ભગવાન છે ?

ભગવાન છે ?

આજકાલ ભગવાનના અસ્તિત્વ પર સવાલ કરવાનું લગભગ બધા લાગણીશીલ લોકોના મનમાં આવશે જ. ઉત્તરાખંડની હોનારતે લગભગ પ્રત્યેકની શ્રધ્ધા ડગમગાવી દીધી છે.

ભગવાનની ભક્તિ કરવા જનારનો જ સફાયો ભગવાન કેમ કરી શકે ?

કદાચ વ્યાજબી પ્રશ્ન છે. સંપુર્ણ આસ્તિક કહેશે કે ‘ભગવાન કરે તે સારા માટે જ. તે પોતાના ભક્તોની કસોટી કરે છે. જેઓ સાચા છે તે જીવીત રહ્યા છે ને ? કોઈ કોઈ સાચા ભક્તો પણ મોક્ષ પામ્યા હોય તો તેઓ ‘કર્મના સિધ્ધાંત’ ના આધારે મૃત્યુ પામ્યા છે. ‘ (ટુંકમાં ‘ભગવાન’ કે ‘કર્મ’ કોઈકના અધારે છટકી જવું, કારણ કે પોતે જ અનિશ્ચિત હોય છે.)

નાસ્તિક તો વેધક સવાલ પુછશે ‘ક્યાં છે તમારો ભગવાન ? આ બધા તો કુદરતના ખેલ છે, મંદીરો ભુલી જાઓ, ટીલાં-ટપકાં તાણવાનું બંધ કરો.’

હું પણ મનથી ક્ષુબ્ધ થઈ ગયો, – ભગવાનના અસ્તિત્વની સાબિતીઓમાં શું લખાયું છે ? તે જાણવા મથામણ કરવાની ઇચ્છા થઈ ગઈ અને આજની પોસ્ટ એ મહેનતનું પરિણામ. માહિતી તો ઘણી છે, પણ એક સાઈટ પર સરસ દલીલો જોવા મળી – “Does God Exist ?” by David C. Pack (http://rcg.org/books/dge.html)

ભગવાનમાં નથી માનતા તેઓની મુખ્ય દલીલ – જગતનું સઘળું ‘Evolution’ થિયરીના અન્વયે અસ્તિત્વમાં અવ્યું છે. મનુષ્ય એના પૂર્વજોમાં ધીમે ધીમે આવેલા બદલાવ કારણે અસ્તિત્વમાં આવ્યો.

શ્રી ડેવીડ સી. પેક દ્વારા ખુબ સરસ દલીલો થઈ છે. મને ગમેલી કેટલીક દલીલો મારા શબ્દોમાં –

ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ચાર્લસ ડાર્વીનના કેટલાક જટીલ અંગોના સંદર્ભમાં શબ્દો –

Charles Darwin, in his famous work, The Origin of Species, framed a great problem that he and all other evolutionists face: “If it could be demonstrated that any complex organ existed which could not possibly have been formed by numerous, successive, slight modifications, my theory would absolutely break down

અહી જટીલ અંગોના કાર્યોને સમજવાના પ્રયત્નોમાં જણાયું કે આ જટીલ અંગોના જે કાર્યો પણ એટલાજ જટીલ છે કે એ અંગમાં કોઈપણ બદલાવ શક્ય જ નથી, જો બદલાવ આવે તો એ કાર્ય થઈ શકે જ નહી. (એક ઉદાહરણ માનવીય આંખની કાર્યપ્રણાલીનું આપવામાં આવેલું છે.)

જીવનની ચેઈન ડીએનએ દ્વારા આગળ વધે છે. આ ડીએનએનું બંધારણ ‘એમીનો એસીડ’ ના અણુઓથી થયેલું છે. આ અણુઓ જ્યારે કોઈ ચોક્કસ ‘સીક્વન્સ’માં અને ‘એક સમયે’ ગોઠવાય છે ત્યારે કાર્યરત થાય છે. જેમ બારખડીના અક્ષરો તો છે પણ તે ચોક્કસ રીતે ગોઠવાય તો શબ્દ, વાક્ય અને અર્થ બને છે. આવા શબ્દો, વાક્યો ‘એક જ સમયે’ ગોઠવાય ત્યારે કવિતા બને. કોણે ગોઠવ્યા ? કવિએ. એમીનો એસીડના અણુઓને ચોક્કસ સીકવન્સ અને એક જ સમયે કોણે ગોઠવ્યા ????

