અહમની આવરદા ?

હમણાં બે મુલાકાત એવી થઈ કે વિચારતો થઈ ગયો.

એક મુલાકાત એક સંબંધીની થઈ. ઉંમર ૭૩ વર્ષ. આખું આયખું ડોક્ટરી કરી હવે સ્વાસ્થ્યના કારણે ફરજીયાત નિવૃત્તિ. અસહાયતાની અસર વર્તાય. યુવાનીમાં જબ્બર પ્રેક્ટીસ કરી, કમાણીના નાણાની પણ ઘણી ઉથલપાથલ કરી. વ્યવસાયમાં ‘મારું નિદાન સાચું’ નો આગ્રહ, સંબંધોને પણ વ્યવસાયીક ધોરણે માપવાની ટેવ, કદાચ પૈસા સિવાય સંબંધનું કોઈ જોડાણ જ નહીં. આજે હવે, જાણે પોતે કરેલા વર્તનનો પશ્ચાતાપ કરતા હોય એવી એકદમ નરમાશ.

બીજી મુલાકાત જુના પાડોશી. બાજુમાં રહેતા ત્યારે એકદમ અક્કડ માણસ, કામ હોય તો જરા નમ્રતાથી વાત કરે, નહીંતર ‘હું કોણ’ ના રોલમાં મુછે તાવ દેતા રહે (જો કે મુછો નથી રાખતા). આજે ૭૫ વર્ષની ઉમરે, ભલે લાકડીના સહારે સહારે ચાલે, અઠવાડીયા ત્રણ-ચાર દિવસ પથારીમાં કાઢે પણ એ જ રુઆબ, એ જ કડકાઈ. બસ ‘હું જ’ બાકી બધા ભાજીમુળા.

આ બંને પાત્રોના વહેવારોએ મને વિચારતો કર્યો –

એક પાત્રની વર્તણુંક પરથી વિચાર આવે કે શું ‘અહમ’ ની આવરદા હોય ?

જે વ્યક્તિ યુવાનીમાં ‘અહમ’ થી ભરપુર રહ્યો હોય તે ઉંમર ઢળવાની સાથે અહમ મુક્ત બની જાય ? શું અસહાયતા અહમનો નાશ કરે છે ? માની લો કે અસહાયતા ‘દેખીતો’ નાશ કરે (મનમાં તો અહમ ભરેલો હોય), પણ આ સંબંધીની મુલાકાત અને વાતચીતમાં વ્યક્ત થતો પશ્ચાતાપ સ્પષ્ટપણે દર્શાવતો હતો કે તેઓને દિલથી કંઈક ખોટું કર્યાનો/થયાનું દુઃખ હતું.

જ્યરે બીજુ પાત્ર આનાથી વિરુધ્ધ વિચાર આપતું હતું – ઉંમર ઢળી ગઈ હતી પણ ‘અહમ’ અકબંધ હતો.

પહેલા થયું કે ઉંમરની સાથે અહમ પણ વૃધ્ધ બને છે અને અંત સમયમાં નાશ પામે છે. પણ બીજા પાત્રને મળ્યા પછી ફરી વિચારની ફરજ પડી. ગુંચવણ અકબંધ રહી.

તમારો કોઈ આવો અનુભવ છે ?

Advertisements

6 comments on “અહમની આવરદા ?

 1. pragnaju says:

  મા.ગુણવંત શાહ ને હાર્ટ એટેક આવ્યો અને સારા થયા બાદની વાતમા તેમણે તેમના સ્વભાવ અંગે જે કહ્યું તે આપણા બધા માટે શીખવા જેવું છે.તેઓ તેમના સ્વભાવને લીધે તેમની આજુબાજુના લોકોને પણ હેરાન પરેશાન કરતા તેનો ખ્યાલ આવ્યો…
  બાકી આપણા જીવનમા ઝાંકો તો આવા પ્રસંગો…

  Like

  • jagdish48 says:

   આભાર
   મા. ગુણવંત શાહના વિચારો જાણવાની ઈચ્છા છે, વધુ વિગતો આપવા માટે વિનંતિ.

   Like

 2. ઉંમર ઘરડી થાય ત્યારે અહમ જો ઓછો કરવામાં ન આવે તો પારિવારિક સંબંધોમાં

  તનાવ આવી શકે છે .ઘણા વૃધ્ધો પોતાનો અહમ છોડવા તૈયાર નથી હોતા . પડી

  ટેવ ટળે ન ટાળી . એટલે તો આપણામાં કહેવત પડી છે કે દોરડી બળે પણ એનો વળ

  છોડતી નથી .

  Like

 3. hiranyavyas says:

  અહં જેટલો જલ્દી ઓગળે એટલુ સારું માનસિક ખૂણો ઘસાય એ જરૂરી!

  Like

 4. કદાચ …..
  આને ઉમર સાથે કશી લેવા દેવા નથી. જાગૃતિ ક્યારે આવે છે; એની ઉપર બધો આધાર હોય છે. પણ મોટા ભાગે આખી જિંદગી અહંની બેભાનાવસ્થામાં ગાળવાના કારણે, મોટી ઉમરે જ જાગ્રુતિ આવવાની શક્યતા વધારે રહેતી હોય છે.

  Like

 5. અહંને કદાચ આવરદા છે તેમ ન કહી શકાય, કારણકે સંજોગો અહંને પોષે છે કે ખતમ કરે છે.
  મહાભારતમાં અર્જુનના બાણાવળીપણાના મદની ક્ષણભંગુરતા (કે વ્યર્થતા) બતાવવા માટે તેને તેની પાસે એન ધનુષય અને એજ બાણ હોવા છતાં કાબા પાસે હાર ખાતો બતાવ્યો છે.
  વિક્રમ વેતાળની વાર્તાઓમાં જ્યાં સુધી વિક્રમ વેતાળને પોતાના ખભાને ટેકે લૈ જૈ રહ્યો છે તેમ માને છે ત્યાં સુધી તેનો વેતાળથી પીછૉ નથી છૂટતો.
  બેઉ હાથે પકડેલો થાંભલો છૂતતો ન હોય ત્યારે આપણે ઘણીવાર થાંભલાનો વાંક કાઢતા હોઇએ છીએ કે થાંભલો મને નથી છોડતો!

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s