મજબુરીમાં પત્ર –

 

ગુગલ મેઈલને ન સમજી શક્યો, મિત્રો અંગત મેઈલ કરવાની ઇચ્છા હતી પણ કેટલાક મેઈલ ડીલીવરીમાં ફેઈલ ગયા, અને પછી તો સંદેશો આવી ગયો ‘You have exceed the limit of mailing’. બસ પુરું ખબર નહીં હવે ક્યારે પાછું ઓકે થશે.

આથી આજે કોઈ નવા વિચારને બદલે પત્રની નકલ અહી જ છાપી મારું છું……

પણ લખવાની ખુજલી આવે જ રાખશે, આથી આજે ફેઈસબુક પર મુકેલી વાત વાંચી લો પછી પત્ર વાંચજો.

ઉભરો ?
મિત્રોને શુભ સવાર સાથે ‘ઉભરા’ની વાત –
આજ ‘શિવજી’ના પ્રેમનો ઉભરો સમી ગયો. સૌ સૌના ઠેકાણે….
જીંદગી ‘ઉભરાથી જ ચાલતી લાગે છે, એમાંય ‘પ્રેમ’ના વાત તો અનોખી છે.
નાનપણમાં ‘માતૃપ્રેમ’ નો ઉભરો,
કિશોર અવસ્થામાં ‘મિત્રપ્રેમ’ નો ઉભરો,
કોલેજકાળમાં ‘કુંવરપ્રેમ’ કે ‘કુંવરીપ્રેમ’ નો ઉભરો,
લગન થાય એટલે ‘પત્નીપેમ’ ઉભરાય,
પછી આવે ‘વ્યવસાય પ્રેમ’
છપરું ધોળું થવા માંડે એટળે ‘પ્રભુપ્રેમ’ ઢોળાય જાય….
મૃત્યુ પાસે આવે એટલે ‘જીવનપ્રેમ’માં ડુબી જવાય….
ભઈલા….. ‘ઉભરા’ વગર જીવોને… શાંતિ્થી જીવાશે.
(અગત્યની નોંધ સાથે સંયુક્ત આભાર પણ માની લઊં – કોમેન્ટ કરનારા અને લાઈક કરનારા મિત્રોનો.., બહુ જીણા અક્ષરોમાં મુશ્કેલી છે આથી વ્યક્તિગત આભાર બદલે સંયુક્ત આભાર સ્વીકારશો.)

મેઈલનો પત્ર –

મિત્રો,

વ્યક્તિગત રીતે લખાયેલ આ પ્રથમ મેઈલ છે. એનો આનંદ છે. બ્લોગીંગના એક વર્ષ પુર્ણ થવાના સમયે મેઈલ દ્વારા આપ સૌનો આભાર વ્યક્ત કરવા  વિચાર્યું હતું પણ શક્ય બન્યું નહી. દોઢેક  વર્ષમાં ૧૮૦ થી વધા્રે પોસ્ટ, એ મારી નિવૃતિના કારણે નહીં પણ આપ સૌના પ્રેમ અને પ્રોત્સાહનના પ્રતાપે શક્ય બન્યું. કારણ કે પ્રેમ અને પ્રોત્સાહન વગર કોઈ પણ કાર્ય આગળ વધી શકતું નથી.

પરંતુ હવે જે નવા બ્લોગનો પ્રારંભ કરું છું – ઉદ્યોગમિત્ર –  તેમાં આપના ટેકાની હજુ પણ વધુ જરુર છે. ખાસ તો ઉદ્યોગ-ધંધા સાથે સંકળાયેલ વધુને વધુ મિત્રો આ બ્લોગના માધ્યમથી વિચારોનું આદાન-પ્રદાન કરે એ જરુરી છે. આ બ્લોગ એ ફક્ત સૈધ્ધાંતિક બાબતોની ચર્ચા બની રહે એ યોગ્ય નથી. એના પર જીવંત ચર્ચા થાય તે જરુરી છે. ઔદ્યોગીક વાતાવરણ પહેલાં કરતાં બદલાયું છે. આ ક્ષેત્રના મિત્રો સમક્ષ સતત નવા પ્રશ્નો ઉભા થતા રહે છે. એમના પ્રશ્નોમાં કોઈરીતે મદદરુપ થઈ શકાય એ માત્ર મારો ધ્યેય રહેશે. હું નિષ્ણાત મિત્રોનો પણ સંપર્ક કરવાનો છું જેઓ આવા કાર્ય સાથે સંકળાયેલા છે. આપને પણ વિનંતિ કરીશ કે આ કાર્યમાં આપ પણ જોડાઓ.

–     આપના મિત્રો જેઓ ઉદ્યોગ-ધંધા સાથે સંકળાયેલા છે, તેઓને આ બ્લોગ વિષે જાણ કરો.

