બ્રહ્માંડનું સૌથી મોટું નગર –

ટાઈટલ બરાબર નથી લાગતું પણ શું કરું ? ખર્વો-નિખર્વોની વસ્તી ધરાવતું આ નગર એટલું મોટું છે કે તેની સરખામણી પૃથ્વી પરના કોઈપણ દેશના નગર સાથે થઈ શકે તેમ નથી.

મુળ વાત એમ છે કે હમણા મારો એક લંગોટીયો ભાઈબંધ મલેશીયાથી સુરત બ્લડબેન્ક દ્વારા આયોજીત એક કોન્ફરન્સમાં આવ્યો હતો – ડો. સન્મુખ જોષી. આઠમા ધોરણમાં ખાખી ચડ્ડી અને સફેદ શર્ટનો યુનીફોર્મ પહેરી માંગરોળ (જુનાગઠ જીલ્લો)ની વિશિષ્ટ બાંધકામવાળી હાઈસ્કુલમાં સાથે ભણવા જતાં. એણે માઈક્રોસ્કોપ નીચેના લોહીના સેમ્પલો તપાસી તપાસીને મગજને પણ લાલઘુમ કરી દીધો છે. એના લાલઘુમ ભેજાએ એક વાક્ય કહ્યું –

આપણું શરીર તો ઓર્ગેનીઝમ્સની કોલોની કહી શકાય. શરીરના દરેક કોષનું એક સ્વતંત્ર અસ્તિત્વ છે. દરેકને પોતાની લાઈફસાયકલ છે.

આ વાક્યે મને શેખચલ્લી બનવા મજબુર કરી દીધો. એણે તો કોલોની શબ્દ વાપર્યો, પણ મને તો લાગ્યું કે આ તો કોલોની નહીં પણ મોટું નગર જ કહેવાય. કેટલાય ડીપાર્ટમેન્ટ ધરાવતું મહાનગર. સૌથી પહેલાં તો મજબુત બાંધકામ ધરાવતા મકાનમાં અને અબજો કર્મચારી ધરાવતી મ્યુનીસીપલ કોર્પોરેશનની ઓફીસ – મગજ. કેટકેટલાય ડીપાર્ટમેન્ટ, ડેટાબેન્ક, પ્રોસેસરો, અને કર્મચારી પણ કેવા સંપુર્ણ નિષ્ઠાવાન. ફરજપ્રમાણેનું કામ કરવાનું જ, ચા-નાસ્તાની રીસેસ કે રજા વગર સતત કાર્યરત. તમે જ વિચારો એક ઓફીસમાં જ અબજો કર્મચારી (કોષો) હોય તો નગરની વસ્તી કેટલી ? છતાંય કેવી શિસ્તબધ્ધ !

આંખો એટલે વોચ ટાવર. નગર પર અને નગરની આસપાસ નજર રાખીને હેડઓફીસને સતત અપડેટ કરતા રહેવાનું. કાન એક વિશિષ્ટ વોચ ટાવર અને વળી ટેલીફોન ડીપાર્ટમેન્ટ પણ ખરું ! મોઢાથી પુરવઠા ખાતાની શરુઆત થઈ જાય, ખોરાકનું ઉત્પાદન (શરીરના કર્મચારીઓ (કોષો) માટેનો વિશિષ્ટ ખોરાક), એનું ડીસ્ટ્રીબ્યુશન, સ્ટોક કન્ટ્રોલ (હેવી વેઈટને યાદ કરી લો ને ! જાણે FCI – Food Corporation of India – ના ગોડાઉન, 😉 ચરબીનો સંગ્રહ) વગેરે સબડીપાર્ટમેન્ટ ધરાવતું પાચનતંત્ર, ચેતાતંત્રની ટેલીફોન લાઈનો જે ઓપ્ટીક ફાઈબર કરતાં પણ ઝડપી કાર્ય કરે, BRTS જેવી ધમનીઓ, બધાજ કર્મચારીઓને ખોરાકનો જથ્થો પુરો પાડે અને પાછું સીવેજનું પણ કામ કરતું જાય. કોઈ કર્મચારી સમુહ બંડ પોકારે તો નગરની સીસ્ટમ ખોરવાય પણ જાય (રોગી બને) અને બહારથી મદદ (મેડીકેશન) લઈ આ બંડ દબાવી દેવાય. તમે કેટલી કલ્પના કરશો ?

આ બધી કલ્પનાઓમાં એક મુદ્દો બહુ સ્પષ્ટ છે, આ નગરના બધા કર્મચારીઓ (કોષો) સ્વતંત્ર રીતે જન્મે છે, મોટા થાય છે, ટ્રેઈન થાય છે ફરજ બજાવે છે અને અંતે રીટાયર્ડ થઈ, કોઈ બોજ બન્યા સિવાય વિદાય પણ લઈ લે છે.  આ આખી કાર્ય રચનામાં તમારું શું કામ ? તમે શું કામ કરો છો ?

આ બધામાં ‘મારું’ સ્થાન ક્યાં ?

આ નગરમાં ‘હું’ ક્યાં રહું છું ?

