ધ્યેય – ૭

આગળ આપણે ધ્યેયના આંતરિક અવરોધોની વાત કરી, ‘સ્વ જાગૃતિ’નો અડછતો ઉલ્લેખ પણ કર્યો. પણ તેના મુળા સુધી પહોંચવાનો પ્રયત્ન કરશો તો જણાશે કે તમારી કેટલીક ‘બંધનકર્તા’ માન્યતાઓ જ તમારા આંતર્ક અવરોધોની જડ છે. કેટલાક ઉદાહરણો જોઈએ –

clutter3

 • ‘એ તો ભાઈ મોટા માણસ કહેવાય, આપણે નાના ગણાઈએ’ તમે ખુદ તમારી જાતને સફળતા કે પ્રગતિ માટે ‘અયોગ્ય’ ગણતા હો.
 • ‘આપણી કેપેસીટી નહીં’ ધ્યેય પ્રાપ્તિ માટેની તમારી શક્તિ અંગે શંકા ધરાવતા હો.
 • સફળતાની સાથે સાથે આવનાર વધારે જવાબદારીઓથી ગભરાતા હો.
 • નિષ્ફળતાનો ભય સતાવતો હોય તેના કારણે નિરાશા આવવા્ની આશંકા હોય.
 • તમારી નિષ્ફળાતાને કારણે અન્યને નિરાશ કરવાની બીક હોય ( વિદ્યાર્થીને અસફળતા મળશે તો મા-બાપ નિરાશ થશે એવી બીક).
 • નિષ્ફળ જઈશ તો ‘મારું શું થશે ?’ એવી અનિશ્ચિતતાનો ગભરાટ હોય.

આવી ઘણી બંધનકર્તા માન્યતાઓ હોય શકે. તમે ફક્ત એક બાબતની ‘સ્વ-જાગૃતિ’ કેળવો કે – જ્યાં સુધી કોઈ પણ માન્યતા, કાર્ય કે પરિણામ દ્વારા પુરવાર ન થાય ત્યાં સુધી તે એક ‘વિચાર’ માત્ર છે. જ્યારે ‘ધ્યેય’ એ કોઈ વિચારને વાસ્તવિકતામાં ફેરવવાનો પ્રયાસ છે. જો વિચારને માન્યતાની ઓળખ આપી બાંધી લઈએ તો ધ્યેય પ્રાપ્તિ પ્રતિના માર્ગમાં અવરોધ ઉભો થઈ જાય.

તમે તમારો ધ્યેય ગમે તેટલો સરસ રીતે આયોજીત કરેલો હોય પણ, જ્યાં સુધી તમારા વિચારો, લાગણીઓ અને કાર્ય વચ્ચે સુસંગતતા નહી હોય ત્યાં સુધી પ્રગતિની આશા વ્યર્થ છે.

આંતરિક અવરોધો અંગે સ્વ-જાગૃતિ આવે તે માટે તમારે કેમ ? કેવી રીતે ? શા માટે ? જેવા પ્રશ્નો તમારી જાતને સતત પુછવા જોઈએ –

BeliefE

 • મને ખરેખર શેનો ભય લાગે છે ?
 • આ ભય કઈ રીતે દુર થઈ શકે ?
 • મારો ભય સાચો છે ? એના કોઈ પુરાવા છે ?
 • હું ખરેખર મારું ધ્યેય હાંસલ કરવા કૃતનિશ્ચયી છું ?
 • મને સફળતા મળે તો શું અને કેટલું નુકશાન જઈ શકે ? (સફળતા સાથે તમારી આસપાસનું વાતાવરણ બદલાય છે જેની હકારાત્મક અને નકારત્મક – બંને પ્રકારની અસરો ઉદભવતી હોય છે.)
 • મને નિષ્ફળતા મળે તો શું નુકશાન થઈ શકે ?

ધારી લો કે સમાજમાં તમારી એક સામાન્ય વ્યક્તિ તરીકે છબી વિકસેલી છે. તમારા પ્રયત્નોથી તમે મોટી સફળતા હાંસલ કરો તો અન્ય વ્યક્તિઓ તમારી સફળતા પર શંકા-કુશંકા કરવા લાગે છે. ‘કંઈક ગરબડ લાગે છે ?’ ‘એની કેપેસીટી નહી’ આમ તમને થશે કે મારી સફળ વ્યક્તિની છાપ સમાજ સ્વીકારશે નહી. પણ ખરેખર તો તમારી સફળતા વાસ્તવિક છે, થોડા સમયને અંતે લોકોને સ્વીકારવું જ પડશે અને કદાચ તમે સામન્ય વ્યક્તિ હતા તે વાત સમાજ ભુલી પણ જશે. (જેમ સફળ વ્યક્તિઓના જીવનમાં બને છે તેમ – ધીરુભાઈ અંબાણી પેટ્રોલપંપ પર કામ કરતા હતા કે નિરમાવાળા કરસનભાઈ સાયકલ પર ઘરમાં સાધનઓજાર વગર બનાવેલ ડીટરજન્ટ વેચવા નીકળતા તે ભુલાય ગયું છે.) નિષ્ફળ જશો તો પણ લોકો કહેવાના જ છે ‘અમે તો પહેલાંથી જ કહ્યું હતું’  અને તમારી નિષ્ફળતાની નિરાશામાં વધારો કરશે. માટે તમારી નજર ધ્યેય પર ઠેરવો, લોકો પર નહીં.

