભુતિ દ્વારા મેળવેલા જ્ઞાન વડે જ ઘડાય છે.
LikeLike
” જે છે તે” મોજ કરોને ભા ઇ લા ……આનંદ આપે ને તેમાં જ મસ્ત રહેવાય તો ઘણું! જેવી જેની પહોંચ … ઝિલવાની આવડત ,જૈસી જિસકી આરજૂ…જુસ્તજૂ” -” જિસકા જિતના આંચલ…ઉતની હે સૌગાત ”
-લા’ કાંત / ૨૫.૩.૧૪
LikeLike
પવિત્ર આચાર-નિયમવાળું સદગુણી જીવનથી જ્ઞાન અને અનુભૂતિ આપોઆપ થાય
LikeLike
[…] હમણાં‘જ્ઞાનકેઅનુભુતિ’ નીપોસ્ટમાંવિચારેલુંકેજ્ઞાનસારુંકેઅનુભુતિ ? અનેતારણપણએવુંકાઢેલુંકે ‘અનુભુતિદ્વારામેળવેલુંજ્ઞાનસારું.’ […]
LikeLike