મિત્રતા –

Don’t walk behind me; I may not lead. Don’t walk in front of me; I may not follow. Just walk beside me and be my friend.

Albert Campus.

The words that escape a friend’s mouth are “I’ll be there when you say you need me” but the words that are unheard from a true friend’s heart are “I’ll be there… whether you say you need me or not.”

Unknown

friendship-comfortable-silence-quote

friendship-quotes-friend-sayings-deep-cute

mark-twain-quote-on-friendship

ઉપરના બધા સુવાક્યો વાંચવામાં અને અનુભુતિ માટે કેટલા સરસ છે નહી ?

images (1)

પણ ખરેખર આવું હોય છે ?

આજે ભાગંભાગ અને સતત ટાર્ગેટ પુરા કરવા અને ‘હું’ ની નોંધ લેવાય તે માટે સતત પરીશ્રમ કરનાર માણસ માટે ‘આવી’ લાગણી વ્યક્ત કરવાનો કે અનુભવવાનો સમય અને ખાસ તો ‘ઇચ્છા’ છે ? સામાન્ય બાબતોમાં ‘પોતાની’ નોંધ લેવાય તેની ખુશી અનુભવાય છે. ક્યાં અને કેવી રીતે તેની પરવા હોતી નથી. આ એક કડવી વાસ્તવિકતા છે. મારી જ વાત કરું તો એક મિત્ર મેઈલમાં જણાવ્યું કે દિવ્યભાસ્કરમાં રાજુભાઈ ગોસ્વામીએ તમે સ્વ. ચંદેરીયાને આપેલી શ્રધ્ધાંજલીની નોંધ લીધી છે. વર્તમાનપત્ર વાંચવાનો કંટાળો છે આથી મારા ધ્યાનમાં ન હતું. અને આમ પણ ગુજરાતી લેક્ષીકોન ડીક્શનરી મારા બ્રાઊઝરની એક ટેબમાં હંમેશા ખુલી રહે છે. આથી, સ્વ. ચંદેરીયાના સ્વર્ગસ્થ થયાના સમાચારથી દિલને ડંખ લાગ્યો ને શ્રધ્ધાંજલી લખી નાખી. પણ મિત્રે આપેલા સમાચાર પછી છાપું વાંચ્યું, નામ વાંચી દિલના છાના ખુણામાં ‘અહમ’નો આનંદ લીધો. ક્યાં દુઃખની લાગણીની અભિવ્યક્તિ ને ક્યાં નામ છપાયાનો આનંદ ? મારા જેવું કેટલાને આવું થતુ હશે તે ખબર નથી પણ લાગણીઓને તોલવાની ઇચ્છા જરુર થઈ. એમાંય પાછા મિત્રતાના આવા સરસ સુવાક્યો ધ્યાનમાં આવ્યા, વધુ વિચાર કરતો થયો.

આપણે સંબંધ કેટલા સાથે રાખી શકીએ ? આપણા સંસ્કારમાં આવી કોઈ ગણત્રીની જરુર જ નથી, કારણ કે પ્રાણી માત્રને પ્રેમ કરવાની વાત છે, પણ બ્રિટનના Robin Dunbar નું કહેવું છે કે વ્યક્તિના મગજની (નીઓકોર્ટેક્ષની) સાઈઝ પ્રમાણે તે ૧૫૦ જેટલા સંબંધો સાહજીકતાથી જાળવી શકે. હવે કોઈ વ્યક્તિ ફેઈસબુક પર લખે કે મેં ૪૦૦૦ મિત્રોનો આંકડો વટાવી દીધો, તો શું રોબીનભાઈ ખોટા કે આવા સમાચાર લખનાર ભાઈનું ‘અહમ પોષણ’ ખોટું ?

