એક અનોખો અનુભવ – મૃગેશ શાહ

કૃતજ્ઞતા ને સમજવાની મથામણ ચાલે છે, એમાં ‘રીડ ગુજરાતી’ પર શ્રી મૃગેશભાઈનો એક અનુભવ વાંચ્યો. લોકોની વાંચન ભુખ અને અન્ય માટે કંઈક કરી છુટવાની વૃત્તિ એ કૃતજ્ઞતાનું પરીણામ હોય શકે, એમાં કોઈ શક નથી.

મૃગેશભાઈની વાતના પાત્રની વ્યથા કથામાં છુપાયેલી સફળતાની વાત વાંચો –

‘ત્રણેક વર્ષ પહેલાં પિતાજીનું નિધન થયું…’ એમણે પોતાની જીવનકથાના પાનાં ખોલ્યાં, ‘પૈસાના અભાવે બારમા ધોરણ પછી કંઈ ભણાયું નહીં. પિતાજી ચોકીદાર હતા. એમનું આરોગ્ય કથળતું ગયું અને છેક અંત સુધી અમે અદ્ધર જીવે રહ્યાં. બીજી બાજુ, મારાં લગ્ન થયાં. જ્ઞાતીના રિવાજોને કારણે આ પ્રસંગોમાં ધાર્યા કરતાં વધારે દેવું થઈ ગયું. હવે દેવું ઉતારવું શી રીતે ? ભારે મુશ્કેલીના દિવસો આવ્યા. થોડો સમય મુંબઈ જઈને નોકરી કરી પરંતુ અહીં ઘરના સભ્યોને એકલા છોડીને રહેવાનું ફાવ્યું નહીં. અહીં કોઈ જગ્યાએ નોકરી મળતી નહોતી. ઘણા મહિનાઓ તો જાણે ડિપ્રેશનમાં જ પસાર થઈ ગયા. શું કરવું કંઈ જ સમજાતું નહોતું. એવામાં વળી પ્રથમ સંતાનનું મૃત્યુ થયું અને મારા પર તો જાણે આભ જ તૂટી પડ્યું. પિતાજીના નિધન બાદ લગ્નનો ખર્ચ અને એ પછી આ પ્રથમ સંતાનનું મૃત્યુ…. દિવસે દિવસે હું માનસિક રીતે ખલાસ થતો જતો હતો. કુદરત એક પર એક કારમા ઘા મારી રહી હતી…..’ હરીશભાઈ થોડું થોભી ગયા. હું તેમની ભરાયેલી આંખો જોઈ રહ્યો હતો.
એમણે પોતાની વાત આગળ ચલાવી : ‘બસ… એ દિવસોમાં કંઈ ખાસ કામ હતું નહીં. અખબાર-પૂર્તિઓ વાંચતો. જે લેખ સારા લાગે એ લેખકના નામ યાદ રાખતો. બજારમાં જઉં ત્યારે સસ્તાં એવાં એકાદ-બે પુસ્તક ખરીદતો અને છૂટક કામ કે નોકરી બાદનો સમય વાંચનમાં પસાર કરતો. મને એ દિવસોમાં વાંચનથી અપાર શાતા વળી. થોડી હૂંફ મળી. કેટલાક મહાનુભાવોના જીવનપ્રસંગો વાંચીને થોડો સધિયારો મળ્યો. ધીમે ધીમે હું આઘાતમાંથી બહાર આવ્યો. છેવટે એ દિવસો પણ પસાર થઈ ગયા અને મને આ સારી નોકરીની તક મળી. પગાર સારો અને કામ અનુકૂળ હતું. દિવસો-મહિનાઓ વીત્યા અને ધીમે ધીમે બધું દેવું ચૂકતે થઈ ગયું. આ નોકરીમાંના સહકર્મચારીઓએ મને કોમ્પ્યુટર વાપરતાં અને ઈન્ટરનેટ ખોલતાં શીખવ્યું. એક ભાઈએ મને કહ્યું કે તમે બધા પુસ્તકો ખરીદી ન શકો તો કોઈ વાંધો નહીં પરંતુ આ સાઈટ વાંચજો, તમને તમારો ખોરાક મળી રહેશે !…. અને બસ, એ રીતે હું અહીં તમારા સુધી પહોંચી ગયો….. હવે તો ઈશ્વરની કૃપાથી અમારે ત્યાં બીજું તંદુરસ્ત સંતાન છે, સરકારે અમને આ રહેઠાણને બદલે પાકું મકાન પણ આપવાની ઑફર આપી છે. બધું ઠીક ઠીક ચાલે છે….’‘

મુળ લેખ વાંચવા તો રીડ ગુજરાતી પર જવું જોઈએ – એક અનોખો અનુભવ – મૃગેશ શાહ

રીડ ગુજરાતી અને મૃગેશભાઈના આભાર સહ…..

2 comments on “એક અનોખો અનુભવ – મૃગેશ શાહ

  1. Vinod R. Patel કહે છે:

    ખરેખર અનોખો પ્રેરક અનુભવ

    મૃગેશભાઈ અને હરીશ ભાઈને ધન્યવાદ , ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમ માટે

    સેવા વૃતિ માટે .

    જેને સામાજિક સેવા કરવી છે એને માટે કેટલું બધું વિશાલ ક્ષેત્ર પડ્યું છે .

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?