ટાઈપ્સ ઓફ યોગા –

મારું યોગ પરનું જ્ઞાન મર્યાદીત છે, પણ મેં મુખ્ય અષ્ઠાંગ યોગ, હઠ્ઠયોગ જેવા જ નામ સાંભળ્યા છે.

Types of Yoga વાંચીને તો લાગે છે કે ભારતને નંબર વન બનવું હોય તો પોતાની સંસ્કૃતિને વિભાગોમાં વહેંચી ‘કટકા’ કરી નાખવા પડશે. પ્રાણાયમને ફક્ત ‘શ્વાસની કસરત’ બનાવવી પડશે. શરીર અને મનને જુદા પાડવા પડશે. આ શરીરમાં આત્મા કે ચેતના જેવું કંઈક હોય અને માનવીને ‘માનવ’ તરીકે જીવવા માટે આ બંન્નેને જોડાયેલા રાખવા જોઈએ, એ ભુલી જવું પડશે. થોડુંઘણું પણા ‘ભારતીય યોગ’ વિષે જાણતા હો તો નીચેની લિન્ક પર જુઓ, કેટલા કટકા થઈ ગયા છે, પેટન્ટસ લેવાય ગઈ છે, ‘યોગા ક્લાસીસ’ની ચેઈન બની ગઈ છે. હમણાં ક્યાંક એવું વાંચ્યુ હતુ કે ભારત કરતાં અમેરીકામાં યોગ પર ઘણું કામ થયું છે.

કેવું  કામ ?

ભારતના એક યોગાસનની જુદી જુદી પોઝીશનને નવા નવા નામ આપી અનેક આસનો બની ગયા એટલે ‘ઘણું કામ થયું’. રામદેવજી સાદી ભાષામાં કહે – “જે લોકો જમીન પર બેસી ન શકે તે લોકો ખુરશી પર બેસી કેટલાક આસનો કરી શકે.” અમેરીકામાં ‘Chair Yoga’ નો એક પ્રકાર બની ગયો !

bigdowndog

આનૂ અંગ્રેજી નામ જાણવું છે ? Downward Facing Dog – માથુ નીચું રાખતો કુતરો

હશે !

આવી ચર્ચાનો મતલબ નથી પણ આ અમેરીકન યોગને માણો –

Types of Yoga

આવું બધું વાંચ્યા પછી માથુ દુઃખે તો થોડી ચા પીને, યોગાસનોની ઝંઝટમાં પડ્યા સિવાય, નાનપણમાં સ્કુલમાં શીખવેલી સાદી કસરતો કરી લેશો તો પણ શરીર સ્વસ્થ રહેશે એની ગેરંટી………

4 comments on “ટાઈપ્સ ઓફ યોગા –

 1. હું તો સવારે સ્વાઈસો, સાંજે ચાલવા જવાનું, સુતા પહેલા મુદ્રાઓ અને સુતી વખતે શવાસન લ્યો થઈ ગયો યોગ.

  આસનના અનેક પ્રકાર હઠયોગમાંથી (હઠ્ઠયોગ નહીં) આવ્યા છે. જો કે તેનો શરુઆતનો હેતુ શરીરને સ્વસ્થ રાખીને ત્યાર બાદ મનને સ્વસ્થ બનાવવું અને છેવટે ઈંદ્રિયોને તેમના વિષયોમાંથી પાછી વાળી એક લક્ષ્ય પર મનને કેન્દ્રીત કરવું અને છેવટે તે એક વિષયનો પણ બાધ કરીને માત્ર પરમાત્માનો અનુભવ કરવો તેવો છે.

  આજ કાલ તો ઈન્સ્ટન્ટ યોગ ચાલે છે. CD ખરીદી લ્યો અને ધ્યાનમાં બેસી જાવ.

  ચાની ચાહ તો કેમ છુટે?

  મારે તમારે ભારતમાં રહેવું અને અમેરીકાની ચિંતા શીદને કરવી?

  આપણે કાઈ અમેરીકાની જેમ જગત જમાદારી કરવાનો ઠેકો થોડો લીધો છે?

  Like

  • jagdish48 says:

   સુધારા માટે આભાર, લખતી વખતે મનમાં આશંકા હતી તે દુર થઈ.
   બાકી તો અમેરીકાની ચિંતા કોણ કરે છે ? આ તો યુવાનો માટે ખાસ – કંઈ નવુ કરવું હોય તો જે છે તેને વિભાગમાં વહેંચી વેપાર કરો…….. Short Cut…

   Like

 2. અહીં અમેરિકામાં યોગની ઘણી દુકાનો ખુલી ગઈ છે .

  યોગનું વ્યાપારીકરણ થઇ ગયું છે . યોગ એક દુજતી ગાય બની ગયો છે .

  તમારી વાત સાચી છે કે યોગના જુદા જુદા પ્રકારો વિષે વાંચીને માથું દુખી જાય એવું છે .

  અતુલભાઈ સાચું કહે છે . યોગ શબ્દ યુજ ધાતુ ઉપરથી આવ્યો છે . યુજ એટલે

  જોડવું . મનને બધી બાજુથી ખેંચી લઈને એક ધ્યાનથી પરમાત્મા સાથે જોડવું એટલે યોગ .

  મૂળ અષ્ટાંગ યોગ એ જ સાચો યોગ .

  Like

 3. ખુબજ સરસ માહિતી…

  Read more… VISIT : http://khilanehathilarog.wordpress.com/

  આભાર.

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s