આ બાપુને ડહેલે લેવાયેલ ‘અમલ’ના ઘુંટની વાત નથી પણ જ્ઞાન લીધા પછી તેનું શું થયું તેની વાત છે.
કેટલીય વિભુતિઓ વિષે જાણ્યું છે કે તેઓએ જાત-જાતના અને ભાત ભાતના તર્ક આપી લોકોને ધર્મ વિષે, જીવન વિષે, જીવન જીવવા વિષે લોકોને સમજાવ્યું, અનુયાયીઓ બનાવ્યા, આશ્રમો સ્થાપ્યા, સંપ્રદાયો સ્થાપ્યા પણ એમના જીવનમાં તેઓએ શું કર્યું ?
અન્યને અભિમાન અને સંસારમાંથી વિરક્ત થઈ જવું જોઈએ એવી સલાહ આપનારા પોતે થયા ?
અનુયાયી બનાવવા કે સંપ્રદાય ઉભો કરવો એ ‘Power Motivation’ (to influence others) જ છે. જ્યાં આ પ્રકારનું મોટીવેશન હોય ત્યાં અભિમાનનો અભાવ હોય એવું શક્ય નથી. ‘સ્વમાન’ હોય ત્યાં ટકરાવ ઉભો થતો હોય છે, બીજાને પોતાની અસર હેઠળ લાવવા ‘અભિમાન’ હોવું જરુરી છે. અને અભિમાન હોય ત્યાં દંભની હાજરી પણ હોય જ. કારણ કે આ ‘ઇન્ફ્લ્યુઅન્સ’ યેનકેન પ્રકારે કરવાની હોય છે, જેમાં લોભ, લાલચ, દબાણ (સામાજીક રીતે ઉભું કરીને), જુઠાણું પણ ચલાવવું પડે (પછી ભલે તે યુધિષ્ઠિરનું અર્ધસત્ય હોય). હવે આ તર્ક પ્રમાણે,
જે તે વ્યક્તિ સંસારમાંથી વિરક્ત થવાની સલાહ આપી, પોતે સાંસારિક બાબતોમાં પડે તો તેણે પોતાના ‘જ્ઞાન’ શું ઉપયોગ કર્યો ?
વ્યક્તિએ મેળવેલ જ્ઞાન શું બીજા માટે છે ?
જે ‘જ્ઞાન’ તે બીજાને આપે છે એની સત્યતા કે યથાર્થતા કેટલી છે તે ચકાસે છે ?
જો ‘સત્ય’ની વાત કરીએ તો દરેકને પોતાનું સત્ય હોય.
આ દલીલને આધારે એવું કહી શકાય કે –
જ્ઞાન સાર્વત્રિક (universal) છે. મારે તેમાંથી મારે માટે યોગ્ય જ્ઞાન તારવવાનું છે અને મારા જીવનમાં ‘અમલ’માં મુકવાનું છે.
જ્ઞાનનો સોર્સ મહત્વનો નથી. મને કોઈ ગાલીગલોચ કરે તો પણ હું વિચારી શકું કે તેણે આમ કેમ કર્યું ? મારી ક્યાં ભુલ થઈ ? સામેની વ્યક્તિ ક્યા સ્તરની છે ? મારે એમ કરવું જોઈએ કે નહીં ?
એ જ રીતે કોઈ મહારાજ જીવન જીવવાની પધ્ધતિ અંગે શીખવાડે તો, મારે મારા અનુભવના આધારે નક્કી કરવું પડે કે આ જ્ઞાન મને ઉપયોગી છે અથવા તો મારે તેને અમલમાં મુકી અજમાવી જોવું જોઈએ.
તાજેતરમાં શ્રી અતુલભાઈએ તેમના બ્લોગ પર મુદ્રાવિજ્ઞાન ની ઇબુક મુકી. મેં વાંચી, ગુગલમાં વધુ સર્ચ કર્યું, જાતને પ્રશ્નો કર્યા કે આ સાચું છે ? સ્વાથ્ય માટે જે દાવો મુદ્રાવિજ્ઞાન કરે છે તે કદાચ સાર્વત્રિક હોય શકે. મારે મારી જાતને એના અભ્યાસમાં મુકવી જોઈએ. જો મને લાભ થાય તો તે મારા માટે સત્ય.
જ્યારે ‘અમલ’માં મુકવાની વાત આવે ત્યારે બે બાબતો સામે આવે –
મને આ જ્ઞાનમાં (મુદ્રાવિજ્ઞાનમાં) શ્રદ્ધા છે ? અને…
મારામાં જ્ઞાનને અમલમાં મુકવામાં રહેલ જોખમ (Risk taking) ઉઠાવવાની તૈયારી છે ?
