ધ્યાન પ્રક્રિયાની ભ્રાંતિઓ –

‘ધ્યાન ગમે ત્યારે કરી શકાય, ગમે ત્યાં કરી શકાય, ગમે તે રીતે કરી શકાય.’ આવા શબ્દો દ્વારા ધ્યાનગુરુઓ પોતાના પામર શિષ્યોને ઉપદેશ આપે છે. એક વખતના ભોજન માટેનું શાક પણ સો રુપિયાથી ઓછા ભાવે નથી મળતું, ત્યારે મોક્ષ તરફ પ્રગતિ કરાવનાર કે મોક્ષમાં ન માનનારને સુખશાંતિમાં રાખનારને ‘ધ્યાન’ સાવ મફતમાં પડે. આનંદો.. ! અને … પછી તકલીફ એ થાય કે શિષ્ય મનફાવે તેમ અને મન પડે ત્યાં ધ્યાનના પ્રયત્નો કરે, નિષ્ફળ જાય ત્યારે ‘ગુરુ વધુ શક્તિશાળી છે’ એવી શ્રધ્ધા દ્રઢ કરી પાકો ચેલો થઈ જાય. પોતે ગેરમાર્ગે દોરવાયો છે એવી શંકા પણ ન થાય. ‘ધ્યાન’ માં શરીર અને મન બંનેનો ‘યોગ’ છે આથી બંનેની મર્યાદાઓ જો સમજીએ તો નાસીપાસ થવાનો અને ગુરુ પ્રત્યેની અંધશ્રધ્ધાથી બચી શકાય. ‘ધ્યાન ગમે ત્યારે થાય’ ને વધારે સમજીએ તો, એક બાબત સૌએ નોંધી લેવી જોઈએ કે શરીરમાં એક ‘બાયો ક્લોક’ આવેલી છે, જે તમારી દરેક પ્રવૃતિની સમય-નોંધ કરે છે અને એલાર્મની રીમાઈન્ડ કરાવે છે અને સાથે સાથે એ પ્રવૃતિને અનુરુપ આંતરિક શારીરિક કાર્યો શરુ કરાવી દે છે. રોજ બપોરના બાર વાગે જમવાનું થતું હોય તો બાર વાગે એટલે બાયોક્લોક ભુખ લાગવાના સંકેત મોકલે છે અને તમને ભુખ લાગે છે. (આપણે એને ‘ટેવ’ના સ્વરુપે સ્વીકારીએ છીએ.) હવે જો એ સમયે જમવાનું મળે તો પાચનતંત્ર બરાબર કામ કરે અને ન મળે તો પણ પાચનતંત્ર એનું કામ તો શરુ કરી જ દે – હોજરીમાં પચકરસો, એસીડ છુટવાનું શરુ થઈ જાય અને તમને જમવાનું ન જ મળે, તો એસીડીટી જેવું લાગવા માંડે. આ બધી શરીરની બાયોક્લોકની કમાલ છે. હવે તમે જમવાના સમયે કે નાસ્તા સમયે ધ્યાન કરવા બેસો તો શું થાય ? પાચનતંત્રે તેનું કાર્ય શરુ કરી દીધેલું જ હોય, પણ ધ્યાનમાં તો મનને, શરીર શિથીલ કરી એક બાબત પર કોન્સન્ટ્રેટ કરવાનું છે. શરીરે તો પાચનનું કાર્ય શરુ કરેલ છે તો મન અને શરીરનો ‘યોગ’ ક્યાંથી થાય ? ધ્યાન ક્યાંથી લાગે ? રોજ દસ વાગ્યે ઉંઘી જવાની ટેવ પાડી હોય એ સમયે ધ્યાન કરવા બેસો તો શરીરની બાયોક્લોક તો શરીરને ઉંઘ તરફ જ ખેંચી જાય.

