World is Small –

તાજેતરમાં જન્મદિવસની શુભેચ્છાઓની આપ-લેમાં મુર્તજા જાણીતામાં નીક્ળ્યા, વર્ષો પહેલાં અમે વારંવાર મળતા તે યાદ કરાવ્યું. આ સંવાદમાં એક વાક્ય આવ્યું – world is small. મને પણ સ્વીકારવાનું મન થયું, સામે પક્ષે એક મોટું નુકશાન પણ નજરે ચડ્યું – Now man is BIG. માણસ ‘મોટો’ થતો જાય છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈનની થીયરી ઓફ રીલેટીવીટી પ્રમાણે સાચું જ કહી શકાય ને ! પહેલાં દુનીયા મનુષ્ય માટે વિશાળ હતી, તેની સરખામણીમાં મનુષ્ય સાવ મગતરા જેવો હતો, પણ કુદરતને અનુકુળ થઈને રહેતો. વાતાવરણમાં ફેરફાર થાય તો તે પોતાના શરીરને વાતાવરણથી અનુકુળ બનાવતો (evolution) અને જીવન જીવવા માટે કુદરત સામે ટકી રહેતો. આ સુમેળમાં સારું ચાલતું. ઝંઝાવાતો આવતા હશે પણ કોઈ રંજ ન હતો. સ્વીકાર્ય હતા. હવે જ્યારે ટેકનોલોજીએ દુનીયા નાની કરી દીધી ત્યારે મનુષ્ય ‘મોટો’ થઈ ગયો. કુદરતને, પોતાને અનુકુળ કરવા ધમ-પછાડા શરુ કરી દીધા. અહીં સુધી, પણ કોઈ ફરીયાદ નથી. પોતાને ‘મોટો’ માની, પોતાના શરીરને અનુકુળ વાતાવરણ – હીટરો, એસી વગેરે વગેરે વાપરવા દઈએ… પણ …. પણ …..

પાછી ‘ગ્લોબલ વોર્મીંગ’ ની ફરીયાદ પણ કરવાની !

કેવી વીડંબણા છે !

પોતે જ કરેલા કૃત્યોની ફરીયાદ પણ કરવાની.

આ ફરીયાદોમાં પણ વાંધો ન લઈએ, વિજ્ઞાનને મહાન થવા દઈએ, વૈજ્ઞાનિકોને ‘અમે શોધી કાઢ્યું’ નો અહમ પોષવા દઈએ…. હશે જવા દો…. કહીએ, પણ..

જ્યારે હું ‘મોટો’ ના લીધે સંબંધોમાં તિરાડો, લાગણીઓમાં શુષ્કતા, માનવીથી માનવીની થતી અવગણના, અવહેલનાનો વિસ્તાર વધતો જાય છે. એ મોટું નુકશાન નથી લાગતું ? આજના સમાચારપત્રમાં લખે છે સુરતમાં સાંજે લોકોએ  ૧૫ લાખ ચાઈનીઝ બલુનો સળગાવી ઉડાડ્યા. મકરસંક્રાન્તના બે દિવસમાં કેટલાય પક્ષીઓ તો ઇજા પામ્યા હશે જ, પણ આ તો કેટલાય માનવીઓને નાની-મોટી આગથી નુકશાન પણ થયું હશે. ફક્ત પોતાના આનંદ માટે અન્યનો વિચાર-સરખો પણ કરાતો નથી. આ અવગણના નહીં તો બીજું શું ? માનવી-માનવી વચ્ચેની હુંફ ક્યાં ગઈ ? ઘણીવાર આ ‘અરણ્યરુદન’ લાગે છે, પણ મન હળવું કરવા કંઈક તો કરવું ને ?

દુનીયા ભલે નાની થઈ ગઈ, પણ આપણી મોટાઈ આપણને ક્યાં લઈ જશે ?

માનવીએ પોતાનું મોટાપણું જોવું હોય તો નીચેની લિન્ક જોઈ જજો.

ફાઈલ લોડ થયા પછી સ્લાઈડરને જમણી બાજુ ખસેડતા જજો … તમારો ક્યાંય પત્તો લાગે તો કહેજો….

http://htwins.net/scale2/

આપણે ક્યાં છીએ તે જણાઈ આવશે.

પછી તો બાજુવાળો માનવી દેખાશે ને ?

વિગતો વાંચતાં વાંચતાં જવું હોય તો નીચે –

http://www.quantrek.org/size_comparison/size_comparison.htm

વિડીયોમાં રસ પડે તો અહીં –

 

4 comments on “World is Small –

  1. hiranyavyas કહે છે:

    So surprising! In fact how we are real n so small Belated Many happy returns of d day 13th Jan May God bless U best of health..

    Like

  2. La' Kant કહે છે:

    “જ્યારે હું ‘મોટો’ ના લીધે સંબંધોમાં તિરાડો, લાગણીઓમાં શુષ્કતા, માનવીથી માનવીની થતી અવગણના, અવહેલનાનો વિસ્તાર વધતો જાય છે. એ મોટું નુકશાન નથી લાગતું ? ”
    જાણ્યે -અજાણ્યે આપણા વજૂદના પ્રતીક સમા ” અહમ”-નો હુંકાર એટલો તો બળકટ સ્વભાવતન થઈ જતો હોય છે કે,”હું સામા કરતાં વધુ અને સારુ જાણું છું”ની અંગત મનોછાપ [ભ્રમ?]ને અતિક્રમી નથી શકાતું…તેનાથી અળગા રહીને વર્તી નથી શકાતું. આ આપણી સામાન્ય નબળાઇ. !
    બાકી, “હું પૂર્ણ પરિશુધ્ધ” છું ” થી મોટું સૂત્ર છે ખરું? લોકોને સમજાવવામાં/ગોખાવવામાં આવે છે .
    ચાલ્યા કરે …એ તો ! જીવન-સફર “યાત્રા” બને તો કદાચ જામે આ વ્યક્તિગત વાત !

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?