મેનેજમેન્ટ એટલે શું ?

વેબ ગુર્જરી પર ઓગસ્ટ ૨૩, ના રોજ પ્રકાશીત થયેલો મારો લેખ અહીં ફરી મુકું છું. કોઈ મિત્ર વેબગુર્જરીથી અજાણ હોય તો તેને લાભ મળી શકે. (જો કે શક્યતા ઓછી છે ! )

આ આખી શ્રેણીમાં લખવાના લેખ સામાન્ય વાંચકોને ધ્યાનમાં ્રાખીને લખવાનું આયોજન છે. ખરેખર તો ઉદ્યોગસાહસિકો માટે થોડી ગંભીર રીતે લખવું જોઈએ. મેનેજમેન્ટના સિધ્ધાંતોની ચર્ચા કરવી જોઈએ, ઉદાહરણ પણ ઉદ્યોગના આપવા જોઈએ. આ વર્ગ માટે કેવી રીતે અને ક્યાં લખવું તેની અવઢવ છું. જોઈએ કંઈક માર્ગ નીકળશે, હમણાં તો જે છે તેનાથી સંતોષ માનીએ….

મેનેજમેન્ટ એટલે શું ?

આવું કોઈ પુછે તો સરળતાથી કહી દઈએ કે – જે કોઈ કાર્ય હાથ ધરાયું હોય તે સમુસુતરું ચાલે એનું ધ્યાન રાખવું. હવે જો આને જ મેનેજમેન્ટ કહેવું હોય તો કાર્ય કરનાર કે કરાવનારને લાંબુ-પહોળું વિચારવાનું રહેતં નથી. અગાઉના લેખમાં કહ્યા મુજબ પરેશભાઈને રસોડામાં ઉભા ઉભા જોવા સિવાય ખાસ કશું કરવાનું રહેતું નથી, અને  તમારે પણ આ વિષય વાંચવાની જરુર નથી.

પણ…..ખરેખર એવું નથી !

મેનેજમેન્ટ એટલે ચોક્કસ હેતુને પાર પાડવા અન્યને સંગઠીત કરી, સાધન-સામગ્રીનો ફળદાયક ઉપયોગ કરી યોગ્ય ક્રમમાં કાર્ય કરાવવું.

1787087_orig

પરેશભાઈએ રસોડામાં ધ્યાન રાખવાનું એટલે મેનુમાં રસોઈની આઈટમો નક્કી થયેલ હોય એ મુજબ અને જમણવારનો જે સમય નિયત થયેલ હોય એને ધ્યાનમાં રાખી, રસોઈયાઓ અને કારીગરોને યોગ્ય દોરવણી આપીને, તેમજ અંકુશમાં રાખીને, રસોઈની દરેક ચીજવસ્તુઓનો યોગ્ય રીતે ઉપયોગ થાય, રસોઈમાં કોઈ ખામી ના આવે કે કોઈ ફરીયાદ ન રહે એ પ્રમાણે કાર્ય પાર પાડવું.

આવી લાંબી વ્યાખ્યા સમજાય તો જાય, પણ તેને આત્મસાત કરીએ તો આ ‘રસોડા’ સિવાયના કાર્યો માટે મેનેજમેન્ટ સમજી શકાય. એમ કરવા માટે આપણે જે આખી પ્રક્રીયામાં (પ્રોસેસ) જે કાર્યો કરવામાં આવે છે તેને અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ.

૧. અનુમાન બાંધવું – (ફોરકાસ્ટીંગ)

એક વસ્તુ તો નક્કી જ છે કે આપણે પરિણામ શું જોઈએ છે. હવે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચવા શું કરવું પડશે તેનો અંદાજ તો બાંધવો પડે ને ? નિયત સમયમર્યાદામાં અમુક સંખ્યાની વ્યક્તિઓ માટે જમણવાર કરવાનો છે તે તો નક્કી જ છે. તો પરેશભાઈએ કેટલી ચીજવસ્તુઓ જોઈશે ? કેટલા અને કેવા કારીગરો જોઈશે ? આ બધાનો અંદાજ તો બાંધવો પડે ને ! . . . તો મેનેજમેન્ટનું પહેલું કાર્ય ‘અનુમાન બાંધવું’ કે ‘અંદાજ કરવો’

૨. આયોજન (પ્લાનીંગ) –

આ અંદાજ તો બાંધ્યો, પણ એ અંદાજ મુજબના ચોક્કસ રસોઈયાઓ, કારીગરો, ચોક્ક્સ વજનની ચીજવસ્તુઓ, ગેસ બોટ્લ્સ, રસોડાની સ્વચ્છ જગ્યા વગેરે માટે આયોજન કરવું પડે. જમનારની સંખ્યામાં વધઘટ થાય તો એવી પરિસ્થિતિમાં શું કરવું તેનું પ્લાનીંગ, કોઈ આઈટમ ખુટે તો એની અવેજીમાં શું ? વગેરેનું પ્લાનીંગ વગેરે. આ બધું મનમાં પણ થાય અને કાગળ પર ટપકાવી શકાય. (મોટા પ્રોજેક્ટમાં કાગળ પર ટપકાવેલું સારું, કહેવાય છે ને કે ‘લખ્યું વંચાય’)