esi173_bioclock

આમ ધ્યાન ‘ગમે ત્યારે ન થાય’, તમે સૌ પ્રથમ કોઈ એક ચોક્કસ સમય નક્કી કરો અને તેની ‘ટેવ’ પાડો. જેથી તેની નોંધ બાયોક્લોકમાં થઈ જાય અને ધ્યાન કરવામાં તમને શરીરનો પણ સાથ મળે. આ સમય, તમે ગમે તે નક્કી કરો, પણ તે એવો હોવો જોઈએ કે ‘શરીર’ તરફથી સહકાર મળવો જોઈએ. ધારી લો કે તમે રાત્રે દસ વાગ્યે ધ્યાનમાં બેસવાની ટેવ પાડી છે, સારું છે, પણ કોઈ વખતે ડીનર પાર્ટીમાં જવાનું થયું, ત્યાં ભારે ખોરાક લેવાયો. હવે જ્યારે તમે દસ વાગ્યે ધ્યાનમાં બેસો ત્યારે ભારે ખોરાકને કારણે શરીર તમને ધ્યાનમાં સાથ નહીં આપી શકે, કારણ કે તેનું પાચનનું વધારાનું કાર્ય ચાલુ છે. આવા સમયે ધ્યાનમાં તકલીફ પડશે તેવું સ્વીકારી લો તો વાંધો નથી, પણ નિષ્ફળતાનો વિચાર તો ન જ કરશો. એક સારુ સુચન એ છે કે ‘ધ્યાન’માં બેસવાનો સમય વહેલી સવારનો નક્કી કરો. આની પાછળ કેટલાક કારણો છે – સૌ પ્રથમ ‘માનસિક’ રીતે આપણે સ્વસ્થ હોઈએ છીએ. રોજીંદો વ્યવહાર શરુ થઈ જતા મગજ રોજીંદા કાર્યોના વિચારોમાં ગુંથાયેલું રહે છે, કોન્સન્ટ્રેટ થવાતું નથી. સુતી વખતે ધ્યાન કરો ત્યારે આખા દિવસમાં બનેલા બનાવોના વિચારોની શ્રેણી ચાલતી રહે છે. રાત્રિના સમયે ‘નિજ દોષ દર્શન’ કરી શકાય. કોસ્મીક એનર્જી સાથે સંકળાવા માટેનો ઉત્તમ સમય સવારનો છે. એક શારીરિક કારણ પણ સમજી લઈએ. Illu_pituitary_pineal_glands મગજમાં આવેલી ‘પીનીયલ ગ્રંથી’ માંથી મેલાટોનીન નામના હોર્મોનનો સ્ત્રાવ થાય છે. આ હોર્મોનનો સ્ત્રાવ ‘અજવાળા’માં બંધ થાય છે અને વહેલી સવારે તેનું પ્રમાણ વધારે હોય છે જે ‘ધ્યાન’માં મદદરુપ થાય છે. પીનીયલ ગ્રંથીનું કાર્ય રહસ્યમય પણ છે, તેને ત્રીજી આંખ – જ્ઞાન ચક્ર સાથે પણ સાંકળવામાં આવે છે. આ બધી વધુ પડતી ટેકનીકલ બાબતો છે તેથી આપણે એમાં ઉંડા ન ઉતરીએ, પણ એટલું તો ચોક્કસ છે કે વહેલી સવારનો સમય ધ્યાન માટે ઉત્તમ છે. નરસિંહ મહેતાને યાદ કરી લો ને ! એણે પણ સવાર પડતા પહેલાની છ ઘડીનો સમય ઉત્તમ કહ્યો છે. આ બધી ચર્ચાનો સાર એટલો લઈએ કે ધ્યાન કરવાનો ઉત્તમ સમય વહેલી સવારનો છે. બીજી એક વાતની નોંધ લેવી જોઈએ કે ધ્યાનનો સમય હંમેશ માટે ‘નિયત’ રાખવો જોઈએ જેથી શરીરની બાયોક્લોકમાં આ સમયની નોંધ થઈ જાય, અને શરીર પણ મગજ સાથે ધ્યાન પ્રક્રીયામાં ‘યોગ’ કરે. હજુ પણ બે ભ્રમ રહ્યા, એને પણ ભાંગીશું હવે પછી…

Advertisements

6 comments on “ધ્યાન પ્રક્રિયાની ભ્રાંતિઓ –

 1. vkvora Atheist Rationalist કહે છે:

  શરીરમાં એક ‘બાયો ક્લોક’ આવેલી છે. આ ક્લોકનું કામ મનને જાગૃત કરવાનું છે અને મન જાગી જાય એટલે પછી અન્ય કામ કરે છે. જેમકે પચનતંત્રની કારવાઈ કરવી.

  હવે આ કલોકને આપણે તાલીમ આપીએ તો ધ્યાનનું કામ પોતાની મેળે કરે.

