સ્વદેશ ?

જુદા જુ્દા મેઈલ અને બ્લોગ પોસ્ટ પરથી મળેલી માહિતી, મગજને ગુચવણમાં મુકી, હૃદયને ગ્લાનીથી ભરી દે એવા વિચારોથી ઉભરાય જાય છે.

સૌ પ્રથમ તો ઓસ્ટ્રેલીયાથી વિનોદભાઈ ડાભી લખે છે  –

“આપણે મેરા ભારત મહાન મેરા ભારત મહાન કરીએ છીએ પણ ફોરેનમાં ઇન્ડીયાની આબરૂનું લીલામ ઇન્ડિયનો જ કરે છે. હવે તો ફોરેન ગયા વિના પણ યંગ ઇન્ડિયનો ઓનલાઈન પણ ઇન્ડીયાની આબરૂના કાંકરા કરે છે. આજે બપોરે હું સુતો હતો અને એક ફોન આવ્યો. ઇન્ડિયન અંગ્રેજી હતું એટલે ખબર પડી ગઈ કે કોક ફસાવવા વાળો જ હશે. કહે તમારા કોમ્પ્યુટરમાં વાયરસ છે. મેં કહ્યું તને કેવી રીતે ખબર પડી કે મારા કોમ્પ્યુટરમાં વાયરસ છે? એ કહે તેને ખબર પડી જાય … વગેરે વગેરે …..
અહી છાપાઓમાં અને ટીવી કે મેગેઝીનમાં પણ ચેતવણી આવે છે કે એવા લોકો તમારા કોમ્પ્યુટરનો એક્સેસ કરી લે અને બધી માહિતી ચોરી લે, પછી કાં તો બ્લેકમેલ કરે અથવા બેંકની ડીટેલ જાણી લે અને એકાઉન્ટ હેક કરી લે…… બધાને ખબર પડી ગઈ છે કે ઇન્ડીયામાં રીતસરનો એક બીઝનેસ જ ચાલે છે. લોકોને છેતરવાનો…………”

અહી ભારતમાં પણ ATM બુથમાં કેમેરા ગોઠવી, ATM કાર્ડના કોડનંબર મેળવી લેવા અને તમે જેવું કાર્ડ ઓપરેટ કરો ત્યારે તેને ક્લોન કરી લેવું, પછી બનાવટી કાર્ડ બનાવી, તમારા બેન્ક એકાઊન્ટમાંથી કેશ ઉઠાવી લેવાના કિસ્સા છાસવારે વર્તમાનપત્રોમાં આવ્યે જ જાય છે. બેન્કના ATM મશીનમાંજ કાર્ડ ક્લોનીંગ માટેની ડીવાઈસ ફીટ કરી દેવાય ત્યાંસુધી સુધી બેન્કને કોઈ જાણ ન થાય. એ જ મશીનોમાં રોજ પૈસા મુકવા સીક્યોરીટી સાથે માણસો આવતા જ હોય છે. હવે ! આ બેન્કોની કેવી બેદરકારી ? વધુમાં તકલીફ તો એ થાય કે સલાહ આપનારા, લોકો સલાહ આપે કે તમારે કાર્ડ ઓપરેટ કરતી વખતે બીજા હાથથી કી-બોર્ડને કવર કરી રખવું જેથી તમારો કોડનંબર કેમેરામાં કેદ ન થાય. બોલો ! જાણે બેન્કની ‘સીક્યોરીટી’ અંગેની કોઈ જવાબદારી જ નહી !

