ધ્યેય – ૪

 

ધ્યેયને ઓળખવાનો તો પ્રયત્ન કર્યો. નક્કી પણ કરી લઈએ. પણ હવે ?

આગળ વધવા માટે શું કરવું ? નહીંતર ‘મનમાં પરણીને મનમાં રાંડ્યા’ જેવું થાય.

હવે તમારે ઘરની અગાસી યાદ કરવી પડશે. ધ્યેય એટલે ‘અગાસી’ જ ગણી લો ને ! તમે અગાસીમાં જવા શું કરો છો ? પગથીયાનો ઉપયોગ. બસ આમ જ, ધ્યેય સુધી પહોંચવા ‘પેટા ધ્યેય’ (સબ ગોલ) ના પગથીયા બનાવવા પડશે. આ પગથીયા કેવા અને કેટલા બનાવવા એ તમે નક્કી કરેલા ધ્યેય પર આધાર રાખે છે. તમારી શક્તિઓ અને મર્યાદા પર આધારીત છે. ઉદાહરણ લઈએ તો ધારો કે તમે ‘ઓવર વેઈટ’ છો. ડોક્ટરે તમને પાંચ કિલ્લો વજન ઘટાડવા કહ્યું છે. એક જ દિવસમાં ચરબી ઓગળી ન શકે (જો ઓગળે તો બે દિવસમાં પાછી ચડી જાય ! અને મનની ચરબી ઘટાડવા તો ઘણો સમય જોઈએ સંજોગોનો સહકાર પણ !) ધ્યેયના લક્ષણો યાદ કરી લો, કારણ કે સબગોલ એ ટુંકા ગાળાનો ધ્યેય જ છે. ‘સ્પષ્ટ’ અને  ‘ટાઈમબાઊન્ડ’ ને ધ્યાનમાં રાખી તમે નક્કી કરો કે દર અઠવાડીયે એક કિલ્લો વજન ઘટાડવું. હવે આ અઠવાડીયાના સબ ગોલને પણ દિવસમાં વિભાજીત કરી નાખો – દિવસના ધારોને ૧૫૦ ગ્રામ અને કલાકમાં વિભાજીત કરીએ તો ? સવારનો નાસ્તો કરવા બેસો ત્યારે જ યાદ આવી જાય – આજનો ૧૫૦ ગ્રામનો ઘટાડો, તરત નાસ્તામાં બ્રેક લાગી જાય. બે સેન્ડવીચમાંથી એક સેન્ડવીચ પર આવી જવાય. જો બે સેન્ડવીચ ખવાણી તો બપોરના ભોજનમાં કંઈક ઘટાડો અને એમ આગળ આગળ…

આ બધાનું તારણ તમે નોંધ્યુ ? ધ્યેય પ્રતિ ‘જાગૃતિ’ અને ‘સમર્પણ’

તમારી બુધ્ધિ દલીલ કરશે – હું સતત વજન ઘટાડવાનું જ વિચારું તો મારા જીવનના અન્ય કાર્યોનું શું ? મોજ-મસ્તીનું શું ? સામાજીક જવાબદારીઓનું શું ?

તમારી દલીલ વ્યાજબી છે.

જીવન સુખશાંતિ અને ઉલ્લાસપૂર્વક જીવવા માટે જ છે.

પણ, પહેલાં યાદ કરો કે વજન ઘટાડવાનો નિર્ણય એ સ્વાસ્થ્યપૂર્વક જીવન જીવવા માટે છે. શરીર સ્વસ્થ રહેશે તો જ જીવન ઉલ્લાસપૂર્વક જીવી શકાશે. આમ શરીર સ્વસ્થ બનાવવાનો ધ્યેય એ સુખશાંતિભર્યું જીવન જીવવા માટે તમારા મુખ્ય ધ્યેયનો સબગોલ છે એમ કહી શકાય.

એક બીજો અગત્યનો મુદ્દો એ યાદ રાખો કે તમારે તમારો ધ્યેય યાદ રાખવાનો જાગૃત પ્રયન્ત શરુઆતમાં જ કરવો પડશે, ત્યારબાદ તમારું મગજ આ કાર્યની જવાબદારી પોતે જ લઈ લેશે. તમારે કશું યાદ નહીં રાખવું પડે. જમવાનું શરું કરો ત્યારે સ્વયંભુ રીતે જ અંદરથી શું જમવું ? કેટલું જમવું ? વગેરેનું માર્ગદર્શન મળતું રહેશે. શરુઆતના તબક્કામાં તો તમારે જ પ્રયત્નપૂર્વક ધ્યેય પ્રત્યેની જાગૃતિ કેળવવી પડશે.