આંતરિક અવરોધોનું સ્વરુપ તો જોયું, હવે તેને દુર કરવાના ઉપાયો પણ વિચારીએ ….

માન્યતાનું બંધારણ કેમ થાય – જરા નજર નાખી લો ને …

2011-03-09_Where-do-our-core-beliefs-come-from

Advertisements

4 comments on “ધ્યેય – ૭

 1. pragnaju કહે છે:

  ‘આંતરિક અવરોધો અંગે સ્વ-જાગૃતિ આવે તે માટે તમારે કેમ ? કેવી રીતે ? શા માટે ? જેવા પ્રશ્નો તમારી જાતને સતત પુછવા જોઈએ –’… અંદરની સચ્ચાઈ, સત્ય જેવું છે એવું, આપણે પોતે પ્રત્યક્ષ અનુભવથી જાણવાનું છે. ધીરજપૂર્વક પ્રયત્ન કરતા કરતા આપણે વિકારોથી મુક્તિ મેળવવાની છે. સ્થુળ ભાસમાન સત્યથી શરુઆત કરીને સાધક શરીર અને મનના પરમસત્ય સુધી પહોંચે છે. ત્યાર પછી આનાથી પણ આગળ, સમય અને સ્થાનની પર, સંસ્કૃત સાપેક્ષ જગતની પર – વિકારોથી પૂર્ણ મુક્તિનું સત્ય, બધા દુઃખોથી પૂર્ણ મુક્તિનું સત્ય, આ પરમસત્યને ભલે કોઈ પણ નામે ઓળખીએ . સર્વ પ્રાણી દુઃખોથી મુક્ત થાય. સર્વ પ્રાણી શાંત થાય, સુખી થાય.ભય મુક્ત થાય

  Like

 2. metvision કહે છે:

  નમસ્તે જગદીશભાઇ
  બાહ્ય પરીબળૉ કેવી રીતે ધ્યેય પ્રાપ્ત કરવામાં અવરોધ રૂપ છે તેનો દ્રષ્ટાંત મે તારક મહેતાના એપીસોડમાં જોયો.
  જેમાં ટપ્પુ સેના એક હરીફાઇ રાખે છે જેમાં ચીઠ્ઠીના ક્લુ મુજબ ડાંસ કે ગીત વગેરે કરવાનું હોય છે.
  તો અય્યર ગાવાની પ્રેક્ટીસ કરી રહ્યો હોય છે ત્યારે બબીતા કહે છે કે શું કરી રહ્યા છો ગાવાનો ક્લુ ન આવ્યો અને ડાંસ નો આવ્યો તો, તો હું ડાંસ કરીશ પણ ડાંસ ની જગ્યાએ બીજુ કાઇ આવ્યુ તો વગેરે સવાલોથી કંફ્યુઝ થઇ અય્યર ગાવાની પ્રેક્ટીસ પણ છોડી દે છે અને બેસી જાય છે. તો આપણને પણ ધંધા વિશે નકારાત્કતા, મંદી, મોંધવારી જેવા ક્લુ થી લોકો પરેશાન કરી દે છે અને માણસ અંતે થાકી ધ્યેય છોડે રૂટીન કામમાં લાગી જાય છે,.

  Like

 3. yuvrajjadeja કહે છે:

  સાચું કહ્યું – “તમારી નજર ધ્યેય પર ઠેરવો, લોકો પર નહીં”, બીજી પણ એક વાત બહુ ગમી .. – “કોઈ પણ માન્યતા, કાર્ય કે પરિણામ દ્વારા પુરવાર ન થાય ત્યાં સુધી તે એક ‘વિચાર’ માત્ર છે. જ્યારે ‘ધ્યેય’ એ કોઈ વિચારને વાસ્તવિકતામાં ફેરવવાનો પ્રયાસ છે”

  Like

 4. Vipul Desai કહે છે:

  ‘ધ્યેય’ એ કોઈ વિચારને વાસ્તવિકતામાં ફેરવવાનો પ્રયાસ છે…ખુબ જ સુંદર! દરેક માણસ જયારે કંઈ પણ કરવા જાય છે ત્યારે પહેલો નકારાત્મક વિચાર આવે છે. પરંતુ તે તેમાં લાગી રહે ત્યારે સફળ થવાનો જ અને નહી પણ થાય તો બીજા કામમાં આ અનુભવ કામ લાગે છે. જયારે બીજા કોઈ કામમાં નિષ્ફળતાનો વિચાર પહેલો જ આવશે ત્યારે આગળના કામની સફળતા યાદ કરો એટલે તમારું ધ્યેય છે તે ચોક્કસ સફળ થવાનું. ” લગે રહો મુન્નાભાઈ”

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s