સુખ-સગવડ ?

સુખ-સગવડ ?

અગાઊની પોસ્ટમાં ‘સ્વદેશી’ને યાદ કર્યું, દેશપ્રેમ અને નિષ્ઠાની વાત કરી.

પણ દેશપ્રેમને સમજવામાં શ્રી દાવડા સાહેબની એક કવિતા એક સંકેત આપી જાય છે –

છોડો વતનની ખોખલી વાતો,

જ્યાં સુખ છે, સગવડ છે, ત્યાં વતન છે.

બીજુ વાક્ય – જ્યાં સુખ છે, સગવડ છે, ત્યાં વતન છે. – ઘણું કહી જાય છે.

શું માનવી સુખ-સગવડની વ્યાખ્યા બદલતો રહે છે ?

સુખ-સગવડ એ માનવીના મનને પ્રફુલ્લિત રાખવા માટે છે ?…. કે……

શરીરને કોઈ તકલીફ ન થાય એ માટે છે ?

સામાન્ય રીતે તન-મન-ધનની સંયુક્ત વાત પણ કરવામાં આવે છે.

ધનની અત્યાધિકતાથી તનને સુખ આપી શકાય છે તેમ જ મનને સુખ સગવડ પણ પહોંચાડી શકાય છે. સ્ટ્રેસની પરિસ્થિતિમાથી છુટવા પ્રકૃતિના ખોળે જવું હોય તો કે સારું મ્યુઝીક સાંભળવા કે બીજી કોઈ મનગમતી પ્રવૃતિ કરવા ધનની આવશ્યકતા છે જ, તો પછી જ્યાં ‘ધન’ છે ત્યાં સુખ-સગવડ આવે જ.

પણ ‘ધન’ જ્યારે ‘પૈસા’ સુધી જ સીમિત થઈ જાય, ત્યારે સુખ-સગવડનો અર્થ મહદ અંશે શરીરની સુખાકારી માટે જ રહે. વર્ષો પહેલાં એક ટુચકો સાંભળેલો –

એક ગરીબ માણસ ગરીબીથી કંટાળી આપઘાત કરવાનો પ્રયત્ન કરવા જાય છે. ત્યાં એક માણસ તેને મળે છે, પુછે છે – ‘કેમ ! ભાઈ શા માટે આપઘાત કરવો છે ? – હું બહુ ગરીબ છું, મારી પાસે એક પણ પૈસો નથી. – એક કામ કર, આ તારો એક હાથ મને આપી દે, હું તને એક લાખ આપીશ – અરે ! એમ કંઈ હાથ થોડો કાપી નંખાય ? – તો તારો એક પગ આપી દે બે લાખ આપીશ – મારે કંઈ લંગડા નથી થવું – આવી રીતે સામેવાળાએ જુદા અંગોના ભાવ લગાવ્યા, પણ ગરીબ એકેય વાતમાં તૈયાર ન થયો. માણસે સમજાવ્યું કે – ભાઈ તારી પાસે અમુલ્ય શરીર છે પછી તું ‘ગરીબ’ કેવી રીતે કહેવાય ?

હવે કહો – ‘ધન’ એટલે શું પૈસા ?

આથી ગરબડ ક્યાંક ‘સુખ-સગવડ’ ની વ્યાખ્યામાં છે, એવું લાગે છે.

બીજો મુદ્દો સુખ-સગવડની વ્યાખ્યા કેમ બદલાય છે ? એ છે. અવિકસિત દેશોના લોકોને વિકસિત દેશોના સુખ સગવડ જોઈએ છે જ્યારે વિકસીત દેશોના લોકો શાંતિ મેળવવા ભારત જેવા દેશોમાં ભટકે છે. શું છે આ સુખ-સગવડની વ્યાખ્યા ? શું લોકો એક પ્રકારના સુખ-સગવડથી ‘ઉબાઈ’ જાય છે ?

આ વાત સગડ શોધતાં શોધતાં – બાળપણ સુધી પહોંચી જવાયું.

નાના બાળકને એક રમકડું આપો. થોડીવાર રમીને ફેંકી દેશે અને નવા રમકડાની શોધમાં લાગી જશે.

મોટાઓનું પણ આવું નથી ? એક પ્રકારના સુખ-સગવડથી ‘ઉબાઈ’ જઈને નવા પ્રકારના સુખ સગવડની શોધમાં નથી લાગી જતો ?

માનવીય લાગણીઓને અવગણી સ્વતંત્રતા ભોગવ્યા પછી હૃદયના છાના ખુણે ‘હુંફ’ની તલપ નથી લાગતી ? એવી જ રીતે સંયુક્ત કુટુંબમાં રહ્યા પછી ‘સ્વતંત્રતા’ની ખેવના રહે જ છે.