સબગોલ નક્કી કરવાનો એક બીજો પણ ફાયદો છે. સબગોલ નક્કી કરતી વખતે કેટલીક પ્રથમિક બાબતો ધ્યાનમાં આવે છે, જેને નીચે મુજબ સમજીએ –

સંશોધન અને અભ્યાસ –

તમે ધ્યેય ‘વિચાર’ (Thought, Idead, Imagination), ઇચ્છા (Wish, Desire, Will) અને ‘જરુરીયાત (Want, Need), ના આધારે અસ્તિત્વમાં આવે છે. ધ્યેય નક્કી કરવા માટે તે કેવું હોવું જોઈએ – એ લક્ષણોનો પરિચય તો મેળવ્યો. પણ ધ્યેય પ્રાપ્તિની દિશામાં આગળ વધીએ ત્યારે સ્પષ્ટ થાય કે નક્કી કરેલા ધ્યેય માટે મારી પાસે માહિતીનો અભાવ છે. ફક્ત માહીતીના એકત્રીકરણથી નહીં ચાલે, સંશોધન અને ઝીણવટભર્યો અભ્યાસ કરવો પડશે. માની લો કાર પર્ચેસના ધ્યેયમાં સૌ પ્રથમ તો તમારા ધ્યેયને વ્યાજબી જરુરીયાતનો મજબુત ટેકો મળ્યો છે કે કેમ ? એ તપાસો. ધ્યેયના લક્ષણો – ધ્યેયની સ્પષ્ટતા – માં આપણે જોયું કે કાર લેતાં કઈ બાબતને વધારે અગત્યતા આપવાની છે ? માઈલેજ ? કમ્ફર્ટ ? મેઈન્ટેનન્સ ? સર્વીસીંગ ફેસેલીટીઝ ? દેખાવ ?. બજારમાં ઘણી કમ્પનીઓ અને દરેક કમ્પનીઓના ઘણા મોડેલ બજારમાં મળે છે. આમાંથી તમારી જરુરીયાત અને કાર લેવાની તમારી ક્ષમતાને અનુરુપ કઈ કમ્પનીની કાર અને કયું મોડેલ તે નક્કી કરવું પડે. ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હો તો આવી સરખામણી સહેલાયથી કરી શકાય છે. લોન લેવાના હો તો લોન ધીરનાર, પ્રાઈવેટ બેન્ક/કમ્પની, જાહેરક્ષેત્રની બેન્ક વગેરેનો તુલનાત્મક અભ્યાસ પણ કરવો પડે. ઘણી વખત ધ્યેય પ્રાપ્તિ વખતે ઉપયોગ લેવી પડે એવા કૌશલ્યનો અભાવ વ્યક્તિને આવતો નથી. જેમકે કાર લેવાની છે તો કાર લીધા પછી ચલાવવાનું કૌશલ્ય પણ પ્રાપ્ત ક્રવું પડે. એવી પણ માન્યતા હોય કે તેમાં શું ક્લચ/ગીયર અને એક્સલરેટરનો ઉપયોગ આવડી જાય એટલે કાર ચલાવતા આ્વડી જાય. શું ખરેખર એવું છે ? ટ્રાફીકના નિયમોનું શું ? સામાન્ય મેઈન્ટેનન્સનું શું ? કટોકટીની પળોમાં શું કરવું ? આ બધું પણ કાર ચલાવવાના કૌશલ્યમાં આવે. જરુર પડે તો તાલીમ પણ લેવી પડે.