લાગે છે કે…. ખોવાય ગયો છું…. પણ છતાંય નગરને મારું નામ આપી, સરનામું આપવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો છું.

નગરના ચોકીદારોની નિષ્ઠા જુઓ –

ફાલેરીયાના પેરેસાઈટની પાછળ WBC પડી ગયા છે.

http://www.youtube.com/watch?v=UZ_VTSMVmXI&feature=youtu.be

શેરીમાં જાણે ચોરનો પીછો કરતો હોય તેમ એક સફેદ કણ બેક્ટેરીયાની પાછળ પડ્યો છે.

http://www.youtube.com/watch?v=I_xh-bkiv_c&list=PL2F154BE101A6A93F

Advertisements

19 comments on “બ્રહ્માંડનું સૌથી મોટું નગર –

 1. સુરેશ કહે છે:

  મસ્ત વિડિયો લઈ આવ્યા. વિજ્ઞાનમાં આ માત્ર એક માહિતી તરીકે જ ભણ્યા હતા. માઈક્રોસ્કોપની નીચે જોવાનો લ્હાવો તમે આપ્યો. આભાર.

  Like

 2. Mayur કહે છે:

  સુરેશદાદાએ ક્હ્યુ તેમ વિડિયો ખુબ જ મજાના જાણકારી આપે તેવા છે. પણ મારા દિમાગમાં એક સવાલ દોડે છે કે આ બ્રહ્માંડના સૌથી મોટા નગરમાં ભ્રષ્ટાચાર થાય ખરો ? 😀

  Like

  • jagdish48 કહે છે:

   હા, થતો જ હશે કારણ કે તો જ રોગચાળો ફેલાયને !

   Like

  • સુરેશ કહે છે:

   એ નગરમાં એક જ ઠેકાણે એ થાય છે – અને એ જનનેન્દ્રિયોમાં નહીં .
   એ ક્યાં થાય છે – એ જાણવા તમારે અહીં લટાર મારવી જ પડશે.
   તે અંધકારથી ભરપૂર પ્રદેશ છે. ત્યાં બધું અંધારામાં જ થાય છે. ત્યાં જીવનનો લાલચોળ પ્રવાહ સાવ અંધારામાં, સતત વહ્યા કરે છે. ત્યાં જીવનનો ધબકાર અવિરત થયા કરે છે : કોઈ જ અજવાળા વગર. ત્યાં પૂરવઠો ઠલવાય છે, વપરાય છે અને કચરાનો નિકાલ પણ થાય છે; ત્યાં જાતજાતના પવન ફૂંકાય છે; ત્યાં વિકાસ અને વિનાશ થાય છે; વિચારો અને ચિંતન થાય છે; યોજનાઓ ઘડાય છે, એમનું અમલીકરણ થાય છે; માન્યતાઓ, પૂર્વગ્રહો, ચિંતાઓ, વ્યથાઓ, ઉલ્લાસો, ઉત્સવો પણ થાય છે. ત્યાં સંગીતની સૂરાવલીઓ અને નિરર્થક ઘોંઘાટ પણ થાય છે. ત્યાં નવસર્જન પણ થાય છે.

   પણ સઘળું નકર્યા અંધકારમાં.

   આગળની વાત અહીં…
   http://gadyasoor.wordpress.com/2010/05/21/dark_knight/

   અને એ ભ્રષ્ટાચાર ખરેખર બંધ કરવો હોય તો……   આઝાદ બનવા ચાલવાનું શરૂ કરવું પડશે !!
   http://gadyasoor.wordpress.com/bani_azad/

   Like

 3. vkvora Atheist Rationalist કહે છે:

  ખરેખર મોટું મહાનગર. માઈકોર્સ્કોપને કારણે ખબર પડી…

  Like

 4. hirals કહે છે:

  ટાયટલ બરોબર જ છે. માહિતીસભર લેખ. વિડીયો પણ થોડામાં ઘણું કહી જાય છે.

  Like

 5. La' Kant કહે છે:

  કંઈ અવનવું ક્યાંક્થી શોધી પ્રસાદ ચખાડો છો ! સરસ ….તમારી કલ્પનાશીલતા બહુ ફળ દ્રુપ હોં !

  Like

 6. Sanmukh R. Joshi. કહે છે:

  Was happy to learn that one imagination lead to a big concept on philosophy of life!

  Like

 7. […] પ્રથમ તો આ ‘શરીર’, ‘આપમેળે સાજું’ થતું મશીન છે. કોઈ […]

  Like

 8. […] પ્રથમ તો આ ‘શરીર’, ‘આપમેળે સાજું’ થતું મશીન છે. કોઈ […]

  Like

 9. pravinshastri કહે છે:

  દેહબ્રહ્માંડનું કોમ્પ્લેક્ષ સર્જન અને તે પણ માત્ર એક સુક્રાણું અને એક અંડ દ્વારા જ…
  ખૂબ સરસ લેખ…મેં રિબ્લોગ કર્યો છે. જગદીશ ભાઈ આપનો આભાર.

