ધ્યેય- ૫

ધ્યેય સુધી પહોંચવા, મુખ્ય ધ્યેયના સબગોલ નક્કી કરવા સુધીનું કાર્ય તો થયુ. જેમ ધ્યેયના કેટલાક લક્ષણો શરુઆતમાં અપણે જોયા હતા તેમ સબગોલ પણ ‘ટુંકાગાળા’ નો ધ્યેય જ છે. તેના પણ આ જ લક્ષણો છે. ધ્યેય કે સબગોલને વધુને વધુ  સ્પષ્ટ કરવો અત્યંત જરુરી છે. વજન ઘટાડામાં ફક્ત ખોરાક પર ધ્યાન ન આપી શકાય. ડાયેટીશીયન કે જીમ ની માહિતી મેળવવી પડશે. જીમ ક્યાં છે ?, ઘરથી કેટલું દુર છે ? સમય મને અનુકુળ આવશે કે કેમ ? જીમ માટે જે સમયગાળો ફાળવવાનો છે તે સમયગાળાના મારા અન્ય કામનું શું ? આમ જે કરવાનું છે તેને આવા સવાલો પુછ્યા જ કરો. જ્યાં માહિતી ન હોય ત્યાં કોઈ અન્યની મદદ લો, પણ તમારી જાતને સ્પષ્ટ કરતા જાઓ. ઘણી વખત એવું પણ બને છે કે જ્યારે આપણે સબગોલ નક્કી કરીએ છીએ, ત્યારે પ્રથમ સબગોલ પાર ન કરીએ ત્યાં સુધી બીજા સબગોલ અંગે નક્કી કરી શકાતું નથી. પ્રથમ ગોલ હાંસલ કર્યા પછી જ બીજો સબગોલ શું કે ક્યો નક્કી કરવો તેની માહિતી મળી શકે છે. ઉદાહરણ તરીકે લાંબી બિમારીમાંથી સ્વસ્થ થવા માટે, માંદગીના વિવિધ લક્ષણોમાંથી પ્રથમ એક લક્ષણ દુર કરીએ, કે દવા શરુ કર્યા પછી અમુક પ્રકારના રીપોર્ટ આવ્યા બાદ આગળની રણનિતી – ઉપચાર પધ્ધતિ નક્કી કરી શકાય છે. પણ આથી પ્રથમ સબગોલ નક્કી ન જ કરીએ એવું ન થવું જોઈએ. સીધીરીતે જોઈએ તો જેમ જેમ સીડી ચડતા જઈએ તેમ તેમ ‘હવે શું ?’ નો ખ્યાલ આવતો જાય છે. અંધકારમાં ટોર્ચ લઈને નીકળીએ તો ટોર્ચના પ્રકાશની મર્યાદાના કારણે આગળનો લાંબો માર્ગ દેખાતો નથી, પણ જેમ જેમ આગળ વધતા જઈએ, તેમ તેમ ટોર્ચનો પ્રકાશ આગળનો માર્ગ પ્રકાશીત કરતો જાય છે. આથી ધ્યેય પ્રાપ્તિના બધા જ સબગોલ પ્રથમથી જ સ્પષ્ટ હોવા જરુરી નથી. પણ ‘સબગોલ હોવા જરુરી છે’ એ ભુલવું ન જોઈએ.

ધ્યેય પ્રાપ્તિના અવરોધ –

‘સારા કામમાં સો વિઘન’

આ કહેવતને યાદ કરી લો. અત્યાર સુધી બધુ બરાબર ચાલતું હતું. શું કરવાનું છે ? કેમ કરવાનું છે ? તે બધુ જ બરાબર સ્પષ્ટ થઈ ગયું

customer-hurdle-trip

પણ –

‘કાલે તપાસ કરીશ.’

‘પહેલી તારીખથી શરુ કરું.’

‘જીમ થોડું દુર છે’

‘સવારનો સમય છે, વહે્લા ઉઠાતું નથી’

આવી બધી દલિલો અને બહાનાઓ શરુ થઈ જાય. આ બધા ‘ધ્યેય પ્રાપ્તિ’ના અવરોધ છે. આ અવરોધોને જરા નજીકથી નિહાળીએ તો લાગશે કે તેને બે પ્રકારમાં વહેંચી શકાય.