૩. ગોઠવણ (ઓર્ગેનાઈઝીંગ)

મહદ અંશે આપણે બધુ મનમાં કે કાગળ પર રાખીએ છીએ, નવા વર્ષના રીઝોલ્યુશનની માફક, પછી ફરીયાદ કરતા રહીએ છીએ કે ધાર્યા પ્રમાણે કંઈ થતું નથી. પણ ફક્ત આયોજન કરવાથી પરીણામ ન મળે. આયોજન કર્યા પછી પરીણામ સુધી પહોંચવા પહેલું કાર્ય આયોજન મુજબ માણસો, ચીજવસ્તુઓની ગોઠવણ કરવી પડે. કોણે ક્યાં, કેટલું, કેવી રીતે કાર્ય કરવાનું છે તેની સુચનાઓ, ચીજવસ્તુઓની યોગ્ય જગ્યાએ ગોઠવણ, સાધન-ઓજારો (આપણા કિસ્સામાં કડછા-તપેલા… J) કઈ રીતે અને કેમ, ક્યાં મુકવા તેની ગોઠવણ કરવી પડે તો જ યોગ્ય રીતે કાર્ય થઈ શકે.

૪. દિશાસુચન (ડાયરેક્ટીંગ)

તમે જે વિચાર્યું છે, જે આયોજન કર્યું છે, તે ‘તમારા’ વિચારો અનુસાર અને ‘તમારે’ મેળવવાના પરિણામને અનુલક્ષીને છે. તમારા માણસો (આપણા કિસ્સામાં રસોઈયાઓ અને કારીગરો) પાસે ‘પોતાના’ વિચારો છે, તેઓ પોતાની રીતે કાર્ય કરશે. આવા સમયે તમારે તેઓ યોગ્ય – તમે નક્કી કરેલી પધ્ધતિએ – કામ કરે તે માટે દિશાસુચન કરવું પડશે. આમ થશે તો જ તમે મંઝીલ તરફ આગળ વધી શકશો.

૫. સમન્વય (કો-ઓર્ડીનેશન)

‘ઝાઝા હાથ રળીયામણા’ ની સરસ મજાની કહેવત આપણે વારંવાર ઉપયોગમાં લઈએ છીએ. મેનેજમેન્ટમાં પણ ધ્યેયને પહોંચી વળવા માટે પણ આપણે ‘ઝાઝા હાથ’ની મદદ લેવાની હોય છે. પણ એક હાથ જાય દક્ષિણમાં અને એક જાય ઉતરમાં તો શું થાય ? આથી દરેક વ્યક્તિ, આપણે ઉપર પ્રમાણે જે દિશાસુચન કર્યું હોય એ જ દિશામાં આગળ વધે તે જરુરી છે. આપણા દિશાસુચનને કોઈ સમજી ન શક્યું હોય તો તેને ફરી સમજાવવું પડે. આપણા ઉદાહરણમાં રસોયો શાકનો વઘાર મુકે તે પહેલા શાકભાજી સમારનારે પોતાનું કામ પુરુ કરી નાખવું પડે. કારીગર અને રસોયો બંને અલગ છે આથી આ બંનેના કાર્ય વચ્ચે તમારે સમન્વય સાધવો પડે.

૬. નિયંત્રણ કરવું (કન્ટ્રોલીંગ)

ઝાઝા હાથ માટે ઝાઝા માથા ભેગા થાય અને એમાં ‘માથા ફરેલ’ પણ ભેગા હોય તો આવા માથા ફરેલાના માથા ઠેકાણે રાખવા તમારે ‘દબંગ’ બનવું પડે (;-)). મિત્રો ! દબંગની તો મજાક છે પણ માણસોને પોતાના વર્ચસ્વથી, સમજાવટથી કાબુમાં રાખવા પડે. ધ્યેય સુધી પહોંચવાના માર્ગમાં આપણે નક્કી કરેલી પરિસ્થિતિ મુજબ જ કામ ચાલતું રહે એવું ન પણ બને. કોઈક ઇમર્જન્સી પણ ઉભી થાય તો એ વખતે તમારે એ પરિસ્થિતિને પણ સંભાળવી પડે. આમ મેનેજમેન્ટમાં માણસો અને પરિસ્થિતિ બંને પર તમારે નિયંત્રણ કરવું પડે.