  Like

 10. Sharad Shah કહે છે:

  સંસ્કૃતમાં શબ્દ છે. “પુરુષ”. પુરુ + ઈશ. પુરુ અથવા પુર કે પુરી અર્થાત નગરી. અને ઈશ અર્થાત તેનો અધિપતિ કે રાજા.અર્થાત ચૈતન્ય સત્તા જે આપણા શરીરમાં બિરાજમાન છે.આમ પુરુષ શબ્દનો અર્થ છે દેહનગરનો અધિપતિ. એટલે મીરાં કહેતી,” હું તો એક જ પ્રુરુષને ઓળખું જે મારો ગીરીધર મારો શામળીયો છે.” બાકી બધા શરીર, નગરી તો છે પણ તેનો અધિપતિ કે રાજા સુતો છે, બેહોશ છે તો તેને પુરુષ કેમ કહેવો?
  હિન્દુ શાસ્ત્રો પણ કહે કે, “પીંડે સો બ્રહ્માંડે”. અર્થાત સમગ્ર બ્રહ્માંડ અને તેના રહસ્યો આપણા દેહમાં ધરબાયેલાં પડ્યા છે, પણ આપણને તેની ખબર નથી.આપણી દૃષ્ટિ સદા બહાર છે ભિતર ક્યારેય શરીરમાં જોતાં જ નથી.આપણું શરીર સતત આપણી સાથે સંવાદ કરે છે અને સિગ્નલ આપે છે. પણ આપણે તે માનસિક કોલાહલમાં કદી સાંભળતા જ નથી અને પરીણામે શરીર પછી ના છુટકે રાડારાડ કરી મુકે અને વેદનાના સંકેત મોકલે ત્યારે આપણે શારિરીક રીતે માંદા પડ્યા છીએ તેનો અહેસાસ થાય છે અને આપણે ડોક્ટર પાસે દોડીએ છીએ. આપણું શરીર એક અદ્ભુત ચમત્કાર છે તે આપણે જોઈ શકતા નથી અને કોઈ બાવા-સાધુ કે સત્ય સાંઈ જેવા ઠગ હવામાંથી ભસ્મ કે ઘડિયાળ કે શિવલીંગ કાઢે અને તેને ચમત્કારી બાબા સમજી તેના પગ પકડવા દોડી જઈએ છીએ. પાછા ઢગાઈએ ત્યારે આવા સાધુબાવાને અને ઠગોને ગાળો દઈએ છીએ પણ આપણી પોતાની મુર્ખતા અને લોભ ક્યારેય દેખાતા નથી.શરીરના અને મનના તલ પર ભિતર જે કાંઈ ઘટી રહ્યું છે તેનુ હોશપૂર્વક સાક્ષી બની રહેવું તેનુ નામ ધર્મ કે અધ્યાત્મ છે અને તે જ સમગ્ર બુધ્ધ પુરુષોનો સંદેશ છે.

  Like

 11. […] કશું નથી. માનવદેહ રસાયણોનો સમુહ છે, બ્રહ્માંડના સૌથી મોટા નગરમાં પણ મેં લખ્યું કે શરીર આપમેળે ચાલતું […]

  Like

 12. nimi65 કહે છે:

  નમસ્કાર સખીઓ
  સુપ્રભાત..
  એક અનોખી ‘ઉપાડો તમારી કલમ’ ઓનલાઈન વાર્તા સ્પર્ધા
  આ એક ઓનલાઈન સ્પર્ધા છે. આ સ્પર્ધા ફક્ત લેખિકાઓ માટે છે જે ‘ લેખિકા વાર્તાલેખન ગ્રુપ – સુરત ‘ દ્વારા આયોજિત છે. આ સ્પર્ધામાં તમે દુનિયાના કોઇ પણ ખૂણામાંથી તમારા ઘરઆંગણેથી ભાગ લઈ શકો છો. તમારે માત્ર મર્યાદિત સમાયમાં શક્ય એટલી જલ્દી તમારી વાર્તા અમને “વર્ડ ફાઈલમાં” મોકલી આપવાની છે. જેટલી જલ્દી અમારી પાસે આવશે એટલા વધુ સમય માટે આખી દુનિયાના ગુજરાતી વાચકો સમક્ષ રહેશે અને જેટલા વધુ વાચકો તમને મળશે તમે ઈનામને હકદાર બનશો..”૨૮મીએ” વાચકો સમક્ષ સૌપ્રથમ વાર્તાઓ મૂકી દેવાશે. એ પછી જેમ જેમ વાર્તાઓ આવશે તેમ તેમ મૂકાશે. સ્પર્ધા અંગેના નિયમો આ લીંક પર મળી રહેશે .http://www.pratilipi.com/event/5724293958729728 સ્પર્ધા વિશે વધુ માહિતી માટે નિમિષા દલાલ્ અથવા Sahradayi Modi ( શૈલી -પ્રતિલિપિ )નો સંપર્ક કરી શકો છો.
  તો રાહ શેની જુઓ છો. ? ‘ઉપાડો તમારી કલમ’ અને તમારી “અપ્રકાશિત” ઉત્તમ વાર્તા જલ્દીથી અમને મોકલો..
  આભાર..
  નિમિષા દલાલ…
  http://www.pratilipi.com/event/5724293958729728

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s