ધ્યેય અને તે નક્કી કરવાની પ્રક્રીયા –

ધ્યેય અને તે નક્કી કરવાની પ્રક્રીયા –

Goals

તમારા જીવનમાં, હાલમાં તમે જ્યાં છો, તેનાથી સંતુષ્ટ છો ?

‘સો ટકા ના !’ મને ખા્ત્રી જ હતી કે જવાબ ‘ના’ જ હશે.

બીજો સવાલ – તમને શા માટે અસંતોષ છે ?

મેં તો હમણાં પુછ્યું, પણ તમે તમારી જાતને આવો સવાલ ક્યારેય કર્યો છે ?

‘નહીં !’

તો મિત્રો ! જો સવાલ જ ન હોય તો જવાબ તો ક્યાંથી હોય. ફક્ત પહેલા સવાલનો જવાબ ‘ના’ આવે પછી આપણે અટકી જઈએ છીએ. હકીકતમાં આપણને ખબર જ નથી કે આપણે ‘ક્યાં’ જવાનું છે. પેલી જુની કહેવત છે ને કે ‘દિકરી ને ગાય, દોરે ત્યાં જાય’ (જો કે હવે તો દીકરીયું બધાને દોરે છે. J) આપણે દિકરી ન હોઈએ, તોય અન્યના દોરવાયા દોરાઈ જાય છીએ.

અભ્યાસની પસંદગી – મા-બાપ અને મિત્રોની સલાહ મુજબ,

સ્કુલકોલેજની પસંદગી – મા-બાપ અને મિત્રોના કહેવાથી,

વ્યવસાયની પસંદગી – સામાજીક માન્યતાઓના આધારે, (શેમાં વધારે પૈસા મળશે ? ક્યાં જવાબદારી વગર પૈસા મળશે ? કઈ નોકરીમાં ઓછું કામ કરવું પડશે ? વગેરે વગેરે.)

આમ જુઓ તો જીવનમાં આપણે જે માર્ગો પસંદ કર્યા છે તેમાં આપણો ફાળો બહુ ઓછો છે. એ સ્વભાવિક જ છે કે અન્યની પસંદગીનું જીવન જીવવામાં અસંતોષ જ હોય. છતાંય જીવન જીવાય છે અને  સમય-સંજોગો પર દોષનો ટોપલો નાખી જીવીએ છીએ. સમ્યના સમુદ્રમાં તરતા લાકડાના કટકા પ્રમાણે મોજાઓની થપાટો ખાતાં ખાતાં જીવનમાં આમતેમ ફંગોળાઈએ છીએ. કિનારે પહોંચવા ‘તરવા’નો પ્રયત્ન કરતા નથી.

હકીકતમાં તમને તરતા આવડે છે પણ ‘કિનારો’ ક્યાં છે તે જ ખબર નથી.

તમે ઈચ્છો તો તમારી જીવનનૈયાના સુકાની તમે પોતે જ બની શકો અને જીવન પ્રવાહ સતત વહેતી નદી જેવો છે, ક્યારેય મોડું થતું નથી, પ્રવાહમાં તણાતા રહેવા કરતાં કિનારા તરફ તરીને, પહોંચીને, સ્થિર થઈ શકાય તેમ છે.

જો તમને તમારા જીવનથી સંતોષ ન હોય, (જેઓને જે મળ્યું છે તેમાં ચલાવી લેવું છે, તેઓ માટે આ લખાણ નથી.) તો, સૌ પ્રથમ તમારે નક્કી કરવું પડશે કે તમારે કેવું જીવન જીવવું છે. જીવન પ્રવાહમાં તણાતા તણાતા જોઈએ તો નદીના બંને કિનારાઓ પર કુદરતી સંપત્તિથી ભરપુર જંગલો, બાગ-બગીચાઓ, નાના ગામડાઓ, મોટા શહેરો બધું જ દેખાય છે, તમારે ક્યાં જવું છે તે પહેલા નક્કી કરવું પડશે કે તમારે ક્યાં જવાનું છે. મુસાફરી શરુ કરતા પહેલાં નક્કી કરીએ છીએ ને, ક્યા ગામ જવું છે ? હવે જો બે-પાંચ કલાકની મુસાફરી માટે પણ પહેલાંથી જ ડેસ્ટીનેશન નક્કી કરતાં હોઈએ તો જીવન સફર માટે કોઈ નિશ્ચિતતા હોવી જોઈએ કે નહી ?

જીવન તો બહુ મોટી વાત છે, આપણા સામાન્ય કાર્યોમાં પણ આપણે ખરેખર શું કરવાનું છે એ નક્કી કરતા નથી. નિષ્ફળ જઈએ ત્યારે બચાવના જાત જાતના બહાના શોધીએ છીએ. નિષ્ફળતાનું મુખ્ય કા્રણ ખરેખર શું જોઈએ છે ? તેની અનિશ્ચિતતા છે.

તમે દલીલ પણ કરી શકો કે મેં તો બધુ જ પહેલાથી જ નક્કી કરીને જ શરુ કર્યું હતું, એ માટેના યોગ્ય પ્રયત્નો પણ કર્યા, પણ પરિણામ વિપરીત આવ્યું. પરિણામ વિપરીત આવે એ બાબત નકારી ન શકાય, પણ ‘એમ કેમ થયું ?’ તે પણ ન વિચારવું એ તો પોતાની જ જાતને છેતરવાની વાત છે.  આ ‘નક્કી’ કરવામાં કે ‘પ્રયત્ન’ કરવામાં ક્યાંક ખામી રહી શકે કે નહીં ? અથવા એવું પણ બની શકે કે ‘નક્કી’ કરવામાં જ ક્યાંક ખામી રહી ગઈ હોય અને આપણે પ્રયત્ન શરુ કરી દીધા હોય. સોસાયટીમાં કોઈ ઓળાખતું ન હોય આપણે ચુંટણી લડવા નીકળી પડ્યા હોઈએ ! આ ‘નક્કી’ કરવાની વાતને આપણે ‘ધ્યેય’ કહીએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ.

ફરી મળીએ…..

Advertisements

One comment on “ધ્યેય અને તે નક્કી કરવાની પ્રક્રીયા –

  1. […] ધ્યેયની પ્રાથમિક સમજણ લીધી, પણ આજે થોડી શાસ્ત્રીય વાત પણ કરી લઈએ. […]

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s