આવું સતત બનતું જ રહે છે. વિદેશોમાં તો ઈન્ડીયાની આબરુને લિલામ કરવાનું ચાલી જ રહ્યું છે. મારા ભાણેજનો જાત અનુભવ પણ જાણવા જેવો છે. રીસર્ચ પ્રોજેક્ટના સંદર્ભમાં જર્મની ગયો ત્યારે, ત્યાંથી યુરોપની ટુર કરવા મિત્ર સાથે નીકળી પડ્યો. એક કન્ટ્રીમાં તે અને તેનો મિત્ર ફોટા પાડવામાં વ્યસ્ત હતા ત્યારે એક વ્યક્તિ તેમની લેપટોપ બેગ લઈને ભાગ્યો. જો કે થોડે દુર પોલીસે તેને ઝડપી પાડ્યો. પોલીસમેન પુછપરછ કરતો હતો ત્યાં બંને મિત્રો ત્યાં પહોંચી ગયા. પોલીસમેને જણાવ્યું ‘આ ઇન્ડીયન છે, તમે ફરીયાદ નોંધાવો’ પણ બંને મિત્રો પાસે સમયનો અભાવ હતો આથી પોલીસમેનને જણાવ્યું કે અમને બેગ મળી ગઈ, હવે અમારે આગળ કોઈ કાર્યવાહી કરવી નથી. પોલીસમેનના ગયા પછી આ લોકોએ તે વ્યક્તિ સાથે વધારે વાત કરી – તમે ઇન્ડીયાનું નામ શા માટે બદનામ કરો છો ? પેલી વ્યક્તિએ જણાવ્યું કે હું તો બાંગલાદેશી છું, પણ અહીં બધા, ‘એશીયનો’ને ઇન્ડીયન ગણે છે આથી મેં પોલીસને ‘ઇન્ડીયન’ કહ્યું. આ તો ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગુજરાત’ (વગર ગુજરાતીએ !) જેવું થયું.

અગાઊની એક પોસ્ટ – ‘કોન ગેઈમ’ માં પણ આવા જ સંદર્ભ છે.

પણ આ બધાના મુળમાં શું ?

શું લોકોમાં દેશ પ્રત્યેના ‘સ્વાભીમાન’ નો અભાવ છે ?

કંઈક અંશે એવું તો છે જ. રાજકારણીઓ અને સરકારી વહીવટના કારણે લોકોને તંત્ર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. રાજકારણીઓ પણ ચુટણીમાં લખલુટ પૈસા ખર્ચીને પાંચ વરસમાં જાણે વ્યાજ સાથે વસુલ કરવા અને બીઝનેસ કરવા આવ્યા હોય તેમ મચી પડે છે. કોઈ પણ ધંધામાં પણ જાણે ગ્રાહક તેમની પાસેથી પહેલી અને છેલ્લીવાર ખરીદી કરતો હોય તેમ ગમે તે ભાવ લઈને ઉતરતી કક્ષાનો માલ પધરાવતો હોય છે. અરે ! કોઈ પ્રોફેશનલ પછી તે ડોક્ટર હોય, વકીલ હોય પણ ગ્રાહકને જાણે લુટી લેવાનો હોય એ રીતે વહેવાર કરે છે.

છતાંય હજુ ક્યાંક ‘સ્વદેશાભિમાન’ છલકતું પણ નજરે પડે છે અને કલેજાને ઠંડક પહોંચાડે છે.

મુ. વિનોદભાઈ  (12 Dec. post 360,) “મારા વિચાર વલોણાનું નવનીત” માં લખે છે –

“લોકો કહે છે ભારત એટલે ગરીબી, ગીર્દી. ગોટાળા અને ગંદકી

જન્મદાતા મા ગંદી ગોબરી ભલે હોય, અંતે તો મા છે !”

આ પરદેશમાં રહ્યા પછીનું એમનું ‘સ્વદેશાભિમાન’ !

