વિકલ્પ શું ?

આંધ્ર અને ઓરીસ્સામાં ફેલીના વાવાઝોડું….., મંદીરમાં પુલ તુટ્યાની અફવાથી ભાગદોડમાં ૧૩૦થી વધુ મોત…… આસારામના કરતુતોનો પડદો હટી રહ્યો છે….

છેલ્લા દિવસોમાં સમાચારોએ મનને ખાટુંમોળું કરી નાખ્યું છે. એકસાથે કેટકેટલા વિચારો ને તરંગો ઉઠે છે. વિ્જ્ઞાનના વિવાદમાંથી બહાર નીકળાય તે પહેલાં જ વિજ્ઞાન અને ઇશ્વરીય શ્રધ્ધાનો વિવાદ ઉભો થઈ ગયો.

વિજ્ઞાને પર્યાવરણનો નાશ કર્યો તે બુધ્ધિવાદીઓ કે નાસ્તિકો સમજાવી શકે તેમ નથી તો…

શ્રધ્ધાએ માનવીને પામર બનાવી અંધશ્રધ્ધામાં ધકેલી દીધો છે એ આસ્તિકો સમજાવી શકે તેમ નથી.

પર્યાવરણની નુકશાનીના સમાચાર નવા નથી તો આવી ભાગદોડના મૃત્યુના સમાચારો પણ નવીન નથી.

પણ સામાન્ય માનવી માટે વિકલ્પ શું ?

માનસિક શાંતિ માટે માનવી વિજ્ઞાનને સહારે એરકન્ડીશન રુમમાં પુરાઈને આરામથી સૂઈ જાય છે, તો ભગવાનના ચરણે પણ માનસિક શાંતિ માટે જ જાય છે. વિજ્ઞાનના વિવેકપુર્ણ ઉપયોગની વાત સૌ કરે છે પણ કોઈ માર્ગ સ્પષ્ટ થતો નથી. જનસામાન્યને આ વિવેક જાળવવાનું કોણ શીખવશે ? મોબાઈલની કમ્પનીઓ માર્કેટીંગમાં, મોબાઈલનો વિવેકપુર્ણ ઉપયોગ નહી કરો તો મગજનું કેન્સર થવાનો ભય છે એવું કહેશે ? ફેઈસબુક પર સતત રહેશો તો સંબંધોની હુંફ ખોઈ બેસશો એવું સોસીયલ મીડીયાવાળા કહેશે ? આંખો મીંચીને મને અનુસરસો નહી એવું કોઈ ધર્મગુરુ શીખવશે ? મંદિરોમાં ભગવાનને સોનાની જરુર નથી એવું પુજારી સમજાવશે ?

દેવાલયો બંધાશે તો, સામે સાયન્સ સીટીઝ બંધાશે. બંને પક્ષો પોતપોતાનો પ્રચાર કરશે તો નાસ્તિકતા કે આસ્તિકતામાં ‘વિવેક’ની વાત કોણ સમજાવશે ?

 

મને એક તુક્કો સુઝે છે –

 

આપણે દેવાલયો કે સાયન્સ સીટીઝની સામે ‘કાઊન્સેલીંગ સેન્ટરો’ ઉભા કરો.

 

dunstable-and-luton-counselling-centre

 

