સ્પષ્ટવાદિતા –

થોડા વખત પહેલાં શ્રી જયપ્રકાશ ચૌકસે દ્વારા સુરત સીટી ભાસ્કરમાં ‘પરદે કે પીછે’ માં

“સ્પષ્ટવાદિતા એક વિલક્ષણ આદર્શ છે” પર થોડો પ્રકાશ પાડ્યો હતો.

જો કે તેમનો લેખ અભિનેતાઓની આત્મકથાના સંદર્ભમાં હતો –

લેખનની ગંભીર શરત – જાહેર થવાની છે, જ્યારે અભિનય એ તમે જીવનમાં જે નથી એ દેખાડવાનું ક્ષેત્ર છે. એકમાં જાહેર થવું  અનિવાર્ય શરત છે તો બીજામાં ખુદને છુપાવી માત્ર પાત્રની ભાવનાની રજુઆતને અનિવાર્ય માનવામાં આવે છે.

‘સ્પષ્ટતાવાદી’ કેટલો સરસ અને ‘સ્પષ્ટ’ શબ્દ છે, પણ એને આદર્શ તરીકે રહેવા દેવો પડે. જીવનમાં મુક્ત થવા માટે પણ ‘આદર્શ’ તરીકે જ રહેવા દેવો પડે, કારણ કે મુક્ત થવા ‘સ્પષ્ટતાવાદી’ બનવું જ પડે તે જરુરી નથી.

સાચું બોલવામાં મહાનુભાવોને કારણ વગર કેટલું સહન કરવું પડ્યું છે તે સર્વ વિદિત છે. ગાંધીજીએ આત્મકથામાં સત્ય વાતો કહી અને લોકોએ તેના વિવિધ અર્થો-અનર્થો કાઢ્યા. પોતાના અંગત બ્રહ્મચર્યના પ્રયોગોનું સત્ય તેમણે જગત સમક્ષ મુક્યું તો લોકોએ તેને પાપાચારમાં ખપાવવાનો ઘૃણાસ્પદ પ્રયત્ન પણ કર્યો.

ધારો કે આ પ્રયોગોની વાત આત્મકથામાં જણાવી ન હોત તો ?

અસત્ય બોલ્યા છે તેવું તો ન જ કહી શકાય. શું કોઈ વાત છુપાવવી એ ‘સત્ય’ ન બોલવા સમાન છે ? મારી અંગત વાત, જેને અન્ય સાથે કોઈ લેવાદેવા નથી, જેનાથી કોઈને ફાયદો કે ગેરફાયદો થતો નથી એવી વાત છુપાવવામાં ‘સ્પષ્ટતાવાદી’ આદર્શને કોઈ ઠેસ પહોંચે ખરી ?

કોઈપણ વ્યક્તિના મનમાં કેટલાક ખુણા એવા હોય જ છે જે અન્ય કોઈપણ રીતે જાણી ન શકે (હીપ્નોટીઝમની વાત અલગ છે.) એ માહિતી એવી પણ હોય શકે, જેની તે વ્યક્તિના જીવન પર અસર પડેલી હોય, જેનાથી જીવનમાં ટર્નીંગ પોઈન્ટ આવેલ હોય, પણ એ વાત અન્યને જણાવવી જરુરી નથી હોતી. એ બાબત સંપુર્ણપણે અંગત હોય શકે અને અન્યને ન જણાવવાથી, તેને ફાયદો કે ગેરફાયદો ન થાય. ધારો કે તે વાતથી તેના જીવનમાં કોઈ માર્ગદર્શન મળી શકે તો તે પોતાની અંગત વાત નહી, પણ એક ઉદાહરણ તરીકે કહી શકાય. આમ સંપુર્ણ સ્પષ્ટતાવાદી બનવું જરુરી નથી (અગાઉ ‘જોહરી વિન્ડો’માં એની આંશિક ચર્ચા પણ થઈ છે.)

આમ પણ કહેવાયું જ છે કે ‘સાચુ બોલો, પ્રિય બોલો’.

‘આ પ્રિય બોલો’ વાળો ભાગ હંમેશા યાદ રાખવો. આ વાત તો પાનબાઈ જેવી અભણ નાર પણ જાણતી હતી – ‘વચનવિવેકી જે નરને નાર, બ્રહ્માદિક લાગે પાય રે….’

અંધજનને ‘આંધળા’ તરીકે ન બોલાવતા ‘સુરદાસ’ કહેવું જોઈએ.

તમારી અંગત વાતો જાહેર થતા, તમને તો ઠીક પણ કોઈવાર અન્યને પણ નુકશાનકર્તા થઈ શકે છે. જેમકે ઈન્ટરનેટની સોસીયલ સાઈટ્સવાળા તમારી અંગત બાબતોને જાણી લઈને તેના પરથી બીનજરુરી અને સમાજને નુકશાન કરનારી ચીજવસ્તુઓનું  ઉત્પાદન કરે અને માર્કેટીગ સ્ટ્રેટેજી પણ બનાવે છે.

સ્પષ્ટતાવાદી બનવાનો મોટામાં મોટો ગેરફાયદો – સંબંધોનો વિચ્છેદ છે. કોઈની સાથેના સંબંધમાં, કોઈ ચોક્કસ વાત તમને અપ્રિય હોય તો, ‘મને આ પસંદ નથી’ એવું સ્પષ્ટ કહેવાથી સંબંધનો અંત આવવાની શક્યતા છે. ક્યાં તો તમારે એ બાબત માટે જતું કરવું જોઈએ અને જો એમ ન થઈ શકતું હોય તો સંબંધમાં લીમીટ-મર્યાદા બાંધી લેવી જોઈએ. પણ સ્પષ્ટ કહી દેવાથી સંબંધનો અંત નિશ્ચિત છે, જે કદાચ તમને પણ નુકશાનકર્તા હોય શકે.

દરેક વ્યક્તિએ પોતાની કેટલીક અંગત ગ્રંથીઓ બાંધી હોય છે, (હોવી જ જોઈએ કારણ કે તે જ જીવનને આગળ ધપાવે છે) તમારી પણ હોય. બંનેમાં મેચીંગ હોય તેવું ન પણ બને. આવા સમયે સ્પષ્ટવક્તા બની સ્પષ્ટતા કરી દેવી જરુરી નથી. કશું ‘સો ટકા’ હોતું નથી એ સ્વીકારીને ચાલવાથી જીવનમાં ઓછામાં ઓછા પ્રશ્નો ઉભા થાય.

માટે ‘પ્રિયં વદ’ ….

Advertisements

One comment on “સ્પષ્ટવાદિતા –

  1. pravinshastri કહે છે:

    “પ્રિયં વદ”
    કાંણાને કાણો નવ કહીએ, કડવા લાગે વેણ
    હળવે રહીને પુછીયે, શાને ખોયા નૈણ

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s