માણસ-માણસ કનેક્ટીવીટી –

Murtaza Patel એ ફેઈસબુક પર લખ્યું –

નેટના દરિયામાં ખૂપી ચૂકેલાં ટેકનોક્રેટ્સનું કહેવું છે કે ૨૦૧૫ સુધીમાં દુનિયામાં વધુ ભાગના ઘરેલું સાધનો એકબીજાની સાથે ઈન્ટરનેટના પાવરથી જોડાયેલા હશે. આમાં એવાં સાધનોની વાત છે જેને આપણે જીવનનો એક હિસ્સો ગણીએ છીએ. જેમ કે..

મોબાઈલ, ફ્રિજ, ટીવી, રેડિયો, વોચ, વોશિંગ-મશીન, કાર, વેક્યુમ-ક્લિનર, કૂકિંગ-રેન્જ/ ઓવન, ઘર, તિજોરી, બાથરૂમ, પલંગ, વગેરે…વગેરે..વગેરે.

મૂળ મુદ્દો છે. એમની કનેક્ટીવીટીનો. જેનું નામ છે. IOT- ઈન્ટરનેટ ઓફ થિંગ!

જે સાધનો અત્યાર સુધી સાવ નવરાં બેસી રહેલા જણાય છે તે દરેકને ઈન્ટરનેટનો પાવર આપી જાગૃત કરવાનું એક અનોખું મિશન આ IOT માં ઘણા સમયથી ચાલ્યું આવે છે. સાધનો આપણી સાથે એવી સ્માર્ટ રીતે વાત કરવા માટે તૈયાર થઇ રહ્યાં છે કે…ક્યારેક આપણને લાગશે કે ‘તો માળું હારું આપડા બૈરા કરતા ચાર ચાસણી ચડી આવેલું છે. ને તો હજુ મેં એવું કાંઈ કીધું નથ ને ચ્યોંથી ખબર પડી જાય છે.’

 

આ વાંચ્યા પછી ટેક્નોક્રેટસ પર ખુબ ગુસ્સો આવ્યો, – મશીનોને માણસો સાથે જોડવા મથામણ કરે છે, પણ માણસને માણસ સાથે જોડવા કોઈ મહેનત કેમ કરતું નથી ? એવું સંશોધન કોઈ કેમ કરતું નથી ? ક્યાં મુશ્કેલી છે ?

આ ગુસ્સો ઠંડો કરવા હું પણ પાછો ઇન્ટરનેટના શરણે ગયો. કેવી મજબુરી …. 😦

નેટમાં ડુબકી તો મારી, પણ મહેનત સાર્થક થઈ.

શ્રી ગુણવંતભાઈ શાહ ગોતાઈ ગયા અને સાથે સાથે મળ્યું – ‘સબસે ઉંચી પ્રેમ સગાઈ’

http://gunvantshah.wordpress.com/2009/01/16/sabse-oonchi-prem-sagaii/

લગભગ ચાલીસ મીનીટની MP3 ફાઈલ છે આથી ભાગંભાગ કરનારને સાંભળવાનો આગ્રહ નહી કરું, (ડાઊનલોડ કરી મોબાઈલમાં મુકી રાખવા ભલામણ કરી ક્યારેક તો સાંભળવાની ઇચ્છા થશે !), પણ સમય કાઢી શકાય તો જરુર સાંભળજો. બાકી તો મારી ક્ષમતા અને સમજણ મુજબ તેમાંથી જે સમજ્યો તે આ રહ્યું –

માણસને માણસથી જોડવા માટેનું કનેક્શન એ ‘પ્રેમ’નું કનેક્શન છે.

