ખાલી બરણી –

જુન ૨૧, ૨૦૧૩ ના મેં એક પોસ્ટ લખી હતી – ‘જીવન સુત્ર’

જીવન સુત્રના સંદર્ભમાં એક ખુબ સરસ ઉદાહરણ સાંભળવા/વાંચવા મળ્યુ. સ્ટોરીનો સાર હું મારા શબ્દોમાં લખી નાખું, અંતમાં તમે મુળ વીડીયો ક્લીપ જોઈ લેજો.

એક ફીલોસોફીના પ્રોફેસરે ક્લાસમાં એક પ્રયોગ કર્યો –

golf_balls

એક બરણી વિદ્યાર્થી સમક્ષ મુકી, તેમાં મોટા મોટા પથ્થર ભર્યા, પછી વિદ્યાર્થીઓને પુછ્યું – બરણી ભરાય ગઈ ?

બધાએ એકી અવાજે કહ્યું, ‘હા’

ત્યારબાદ પ્રોફેસરે નાના નાના કાંકરા લીધા અને બરણીમાં ઠાલવ્યા અને બરણી થોડી હલાવી, નાના કાંકરાઓ મોટા પથ્થરો વચ્ચેની જગ્યામાં ગોઠવાય ગયા. ફરી પુછ્યું – બરણી ભરાઈ ગઈ ?

બધાએ સરખો જ ઉત્તર આપ્યો, ‘હા’

ફરી પ્રોફેસરે બરણી ધીમે ધીમે હલાવતા હલાવતા તેમાં રેતી નાખવાનું શરુ કર્યું. રેતી સરકીને મોટા અને નાના કાંકરાઓની વચ્ચે ગોઠવાતી ગઈ. ફરી પુછ્યું, ‘હવે બરણી ચોક્કસ ભરાઈ ગઈ’

બધાએ કહ્યું ‘ હા, એકદમ પેક થઈ ગઈ’

not_full

અંતમાં પ્રોફેસરે બે મગમાં કોફી લીધી અને બરણીમાં નાખી, કોફી પણ તેમાં સમાઈ ગઈ.

આપણી જીંદગી આ બરણી જેવી છે. મોટા કાંકરાઓ એ જીવનની અગત્યની બાબતો દર્શાવે છે જેમકે – તમારું કુંટુંબ, બાળકો, સ્વાસ્થ્ય, વગેરે. આ બધું જીવનભર આપણી સાથે જ રહે છે. તમને જીવન ભર્યું ભર્યું લાગે છે. નાના નાના કાંકરાઓ જીવનની સામાન્ય બાબતો છે જેમાં આપણે ઉલઝી રહીએ છીએ અને મોટા કાંકરાઓને ભુલી જઈએ છીએ, જેનું જીવનમાં ખરેખર મહત્વ છે. રેતી તો ખરેખર ફાલતુ બાબતો છે. હવે જો આપણે આ ફાલતુ વાતોની રેતી વડે પહેલાથી જ જીવન ભરી દઈએ તો મુળ મોટા કાંકરાઓ – કુંટુંબ, બા્ળકો વગેરે – ની જીવનમાં જગ્યા જ રહેતી નથી. સુંદર જીવન જીવવા માટે ‘અગ્રતાક્રમ’ નક્કી કરવો પડે, બરણીમાં પહેલાં શું ભરવું છે, રેતી કે કાંકરા ? આ અગ્રતાક્રમ માટે ‘જીવન સુત્ર’ જાણવાની જરુર છે. જો મેં મારું જીવનસુત્ર નક્કી કરેલું હોય તો પહેલાં શું કરવું તે આપોઆપ નક્કી થઈ જાય છે. મારે ક્યાં જવાનું છે ? કેવી રીતે જવાનું છે ? આ બધી બાબતોની જાણકારી હોય તો, પહેલાં શું કરવાનું તે આપોઆપ નક્કી થઈ જાય.

અંતે એક નટખટ વિદ્યાર્થીએ પુછી જ નાખ્યું – ‘પ્રોફેસર સાહેબ, કોફીનું શું ? એ શું છે ?’

પ્રોફેસરે હસતાં હસતાં કહ્યું – ‘જીવન ભલે ગમે તેટલું ભરેલું હોય, પણ મિત્રો સાથે કોફી તો પી શકાય જ. 🙂

બસ ! હવે થોડો સમય કાઢીને નીચેની લિન્ક પર જરુરથી જતા રહો.

http://www.dailymotion.com/video/xdzo8a_philosophy-professor-inspiring-stor_school

4 comments on “ખાલી બરણી –

 1. nivedita1 says:

  જીવનમાં જયારે બધું એકસાથે જલ્દી જલ્દી કરવાનું મન થતું હોય છે,. કશુક ઝડપથી મેળવી લેવાની ઈચ્છા હોય છે ત્યારે આપણને લાગેછે કે દિવસના ૨૪ કલાક પણ ઓછા પડતા હોય છે..અગ્રતા મહત્વની છે

  Like

  • jagdish48 says:

   પોસ્ટ અપલોડ કર્યા પછી મને પણ આ જ વિચાર આવ્યો હતો, પોસ્ટને એડીટ કરવાનું વિચાર્યું અને તમારી કોમેન્ટ વાંચી. જીવનમાં અગ્રતાક્રમ નક્કી કરવો જોઈએ, પહેલાં શું ભરવું છે – રેતી કે મોટા કાંકરા ? જો ઝીણી ઝીણી વાતોમાં ગુંચવાયેલા રહીશું તો કદાચ જે મુખ્ય છે, મહત્વનું છે તે ચુકાય જશે.
   આભાર.

   Like

 2. આપણી જીંદગી આ બરણી જેવી છે.

  તદ્દન સાચી વાત છે .

  બોધ કથા ગમી .

  Like

 3. vijay says:

  સુંદર જીવન જીવવા માટે ‘અગ્રતાક્રમ’ નક્કી કરવો પડે, બરણીમાં પહેલાં શું ભરવું છે, રેતી કે કાંકરા ? આ અગ્રતાક્રમ માટે ‘જીવન સુત્ર’ જાણવાની જરુર છે. જો મેં મારું જીવનસુત્ર નક્કી કરેલું હોય તો પહેલાં શું કરવું તે આપોઆપ નક્કી થઈ જાય છે. મારે ક્યાં જવાનું છે ? કેવી રીતે જવાનું છે ? આ બધી બાબતોની જાણકારી હોય તો, પહેલાં શું કરવાનું તે આપોઆપ નક્કી થઈ જાય.

  >> In india (as per my obesrvation) life is like town planning. Let all buildings constructed illegally and then justify it with change in the plan. By the way you told the truth, but society (icluding me) is far from it.

  Vijay

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s