બીજો એક સરસ મુદ્દો એ છે કે મનુષ્યની ‘સર્જનાત્મકતા’ની લીમીટ કેટલી ?

માનવીએ સુપર કોમ્પ્યુટર બનાવ્યું, પણ તે ચલાવવા સોફ્ટવેર બનાવ્યું કે નહીં ? ધારી લઈએ કે સુપર કોમ્પ્યુટરના કાર્યમાં ફેરફાર કરવો છે, તો એ મુજબ માનવીએ જ સોફ્ટવેરમાં ફેરફાર કરવો પડશે કે નહીં ? એક દલીલ એ પણ આવી શકે કે હવે ‘વિચારી શકે’ તેવા રોબોટ માર્કેટમાં છે. પણ રોબોટને સ્વયં વિચારવા માટે જે લોજીક આપવામાં આવ્યું છે એ કોણે આપ્યું ?  આથી એવું કહી શકાય  કે ‘સ્વયં સંચાલીત રોબોટ’ પણ માનવીના મગજ કરતા ઓછું વિચારી શકે છે ? બીજી રીતે કહીએ તો રોબોટ જાતે ‘વધુ સારી’ રીતે (માનવીની સરખામણીમાં ) વિચારી શકતો નથી. હવે આ દલીલને સ્વીકારીએ તો વાનર જાતમાંથી ઉતરી આવેલ માનવી, મુળ વાનર (જેમાંથી ઉત્ક્રાંતિ પામેલો છે) કરતાં વધારે સારો ક્યાંથી હોય શકે ? કારણ કે પ્રત્યેક મગજ જે સર્જે છે તે પોતાના કરતા ઉતરતું હોય છે. વાનરનું મગજ માનવીના મગજનું સર્જન કેવી રીતે કરી શકે ? હવે જો ‘પ્રકૃતિ’ દ્વારા આ કાર્ય થયું હોય તો આ પ્રકૃતિ શું છે ? તેને કંઈક નામ આપવું જોઈએ ?

જો અવાજ આવ્યો…..

નાસ્તિક – ‘અમને વિજ્ઞાનમાં ‘શ્રધ્ધા’ છે, માનવી પોતાના કરતા વધારે સારું મગજ ધરાવતા સુપર રોબોટનું સર્જન કરશે’

અને જવાબ પણ સંભળાયો …

આસ્તિક – ‘અમને ભગવાનમાં ‘શ્રધ્ધા’ છે. એ સૌનું કલ્યાણ કરશે.’

ટુંકમા બંને ‘શ્રધ્ધા’ ના આધારે જ આગળ વધે છે.

મને પણ શ્રધ્ધા છે મારી માન્યતામાં –

“મારા, ‘હું’ ના બધા જ ‘તું’, મારા માટે ભગવાન છે”

તમારું કેમનું છે ?

(જુની કેટલીક પોસ્ટ યાદ કરવી હોય તો – ‘ઉપરવાળાનો ત્રાસ’ , શ્રધ્ધા અંગે શ્રધ્ધા-૧ શ્રધ્ધા-૨શ્રધ્ધા-૩, અને શ્રધ્ધા કેટલી ? )

પોસ્ટના ફીડબેકમાં શ્રી સુરેશભાઈ જાનીએ મેઈલમાં મોકલી મને એક લિન્ક – (કાયમી સચવાય આથી પોસ્ટમાં જ ઉમેરી દીધી)

http://opinionmagazine.co.uk/details/501/%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B5%E0%AB%89%E0%AA%95-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-

ખરેખર સુદર અભિવ્યક્તિ છે.

Advertisements

11 comments on “ભગવાન છે ?

 1. madhusudan કહે છે:

  Gahan savalno javab malvo muskel nahin pan namumkin chhe.

