આસાન હે –

“આસાન હે”

‘Unstoppable’

How to get Unlimited Power to Achieve your Goals ?

એક એવું પણ ટાઈટલ વાંચ્યું હતું – ‘કર લો દુનીયા મુ્ઠ્ઠીમેં’

બસ ! આવા ટાઈટલ વાંચી વિચાર આવે કે –

‘કેવું સરળ છે, એક સેમીનાર એટેન્ડ કરવાનો ને દુનીયાને મુઠ્ઠીમાં લઈ લેવાની’

આપણે રાજા અને બાકીની પ્રજા…. જલસા જ જલસા….

હમણા સુરતી ઉંધીયું પર વિપુલભાઈએ સંદીપ મહેશ્વરીની એક વીડીયો લીન્ક મુકી અને પછી જોયું તો યુ-ટ્યુબ પર આવા મોટીવેશનલ સ્પીકરોના ઢગલા. પાંચ મીનીટથી બે-બે કલાકના સેમીનાર વીડીયો.

જો એમ કહીએ ‘સફળતા રસ્તામાં નથી પડી’ તો કહેશે કે ‘આ તમારા બચપણમાં પડેલા સંસ્કાર (માન્યતા) બોલે છે.’ નાનપણમાં બાળકને કોઈ કામ કરતા રોકવા માટે એવું કહેવામાં આવે કે તું હજુ નાનો છે, તને ન આવડે, તારાથી નહી થાય વગેરે વગેરે. આ શબ્દો તેને જોખમ લેતાં, નવું શીખતા રોકે અને મોટા થતાં તે કંઈપણ એચીવ કરવામાં પાછો પડે.

એકદમ સાચુ !

નાનપણમાં બાળક પ્રત્યે, માબાપનું અને અન્યનું વલણ આ પ્રકારનું જ હોય છે. તેને શીખવવાને બદલે આવા શબ્દોથી ટાળવામાં આવે છે. આથી બાળકના મનમાં આવી માન્યતા દ્રઢ થતી રહે છે. આમ પણ કહેવાયું જ છે કે મા-બાપ બનવું સહેલું નથી પણ સાથે સાથે એ પણ વાસ્તવિકતા છે કે યુવાન દંપત્તિ મજાક  મજાકમાં જ માબાપ બની જાય છે. વધુમાં ‘કેરીયર’ની દોડ પણ તેઓને બાળકોથી દુર રાખે છે.

પણા આજે યુવાનો જ્યારે આવા વીડીયો જુએ કે સેમીનાર એટેન્ડ કરે ત્યારે તેમાંથી ‘સરળ’ લાગતી વાતનો તંત પકડી રાખે છે, એમાં મહેનત કરવાની (Action) વાતને નજરઅંદાજ કરે છે.

‘Secret’  માં દર્શાવ્યા પ્રમાણે મનમાં ધારણાઓ કરી, ખોટે ખોટે ‘ફીલ’ કરી માની લે છે કે હવે દુનીયામાંથી મારે જે જોઈએ છે તે મારા તરફ આકર્ષાઈને આવી જશે. (Law of Attraction).

જો કે સંદીપ મહેશ્વરીની આ વીડીયો મને ગમી, આમ પણા એક વાત અનુભવી કે સંદીપ બીજા ટ્રેઈનર્સની જેમ શાસ્ત્રીય વાતો ન કરતા પોતાના અનુભવોને સાંકળીને વાસ્તવીકતાની સમજણ સાથે બોલે છે. જેમકે

law of attraction vs law of love sandeep maheshwari

જોવી ગમે એવી વીડીયો છે.

પણ આ જ વાત બ્રહ્માકુમારી શીવાનીએ થોડા મહીના પહેલાં ખુબ સરળતાથી કહી છે.  ટુંકા સમયમાં સાર જોઈ લેવા જેવો ખરો. (અહીં Karmica Accounts માં ન માનીએ તો તેને બાજુમાં મુકીને પણ સ્મજવા જેવું ખરું.)