મિત્રતા એ બે અથવા વધારે વ્યક્તિઓ વચ્ચેનું લાગણીનું બંધન છે. મિત્રતા એ ફક્ત આંતરવૈયક્તિક સંબંધ નથી તેમાં લાગણીનું તત્વ ઉમેરાયેલું છે. મિત્રતાની શરુઆત બાળપણથી થાય અને એ કદાચ જીંદગીભર ટકી રહે, વાસ્તવિક રીતે પરિસ્થિતિઓના કારણે ભૌતિક રીતે નહી તો યાદોમાં પણ ટકી રહે. મોટા થતાં સમાજમાં જુદા જુદા નામ સાથે સંબંધો બંધાય, જે મુળમાં તો ‘મૈત્રી’ જ છે. મા-બાપ, ભાઈબહેન, પતિપત્ની વચ્ચેના સંબંધોમાં મૈત્રીનું પ્રમાણ જેટલું વધુ, તેટલું લાગણીનું – પ્રેમનું બંધન વધુ.

nietzsche-quote-on-friendship

 

આજે જીવનમાં ‘હરીફાઈ’નું તત્વ વધી રહ્યું છે ત્યારે સંબંધોમાંથી લાગણીનું પ્રમાણ ઘટ્યું છે અને  ‘દેખીતા’ સંબંધોનું પ્રમાણ વધ્યું છે. ભણવામાં વિદ્યાર્થીઓ વચ્ચે, સહકર્મચારીઓ વચ્ચે આગળ નીકળી જવાની હોડ આવા ‘દેખીતા’ સંબંધોનું કારણ બને છે.

માનવી, ઉમર મોટી થતાં જવાબદારીઓનું પ્રેસર ઘટે ત્યારે સમય પસાર મુશ્કેલ બને ત્યારે પાછા મિત્રતા તરફ વળે. પણ આ બધા association છે મિત્રતા નહીં. ફેઈસબુક, ટ્વીટર વગેરે જેવી સોસીયલ સાઈટસ આપનારના બંધુઓ જ હવે કહે છે કે “Social media such as Facebook and Twitter have also led to a decrease in the amount of personal communication experienced in everyday life, and serves to make emotional attachments more difficult to achieve. (Newman & Newman)”

હવે એવું પણ સ્વીકારાય છે કે જ્યાં સન્મુખ (personal) વાત થતી નથી ત્યાં લાગણીનું પ્રમાણ ઘટે છે. એક કહેવત યાદ આવે છે ‘Out of sight, Out of mind’. અત્યારે તો પરિસ્થિતિ જ એવી છે કે ‘સન્મુખ’ થવાતું જ નથી. મુંબઈગરા માટે કહેવાય કે બાળકોના પપ્પા – વીકએન્ડ પપ્પા હોય. કારણ કે સવારમાં બાળકો ઉઠે તે પહેલાં નીકળી જતો ‘પપ્પા’ રાત્રે બાળક સુઈ ગયા પછી પાછો ફરતો હોય છે.

આ બધી જ વાસ્તવિકતા છે. સ્વીકારવી પડે તેમ છે.

છુટવાના કોઈ ઉપાય ?

મારા મિત્રે મને લખ્યું હતું કે ‘તને સાંભરે રે….’ એવું શું ઉમર થયા પછી જ શક્ય બને ?

યુવાનોની મિત્રતામાં ‘લાગણી’ ઉમેરી ન શકાય ?

Advertisements

4 comments on “મિત્રતા –

 1. pragnaju કહે છે:

  સુંદર સંકલન

  मित्रस्य मा चक्षुसा सर्वाणि भूतानि समीक्षन्ताम ।

  मित्रस्याहं चक्षुषा सर्वाणि भूतानि समीक्षे।

  मित्रस्य चक्षुषा समीक्षामहे ।।

  -( रुद्राष्टाध्यायी, शुक्ल यजुर्वेद ).

  Like

  • jagdish48 કહે છે:

   અમારા જેવા ભાષા ભુલેલાઓ માટે અનુવાદ આપ્યો હોત સારું થાત.
   ક્યાંયના રહ્યા નથી ! શું ગુજરાતી, શું અંગ્રેજી કે સંસ્કૃત !