  મોબાઈલમાં હવે પ્રોગ્રામ આવશે કે સવારના ઉંઘ બરોબર થઈ ગઈ હોય તો કોઈ ચોક્કસ સમયે નહીં પણ ઉંઘ થઈ ગઈ હોય એ મુજબ જગાડશે.

  જોકે એમાં વળી ઈફ અને ધેન IF and THEN તો આવે જેમકે રાતે ઉંઘ બરોબર ન આવે તો સવારના અમુક સમય પછી તો એલાર્મ વગાડેજ અને ઉઠવું પડે.

  અને આ ઈફ અને ધેન પછી ધ્યાન કરવાની ઓર મજા આવશે…..

  Like

 2. સુરેશ કહે છે:

  ‘ધ્યાન ગમે ત્યારે કરી શકાય, ગમે ત્યાં કરી શકાય, ગમે તે રીતે કરી શકાય.’
  ——
  આ સાચું છે; પણ તેનો અર્થ સમજવો પડે.
  એક ગમી ગતેલા ગુરૂનું વચન…
  ધ્યાનને પ્રવૃત્તિ બનાવવાની નથી; પ્રવ્ટુત્તિને ધ્યાન બનાવવાનું છે.
  “જે કરીએ ; તે પૂર્ણ ધ્યાનથી- એ ક્ષણમાં સમગ્ર હોવાપણું પરોવીને .” – આ વર્તમાનમાં જીવવાની રીત છે. જો આમ સતત કરી શકીએ; તો એ જ મુક્તિ અને એ જ મોક્ષ.

  Like

  • jagdish48 કહે છે:

   તમારી વાત સાચી છે. ‘whole mind theory’ માં આવું જ કંઈક નવા વાઘા પહેરાવીને કહ્યું છે. ‘જાતની રજુઆત’ (https://bestbonding.wordpress.com/2013/05/24/presence/) માં સાધુ અને ચકલીનું ઉદાહરણ આપી મેં આવું જ કહ્યું છે. પરંતુ આ લેખ જે લોકો ‘ધ્યાન’ ની પ્રક્રિયામાં પ્રવેશ કરી રહ્યા છે, તેમના માટે છે. જ્યાં સુધી મન પર આંશિક કાબુ પણ નહી હોય ત્યાં સુધી વ્યક્તિ કાર્ય કરતી વખતે પણ જે તે કાર્ય પર કેન્દ્રીત થઈ શકશે નહી. જો એમ થતું હોત તો જગતમાં બધુ સમુસુતરું ચાલતું હોત. આમ મને લાગે છે કે તમારી વાત જેઓ ‘ધ્યાન પ્રક્રીયામાં’ આગળ વધી ગયા છે તેમના માટે છે. બાકી વેપારી ગુરુઓ તો ધ્યાન માટે મેં કહ્યું એવી ભ્રાંતિ જ ફેલાવે છે.
   આભાર

   Like

   • સુરેશ જાની કહે છે:

    ઘણા વખત પછી અહીં સથવારો કરવા આવ્યો ! (કોઈક અકળ કારણથી સબ્સ્ક્રાઈબ કરેલા બ્લોગની પોસ્ટના ઈમેલ બંધ થઈ ગયા છે.)
    અહીંથી શરૂ કરીને બધા લેખ વાંચવા જ પડશે!
    અહીં ફરીથી આવવાનું કારણ….

    નિયમિત અભ્યાસ- નક્કી કરેલા સમયે ,ખાલી પેટે , અને શારીરિક યોગ, પ્રાણાયમ, પદ્મમુદ્રા પતાવ્યા બાદ જ. ( પદ્મમુદ્રા આમ તો એક આચાર જ છે; પણ એની પાછળનો ભાવ બહુ જ મહાન છે. એ પુરી પ્રામાણિકતાથી કરવાથી અહં થોડોક પણ ઘટી શકે છે.)

    જે પણ પ્રવૃત્તિ કરીએ તે પૂર્ણ એકાગ્રતાથી – આ નિયમિત અભ્યાસ કરવાથી સહજ બનતું જાય છે.

    આ બન્ને એક જ વાત નથી.

    પહેલી વાત કસરત છે – બીજી જીવનમાં એના ફાયદા મેળવતા/ અનુભવતા જવાની છે.

    Like

 3. સુરેશ કહે છે:

  સોરી…

  એક ગમી ગયેલા ગુરૂ

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s