આયોજન –

માહિતીનું સંશોધન અને ચકાસણીનું કાર્ય તો કરી લીધું પણ હવે કાર્ય કેવી રીતે શરુ કરવું તેનું આયોજન કરવું પડે. ઘણા લોકોની એક ગ્રંથી હોય છે ‘પડશે તેવા દેવાશે’. પણ પછી જ્યારે કાર્ય શરુ થાય પછી ઉભા થતા પ્રશ્નોમાં અટવાય જાય અને ધ્યેય તરફનો મુખ્ય માર્ગ ચુકી જાય. ક્યારેક વ્યક્તિ પોતાની વિવિધલક્ષી જરુરીયાતોને એક સાથે ધ્યાનમાં લેવા પ્રયત્ન કરતો હોય છે. યાદ રાખો વિવિધલક્ષી (વિવિધ લક્ષ) એ જુદા જુદા ધ્યેયનું મિશ્રણ કરવાનો પ્રયત્ન છે. બધા ધ્યેય એકસાથે પ્રાપ્ત ન કરી શકાય તેમજ એકબીજામાં મિશ્રિત ન કરી શકાય. જો મિશ્રણનો પ્રયત્ન કરવો હોય તો બાંધછોડ કરવી પડે. અ તબક્કે તમારે તમારી ઇચ્છાઓ અને જરુરીયાતોને ‘પસંદગી ક્રમ’ (prioritize) આપવો પડશે. કોઈ એક ધ્યેય પસંદગીક્રમમાંથી શરુઆતની અમુક પસંદગી સંતોષી શકે, બધી જ નહીં. ઉદાહરણ લઈએ તો કાર લેવી છે તો પ્રથમ નક્કી કરો કે રોજબરોજના અંગત વપરાશ માટે લેવી છે કે ફેમીલી કાર ? વપરાશ દરમ્યાન માઈલેજની એવરેજ જોઈએ છે કે લક્ઝરી ? પસંદગીક્રમમાં, જો ફેમીલી, માઈલની એવરેજ, સેફ્ટી એવી રીતે હોય તો, કારની પસંદ કરતા પહેલા વિવિધ કાર કમ્પનીઓની ખ્યાતી, વિશ્વનીયતા, અને સર્વીસના આધારે એક લિસ્ટ બને, બીજુ લીસ્ટ દરેક કમ્પનીના મોડેલમાંથી ફે્મીલી કારનું બને, આ બંને લીસ્ટ સરખાવતા ઘણી કમ્પનીઓ અને ઘણા મોડેલો ‘એલીમીનેટ’ થઈ જાય. જુદા જુદા મોડેલમાંથી ‘ફેમીલી કાર’ના મોડેલનું લીસ્ટ તૈયાર થાય અને ક્રમમાં ગોઠવાય, પછી બીજા તબક્કામાં પ્રથમ તબક્કાના લિસ્ટથી મઈલેજની એવરેજ પ્રમાણે નવું લીસ્ટ તૈયાર થાય. ફરી તેમાંથી સેફ્ટીના આધારે ત્રીજું લીસ્ટ તૈયર થાય, એમ આગળ વધતાં વધતાં અંતમાં ફાઈનલ લિસ્ટમાં પ્રથમ નંબર પર રહેલી કાર તમારા માટે બેસ્ટ હોય, જેમાં તમારી વધુમાં વધુ પસંદગીનો સમાવેશ થયેલો છે. એક ‘એલીમીનેશન’ ટેબલ પણ બનાવી શકાય –

પસંદગી/કમ્પની તથા મોડેલ

નાણાકીય ક્ષમતા

(રુ. ૧૦ લાખની મર્યાદામાં)

માઈલની એવરેજ

(પ્રતિ લીટર ૨૦ માઈલ કે તેથી વધુ)

સેફ્ટી ડીવાઈસીસ

?????

કુલ

‘Y’

કમ્પની એ,

મોડેલ ૧

Y

Y

N

મોડેલ ૨

Y

N

N

કમ્પની બી

મોડેલ ૧

Y

Y

Y

મોડેલ ૨

N

N

Y

?????

‘?’ તમારા પસંદગી અન્ય ધોરણો ઉમેરવા.

જે પસંદગીમાં ખરું ઉતરે ત્યાં ‘Y’ લખવું.

જે મોડેલને વધારે ‘Y’, તે તમારા માટે ઉત્તમ કાર.

સબગોલની સ્પષ્ટતા માટે હજુ થોડું વધારે …..થોડીક રાહ …

Advertisements

3 comments on “ધ્યેય – ૪

 1. yuvrajjadeja કહે છે:

  પોતાના ધ્યેય તરફ તો બધા જ આગળ વધતા હોય છે , પણ આવી રીતે આયોજનબદ્ધ પગલા બેશક વ્યક્તિને સફળતા તરફ જલ્દી પહોંચાડશે . બહુ સારું અને પ્રેરણાદાયક કામ કરી રહ્યા છો સર , અભિનંદન. અને જે રીતે વજન ઊતરવાની મેટર માં તમે વિસ્તૃત સમજણ આપી છે – અદભુત

  Like

 2. pragnaju કહે છે:

  નહીંતર ‘મનમાં પરણીને મનમાં રાંડ્યા’ જેવું થાય.
  હવે તમારે ઘરની અગાસી યાદ કરવી પડશે.
  ધ્યેય એટલે ‘અગાસી’ જ ગણી લો ને ! તમે અગાસીમાં જવા શું કરો છો ? ….
  સરળ દ્રુષ્ટાંતથી અઘરી વાત સમજાવી
  સાથે ભણકારા…શ્યામલ મુનશીના સ્વરના
  ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી
  કાયમના રહેશો પ્રવાસી
  મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું
  સરનામું સામી અગાશી
  મનગમતો મોગરો મળશે વટાવશો
  વાંધાની વાડ જેમ જેમ…………………

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s