પ્રેમ સંદેશ –

પ્રભુ આપણા સૌ પર તેની કરુણા અને પ્રેમ સદા વરસાવતો રહે એવી પ્રર્થના…

આવી સદાની પ્રાર્થના વેલેન્ટાઈન દિને પણ.

પણ …. પણ…

ગુલાબનો પુષ્પગુચ્છ રુપિયા બસો !

સાંભળીને પ્રભુના કરુણાના પાત્રો જાણે બદલાય ગયા.

ફુટપાથ પર રહેતા કુટુંબનો એક દિવસનો ખર્ચ, પેટભરીને ખાવાનું મળ્યાનો સંતોષ – ફક્ત પ્રેમ(?)ના પ્રદર્શન માટે વપરાય. દિલમાં ચચરે એ સ્વભાવિક છે.

આ વેલેન્ટાઈનના મુળ ક્યાં હશે ? પ્રેમનું પ્રદર્શન કરતા, દેખાદેખી કરતા યુવાનોએ આ જાણાવાનો પ્રયત્ન કર્યો હશે ? એમ સ્વભાવીક પ્રશ્ન થાય. વેલેન્ટાઈનના મુળ માટેના જવાબો પણ આશ્ચર્યજનક મળે છે –

કેથોલીક ચર્ચવાળા માને છે ઓછામાં ઓછા ત્રણ વેલેન્ટીન નામના શહીદો મળે છે જેઓની યાદમાં આ દિવસ ઉજવાય છે. એક દંતકથા તો તેને રોમનકાળ સાથે સાંકળે છે. ક્લોડીયસ નામના રોમન શહેનશાહનું માનવું એવું હ્તું કે જો કુટુંબ ન હોય તો સારા સિપાહી બને (કુંટુંબ તરફની લાગણી તેમને નબળા બનાવે) આથી તેણે લગ્ન કરવા પર પ્રતિબંધ મુકી દીધો. વેલેન્ટાઈન નામના એક પાદરીએ તેનું ઉલ્લંઘન કરી ખાનગીમાં એક લગ્ન કરાવ્યા, આથી શહેનશાહે તેનો શિરછેચ્દ કરાવ્યો, તેની સ્મૃતિમાં આ દિવસ મનાવાય છે. એક કથામાં કહેવાયું છે કે વેલેન્ટાઈને ક્રીશ્ચીયન કેદીઓને રોમન જેલમાંથી ભાગવામાં મદદ કરી તેથી તેને મારી નાખવામાં આવ્યા. એક કથા તો કેદી વેલેન્ટાઈન અને જેલરની પુત્રીની પ્રેમ કથા રુપે પણ પ્રચલીત છે. વેલેન્ટાઈને પ્રેમીકાને એક ગ્રીટીંગ મોકલ્યું અને તેમાં અંતે લખ્યું હતુ – From your Valetine – બસ ત્યારથી આ દિવસ ઉજવાય છે. એક કથા એવી પણ છે કે એક  Lupercalia નામના રોમન તહેવારને ક્રીશ્ચીયન સ્વરુપ આપવા વેલેન્ટાઈન ડે શરુ થયો. મધ્ય યુગમાં યુરોપમાં વેલેન્ટીન નામના એક સંત પણ થઈ ગયા. એક વૈજ્ઞાનિક કારણ પણ નજરે ચડે છે – યુરોપમાં પક્ષીઓના મેટીંગનો સમય મધ્ય ફેબ્રુઆરીથી શરુ થાય છે.

આ બધી દંતકથાઓમાં, પ્રેમ પ્રદર્શિત કરવાની વાતનું મહત્વ ક્યાં અને કેટલું આવ્યું ?

cupid-god-2

 

(વેલેન્ટાઈન ડે નું એક પ્રતિક આપણા ‘કામદેવ’ના પ્રતિકને મળતું લાગે છે ને ?)

ભારતીય સંસ્કૃત્તિમાં તો પ્રેમના પ્રદર્શન કરતાં સમર્પણનું મહત્વ વધારે છે. છતાંય આ જ સંસ્કૃતિના કેટલાક જીવંત પાત્રોના પ્રેમના તોફાનો, ટીખળો અને સાહસો પણ જોવા મળે છે.

આપણે એવું ન કરી શકીએ કે આપણો પોતાનો ‘પ્રેમ દિવસ’ નક્કી કરી ઉજવીએ ?

આવો દિવસ નક્કી કરવા કેટલાય પ્રસંગો ઇતિહાસમાં હાજર છે.