આપણી દરેક ઇચ્છાઓ-અપેક્ષાઓને ચકાસી જુઓ, ક્યાંકને ક્યાંક તેની વિરોધી ઇચ્છા-અપેક્ષા અજાગૃત અવસ્થામાં રહે્લી હોય છે, જે થોડા સમય પછી જાગૃત થાય છે. બાળકની રમકડા પ્રત્યે લાગણી થોડી ક્ષણોમાં બદલાય છે, જ્યારે માનવીને પેઢીઓ લાગી શકે. સવાલ સમયગાળાનો છે.

ટુંકમાં માનવી સુખ-સગવડની વ્યાખ્યા બદલતો રહે છે.

એના મુળીયા માનવીની જન્મજાત સહજ લાગણી ‘કુતુહલ’ માં છુપાયેલા છે.

‘કુતુહલ’ તો નાવીન્યસભર છે…… ફરી ક્યારેક…..

5 comments on “સુખ-સગવડ ?

 1. Vipul Desai says:

  “સુખકી કલીયા, દુઃખ કે કાંટે સબ મનકા આધાર”. આ મને જ્યારે જ્યારે લોકો ઇન્ડિયા અને
  અમેરિકાની સરખામણી કરે ત્યારે યાદ આવે છે. અમેરિકામાં કે ઇન્ડીયામાં ૧૦૦ % લોકો સુખી નથી તો ૧૦૦ % દુઃખી નથી. ઇન્ડીયામાં રહેનારા એમ માનીને દુઃખી થાય કે પેલો સુખી થઇ ગયો અને અમેરિકાવાળો ઇન્ડીયામાં મિત્રોની પ્રગતિ અને સગવડો(ખાસ કરીને પાછલી ઉંમરવાળા માટે) જોઈને મનમાં ને મનમાં વિચારે છે કે હું અમેરિકા આવીને ભેરવાઈ ગયો છું.(આ સો ટકા નહી પણ મોટા ભાગનાને લાગુ પડે છે. બાકી ગાલપર થપ્પડ મારીને લાલ રાખવા હોય તો રાખી શકે છે).

  Like

  • jagdish48 says:

   બીજી રીતે જોઈએ તો બધા ૧૦૦ % સુખી જ છે. બસ, શરીરનું મહત્વ ઘટાડી મનને મહત્વ આપવું જરુરી છે.
   આભાર.

   Like

 2. આપણે ત્યાં ચાર પુરુષાર્થનું નીરુપણ કરવામાં આવેલ.

  ૧. ધર્મ
  ૨. અર્થ
  ૩. કામ
  ૪. મોક્ષ

  આ ચારેય પુરુષાર્થ જીવના જુદા જુદા પરીમાણોને સ્પર્શે છે.

  ધર્મ પુરુષાર્થથી મનનું સુખ મળે છે અને ધર્મમાં પ્રમાદ કરવાથી મનનું દુ:ખ.

  અર્થ પુરુષાર્થથી ધનનું અને તેને પરીણામે તનનું સુખ મળે છે તેમાં પ્રમાદ કરવાથી સુખ સગવડથી વંચિત અને અભાવની પીડા.

  કામ પુરુષાર્થથી પ્રાણનું સુખ મળે છે. જે રીતે કાર્બ્યુરેટર દ્વારા ધુમાડો બહાર નીકળી જાય છે તેવી રીતે નીયમીત પ્રાણાયામ કરનારની વાસનાઓનો ક્ષય થાય છે.

  મોક્ષ પુરુષાર્થથી આત્માનું સુખ મળે છે.

  જેઓ આ ચારેય પુરુષાર્થ સાધે છે તેમનું જ જીવન સર્વાંગી બને છે.

  કોણ ક્યાં રહે છે તે એટલું મહત્વનું નથી પણ કેવી રીતે રહે છે તે અગત્યનું છે. સહુથી વધારે વખત તો માણસે પોતાની જાત સાથે જ રહેવાનું હોય છે અને જેને જાત સાથે સારી રીતે જીવતા આવડી જાય તેને જગત સાથેય સારી રીતે જીવતા આવડી જાય છે.

  Like

  • jagdish48 says:

   મેં સુખ-સગવડને માનવીઓના વિચારોને આધારે સમજવાનો પ્રયત્ન કર્યો. આપે અધ્યાત્મને સહારે સુંદર રીતે સમજાવ્યું. બધાજ પુરુષાર્થ માનવી કરતો રહે છે છે પણ તે તેનાથી અજાણ છે. જો આ જાણકારી મેળવી લે તો જીવન સરળ બની જાય તે ચોક્કસ.
   આભાર.

   Like

 3. […] લેખો  સ્વદેશ ? અને સુખ-સગવડ ? માં એમણે એમના જે વિચારો રજુ કર્યાં છે […]

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s