ધ્યાન પ્રક્રિયાની ભ્રાંતિઓ – ૨

‘ધ્યાન ગમે ત્યારે કરી શકાય, ગમે ત્યાં કરી શકાય, ગમે તે રીતે કરી શકાય.’

આ ભ્રાંતિઓમાંથી એકની ચર્ચા તો આપણે અગાઉ કરી, બીજી ભ્રાંતિ ‘ગમે ત્યાં કરી શકાય’ એ પણ જોઈએ.

તમે બહારગામથી આવેલા મહેમાનો પાસેથી એવું તો સાંભળ્યુ જ હશે – આજે જરા ઉંઘ બરાબર ન આવી, જગ્યા બદલાયને ત્યારે આવું થાય – કદાચ તમે પોતે પણ એવું અનુભવ્યુ હશે. જો ઉંઘની બાબતમાં આવું થતું હોય તો ધ્યાન માટે કેમ ન થાય ? આપણું મગજ જાણ્યે/અજાણ્યે આસપાસના વાતાવરણની નોંધ લે છે. અજાણ્યા વાતાવરણમાં અશાંતિ (uneasiness) અનુભવે છે. જેને આપણે એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવો છે એ પોતે જ અશાંત હોય તો એકાગ્ર (concentrate) ક્યાંથી થાય. જો રોજ ચોક્કસ સ્થળે બેસીને ધ્યાન કરવામાં આવે તો મન એ ચોક્કસ વાતાવરણથી ટેવાય જાય છે અને ધ્યાનમાં અવરોધ આવતો નથી.

ચિત્ત ખુબ ચંચળ છે તે જગજાહેર બાબત છે અને તમે ધ્યાન કરવાનો પ્રયત્ન કરતા હશો ત્યારે અનુભવ્યું પણ હશે એક જ મીનીટમાં તમે હજારો વિચારો કરી નાખ્યા હશે. એ જ રીતે શરીરની જ્ઞાનેન્દ્રીયો સતત મગજને સંવેદનાઓ પહોંચાડતી હોય છે, એક મચ્છર/માખી તમારી આસપાસ ઉડતી હોય તો પણ તમે ડીસ્ટર્બ થતા રહો છો. ખુબ ઝડપથી ફરતા પંખાના પવનની લહેરખીઓ તમને ચહેરા પર લાગતી હોય કે સતત ઘોંઘાટ થતો હોય, એ પછી રેડીયો-ટીવીનો હોય કે રસ્તા પરના ટ્રાફીકનો, તમને જરુરથી ડીસ્ટર્બ કરે છે. આવા સ્થળે ધ્યાન ક્યાંથી થઈ શકે ? વિપશ્યના શિબિરમાં તો સ્પષ્ટ કહેવામાં આવે છે કે ‘ધ્યાન ખુલ્લામાં ન કરવું,’ ધ્યાન કેન્દ્રમાં ધ્યાન કરવા માટેના સરસ મજાના ‘શુન્યાગાર’ પણ હોય છે. (એક એવી નાનકડી ઓરડી જ્યાં એક પણ બારી હોતી નથી, હાથ-પગ પણ માંડ જોઈ શકાય તેવો આછો પ્રકાશ અને ઓરડીની જાડી દિવાલને કારણે બાહ્ય અવાજો પણ પહોંચતા નથી, બધુ બંધ હોવા છતાં હવાની અવરજવરની એવી ગોઠવણ કે તમને હવાની લહેરખીઓ પણ ન લાગે અને ગુંગળામણ પણ ન થાય.) આપણે ઘરમાં શુન્યાગાર તો ન બનાવી શકીએ, પણ એક એવો રુમ તો ચોક્કસ નક્કી કરી શકીએ કે જ્યાં મનને ડીસ્ટર્બ કરનારા બાહ્ય અવરોધ ઓછામાં ઓછા હોય.

ત્રીજા ભ્રમની પણ વાત કરી લઈએ. ‘ગમે તે રીતે કરી શકાય’. આપણા શાસ્ત્રોમાં ધ્યાન માટેના આસનો અને મુદ્રાઓ સમજાવવામાં આવેલી છે. તેના પાછળ કેટલાક વૈજ્ઞાનિક તર્ક પણ છે. શક્તિ પોઈન્ટેડ ભાગ પરથી ઝડપથી ઉત્સર્જીત થાય છે. તમે જ્યારે હાથની કોઈ ચોક્કસ મુદ્રા કરો છો ત્યારે જે તે એનર્જી ચેનલને ‘શોર્ટ સરકીટ’ કરો છો, એટલે કે તમારી તે આંગળીઓ કે અંગુઠામાંથી શક્તિ બહાર વહી જતી નથી. (ધ્યાન અને ઇલેક્ટ્રીસીટી માં એનર્જી ચેનલ્સની ચર્ચા થયેલ છે) જુદા જુદા શારીરિક લાભ માટે જુદી જુદી મુદ્રાઓની ભલામણ પણ કરવામાં આવે છે.  એ જ રીતે ધ્યાન માટેના ચાર આસનોની ભલામણ કરવામાં આવે છે – પદ્માસન, સીધ્ધાસન, સ્વસ્તિકાસન અને સુખાસન.