કનેક્શન જાણતા પહેલાં ‘પ્રેમ’ની વ્યાખ્યા – કાઠીયાવાડના ચૈત્ર-વૈશાખના ધોમ તાપમાં બળબળતી લુ વરસતી હોય અને એક પથરાળ અને ધુળીયા મારગ પરથી જઈ રહેલા માણસને રસ્તામાં એક અટુલું ઝાડ દેખાય અને ઝાડ નીચે આવા કેટલાય ઉનાળા જોઈ નાખેલા માજી, ઠંડા પાણીના માટલા સાથે બેઠા હોય, અને વટેમાર્ગુને લોટામાંથી શીતળ જળની ધારાથી પાણી પાય, એ ધારા ‘પ્રેમ’ની ધારા છે. પ્રેમનો પાયો લાગણી છે, જેની શબ્દિક વ્યાખ્યા શક્ય નથી, પણ પાણી પીતો વટેમાર્ગુ ‘પ્રેમ’ની ધારા ગ્રહણ કરતાં કરતાં જે અનુભવે તે ‘લાગણી’ છે. આજે ‘પ્રેમ’ શબ્દ લોકોએ ‘જેમતેમ’ વાપરીને એટલો ઘસી નાખ્યો છે કે તે હવે લીસો થઈ લપસણો થઈ ગયો છે. તેનું મુળ સ્વરુપ શું છે તેની જાણ લોકોએ ગુમાવી દીધી છે અને તેથી જ માણસે માણસ સાથેની કનેક્ટીવીટી ગુમાવી દીધી છે.

બધાજ માનવીઓએ સ્વીકાર્યું છે કે જગતના દરેકે દરેક પદાર્થો, ભલે તે નાનામાં નાનો કણ હોય કે મોટો ગ્રહ હોય, તે અન્ય સાથે ‘ગુરુત્વાકર્ષણ’થી જોડાયેલ છે. બે પદાર્થ વચ્ચેનું જોડાણ-કનેક્ટીવીટી ગુરુત્વાકર્ષણ છે. માનવી પણ એક પદાર્થ છે અને તે ગુરુત્વાકર્ષણથી અન્ય માનવી કે પદાર્થો સાથે જોડાયેલો જ છે. માનવી માનવીને મળ્યો અને થયું આકર્ષણ. આ શારીરિક આકર્ષણ થયું, પદાર્થ-પદાર્થ વચ્ચેનું આકર્ષણ. એમાંથી ‘પ્રેમ’નો જન્મ ન થાય. એના માટે ચૈતસીક સ્તરે આકર્ષણ થવું જોઈએ. જ્યારે એ આકર્ષણ થાય ત્યારે ‘પ્રેમસંબંધ’ બંધાય. (ચૈતસીક જોડાણ માટે રુપર્ટ સેલડ્રેક દ્વારા લખાયેલ પુસ્તક ‘New Science of Life’ નો ઉલ્લેખ કરી, (http://en.wikipedia.org/wiki/Rupert_Sheldrake) ગુણવંતભાઈએ સેલડ્રેક દ્વારા કરાયેલ ‘મોર્ફીક રેઝોનન્સ’ ના પ્રયોગનું પણ વર્ણન કરેલ છે, જે બે જીવંત પદાર્થ વચ્ચેનું ચૈતસીક જોડાણ વૈજ્ઞાનિક રીતે સાબિત કરે છે. ‘મોર્ફીક રેઝોનન્સ’ પણ સમજવા જેવું છે જેના દ્વારા ‘કર્મના બંધનો’ નો ઉત્તર આપી શકાય તેમ છે.. પણ ફરી કોઈવાર.)

આ ‘પ્રેમ’ જોડાણ સિવાય પણ ગુણવંતભાઈએ બીજી વાતો કરી, પણ આજે તો ફક્ત ‘કનેક્ટીવીટી’ ની જ વાત.

Advertisements

2 comments on “માણસ-માણસ કનેક્ટીવીટી –

  1. hiranyavyas કહે છે:

    મશીન માણસો જેવા બની રહ્યા છે અને માણસો મશીન બનતા ચાલ્યા છે વર્તમાનની આ જ મોટી કમનશીબી જણાય છે. (રીક મેનીંગ ના પુસ્તકમાં એક વાત ઉલ્લેખ છે કે એક એવો સમય આવશે કે જ્યારે ઘરનાં એપ્લાયંન્સએક બીજા સાથે વાતો કરતા હશે)

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s