ધ્યેય -૨

ધ્યેયની પ્રાથમિક સમજણ લીધી, પણ આજે થોડી શાસ્ત્રીય વાત પણ કરી લઈએ.

ધ્યેયની સાદી વ્યાખ્યા – ધ્યેય એટલે આપણે ચોક્કસ દિશામાં કરેલા પ્રયત્નોનું પરિણામ કે સિધ્ધિ.

આ તો ડીક્શનરી વ્યાખ્યા છે. વાસ્તવિક તો ધ્યેય નક્કી કરવું એટલે આપણે જોયેલા સ્વપ્નાઓને સાકાર કરવા કરેલો પ્રથમ નિર્ણય છે.

એક ભેદરેખા યાદ રાખી લેવી – સ્વપ્ન એ ફક્ત એક કલ્પના છે, જ્યારે ધ્યેય એ આપણા સ્વપ્નાને સાકાર કરવા ચોક્કસ દિશા પગલા ભરવાની વાત છે. આથી ફક્ત સ્વપ્ન જોવાથી કંઈ હાંસલ ન થઈ શકે તેના માટે ધ્યેય નિશ્ચિત કરવું પડે. પણ ‘સ્વપ્ના જોવા જ જોઈએ, તો જ ધ્યેય નક્કી થાય’

સ્વપ્ના કેવા જોવા એ જો વિચારીએ તો ધ્યેયનું સ્વરુપ સામે આવે. અગાઊ જોયા મુજબ સોસાયટીમાં કોઈ ઓળખતું ન હોય તો ‘નેતા’ બનવાના સ્વપ્ના ન જોવાય. (નહીંતર, ‘શેખચલ્લીમાં ખપીએ’)

ધ્યેયને વધુ સમજવા તમારે ‘વિચાર’ (Thought, Idea, Imagination), ઇચ્છા (Wish, Desire, Will) અને ‘જરુરીયાત (Want, Need), ના તફાવતને સમજવો પડશે.

ધારો કે તમે ઓફીસે જવા રસ્તા પર ચાલી રહ્યા છો અને બાજુમાંથી એક કાર પસાર થાય, તમને મનમાં થાય કે ‘આવી કાર હોવી જોઈએ, સરળતાથી ઓફીસે પહોંચી જવાય’ આ એક ‘વિચાર’ માત્ર છે, જે ક્ષણિક છે. આવીને ચાલી જાય છે.

યાદ રાખો ‘ધ્યેય’ એ માત્ર ‘વિચાર’ નથી.

ક્યારેક તમારા મિત્ર તમને કારમાં લીફ્ટ આપે, આવું બે-ચાર વાર બને ઍટલે તમને લાગે કે ‘મારે પણ કાર લેવી છે.’ આ ‘ઇચ્છા’ છે. વિચાર વારંવાર પુનરાવર્તિત થાય ત્યારે ‘ઇચ્છા’ માં ફેરવાય.

ચોમાસાના દિવસોમાં ઓફીસે જતાં-આવતાં પડતી મુશ્કેલીને કારણે ‘મારે કાર લેવી જ પડશે’ એ વિચાર દ્રઢ થાય.

આમ જ્યારે તમારી ‘ઇચ્છા’ને ‘જરુરીયાત’નો ટેકો મળે ત્યારે ‘ધ્યેય’ ને આકાર મળે. કાર ખરીદવાનો તમારો ધ્યેય નક્કી થાય. મુશ્કેલી હવે જ શરુ થાય –

તમે કાર લેવાનું નક્કી તો કર્યું, પણ તેનો પાયો મજબુત છે કે કેમ તે તપાસ્યું ? જે નક્કી કર્યું છે તે ‘ધ્યેય’ જ છે ?

મનુષ્યની ઇચ્છાઓ અને જરુરીયાતો અસિમિત છે, અનંત છે. પણા ધ્યેય જે ઇચ્છા અને જરુરીયાતના પાયા પર રચાયો છે તે જ જો મજબુત ન હોય તો ‘ધ્યેય’ કમજોર પડે છે. ધારો કે તમારી ઓફીસ દસમીનીટના અંતરે છે અને ચોમાસાના ચાર મહીનામાં આઠ-દસ દિવસ વરસાદનું વિઘ્ન નડે છે, તો ૩૬૫ માંથી આ દસ દિવસની મુશ્કેલી માટે કારની જરુરિયાત ખરી ? આ જરુરીયાતનો પાયો મજબુત ગણાય ? વરસાદના વિઘ્નને દુર કરવાના અન્ય સહેલા વિકલ્પો પણ હોય શકે. તદઊપરાંત આપણે ઇચ્છાપુર્તિ માટે આપણી શક્તિ અને મર્યાદાઓ પણ ધ્યાનમાં લેવી પડે. પાંચ-દસ હજારના પગારમાં કાર લેવાનું સ્વપ્ન જોવું એ દિવાસ્વપ્ન કહેવાય. મારું કહેવું એવું નથી કે ઓછી આવકવાળાએ કારનું સ્વપ્ન ન જોવું. પણ આ પ્રકારના સ્વપ્નના આધારે ધ્યેય ન નક્કી કરી શકાય. તેનું પહેલું ધ્યેય ‘આવક વધારવાનું’ હોવું જોઈએ. ‘આવક વધારવી’ પણ કેટલી ? કેવી રીતે ? શું કરવું ? કેમ કરવું ? વગેરે પ્રશ્નોના જવાબ શોધવાથી ધ્યેય અંગે વધારે સ્પષ્ટ થવાય છે.

Smart-Goals

ધ્યેયને નજીકથી નિહાળીએ તો તેના પાંચ લક્ષણ નજરે પડે અને જે ખુબ જરુરી છે. એના માટે સાદો શબ્દ SMART-C યાદ કરી લેવો. આ શબ્દના દરેક અક્ષરો, ધ્યેયના જુદા જુદા લક્ષણો વર્ણવે છે –

S – Specific

M – Measurable

A – Achievable

R – Realistic

T – Time bound

C – Challengeable

હવે પછીના લેખમાં આ દરેક શબ્દને વધારે સ્પષ્ટતાથી સમજીએ.

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s