ભારતમાં રામદેવજી મહારાજ યોગ શીખવવાની સાથે સાથે ‘સ્વદેશી’ અને ‘સ્વાભિમાન’ની ચળવળ ચલાવે છે. જો કે આ કાર્ય એમના કાર્યક્ષેત્રની બહારની બાબત છે, પણ ટીકા કરવા કરતાં – કંઈક સારું કાર્ય કરે છે  – એવી દ્રષ્ટિએ નિહાળવું શું ખોટું છે. ચીન, જાપાન, જર્મની જેવું સ્વદેશાભીમાન આપણામાં કેમ નથી ? આવા દરેક દેશને પોતાની ભાષાનો ગર્વ છે. તમારે ત્યાં રહેવું હોય તો ફરજીયાત તે ભાષા શીખવી જ પડે. જ્યારે આપણે ત્યાં બાર ગાઊએ બોલી બદલાય. ભારતની રાષ્ટ્રભાષાને સ્વીકારવામાં પણ અમુક રાજ્યોને તકલીફ ! ફક્ત અંગ્રેજીનું જ ચલણ. સુરતમાં પણ મા-બાપ પ્યોર ‘સુરતી’ માં વાત કરતા હોય પણ બાબો કેમ્બ્રીજનું સીલેબસ ભણતો હોય ! (મોટો થયા પછી ક્યાંનો રહેશે ?)

‘સમગ્ર વિશ્વ મારું કુંટુંબ’ ની ઉદ્દાત ભાવના સારી પણ ‘સ્વદેશ’ને ભુલી જવું યોગ્ય તો નથી જ. (પરદેશીઓ તમને સ્વિકારવા તૈયાર તો નથી જ !)

આમ જ્યારે લોકો સતત ‘અભાવ’માં જીવતા હોય, છેતરપીંડીના સ્ટ્રેસમાં જીવતા હોય ત્યારે ‘પોતાનો’ વિચાર કરે કે ‘દેશ’ નો ? દેશપ્રેમનો અભાવ એ સીસ્ટમની દેન છે. સાથે સાથે આપણે એ પણ સ્વીકારવું પડે કે આપણામાં પણ ‘નિષ્ઠા’ નો અભાવ છે.

હવે દેશપ્રેમ જગાવવા શું કરવું પડે – સીસ્ટમ સુધારવી પડે કે આપણે આપની ‘નિષ્ઠા’ વધારવી પડે ?

શરુઆત તો ‘સ્વ’થી જ થાય. મારે જ મારી નિષ્ઠાની ભાવના પ્રબળ બનાવવી પડે, સીસ્ટમમાં ફેરફાર પછી જ થઈ શકે….

Advertisements

5 comments on “સ્વદેશ ?

 1. Vinod Patel કહે છે:

  જે દેશમાં જન્મ્યા ,મોટા થયા , ભણ્યા અને પછી પરદેશ ગયા એટલે શું પરદેશી થઇ ગયા !

  પરદેશમાં રહીને દેશની ટીકા કરવાની એક ફેશન થઇ ગઈ છે .દેશ સુધારવો હોય તો

  વતનમાં આવી એના માટે કામ કેમ નથી કરતા ! બધાને સ્વાર્થ વહાલો હોય છે .

  વાતોના વડા કરવાથી કશું ન વળે। દેશ માટે કામ કરવું પડે।

  Like

 2. Atul Jani (Agantuk) કહે છે:

  દેશ અને દેશપ્રેમ? પહેલા તો આપણાં દેશના નાગરીકોને પુછો કે આપણાં દેશમાં કેટલા રાજ્યો છે? કેટલા કેન્દ્રશાસીત પ્રદેશો છે? તેઓ જે રાજ્યમાં રહે છે તે રાજ્યમાં કેટલા જીલ્લા છે? તેઓ જે જીલ્લામાં રહે છે તેમાં કેટલા તાલુકા છે? તેઓ જે તાલુકામાં રહે છે તેમાં કેટલા શહેર અને ગામ છે? તેઓ જે ગામ કે શહેરમાં રહે છે તેની આશરે વસ્તી કેટલી છે? જો આ બધાના જવાબો ૨૦% થી વધારે સાચા આવે તો કહેજો કે આ દેશમાં નાગરીકો વસે છે.

  દેશ એટલે શું તેની કોઈને ખબર છે?

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s