–     વિષયનિષ્ણાતોને જાણ કરો અને મારા વતી આવી રીતે મદદ-માર્ગદર્શનના કાર્યમાં જોડાવા વિનંતિ કરો.

–     આ બ્લોગના વિચારને અનુરુપ વિષયોના લખા્ણો અને લીન્ક્સ મોકલો.

મારા બે બ્લોગ –

સંબંધોના સથવારે અને

સંવેદનાઓને સથવારે – થી

આપ સૌ પરિચિત છે, આમ વધુ પરિચયની આવશ્યકતા લાગતી નથી. આમ પણ, વ્યક્તિ પરિચય કરતાં, આ કાર્યમાં જોડાતા સર્વનો ‘કાર્ય’ પરિચય જ વધુ અગત્યનો છો.

બસ, સૌ મિત્રોની મદદની અપેક્ષાઓ સહ,

ફરી પ્રેમ અને પ્રોત્સાહન પુરા પા્ડવા બદલ આપ સૌના આભાર સાથે વિરમું છું.

જગદીશ જોશી.

બ્લોગ – ઉદ્યોગમિત્ર

મેઈલ આઈડી – udyogmitra2013@gmail.com

Advertisements

5 comments on “મજબુરીમાં પત્ર –

 1. ASHOK M VAISHNAV કહે છે:

  તમારી ‘નિવૃત્તિ’ની પ્રવૃત્તિને સમયાંતરે વિકસાવતા રહો છો, તે ઉદાહરણીય, સ્તુત્ય ને અભિનંદનીય તો છે જ.

  લીંક્ડઇન નાં “વેબ ગુર્જરી”નું ‘અર્વાચીન મેનેજમેન્ટ વિશ્વ’ ગ્રૂપ પર આ લેખને મૂકેલ છે.
  ગુજરાતી વ્યાપાર -ઉદ્યોગને સાંકળવામાં ઇન્ટરનેટની સંભાવનાઓ ઉણી પડે છે એ હકીકતના કોયડાની ચાવી મળતી નથી. આજે હવે બધા પાસે ઇ-મેલ આઇડી હોય ઃએ, લોકો ઇન્ટર્નેટ પર મુલાકાત પણ લે છે, પણ તેમાં વ્યાવસાયિક અભિગમ ન હોય તેમ જણાય છે – ઇન્ટરનૅત ક્યાં તો કોઇ ચોક્કસ માહિતિ કે પછી સામાન્ય બ્રાઉઝીંગ અનુબવ માટે જ વધારે વપરતું જણાય છે. જ
  જો કે ફેસબુક કે ગુગલ પ્લસ જેવાં સામાજીક માધ્યમો સાથે બ્લૉગને સાંકળવાથી કામનાં કે તે સિવાયનાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો કરી શકવાની શક્યતાઓનો ઉપયોગ કરી લ ઇને હાલ પૂરતો સંતોષ માની લેવો પડશે તેમ જણાય છે.

  Like

  • jagdish48 કહે છે:

   અશોકભાઈ
   આપનું ઓબ્ઝર્વેશન સાચું છે. પરંતુ એક અન્ય તર્ક પર ધ્યાન દેવું જરુરી લાગે છે. મને લાગે છે કે ઉદ્યોગસાહસિકોને જે ખરેખર જોઈએ છે અને/અથવા જે ‘ફોર્મ’માં જોઈએ છે તે ઇન્ટરનેટના માધ્યમ પર મળતું નથી અથવા તો શોધી શકતા નથી અને/અથવા એટલો પ્રયત્ન કરવા માટે શ્રધ્ધા કે સમય નથી. પણ જો રીયલ આંત્રપ્રિનિયોર્સને જો એકવાર પણ પ્રતિતિ થાય કે મારે જે જોઈએ છે તે અહીં છે તો જરુરથી સારા પરિણામો આવશે.
   બસ, આપના જેવા નિષ્ણાતોના સાથની જરુર છે. કંઈક હકારાત્મક જરુર કરી શકશું.
   આભાર

   Like

 2. pragnaju કહે છે:

  કોમેંટ પોસ્ટ કરતા આવું લખાણ આવ્યું અમને ટેકનીકલ માહિતી નથી આપ જ શોધશો Sorry, this comment could not be posted.

  ________________________________

  Like

 3. hiranyavyas કહે છે:

  “સબસે ઉચી પ્રેમ સગાઇ। ” જ્ઞાન જગત કર્મ જગત અને ભાવ જગત માં ભાવ – પ્રેમ ની ભૂમિકા ઉચેરી જણાય સારા સાર નો વિવેક, મોહ – આસક્તિ થી પર થતા જી ઉભરા નાં બદલે સ્થાઈ ભાવ રહે, વિવેકમય પ્રેમ વિકસે એ જ કલ્યાણ.

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s