વિચાર –

thought-leadership

Image credit: abchurch-communications.blogspot.com

‘વિચારની રીત બદલો’ પોસ્ટ પર મુ. પ્રજ્ઞાબેનના વિચારણીય પ્રતિભાવની કેટલીક પંક્તિઓ નોંધનીય લાગી. વિચારવું પડે તેવી પણ …

“બદલીને કેવા વિચાર બદલો છો …”

ખુબ જ અગત્યનું. વિચાર બદલવાની વાત કરીએ પણ બદલીમાં ક્યો વિચાર કરીએ તે પણ અગત્યનું, નહીંતર ઉલમાંથી ચુલમાં પડવાનું થાય.

પ્રજ્ઞાબેને દાદા ધર્માધિકારીની વાત કહી અને એમના કેટલાક ચોટદાર વાક્યો પણ જણાવ્યા –

“સ્વતંત્ર બુદ્ધિ અને કોઈના અનુયાયી બન્યા વિના, પોતાની બુદ્ધિને જે ઠીક લાગે તે દિલથી અપનાવવાની તત્પરતા”

આપણી મોટામાં મોટી ખામી કોઈએ આપેલા વિચારોને પોતાના બનાવી તેને વળગી રહેવાની છે. આપણને કોઈ તરફથી વિચાર મળે કે તેના આધારે આપણે પુર્વગ્રહ કે માન્યતાઓનું ઘડતર કરીએ છીએ જેની અસર આપણી વિચારવાની રીત પર પડે છે. ધર્મ અને વિજ્ઞાન બંનેએ આપણી સ્વતંત્ર બુ્દ્ધિ પર કાપ મુકી દીધો છે. જેને અનુસરે તેની પાછળ આંધળા.

“લોકમાન્ય બનવાનો એક જ રસ્તો છે, લોકમાન્ય બનવાની આકાંક્ષા છોડી દો”

જીવનના પ્રશ્નો ‘આકાંક્ષા’ઓના કારણે જ ઉભા થાય છે. જો કે એક સવાલ મનમાં જરુર ઉઠે કે જો આકાંક્ષા છોડી દઈએ તો પ્રાપ્તિ કઈ રીતે થાય ? પ્રાપ્તિ માટે ધ્યેય નક્કી કરો, આકાંક્ષા નહી, કારણ કે ઇચ્છા-આકાંક્ષા માણસના વિચારો અને કાર્ય કરવામાં અવરોધરુપ બને છે.

“બધા તત્ત્વજ્ઞાનનો વિચાર જીવનની દ્રષ્ટિએ કરો. પાંડિત્ય માટે અધ્યયન કરવામાં ફાયદો નથી”

આજે જગતમાં ‘પાંડિત્ય’નું પ્રદર્શન થઈ રહ્યું છે. ગુગલ સર્ચનો આશરો લેવામાં આવે છે (હું પણ તેમાં સામેલ છું), શી જરુર છે ? આપણે જીવન જીવી રહ્યા છીએ, આપણને જાણકારી છે જ કેમ જીવાય ? શેની જરુરીયાત છે ? કેવી રીતે જીવવું જોઈએ ? બીજાને હાની કર્યા સિવાય, પ્રકૃતિના સહારે જીવવું એ જ જીવન છે. તો પછી જ્યારે નવું જાણો ત્યારે કે જાણવાનો પ્રયત્ન કરો ત્યારે આ જીવવાની રીતને ધ્યાનમાં રાખોને ! પંડિત થવાની શી જરુર છે ? પોતાની વાતને સાબિત કરવા આધાર-પુરાવાઓ આપી પાંડિત્ય દર્શાવવાની શી જરુર ? આ વાત આજના હરીફાઈના જમાનામાં સ્વીકારવી યુવામિત્રો માટે તકલીફદેય છે, પણ કદાચ લાંબા ગાળા માટે સાચી જ છે. વાહન ચલાવતી વખતે કોઈ હાઈસ્પીડમાં ઓવરટેક કરી જાય તો ટ્રાફીકસીગ્નલ પાસે તો ફરી ભેગા થઈ જવાય છે જ અને એવું ન બને તો ડેસ્ટીનેશન પર પહોંચવામાં પાંચ-દશ મીનીટનો જ ફરક પડે છે. જીવનની અવધિ કેટલી છે તે તો ખબર નથી તો આવી પાંચ-દશ મીનીટના તફાવત માટે શા માટે ભાગંભાગ કરવી ?

બીજા બે મુદ્દા રાજકારણના સંદર્ભમાં હતા પણ ચોટદાર રહ્યા –

“વિનોબાએ કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિનો જન્મજાત ધર્મ ન હોવો જોઈએ. જેમ ૧૮ વર્ષની ઊંમરે માણસને પોતાની ઊપાસનાનો માર્ગ પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ.”

હવે તમને લાગે છે કે આજના નેતાઓની ધર્મનિરપેક્ષતાની જરુર પડે ?

“લોકસભા સર્વસત્તાધીશ સંસ્થા છે તે વિચાર મારી દ્રષ્ટિએ ખતરનાક છે. આ તો બહુમતિ પણ નથી. સર્વાનુમતિ પણ હંમેશા ન્યાયોચિત જ હોય એમ થોડૂં કહી શકાય ?… સંસદમાં સર્વાનુમતિએ માન્ય કરવામાં આવેલો પ્રસ્તાવ પણ જો માનવીય મુલ્યોથી વિપરીત હોય તો એ બાબતમાં સંસદની સત્તા આખરી માનવા હું તૈયાર નથી… સર્વાનુમતે પણ જો અન્યાયકારી હોય તો પ્રમાણરુપ નથી. એ ગાંધીજીના સત્યાગ્રહનું તત્ત્વજ્ઞાન છે.”

Advertisements

One comment on “વિચાર –

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s