જો બંને પ્રશ્નોના હકારાત્મક જવાબ હોય તો ‘અમલ’ શક્ય બને.
અગાઊ લખાયેલું શ્રી ગોએન્કાજીનું એક વાક્ય યાદ આવે છે –
જ્ઞાન ચક્ષુ છે અને શ્રદ્ધા ચરણ છે.
એને આગળ ધપાવીએ – શ્રદ્ધાના ચરણે ચાલીને ‘સત્ય’ પ્રાપ્ત કરો.
આપણે કેટલું ખાઈએ છીએ એ મહત્વનું નથી પણ કેટલું પચાવીએ છીએ એ મહત્વનું છે
એમ જ્ઞાન માટે મોટા થોથાઓ વાંચ્યા કરો પણ મેળવેલ જ્ઞાનનો અમલ ન કરો તો એ જ્ઞાન શા કામનું .
એક શેર જ્ઞાનની સામે અધોળ પણ અમલ ન હોય તો જ્ઞાનનો કોઈ અર્થ રહેતો નથી .
બાકી આ જગતમાં જ્ઞાન મેળવવાની કોઈ સીમા નથી . ઈન્ટરનેટ આવ્યા પાછી તો
બધું જ્ઞાન કોમ્પ્યુટરમાં કેદ થઇ ગયું છે .
LikeLike
આપણી સમસ્યા એ છે કે અધ્યાત્મ જગતના અનેક શબ્દો જે આત્મ જ્ઞાનીઓ દ્વારા ઉદ્ગારાયેલા છે તે તેમના અનુભવમાંથી આવ્યા છે. જ્યારે આપણે આ શબ્દોનો પ્રયોગ કરીએ છીએ ત્યારે આપણે વગર અનુભવે આપણે જેને આપણી સમજ શક્તિ કહીએ છીએ તે મુજબ તેની વ્યાખ્યા કરીએ છીએ અને આપણી રચેલી વ્યાખ્યાઓ કે ક્યારેક જ્ઞાનીઓએ દ્વારા કરવામાં આવેલી વ્યાખ્યાઓ મુજબ આપણે તેનુ અર્થઘટન કરીએ છીએ. પરિણામે વાદવિવાદ અને ભેજામારી સિવાય બીજું કોઈ પરિણામ તેમાંથી નીપજતું નથી. અહમનો આ ખેલ પણ ભાગ્યે જ દેખાય છે.
જ્ઞાનીઓ જે જ્ઞાનની વાત કરે છે તેને અને આપણે જેને જ્ઞાન સમજીએ છીએ તેને કોઈ સ્નાન-સુતકનો સંબંધ નથી. આપણે મોટાભાગે ઈન્ફરમેશનને અથવા સંતો કે જ્ઞાનીઓનાના વચનો કે ગીતા, કુરાન, ધમ્મપદ કે બાઈબલને જ્ઞાન સમજીએ છીએ. પરંતુ આમાનુ કશું જ જ્ઞાન નથી. કૃષ્ણના ગીતાના વચનો હોય કે કુરાનની આયાતો કે ઓશોના વચનો કે અન્ય કાંઈપણ, ગમે તેટલું મધુર હોય પણ તે જ્ઞાન કે સત્ય નથી.
લાઓત્સુને તેમના એક શિષ્યએ પૂછ્યું, ” સત્ય શું છે?” લાઓત્સે એ કહ્યું, ” સત્ય (જ્ઞાન)કહી ન શકાય. અને જે કહેવાય છે તે સત્ય નથી.”
કૃષ્ણ, કબીર કે મહાવીર, મહમ્મદ કે જીસસ, જરથ્રુષ્ટ્ર કે અન્ય સતગુરુ ઈશારો કરી શકે પણ જ્ઞાન ક્યારે પણ આપી નથી શકતા. દરેકે દરેક વ્યક્તિએ જાતે જ જ્ઞાન શોધવું પડે. એટલું કહી શકાય કે દરેકનો જ્ઞાનનો અનુભવ એક જ હોય છે. ભલે તે ગમે તે સમયે કે ગમે તે સ્થળે ઉદ્ભવ્યું હોય. એટલે જ જ્ઞાનને સનાતન કહ્યું છે. વિજ્ઞાન બદલાયા કરે પણ જ્ઞાન નહી.
LikeLike