ભણતો ત્યારનો એક પ્રસંગ યાદ આવે છે. ગ્રેજ્યુએશન સુધી ગુજરાતી માધ્યમમાં ભણ્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અંગ્રેજીમાં ભણવાનું આવ્યું. અંગ્રેજી આવડે નહીં આથી અમદાવાદની સેન્ટ ઝેવીયર્સ કોલેજના કોઈ ફાધરની મદદ લેવાનો વિચાર આવ્યો (ફાધર વાલેસના જમાનાની વાત છે). ઝેવીયર્સ કોલેજની સામે જ હોસ્ટેલમાં રહેતા એક ફાધરને મળ્યો (એમનું નામ તો યાદ નથી રહ્યું). એમણે મને અઠવાડીયા બે-ત્રણ દિવસ એમની હોસ્ટેલમાં આવવાનું સુચવ્યું. નિયત સમયે જતો, એમને પુસ્તક માટે પુછ્યું તો એમણે કહ્યું એવી કોઈ જરુર નથી, આપણે બસ વાતો કરીશું. એ માટે અમે એક હોલમાં કેટલીક કેબીનો બનાવેલી હતી જેમાં એક નાનું ટેબલ અને બે-ત્રણ ખુરશીઓ રહેતી, ત્યાં બેસતા અને બસ અંગ્રેજીમાં વાતો કરતા. જ્યાં હું ભુલ કરું ત્યાં તેઓશ્રી મને સુધારીને સમજાવતા કે આ શબ્દ અહી ન વપરાય એ જુદા પ્રકારના પ્રસંગે ઉપયોગમાં લેવાય અને તફાવત સમજાવતા. એકાદ-બે કલાક વાતો કરી છુટ્ટા. આ મારો અભ્યાસ કે ટ્યુશન કે જે ગણો તે. ફક્ત વાતો કરતાં કરતાં શીખતા જવાનું.

 

બસ આવા જ ‘કાઊન્સેલિંગ સેન્ટર’ ઉભા કરી શકાય ?

જ્યાં કોઈ ધર્મગુરુ ન હોય કે કોઈ કટ્ટર નાસ્તિક પણ ન હોય, પણ માનવીઓની મુશ્કેલીઓ્ને પ્રેમથી સાંભળી, સમજીને યોગ્ય માર્ગદર્શન આપે એવો કોઈ ‘સાધુ’ હાજર હોય. ધર્મગુરુના કે નાસ્તિકતાના વાડામાં બંધાવાનો કોઈ આગ્રહ નહીં, માર્ગદર્શન આપ્યું, તમારે જે સ્વીકારવું હોય તે સ્વીકારો, ન સ્વીકારવું હોય તો પણ કોઈ બંધન નહીં. જેની ઇચ્છા થાય તે સેન્ટરમાં આવે, માર્ગદર્શન મેળવે, શાંતિ મેળવે.

તમને શું લાગે છે ? આવું શક્ય બને ?

બાકી ! કોઈ આવું કાઊન્સેલિંગ સેન્ટર બનાવવા તૈયાર હોય તો હું ‘સાધુ’ બનવા તૈયાર છું…

 

Advertisements

8 comments on “વિકલ્પ શું ?

 1. pragnaju કહે છે:

  “જ્યાં કોઈ ધર્મગુરુ ન હોય કે કોઈ કટ્ટર નાસ્તિક પણ ન હોય, પણ માનવીઓની મુશ્કેલીઓ્ને પ્રેમથી સાંભળી, સમજીને યોગ્ય માર્ગદર્શન આપે એવો કોઈ ‘સાધુ’ હાજર હોય. ધર્મગુરુના કે નાસ્તિકતાના વાડામાં બંધાવાનો કોઈ આગ્રહ નહીં, માર્ગદર્શન આપ્યું, તમારે જે સ્વીકારવું હોય તે સ્વીકારો, ન સ્વીકારવું હોય તો પણ કોઈ બંધન નહીં. જેની ઇચ્છા થાય તે સેન્ટરમાં આવે, માર્ગદર્શન મેળવે, શાંતિ મેળવે.

  તમને શું લાગે છે ? આવું શક્ય બને ?”

  શક્ય છે.
  પોતાની રીતે શોધશો તો જરુર મળશે.થોડું આગળ વિચારી એ તો તમે આ પળે જ સાધુ છો તેમા ભગવા ધારણ કરવાની જરુર નથી.સાધુત્વ નો સામાન્ય જન પર એટલો બધો પ્રભાવ છે કે જેઓ ઠગ છે તેઓ સાધુના વેષમા સરળતાથી ઠગી શકે છે.
  પારખવાનું તમારે છે.
  અમારો નમ્ર અભિપ્રાય છે કે આમા સાધનાની જરુર છે.તમને આવેલ આ શુભ વિચારને સાધન બનાવી શરુ કરો સાધના.
  અમે આધ્યાત્મ આને ગણીએ છીએ

  કાળ જારણમ્ સ્નેહ સાધનમ્ કટુક વર્જનમ્ ગુણ નિવેદનમ્
  જીવન પરિવર્તનશીલ છે જ.તેને ગુણાત્મક પરિવર્તન કરવાનું છે.

