થોડા સમય પહેલાં ટીવી પર હિન્દીમાં એક સંવાદ સાંભળ્યો –
“તુમને ઉસકે પાસ જો નહીં વો દેખા હે, ઉસકે પાસ જો હે વહ નહી દેખા !”
આપણે બધા આ જ કરીએ છીએ.
ખુબ ચવાઈ ગયેલું ઉદાહરણ – પાણી ભરેલા ગ્લાસનું –
અડધો ભરેલો ગ્લાસ બે રીતે જોઈ શકાય – ‘અડધો ખાલી છે’ અને ‘અડધો ભરેલો છે’
અડધો ખાલી છે – વાળા ‘ઉસકે પાસ નહી હે’ એ જુએ છે અને –
અડધો ભરેલો છે – વાળા ‘ઉસકે પાસ જો હે’ એ જુએ છે.
અંગ્રેજી ગુરુઓ પ્રમાણે – Positive Thinking and Negative thinking.
‘તમે કેવી રીતે જુઓ છો ?’ પોતાની જાતને જરા પુછી જુઓ ને ?
ગાંધીજીના બ્રહ્મચર્યના પ્રયોગોના સંદર્ભમાં એક છાપાનું કટીંગ ફેઈસબુક પર જોવા મળ્યું – ‘આશ્રમમાં પ્રેમલીલાઓ ચાલતી હતી. આશ્રમની સ્ત્રીઓમાં સાથે સુવાની હોડ લાગતી હતી.’
મારો લખનાર માટે એક જ સવાલ – કોલેજકાળની બહેનપણીની વાત તમે કેટલાને કરી ? જો તમારામાં એક મિત્રતા કબુલ કરવાની હિંમત નથી તો જે માણસ પોતાની અંતરંગ વાતો કહેવાની હિંમત દાખવે છે, એ હિંમતને તો સલામ કરો. તેણે કરેલા અસંખ્ય કાર્યોમાંથી આ એક જ મુદો શા માટે ઉઠાવો છો ? કેટલાક મિત્રો અભિવ્યક્તિની સ્વાતંત્રતાની દલીલ કરશે. મારો કોઈ વિરોધ નથી પણ વિવેક જેવી કોઈ ચીજ છે કે નહી ? ગુજરાતીમાં સામાન્ય રીતે ‘પ્રેમલીલાઓ’ શબ્દ કેવા સંજોગોમાં વપરાય છે ? કોઈપણ સંશોધનોમાં હંમેશા કશુંક વિવાદાસ્પદ હોય છે. મેડીકલ ફીલ્ડમાં દવાઓના સંશોધનો માટે કેટલાય સસલાઓ અને દેડકાઓ મારવામાં આવે છે એના માટે તો ‘કત્લેઆમ’ શબ્દ જ વાપરવો પડે ને ?
હમણા મેં વેબગુર્જરી પર એક લેખ લખ્યો, ( જે ચોક્કસપણે ગુજરાતીભાષા પર તો ન જ હતો,) આ લેખ ‘મેનેજમેન્ટ’ના સંદર્ભમાં હતો અને એમાં પ્રથમથી જ સ્પષ્ટતા છે કે આ વિષયમાં ગુજરાતી જ નહીં પણ અંગ્રેજી શબ્દો પણ વપરાશે કારણ કે આ લેખકોનો, ઉદેશ ‘મેનેજમેન્ટ’ના સિધ્ધાંતોને અજાણપણે ઉપયોગમાં લેતા લોકો માટે, તેઓ જે સિધ્ધાંતો ઉપયોગમાં લે છે, તેનો પરિચય મેળવી પોતાના કાર્યો વધારે અસરકારક બનાવી શકે એ છે. આ ઉદેશની સિધ્ધિ તો ‘લોકબોલી’માં લખાય તો જ મેળવી શકાય. પણ ઘણા વાંચકોને શબ્દો અને શબ્દોના અર્થમાં રસ પડ્યો અને ક્યા શબ્દો ઉપયોગમાં લેવા જોઈએ તેની ચર્ચા મુળ વિષય કરતા વધારે કરી. (હશે ! પોતપોતાના રસનો વિષય છે.)
શ્રી કાંતિ ભટ્ટની કોલમ ‘આસપાસ’ મને ફાલતુ લાગે છે પણ ‘ચેતનાની ક્ષણે’નો પ્રસંશક છું. એટલે મારું તારણ તેમના માટે હકારાત્મક જ છે. મેં ‘નેગેટીવીટી – પ્રસિધ્ધિની સીડી ?’ માં મારા વિચારો રજુ કરેલા છે. (સંબંધોના સંદર્ભમાં દ્રષ્ટિકોણ પર નજર નાખવા જેવી ખરી)
આ બધી ચર્ચાનો સાર એક જ નીકળે છે – આપણે મહદ અંશે ‘નકારાત્મક’ વિચારીએ છીએ, વર્તન કરીએ છીએ. આપણને ટપાકા ગણવામાં રસ છે રોટલા ખાવાને ઓછું મહત્વ આપીએ છીએ.
આ માનસિકતા મુળ શોધવા છેક બાળાપણ સુધી જવું પડે તેમ મને લાગે છે.