પ્રેમના પ્રતિક એવા શ્રી કૃષ્ણને ભગવાન બનાવી તેના પ્રેમના પ્રદર્શનોને ‘ભક્તિ’માં ફેરવી નાખ્યા. મીરાં જેવી પ્રેમમાં પાગલ નારીને, તેણીના પાગલપનને કૃષ્ણભક્તિમાં વ્યક્ત કરી. તેના પ્રેમગીતોને ભક્તિગીતોના નામ આપી દીધા. એ જ કૃષ્ણ જેણે નદીઓમાં સ્નાન કરતી ગોપીઓની રોમાંચક છેડછાડ કરી, ‘રુકમણી’નું અપહરણ કરી લગ્ન કર્યા, પરાક્રમ કરી ‘સત્યભામા’ મેળવી. આ બધાથી વધારે રોમેન્ટીક, ‘રાધા’ સાથેનો પ્રેમ. કૃષ્ણ અઠ્ઠાવીસ વર્ષની ઉંમર સુધી મથુરા/વૃંદાવનમાં હતા. આ દરમ્યાન રાધા સાથેનો પ્રેમ અને સુરદાસજી અનુસાર તેણીની સાથે ગાંધર્વ વિવાહ એ બધા પ્રસંગો આપણી સંસ્કૃતીના પ્રેમ પ્રદર્શનના ન કહેવાય ? (આપણા ઇતિહાસકારો તો ‘રાધા’ના અસ્તિત્વ પર પણ સવાલો ઉઠાવે છે.)

શ્રીકૃષ્ણનું ભગવાનપણુ, અવતારપણુ, ભક્તિ, ગીતાજ્ઞાન વગેરે બધું જ ભુલી જઈને, યુવાનો, શ્રીકૃષ્ણના જીવનમાંથી એક આવો જ એક સુંદર દિવસ પસંદ કરી તેને ‘પ્રેમ દિવસ’ (વેલેન્ટાઈન ડે) તરીકે ઉજવે તો કેમ ?

જ્ઞાનપિપાસુઓને ટુંકમાં વાંચવું હોય તો બે લિન્ક નીચે મુજબ –

http://dailyjournalonline.com/news/local/the-origins-of-valentine-s-day/article_35b81352-94b5-11e3-9792-0019bb2963f4.html

http://ancienthistory.about.com/od/socialcustomsdailylife/a/010908Lupercal.htm

2 comments on “પ્રેમ સંદેશ –

  1. Sharad Shah કહે છે:

    “પ્રેમ” શબ્દનુ જેટલું પતન થઈ શકે તેટલું ઠઈ ચુક્યું છે.
    “હું મારી મોટર સાયકલને કે પુસ્તકોને ખુબ પ્રેમ કરું છું” આ અને આવા ઉદ્ગારો જ્યરે સાંભળીએ ત્યારે અવશ્ય પ્રશ્ન થાય કે જ્ઞાની પુરુષો કહે છે કે ,” પ્રેમ એ જ પરમાત્મા છે.” તો શું આ મોટર સાયકલ, કુતરા કે પુસ્તકો કે પ્રેમિકાવાળો પ્રેમ એ, એ જ પ્રેમ છે જેની આ બુધ્ધ પુરુષો વાત કરે છે? જેટલો પ્રકાશ શબ્દ આંધળાને સમજવો મુશ્કેલ છે એટલો જ પ્રેમ આપણે સમજવો મુશ્કેલ છે. એટલે નકલી પ્રેમને પ્રદર્શિત કરવા બસો રુપિયાનો બુકે જ નહીં પણ બસો કરોડનો બંગલો પણ પ્રેમિકાને ભેટ ધરો તો પણ નકલી પ્રેમ પ્રેમિકાની પ્રેમની પ્યાસને બુઝાવી નથી શકતો. આપણો કહેવાતો પ્રેમ હંમેશ ઘૃણા સાથે જ પેક થયેલો હોય છે. એક સિક્કાની બે બાજુની જેમ જ. એક બાજુ પ્રેમ અને બીજી બાજુ ઘૃણા. જ પ્રેમિકા માટે જાન દેવા તૈયાર હોઈએ તે જેવી બીજાના પ્રેમ (લફરાં)માં પડૅ કે તેની જાન લેવા આપણે ઉતારુ થઈ જઈએ છીએ. આપણો આવો બે કોડીનો પ્રેમ પીડાઓ સિવાય બીજું કશું ક્યારેય ન આપી શકે. (હા, ક્ષણિક ભ્રમણા થઈ શકે છે.)

    Like

    • jagdish48 કહે છે:

      ઘણા સમયે ફરી મળ્યા, આભાર.
      ‘પ્રેમ’ શબ્દના પતનની વાત સાચી.
      જો કે મારો ઉદેશ્ય વેલેન્ટાઈન ડે ના પશ્ચિમી અનુકરણને બદલે કોઈ ભારતીય કેલેન્ડરનો દિવસ ઉજવાય એવું જણાવવાનો માત્ર હતો. એ બહાને તો યુવાનો ‘ભારત’ ને પ્રેમ કરે.

      Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s