આટલું સમજ્યા પછી મને લાગે છે તમે કોઈ મિત્રને જમણવાર માટે સો ટકા મદદ કરી શકશો. પણ  જીવન સારી રીતે જીવવા, સફળતા મેળવવા મેનેજમેન્ટમાં માસ્ટરી મેળાવવી જરુરી છે. ભલે તમને એની વ્યાખ્યા ન યાદ રહે, તેમાં કરવાના કાર્યોના શાસ્ત્રીય નામ યાદ ન રહે પણ આ લેખનું સત્વ યાદ રહે તે પણ અગત્યનું છે. ફરીથી  ટુંકમાં યાદ કરી લઈએ –

મેનેજમેન્ટમાં કરવાના કાર્યો (Management Functions)

૧. અનુમાન (Forecasting)

૨. આયોજન (Planning)

૩. ગોઠવણ (organization)

૪. દિશાસુચન (Direction)

૫. સમન્વય (Coordination)

૬. નિયંત્રણ (Control)

આ મુદ્દાઓ તો મુખ્ય મુદ્દાઓ કહી શકાય, પણ દરેક મુદ્દામાં બીજી અનેક બાબતોનો સમાવેશ થાય છે. એ માટે વ્યક્તિએ કેટલાક ગુણ (traits) કોશલ્ય (skills) નો વિકાસ કરવો પડે. એ વાતો ધીમે ધીમે આ વિભાગમાં આગળ વધતા ચર્ચામાં આવતી જ્શે.

મેનેજમેન્ટની અસરો જોવી હોય તો તમારા એકાદ નાના ધ્યેયને પહોંચી વળવા ઉપરના મુદ્દાઓ પ્રમાણે કરી જોજો અને આવું સજાગતાપુર્વક થોડો સમય કરશો તો પછી તમને આ સીસ્ટમની ‘ટેવ’ પડી જશે. પછી તમારી ફરીયાદ નહી રહે કે ‘ધાર્યા પ્રમાણે કામ થતું નથી’

નમુનાનું ‘ઘરકામ’ (Homework) કરવું છે ? તો ….

આ શની-રવિમાં  શોપીંગમા જાઓ ત્યારે કેવી રીતે જશો, તે કાગળ લખી નાખો અને જઈ આવ્યા પછીના અનુભવની વાત કોમેન્ટ બોક્સમાં લખી નાખો.

બેસ્ટ લક !

નોંધ : જે મિત્રોને આ વિષયમાં વધારે ઉંડા ઉતરવું છે તેમના માટે કેટલીક લીન્ક્સ નીચે આપેલ છે. એમ છતાંય કોઈ પ્રશ્ન હોય તો ‘વેગુ’ની ટીમ આપને મદદ કરવા તૈયાર છે.

http://www.mbaknol.com/management-concepts/definition-of-management-by-eminent-authors/

http://www.businessdictionary.com/definition/management.html

http://management.about.com/cs/generalmanagement/a/Management101.htm

https://en.wikipedia.org/wiki/Management

વિનયભાઈ ખત્રીના બ્લોગ પર સરસ ટુચકાઓ સાથે શ્રી વિધ્યુત જોશીનો લેખ

Advertisements

4 comments on “મેનેજમેન્ટ એટલે શું ?

 1. Vinod R. Patel કહે છે:

  Management શબ્દમાં Man શબ્દ આવે છે . મેનેજમેન્ટમાં માણસો અગત્યનો હિસ્સો હોય છે . આ હિસ્સાને જે બરાબર સંભાળી શકે એ સફળ મેનેજર .

  મેનેજમેન્ટનો બીજો અગત્યનો હિસ્સો ફાઈનેન્સ – નાણા કોથળીનો વહીવટ . નાણા ક્યાંથી લાવવાં અને લાવીને કેવી રીતે યોગ્ય રીતે વાપરવાં જેથી ધંધાનો નફો વધે અને એ નફાની વહેંચણીથી ધંધાની શાખ વધે .

  મેનેજમેન્ટના વિષય અંગે પીટર ડ્રકરથી માંડી અનેક વિદ્વાનોએ ભારેખમ ટેકનીકલ શબ્દોથી પુસ્તકોના પુસ્તકો લખ્યાં છે . પરંતુ કેટલાક ધીરુભાઈ અંબાણી, મફતલાલ ગગલભાઈ , નીરમા વાળા કરશનભાઈ જેઓએ આવું એક પણ પણ પુસ્તક વાંચ્યું ન હતું પણ એમની ધંધાની આંતરિક સુઝ અને વહેવાર કુશળતાથી સફળ થયા હતા .

  મેનેજમેન્ટમાં પેલી કહેવત જેવું છે – જે ફાવ્યો એ ડાહ્યો અને જે ડાહ્યો ન ફાવ્યો એ ડફોળ !

  આપનો મેનેજમેન્ટ અંગેનો અનુભવોને આધારિત લેખ ગમ્યો .સાહિત્ય જેટલુ જ ધંધાનું
  જ્ઞાન પણ જરૂરી બને છે .

  Like

 2. yuvrajjadeja કહે છે:

  મેનેજમેન્ટ નો ખરો અર્થ આજે સમજાયો , એકદમ મસ્ત !!

  Like

 3. […] મેં – મેનેજમેન્ટ એટલે શું – વિષે વિગતથી લખ્યું છે. તદઊપરાંત અન્ય […]

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s