જાત જાતના કેટલાય રમકડાથી રમતું બાળક જ્યારે બીજાના હાથમાં બીજુ રમકડું જુએ તો તે જ મેળાવવા કાગારોળ કરી મુકે છે. પોતાની આસપાસ પડેલા રમકડાના ઢગલાને અવગણે છે. પોતાની પાસે જે ‘છે’ તે નહીં, પણ ‘નથી’ તેની ધમાલ કરે છે. મોટા થતાં વિદ્યાર્થીને ૯૦ % આવે તે નહી પણા ૯૯ % ન આવ્યા તેનું દુઃખ છે અને માબાપ પણ જે આવ્યા છે તે નહી, પણ વધુ ન આવ્યાનું ગીત ગાય છે. આમ બાળપણમાં પડેલા ‘નથી જોવાના’ સંસ્કારને મજબુત કરે છે. શ્રધ્ધાળુઓ મોઢેથી ભગવાને જે ‘આપ્યું’ તેમાં સંતોષ માનવાની વાતો કરે છે, પણ એના કરતાં ‘અભાવ’ના ગીત વધારે ગાય છે અને પાછા ભગવાન પાસે ભીખારીની જેમ ઉભા રહી જાય છે. અત્યારે શ્રાવણ છે ને ! મહાદેવજી ભક્તોની ભીડમાં મુંજાય છે.
ટુંકમાં ‘અભાવ’માં, અડધા ખાલી ગ્લાસને જોવાની, આપણને ‘ટેવ’ પડી ગઈ છે.
સુટેવ હોત ચાલી જાત, પણ આ તો ‘કુટેવ’ છે, સુધારવી જ રહી.
આ પોસ્ટમાં રજુ કરેલા સુંદર વિચારો ગમ્યા . સમજવા જેવા અને પ્રેરક છે .
શ્રધ્ધાળુઓ મોઢેથી ભગવાને જે ‘આપ્યું’ તેમાં સંતોષ માનવાની વાતો કરે છે, પણ એના કરતાં ‘અભાવ’ના ગીત વધારે ગાય છે
આ વાંચીને કવિ ઉમાશંકર જોશીની મને બહું ગમતી આ પંક્તિઓની યાદ તાજી થઇ
ત્રણવાનાં મુજને મળ્યાં , હૈયું, મસ્તક ,હાથ
બહું દઈ દીધું નાથ , જા ચોથું નથી માંગવું .
LikeLike
પંક્તિઓ ખુબ ગમી, ભુતકાળમાં ક્યાંક વાંચી હતી, ફરી યાદ અપાવી. શ્રધ્ધાળુઓએ પથ્થરની લકીરની જેમ હૃદયમાં જડી લેવી જોઈએ, પછી ભીખારી બનવાની જરુર નહીં પડે. આભાર.
LikeLike
ગ્લાસને અડધો ભરેલો કે અડધો ખાલી ‘જોવા’ને બદલે, તે કેટલો ભરેલો છે તે જોવાનો – વાસ્તવિકતાની, અપેક્ષાનો નહીં – ની ટૅવ પાડવી જોઇએ.
અપેક્ષા હંમેશ સાપેક્ષ હોય, એટલે તે સમયના સંજોગો મુજબ તે પ્રેરક કે નિરાશાજનક પરિબળ બને. એ બંનેમાંની જે કોઇ પરિસ્થિતિને પચાવી શકવાની આપણી ક્ષમતા હોય, તો તેવી ટેવ પણ નભી જાય.નહીં તો વાસ્તવદર્શી થઇ, આપણી પછેડીનું માપ કાઢી ને પછી એને માફક રહે તેટલી સોડ તાણવી જ હિતાવહ.
આમ કરવાથી કદાચ બહુ મોટી સિધ્ધિઓ ન પામી શકાય, પણ વાસ્તવદર્શી તો સમજે છે કે તેની પહોંચ કેટલી હતી. જો આપણે કાચબા જ હોઇએ તો, કાચબાની ગતિએ જીવનનો માર્ગ ખેડ્યે રાખવામાં સલામતી છે.
જો કે રૂઝવૅલ્ટ તો એમ જ કહેતા કે મોટી મસ ફાળ બાંધવાવાળાની હરોળમાં ઊભા રહેવું સારું. ઈજાંઓને જોઇ આપણી શક્તિ વિકસાવી અને છલાંગ મારવાની તક તો ત્યાં જ છે.
આશાવાદી જરૂર થવું, પણ દિવાસ્વપ્ન ન જોવાં. જે સ્વપ્ન જોઇએ, તેને સિધ્ધ કરવા પુરુષાર્થ કરવો.
વિનોદભાઇએ બહુ જ યોગ્ય યાદ કરાવી આપ્યું છે – હૈયું (જીગર), મસ્તક(કલ્પનાશીલતા) અને હાથ(પુરુષાર્થ) તો મળ્યાં જ છે. તેનો મહત્તમ ઉપયોગ તો કરીએ!
LikeLike
ગ્લાસ આખો ભરેલો છે. અડધો પાણીથી + અડધો હવાથી ઃ)))
LikeLike
આશાવાદી + હવાવાદી 🙂
LikeLike
[…] તમે કેવી રીતે જુઓ છો – […]
LikeLike