ધ્યેય – ૬

 

બાહ્ય અવરોધના પરીણામોથી મન શાંત રાખવાની વાત થઈ. પણ જ્યારે વ્યક્તિ પોતેજ પોતાની પ્રગતિનો અવરોધ બનીને ઉભો હોય તો શું ? થોડી નવાઈ લાગશે, પણ વાત સાચી છે.

સૌ પ્રથમ તો ધ્યેય તરફ આગળ વધવાના ઉત્સાહનો અભાવ.

‘કાલે તપાસ કરીશ.’

‘પહેલી તારીખથી શરુ કરું.’

આવી દલીલો કેમ ?

આ ઉત્સાહનો અભાવ કેમ ?

સરળ જવાબ – નકારાત્મક વિચારસરણી.

‘ધ્યેય નક્કી તો કર્યું, પણ ત્યાં પહોંચવું અઘરું છે’

‘ધ્યેયને પહોંચવામાં શંકા છે’

જો કે આ બંને વિચારો અલગ અલગ દિશામાં દોરી જાય છે.

ધ્યેયને પહોંચવું અઘરું છે એ વિચાર દેખીતો નકારાત્મક લાગે છે, હકીકતમાં એ વિચાર ધ્યેય તરફ જવામાં આવતા અવરોધોને ઓળખવાની દિશામાં દોરી જાય છે. જ્યારે બીજો વિચાર ‘મારાથી થઈ શકશે ?’ એવી શંકા તમને વધુને વધુ નકારાત્મક વિચારો તરફ દોરી જાય છે. તમે ધ્યેય પડતું મુકવાની દિશામાં વિચારવા માંડશો.

‘સ્વ’ પર શંકા (Self-doubt) અને ‘આત્મવિશ્વાસનો અભાવ’ એ બંને ધ્યેય પ્રાપ્તિના માર્ગે જવામાં ઉત્સાહ ઘટાડે છે. Self-doubt કેમ દુર કરી શકાય તે અલગ વિષય છે, પણ હાલમાં તો તેને ધ્યેય તરફના માર્ગના એક આંતરિક અવરોધ તરીકે ઓળખીએ.

સૌથી મોટો અવરોધ ‘ઢીલાશ’ કે ‘મંદતા’ (laxity) છે. “કાલે કરીશ”, “ક્યાં ઉતાવળ છે”, “થશે” આવા વાક્યો આ ‘ઢીલાશ’ની આગવી ઓળખ છે. આ ઢીલાશના કારણો આપણી ‘માન્યતા’ઓ અને ‘લાગણી’ઓના પાયામાં રહેલી છે. ગમા-અણગમાના વિચારો ધ્યેયપ્રાપ્તિના આંતરીક અવરોધ છે.

‘ગમવું’ એટલે ? કોઈ વ્યક્તિ કે વસ્તુ આ પ્રકારની હોવી જોઈએ એવી મારી ‘માન્યતા’ અને આવી ‘માન્યતા’નો સંતોષ મળે ત્યારે એક ‘સુખદ લાગણી’ થાય. હવે આ ‘માન્યતા’ અને ‘લાગણી’નું મિશ્રણ થાય ત્યારે ‘ગમવું’ અસ્તિત્વમાં આવે. જ્યારે નકારાત્મક માન્યતા અને દુઃખદ લાગણીનું મિશ્રણ થાય ત્યારે ‘અણગમા’નો જન્મ થાય. જ્યારે ‘અણગમો’ હોય ત્યારે ‘ઢીલાશ’ આવે એ સ્વભાવિક છે.

તમે જ્યારે ધ્યેય નક્કી કરો ત્યારે એ તરફ આગળ વધવામાં જરુરી કેટલીક બાબતો તમારી ‘માન્યતા’ઓ વિરુધ્ધની પણ હોય છે. કોઈ કાર્ય કરવાનું તમને ન પણ ગમે. ધારો કે ધ્યેય તરફ આગળ વધવા તમારે એક્સપર્ટ સલાહની જરુર છે અને એ વ્યક્તિ માટે તમને પુર્વગ્રહ છે, તેમની સલાહ કે મદદ  લેવી પડે તેમ છે, અંદરથી ‘મન’ આ માટે ના પાડે છે. મદદની જરુરીયાત અને પુર્વગ્રહની લાગણી વચ્ચે આંતરીક સંઘર્ષ ચાલે અને પરીણામે ‘ઢીલાશ’ આવે.