  Like

  • jagdish48 કહે છે:

   મને લાગે છે કે મુશ્કેલ છે નહી, પણ મુશ્કેલ બનાવી આપણે ‘જાત’થી ભાગીએ છીએ. Simply run away …

   Like

  • alplimadiwala કહે છે:

   કોઈ પણ બાબત માથી કે વક્તિ માથી કે ભગવાન માથી આપ્ણી શ્રદ્ધા ત્યારે ડગમગી ઉઠે છે જ્યારે આપણૅ તેના intention ને નહી પણ presentation ને judge કરિએ છિયે…ખુબ જ સુંદર બ્લોગ છે. સમય મળતા જરુર મુલાકત લઈશ.

   Like

   • jagdish48 કહે છે:

    બ્લોગ પર આપનું સ્વાગત છે. જમાનો જ માર્કેટીગનો છે આથી બધે પ્રેઝન્ટેશનનું જ મહત્વ છે. પણ આપણે જીવનમાં શ્રધ્ધાને ફક્ત ભગવાન સાથે જોડીને અટકી જઈએ છીએ. કુટુંબના સભ્યો પર શ્રધ્ધા નહીં રાખીએ તો સુંદર જીવન કેવી રીતે જીવી શકીશું ?

    Like

 2. sanket કહે છે:

  Bhagvan nu hovu na hovu, e vyakti na drastikon par aadhar rakhe chhe. Mano to badhuj chhe ane na mano to kaij nathi.

  Like

 3. pragnaju કહે છે:

  શ્ર ધ્ધા

  અળગી નથી કરી તને મેં અવગણી નથી,
  તું પ્રેમને ન માપ એની માપણી નથી

  મળવાનું મન કરે કદી ઠેકીને આવજે,
  ભીંતો અમારી એટલી ઊંચી કરી નથી.

  આવે ગઝલમાં જે રીતે બસ આવવા દીધી
  મેં લાગણીની કોઇ દી’ માત્રા ગણી નથી

  હું આયનામાં જાત જોઇ ખળભળી ઊઠ્યો,
  સારું છે એમની નજર મારા ભણી નથી.

  દેખાઉં છું, તે છું નહીં, ને એટલે જ તો,
  મારી છબીને મેં કદી મારી ગણી નથી.

  એથી જ પ્રેમ પામવાની આશ છે હજી
  તેં હા કહી નથી મને, ના પણ ભણી નથી.

  Like

 4. Vipul Desai કહે છે:

  તમે કરેલી દલીલો સાચી છે. મને ઘણીવાર નાસ્તીક લોકોને એક સવાલ પૂછવાનું મન થાય છે (જોકે આ એક ખરાબ સવાલ કહી શકાય અને કોઈની લાગણીઓ દુભાય તો માફી ચાહું છું) કે એમને દરેક વસ્તુઓની સાબીતી જોઈએ(પ્રૂફ). તો એ લોકો પોતાના માં-બાપ પોતાના જ છે એમ કઈ રીતે માની શકે? તેમણે માં-બાપ સાથે પોતાના ડીએનએ. મેચ કરવા જોઈએ. આવું જ ભગવાનનું છે. જેને તમે માં-બાપની જેમ ભગવાન માનો તો એ એ વ્યક્તી માટે ભગવાન છે. જો આ રીતે નાસ્તિકો ડીએનએ મેળવવા જાય તો ઘણાના સંસારમાં આગ પણ લાગી જાય. માટે દરેકને પોતાની માન્યતા કે શ્રદ્ધા રાખવાનો અબાધિત હક્ક છે.

  Like

  • jagdish48 કહે છે:

   હવે મુળ સુરતીઓની પારદર્શિતાને ઓળખી ગયો છું, આથી કોમેન્ટ કોઈ ટીકાટિપ્પ્ણી વગર રજુ કરી દીધી.
   એક્સ્ટ્રીમ છે પણ સુરતના નામે માફ … 🙂

   Like

 5. સુરેશ જાની કહે છે:

  ઈશ્વર એ એક માન્યતા છે. પણ મેટર સિવાયનું કશુંક ચૈત્ય તત્વ છે જ. કોઈ વિજ્ઞાની એને નકારી ન શકે. વૃક્ષમાંથી બી અને બીમાંથી વૃક્ષ – એ નકારી ન શકાય એવી ઘટના છે જ.
  ઓશોની વાણામાં…

  All religions try to probe what happens after death; but none tries to probe where babies come from.

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s