   Like

   • pragnaju કહે છે:

    યાદ આવે છે અમારી હીન્દીની મૌખીક પરીક્ષામા બધાને પૂછતા હતા કે દક્ષિણ ભારતમા હીન્દીનો પ્રચાર કેવી રીતે કરશો? મેં સહજતાથી કહ્યું મા ને સોંપો અને પરીક્ષકો ને રસ પડ્યો!આદિ શંકરાચાર્યથી માંડી ઘણા બધા સંસ્કત સમજે છે અને દરેક સ્થાનિક ભાષામા સમજાવે છે.અને હવે તો બધા જ સ્વીકારે છે કે કોમ્પ્યુટરને પોતાની મા વધુ ગમે છે! જર્મનો કહે તો ભેજામાં ઉતરે!

    આપને નીચેની પોસ્ટ પર પધારવા વિનંતિ અમારા ઘણા મિત્રો તેમાંથી લે છે પણ પ્રતિભાવ આપતા નથી!
    તમે પણ દેવજીભાઇ ન બનો પણ લેવજીભાઇ તો બનો!
    મિત્રતા અહં નું સમર્પણ , સંબંધ ની આ સાધના/It ‘ s …
    niravrave.wordpress.com/…/મિત્રતા-અહં-નું-સ…‎Translate this page

    Like

 2. સાહેબ એક્દમ સચોટ ને સાચી ને ખુબ ઊંડાણ પૂર્વક વિશ્લેષણ વાળી વાત કહી …. હા અત્યાર ના નવા internet ની speed પર ટકેલા ને ચાલતા સંબંધો માં લાગણી ની જગ્યા …અદેખાય , હરીફાય , સ્વ-મહત્વ-આકાંક્ષા … ને વધારે કરુણ પરિસ્થિતિ માં એ લાગણી નું સ્થાન યુવાનો માં હવે Facebook …ના લાઈક ને કોમેન્ટ અને ફ્રેન્ડ લીસ્ટ ના આંકડાઓ પુરતું મહદ અંશે સીમિત થઇ ગયું છે ..

  પરંતુ ..મારો ખુદ અનુભવ મુજબ કહું છું કે જે મિત્રો ને સંબંધો દિલ થી જોડાયેલા છે ને …ને એમનું બંધન એટલી પરાકાષ્ઠા એ પોહ્ચ્યું હોય છે ….એમના માટે ….સ્થાન કે સમય નું અંતર …એકબીજા ની ફીઝીકલ હાજરી ….ક્યારેય નડતર રૂપ નથી ….બસ જયારે મળે ત્યારે પણ એવું જ લાગે કે જાણે વરસો થી એક જ નદીકિનારે બેઠા છે ને જીવન અને મિત્રતા ને માણીએ છે …ને પરિણામ રૂપ તમારી પોસ્ટ વાંચી ને એમ થયું પેહલા બધું છોડ ને ચાલ અભલા(મિત્ર નું હુલામણું નામ છે) ને મળવા ….ખબર નય તમારી પોસ્ટ માં વસ્તવિકતા જ દર્શાવી છે હા હાલ માં આવું જોવા મળે છે …પણ પચાવી ના શક્યો ..થયું મારી મિત્રતા માં પણ આવું છે …હશે જ કેટલાક સંબંધો માં ( વાસ્તવિકતા ને સ્વીકારવું એ જેટલું કડવું લાગે એટલું જ ચચરે પણ છે) …પણ તમારી પોસ્ટ થી પ્રેરાય ને કે એની વાસ્તવિકતા ને ખોટી પાડવા ..થયું ..ચાલ આજે વાસ્તવિકતા ને ફરી થી ખોટી પાડીએ ..ને એક Face -to -Face મુલાકાત લઈને આવ્યો ..

  અભાર …

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s