  Like

  • jagdish48 કહે છે:

   મુ. પ્રજ્ઞાબેન
   આપના કોમેન્ટરુપી આશિર્વાદ માટે ખુબ ખુબ આભાર.
   મને પણ શક્ય લાગ્યું જ છે. તેથી જ ‘સાધુ’ તરીકે કાર્યભાર સંભાળવાની ઓફર પણ કરી દીધી.
   મારી બ્લોગ પોસ્ટમાં પ્રશ્નોનો મારો કરી વાંચકના મન ઝકઝોરવાનો પ્રયત્ન પણ એટલે જ કરું છું. મગજમાં જો પ્રશ્નનું રોપણ થશે તો એ દિશાના વિચારના અંકુર ફુટશે. કંઈક તો પરિણામ આવશે એવી શ્રધ્ધા સાથે બ્લોગ પોસ્ટ લખવાનો પ્રયત્ન ચાલુ રહ્યો છે.સાધના ચાલુ છે અને પરિણામની કોઈ અપેક્ષા નથી.

   Like

 2. સુરેશ કહે છે:

  કાઉન્સેલિંગ સેન્ટર….
  કાઉન્સેલ આપશો તો પણ સ્વીકારશે કોઈ નહીં.
  અને…
  કાઉન્સેલરને પોતાને પણ કાઉન્સેલ કોણ આપશે?
  કારણ કે, એ આપનારાઓની પણ પોતાની દ્વિધાઓ શંકાઓ હોય છે.
  ——
  જોક્સ એપાર્ટ ( આપણે કમ સે કમ એ તો કરી જ શકીએ છીએ! )

  શા માટે? અને આ માટે વાંચવા ભલામણ.

  Like

  • jagdish48 કહે છે:

   પ્રિય સુરેશભઈ,
   કાઊન્સેલરની પોતાની દ્વિધા તો રહેશે જ. કાઊન્સેલર બનવા તમારા-મારા જેવા જ – જેઓએ જીવનની ખુશી-તકલીફોનો સામનો કરી લીધો છે, એમાંથી શીખ પણ મેળવી છે એવા જ આવશે. અને વધુ તો તેઓનું કાઊન્સેલીંગ આવનારા લોકો જ કરશે. પુછાયેલા પ્રશ્નનો જવાબ આપવાની જવાબદારી આવશે ત્યારે તે પોતેજ પોતાની દ્વિધાઓમાંથી માર્ગ કરશે. પણ કોમેન્ટ અધુરી રહી લાગે છે – વાંચવાની ભલામણની લિન્ક ?
   આભાર

   Like

 3. Geeta panchal કહે છે:

  Thank you for such a wonderful thought.i agree with you.

  Like

 4. hirals કહે છે:

  આ દિશામાં ખુબ જ ઉપયોગી પુસ્તક. યુ. કેન હીલ યોર લાઇફ.

  http://www.amazon.co.uk/You-Can-Heal-Your-Life/dp/0937611018

  કાઉન્સેલર બનવા પ્રખર આશાવાદી બનવું અને કણે કણમાં ઇશ્વરને જોવો ખુબ જ આવશ્યક છે.
  પણ તે છતાંય અનુભવી ભાથું ઉપયોગી તો હોય જ. અને થોડામાં ઘણું કહું તો કાળ, દ્વવ્ય, ક્ષેત્ર દરેક જગ્યાએ દરેકને લાગુ પડે છે.
  આપણાં દરેક વિચારો પણ કાળ, દ્રવ્ય, ક્ષેત્રની અસર હેઠળ જ કામ કરતા હોય છે.

  Like

 5. […] ઓક્ટોબર ૧૩ માં મેં એક પોસ્ટ લખી હતી ‘વિકલ્પ શું ?’ એ કદાચ એક ઉપાય તરીકે જોઈ […]

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s