ધ્યેય પ્રાપ્તિના આંતરીક અવરોધ આત્મવિશ્વાસનું ખવાણ કરે છે, ઘટાડે છે, અંતે નકારાત્મક વિચારો પ્રતિ લઈ જાય છે. આપણે ખુદ જ આપણી ધ્યેયપ્રાપ્તિની દિશામાં અવરોધ બનીને ઉભા રહી જઈએ છીએ..

In order to reach your goal, you need to change the way you see things.

In order to reach your goal, you need to change the way you see things.

આ પ્રકારના આંતરીક અવરોધને પાર કરવા વ્યક્તિએ પોતાની જાતને વધારે ઉંડાણથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. (Introspection). જરુર પડે તો નિષ્ણાતની સલાહ પણ લેવી જોઈએ.

હવે પછી આંતરિક અવરોધના મુળીયા શોધવા હજુ વધુ ઉંડા ઉતરીશું….

 

Advertisements

4 comments on “ધ્યેય – ૬

 1. pragnaju કહે છે:

  “અંદરથી ‘મન’ આ માટે ના પાડે છે. મદદની જરુરીયાત અને પુર્વગ્રહની લાગણી વચ્ચે આંતરીક સંઘર્ષ ચાલે અને પરીણામે ‘ઢીલાશ’ આવે.”
  આકાશ ગંગાના મધ્ય ભાગમાંથી આવતા પ્રચંડ કિરણોત્સર્ગને
  કારણે પણ જટિલ જીવનના વિકાસમાં અવરોધ આવી શકે છે.

  Like

  • jagdish48 કહે છે:

   કિરણોત્સર્ગની અસર તો ધીમે ધીમે થશે, પેઢીઓ જતી રહેશે, પણ વિજ્ઞાનના વિકા્સથી ભૌતિકતાને ગતિ મળી અને માનવીય સંવેદનાનો વિકાસ રુંધાય છે એવું લાગી રહ્યું છે.
   આભાર પ્રજ્ઞાબેન..

   Like

 2. metvision કહે છે:

  નમસ્તે જગદીશભાઇ,
  સાચી વાત કહી આપે, હું પણ જે ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રથમ પગથીયાનું ચણતર કરી રહ્યો છું તેમાં આંતરીક અને બાહ્ય બન્ને પરીબળો નડી રહ્યા છે. અનુભવ માટે હું જેને ફોન કરવા કે મળવા માંગુ છું તેને હું વિચારોથી પાછો ઠેલવતો જાઉ છું, અને આ જ પરીબળો આપણને ધ્યેયથી ભટકાવવામાં સંપુર્ણ પણે મદદ કરતા હોય છે. ખુબ જ આભાર તમારો આ લેખ સાચે બહુ જ ઉપયોગી છે, જો આ પ્રમાણે જ મન મક્કમ કરી અપનાવો તો ધ્યેય અવશ્ય હાસલ થશે.
  “બાહ્ય પરીબળોનો વિચાર કરતા રહીશુ તો ક્યારેય ધ્યેય હાંસલ થશે જ નહી”

  Like

 3. yuvrajjadeja કહે છે:

  મુળીયા પહેલા વાંચી લીધા અને હવે આ વાંચ્યું 🙂 સાચું કહ્યું કે આંતરિક અવરોધો દૂર કરવા વ્યક્તિ એ પોતે જ પોતાને અંદર થી સમજવી રહી , એ માટે કાઉન્સેલીંગ પણ થઇ શકે . જોકે મારું માનવું એવું છે કે શક્ય હોય ત્યાં સુધી વ્યક્તિ એ પોતે જ પોતાનું કાઊન્સેલીંગ કરવું જોઈએ – પોતાની જાતને સતત સાચી સાબિત કર્યા વગર ..પોતાની ભૂલો શોધી ને પોતે જ પોતાના ગૂરૂ બનવું જોઈએ

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s