 • બાહ્ય અવરોધ
 • આંતરિક અવરોધ

બાહ્ય અવરોધ –

જો અવ્રોધ બાહ્ય કારણો, પરિસ્થિતી, અન્ય વ્યક્તિ/વ્યક્તિઓ અથવા એવી પરિસ્થિતી કે જેના પર આપણો કોઈ કન્ટ્રોલ ન હોય, તો એવી બાબતો ‘બાહ્ય અવરોધ ‘ કહેવાય.

તમારે અન્ય શહેરમાં ચોક્કસ સમયે પહોંચવાનું છે, પણ બસ/ટ્રેઈન મોડી પડે છે. આ પરિસ્થિતી પર તમારો કોઈ કન્ટ્રોલ નથી. અન્ય ઉદાહરણ જોઈએ તો તમે નોકરી માટેના ઈન્ટરવ્યુમાં સારો દેખાવ કર્યો છે, પણ એપોઈન્ટમેન્ટ અન્યને મળે છે. વિદ્યાર્થી પરીક્ષા માટે સારી તૈયારી કરે છે પણ પરીક્ષાના સમયે જ બીમાર પડી જાય છે. આ બધા બાહ્ય અવરોધ છે. આવા અવરોધ દુર કરવાના માર્ગ એ પ્રશ્નનિરાકરણની પ્રક્રિયાના ભાગરુપે અલગથી સમજી શકાય, પરંતુ મુળ બાબત એ છે કે આવ અવરોધોને આપણે અંગત બાબત ગણી લઈ પોતાની જાતને દોષ દેવાનું શરુ કરી દઈએ છીએ. ‘મારી જ ભુલ છે, આ બસોના ઠેકાણા હોતા નથી, મારે આગલા દિવસે જ નીકળી જવું જોઈતું હતું’,  ‘ઇન્ટરવ્યુ કમીટીના સભ્યોની માહિતી પહેલેથી જ મેળવી કંઈક કરી શકાત, હું જ મુરખ છું’….

આવા વિચારો જ તમને તમારા ધ્યેય તેમજ કાર્યથી વિમુખ કરે છે અને તમે અન્ય દિશામાં ફંટાઈ જાઓ છો. યાદ રાખો બાહ્ય અવરોધોના કારણે ઉભી થયેલી પરિસ્થિતી એ બાહ્ય કારણોના લીધે છે તમારા કારણે નથી, આથી જે પરીણામ આવ્યું છે તે ‘સ્વીકારી’ લો. ધ્યેયની સીડી ચડવામાં સબગોલનું એક પગથીયા પર લથડ્યા, પણ હવે સંભાળી લો, સ્વસ્થતા મેળવી બીજું પગથીયું વધારે સારી રીતે ચડવાનો પ્રયત્ન કરો. શાંત થઈને કેમ લથડી પડ્યા તે ચકાસો. શક્ય છે તે પગથીયું ભાંગેલું હોય. સબગોલ આપણે નક્કી કરેલ છે, પણ કોઈના દ્વારા મળેલી માહિતીમાં કોઈ કચાશ હોય અને જેના આધારે આપણે તૈયારી કરી હોય. આમ આમાં આપણો કોઈ વાંક છે જ નહી. મન શાંત હશે તો આ પરિસ્થિતીમાં નીકળવાનો સારો વિકલ્પ શોધી શકાશે અ્ને ધ્યેય પ્રાપ્તિની દિશામાં આગળ વધી શકાશે.

આંતરિક અવરોધ હવે પછી…

Advertisements

2 comments on “ધ્યેય- ૫

 1. pragnaju કહે છે:

  ગાંધીજી કહેતા એકનિષ્ઠતા અને ધ્યેય પ્રાપ્તિની ઝંખના સાથે આપણાં નવા કાર્યો તરફ વળીએ, જે … ફક્ત થોડાક હાથોમાં જ થશે, જે પ્રગતિના રસ્તે અવરોધ રૂપે આવશે અને દેશમાં અસમાનતા, અસંતુલિતતા અને ઝઘડા લાવશે.

  Like

 2. yuvrajjadeja કહે છે:

  ‘સબગોલ હોવા જરુરી છે’… યાદ રાખીશું 🙂

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s