ધ્યાનના આસનોના ફાયદાઓની કેટલીક વાતો, યોગા પોઈન્ટની વેબસાઈટ પર આપેલી છે. તેમાંની કેટલીક –

શરીરને સીધુ રાખવાથી પાચન અવયવો, હૃદય, ફેફસાં તેમની સામાન્ય પોઝીશનમાં રહે છે. જે આપણી કાર્યક્ષમતા વધારે છે અને તણાવ ઓછો કરે છે.

આ આસનોમાં બેસવાથી એક સ્થિર ત્રિકોણ સર્જાય છે, ગુરુત્વ બિદું મધ્યમાં રહે છે અને શરીરને સમતોલ રાખવા પ્રયત્ન કરવો પડતો નથી

શરીરના સ્નાયુઓ પર કોઈ તણાવ ન હોવાથી કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઘટે છે જેનાથી શ્વાસોચ્છવાસની પ્રક્રિયા ધીમી કરે છે.

આ આસનોમાં બેસવાથી મગજ અને ચેતાતંત્ર પર કોઈ તણાવ ન રહેતાં મન શાંત પ્રફુલ્લિત રહે છે.

આમ ધ્યાનમાં બેસવા માટે સૌ પ્રથમ ‘આસન’ સિધ્ધ કરવું જોઈએ અને ઉપર જણાવેલા કોઈ એક આસનમાં તમે લગભગ ત્રણ કલાક માટે કોઈપણ હલન-ચલન કર્યા વગર સ્થિર બેસી શકો ત્યારે આસન સિધ્ધ થયું ગણાય. મેં જોયેલી કેટલીક ધ્યાન માટેની વેબસાઈટ્સમાંથી મને શ્રી સ્વામી શિવાનંદ ની વેબ વધારે માહિતિપુર્ણ અને પ્રમાણભુત લાગી. આ સાઈટ પર ધ્યાન માટેનું યોગ્ય માર્ગદર્શન પણ આપેલ છે.

http://www.sivanandaonline.org/public_html/?cmd=displaysection&section_id=1357

પતંજલી યોગ ના અભ્યાસમાં ધ્યાન એ યોગનું સાતમું અંગ છે, બીજી રીતે સાતમું પગથીયું છે.

યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાયન, ધારણા, ધ્યાન અને સમાધી.

આ પગથીયાઓને ધ્યાનમાં લઈએ તો ધ્યાન કરતા પહેલા છ પગથીયા ચડવા પડે. યમ/નિયમ દ્વારા પહેલા ‘સ્વ’ પર નિયંત્રણ લાવવું પડે, પછી આસન સિધ્ધ કરવાનું, પ્રાણ કન્ટ્રોલ કરવાનો, ઇન્દ્રિયો પર કાબુ મેળવવો, ધારણા – એકાગ્રતા અને પછી ધ્યાન. આમ ધ્યાન સુધી પહોંચવા ‘તપ’ કરવું પડે.

હું માનું છું કે સામાન્ય માનવીઓ જે ‘ધ્યાન’ કરી રહ્યા છે પોતાના વિચારો પર કાબુ મેળાવવાના પ્રયત્નો છે. પતંજલી યોગમાં આઠ ‘અંગો’ ને ‘પગથીયા’ ની સાથે સાથે સ્વતંત્ર ‘અંગ’ તરીકે પણ વર્ણવ્યા છે. જો આ તર્કને સ્વીકારીએ તો ‘ધ્યાન’ ને એક અલગ અંગ તરીકે લઈ શકાય. પણ શરીરના દરેક અંગો એકબીજા સહયોગમાં વર્તે છે માટે બીજા યોગના બીજા સાત અંગો પણ સહયોગમાં વર્તવા જોઈએ. જો યમ/નિયમ પ્રમાણે આપણું જીવન ન જીવાતું હોય તો ‘ધ્યાન ‘ લાગવું શક્ય બને તેમ મને લાગતું નથી. છતાંપણા ઘણા મિત્રો ‘ધ્યાન’ અનુભવો શેર કરે છે, એ એમના સદનસીબ પણ હોય શકે કે પછી ભ્રાંતિ પણ હોય શકે.

પતંજલી યોગ માટે નીચેની લીન્કસ સરસ છે.

http://en.wikipedia.org/wiki/Yoga_Sutras

http://www.swamij.com/yoga-sutras-22629.htm#2.29

Advertisements

One comment on “ધ્યાન પ્રક્રિયાની ભ્રાંતિઓ – ૨

  1. બાપ રે… ધ્યાન કરતા પહેલા અને ધ્યાન કરતી વખતે ઘણું ધ્યાન રાખવું પડે એમ છે!

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s