શ્રી વિનોદભાઈએ ‘Listen Amaya’ જોવાનું સુચન કર્યું, જોવાયું પણ ખરું અને ગમ્યું પણ ખરું.
મને એમાંથી મળ્યું હોય તો આજના યુ્વાનોની માનસિકતાનું નિરુપણ.
પોતાની સ્વતંત્રતા તો પ્રિય પણ અન્ય માટેની ‘પઝેસીવનેશ’.
‘સ્વતંત્રતા’ અને અન્ય પર ‘મારાપણાનો અંકુશ’ વચ્ચેનો દ્વંદ્વ.
આપણી જુની કહેવત – ‘મારું મારા બાપનું, પણ તારું મારું સહિયારું’
જો કે સાવ એવું તો નથી, પણ આંશિક રીતે એ ખરું લાગે છે.
યુવાનો થોડું આંતર નિરિક્ષણ કરી આ વાતને વધારે સ્પષ્ટ કરી શકે.
આજે નાનપણથી માબાપ પોતાના બાળકોને માર્ગદર્શન માટે પણ અંકુશમાં લઈ શકતા નથી. આજની ભણતરની પધ્ધતિ એટલી બધી બદલાઈ ગઈ છે કે માબાપ તેમાં વધુ રસ લઈ શકતા નથી અને મોંઘવારી અને બાળકોના ઉછેરના ખર્ચમાં એટલા બધા ગુંચવાયેલા રહે છે કે બાળકોને યોગ્ય માર્ગદર્શન આપી શકતા નથી અને બાળકો પર પણ અન્ય (અભ્યાસ અને કારકિર્દીની) ‘જવાબદારી’ઓ આવી જતાં માબાપો એમના માટે શું કરી રહ્યા છે તેઓની સંવેદનઊની ‘અનુભુતી’ (feel) તેમને થતી નથી. બાળકોને પોતાની જવાબદારીઓ અદા કરવામાં માબાપે આપેલા ભોગની નોંધ, એમનું મગજ લઈ શકતું નથી. આથી જ પુરી થયેલી જવાબદારી જાણે પોતે જ અદા કરી છે એવી ભ્રાંતિથી પોતે જ ગર્વ લઈ ‘સ્વતંત્રતા’ની ભાવનાને પૃષ્ઠ કરતા જાય છે. પણ માબાપ પરની ‘ડીપેન્ડન્સી’ના કારણે અને એમની ‘સ્વતંત્રતા’ની ભાવના માબાપ પર અંકુશ જમાવવા પ્રેરે છે.
બીજી પણ એક અગત્યની વાત એ નજરે પડી કે જીવનમાં યુવાનોએ ફીઝીકલ કમ્ફર્ટ (જેમકે ‘સેક્સ’) ને અન્ય માનવીય સંવેદનાઓમાં કરતાં વધુ મહત્વ (એવું જ કહોને કે ‘prime importance’) સ્થન આપ્યું છે.
જો કે ચોક્કસપણે તો યુવાનો આ તર્ક પર પ્રકાશ પાડી શકે.
એમનો ફાયદો પણ છે – પોતાનો બચાવ કરવાની તક….
જોઈએ કેવો પ્રતિભાવ મળે છે ……..
લિસન અમાયા મને ગમેલું , પણ થોડાક માટે અદભુત બનતા રહી ગયું ( એવો મારો નમ્ર / અંગત મત છે .) અને આપના ઉપરોક્ત મંતવ્ય વિષે હું સહમત છું .
અને મુવી’ની મુખ્ય અભિનેત્રી સ્વરા ભાસ્કર’ની ફારૂક શેખ સાથેની મીઠી યાદો અહી માણવા જેવી ખરી . . . http://wp.me/pv36D-3yN
LikeLike
‘Listen Amaya’ એ બીજા ગલી ગલી કરાવે એવી આજના યુવાનોને ગમતી ચીલા ચાલું
ફિલ્મ નથી પણ એક સમજવા જેવી એક આર્ટ ફિલ્મ છે .
આ ફિલ્મ જોયા પછી મને કોઈ મોટા લેખકની નવલકથા વાચી ન હોય એવો અહેસાસ
થયો હતો . વાત વાતમાં માં-બાપની લાગણીને દુભવતી આજની પેઢીની રુક્ષતા પણ એમાં
બતાવી છે અને અંતે ભૂલ સમજાતા અંતે બધું સારું વાનું થઇ જતા કુટુંબમાં આનંદ છવાય છે .
આ ફિલ્મને તમોએ આ પોસ્ટમાં સ્થાન આપ્યું એ ગમ્યું . આભાર .
LikeLike