ચર્ચા કરવા જેવા મુદ્દા તો છે. તમે કંઈ કહેશો ?

6 comments on “આસાન હે –

  1. બીજી વાત તો નહિ છેડું , પણ હમણાં જ મેં જે શીપ ઓફ થીસીયસ મુવી જોયેલું . . . તે પરથી એક નાની ! પોસ્ટ બનાવેલી , તેમાં કર્મ અને કારણ વિષે થોડી ચાંચ ડુબાડવાનો પ્રયત્ન કરેલ છે [ તેમની દ્રષ્ટિ’એ પણ અને મારી દ્રષ્ટિ’એ પણ . . . ]

    બ્રહ્માકુમારી શિવાની’ને ઘણી વખત થોડા થોડા સમય માટે સાંભળ્યા છે [ તેમની પાસે વિષય ચર્ચવાની એક સ્વસ્થતા અને દ્રષ્ટિ છે – બાકી બધા ચીલાચાલુ ધાર્મિક આગેવાનો’ની સરખામણી’એ 😉 ]

    Like

  2. Vinod R. Patel કહે છે:

    આજે યુવાનો જ્યારે આવા વીડીયો જુએ કે સેમીનાર એટેન્ડ કરે ત્યારે તેમાંથી ‘સરળ’ લાગતી વાતનો તંત પકડી રાખે છે, એમાં મહેનત કરવાની (Action) વાતને નજરઅંદાજ કરે છે.

    વાત સાચી છે .વ્યાખ્યાતા અભ્યાસ કરીને કોઈ એક વિષય ઉપર બોલે એ પછી જો એ વિષયમાં પાછળથી

    શ્રોતાઓ ઊંડા ઉતરી વધુ માહિતી માટે ન પ્રેરાય અને એનો અમલ ન કરે તો વ્યાખ્યાનનો અર્થ

    સરતો નથી. એ ફક્ત ચલચિત્રની જેમ થોડા સમય માટેનું ઉપલક મનોરંજન બની જાય છે .

    એમ છતાં આવી ચર્ચા થાય અને વિચારોની આપ લે થાય એ પણ જરૂરી છે . વિષયને સમજવા અને ઊંડા

    ઉતરવામાં એ મદદ કરી શકે .

    આ દ્રષ્ટીએ આ બન્ને વિડીયો વિચાર પ્રેરક છે . યુ-ટ્યુબ ઉપર આવા ઘણા વિડીયો વિવિધ વિષયના

    જોવા મળે છે . શિક્ષણ પદ્ધતિનો આ એક ભાગ બની શકે છે .

    Like

  3. મારી જીંદગી ની ચેતના કહે છે:

    fb,whatsap, teenpati ma Padela yuvan Ne Avi Motivational Video kyathi Jova Malse. . Aa video Jova ma time bagle athva kantado ave 6e.
    Hu mara mbl Ma hamesa blog vachto hov 6u.

    Like

    • jagdish48 કહે છે:

      કલ્પેશભાઈ,
      યુવાનીમાં જ જે થઈ શકે તે થ્શે, બાકી તો ઢળતિ ઉંમરે પાછળ વળીને નિસાશા નાખવાનો વારો આવે… અબ પછતાવે ક્યા હોવત હે જબ ચીડીયા ચુગ ગઈ ખેત.
      શીવાનીબેનને સાંભળવા ધાર્મિક લાગે તેમ હોય તો સંદીપ મહેશ્વરી યુથ આઈકોનની જેમ વાત કરે છે. તેણે એક જગ્યાએ એવું કહ્યું છે કે એચીવમેન ત્યાં સુધી અધુરુ રહે જ્યાં સુધી તમે તેને અન્ય સાથે શેર ન કરો. તમે એચીવ કરી લો પછી બીજાને પણ ‘એફબી’માંથી બહાર કાઢો ને …

      Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s