પ્રેમસંબંધ અને સમય –

પ્રેમસંબંધ અને સમય

પ્રથમ નજરે પ્રેમ એ યુવામિત્રોનો મંત્ર.

ધારો કે સ્વીકારી લઈએ કે સાહિત્યમાં, ફીલ્મોમાં, કથાઓમાં જેમ દર્શાવવામાં આવે છે તેમ પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ થઈ ગયો, છતાંય ઘણીવાર નવાઈ તો લાગે છે જ કે પ્રેમલગ્નોમાં ભંગાણો પણ વધુ જ પડતા હોય છે. કેમ ? (એના વિશ્લેષણો ક્યાંય થયા છે કે કેમ તેની માહિતી નથી. હોય તો પુર્તિ કરવા વિનંતિ.) પ્રેમ તો પ્રથમ દ્રષ્ટિએ થઈ ગયો અને દુશ્મન જગતનો સામનો કરી પ્રેમીઓ એકબીજાના થઈ ગયા, પણ જેવા એકબીજાની સાથે રહેવા માંડ્યા કે ટેવો-કુટેવો, ગમા-અણગમા, પસંદ-નાપસંદ સામે આવવા લાગી, પછી… આવી બાંધછોડ …, જો થઈ શકી તો ઠીક, ન થઈ શકી તો … તો ….છુટાછેડા.

રજનીશજીએ પણ ‘વિવાહ સંસ્થા’નો વિરોધ કરતા કહ્યું છે કે ‘સાથમેં રહનેસે પ્રેમ નહી હોતા’. વૈચારિક ક્રાન્તિના હિમાયતીઓ પણ આજ વાત કરે છે, સ્ત્રી-પુરુષનો ‘પ્રેમ’ એ શરીરની વિવિધ ગ્રંથીઓમાંથી વછુટતા હોરમોનના પ્રતાપે છે. આ માટે તેઓ વિજ્ઞાનનો અંચળો ઓઢી લે છે અને પશ્ચિમી વૈજ્ઞાનિકો આપેલી હોરમોન્સ છુટવાની સાબીતીઓને ટેકા સ્વરુપ રજુ કરી દે છે.

મને લાગે છે કે આ બધામાં પાયા સ્વરુપ બાબતની અવગણના થયેલ છે.

સ્વીકાર્યું કે પુરુષ કોઈ સુંદર સ્ત્રીને કે સ્ત્રી કોઈ મનગમતા પુરુષને જુએ ત્યારે તેના શરીરની ગ્રંથીઓમાંથી કેટલાક હોરમોન છુટે, જે સામેની વ્યક્તિ માટેના આકર્ષણનું કારણ બને. પરંતુ મુળ મુદો આ હોરમોન્સના જથ્થાનો છે, શું તે ધોધના સ્વરુપે એટલા બધ્ધા જથ્થામાં છુટે છે કે વ્યક્તિ તુરત જ સામેના પાત્ર પાછળ આંધળો થઈ જાય ? હકીકતમાં તો હોરમોન્સવાળી વાત  વિજ્ઞાનની આડસમાં આધુનિકતાનો આંચળો ઓઢી પ્રેમ સંબંધોનું કરેલું મુલ્યાંકન છે. હોરમોન છુટવાથી ફક્ત ‘ગમવા’ નો એક ‘સ્પાર્ક’ થાય, હવે આ સ્પાર્કને જો તત્કાલ  ‘આગ’નું સ્વરુપ આપી દઈએ તો મહદ અંશે ફાયદા કરતા નુકશાન વધારે થાય.

કોઈપણ સંબંધમાં પાયાસ્વરુપ બાબત ‘સમય’ છે.

અગાઊ ‘ચોથુ પરિમાણ – સમય’ માં થોડીક ચર્ચા થઈ ગઈ. પ્રેમ સંબંધોમાં પણ આ ચોથુ પરિમાણ અગત્યનો ભાગ ભજવે છે. એકબીજાને ગમ્યુ, સહવાસમાં રહેવાની તક મળી, એકબીજાને જાણવાનો પ્રયત્ન થયો, સાથે રહ્યા, સમય પસાર થતો ચાલ્યો અને એકબીજાને ગમવાની વૃત્તિ પણ વધતી ચાલી, એકબીજા માટે જતું કરવાની વૃત્તિ અસ્તિત્વમાં આવવા લાગી, પોતાના ‘સ્વ’ને પિગાળવાની તૈયારી થતી ચાલી (‘લીવ ઇન રીલેશન’માં આ નથી થતું) અને સહવાસ ‘પ્રેમ’માં પરિવર્તિત થતો ચાલ્યો. આવું ક્યારે બન્યું – સહવાસનો સમય પસાર થતાં થતાં. પ્રેમ પાંગરવા સમય જરુરી છે.

થોડુંક હથોડા જેવું પણ ‘પ્રેમ’ ને વધારે જાણવા નીચેનું પણ વાંચી લો.

સાર્ત્રના સાહિત્યની ચર્ચા કરતા એક લેખમાં વાંચ્યું હતું કે – “માણસની ‘બુધ્ધીશાળી’ કે ‘સામાજીક પ્રાણી’ તરીકે વ્યાખ્યા આપી શકાય નહી; પણ ‘પરિસ્થિતિઓમાં પોતાનાં સ્વાતંત્ર્યનો ઉપયોગ કરતું પ્રાણી’ એવી માણસની વ્યાખ્યા આપી શકાય”. ‘પર’ સાથેના સંબંધોમાં પ્રેમની પરીભાષા કરતાં સાર્ત્ર જણાવે છે કે “બીજાની ‘મુક્તિ’ અને ‘નિજત્વ’ જાળવી તેને પોતાનો કરી લેવાની ઈચ્છા ‘પ્રેમ’ના પાયામાં છે.” દરેક વ્યક્તિ પ્રેમપાત્રને પોતાનું કરવા માંગે છે, પરંતું જુદા જ રુપમાં, કારણ કે દરેક પ્રેમીમાં પોતાનું ‘નિજત્વ’ (‘હું’) રહેલો છે. પણ સામેવાળાનો આ ‘હું’ સાથેનો સ્વીકાર શક્ય બનતો નથી. આથી વ્યક્તિ તેને એક વસ્તુ તરીકે જેમકે ‘મારી ઘડીયાલ’ તરીકે સ્વીકાર કરવા પ્રયત્ન કરે છે. આથી ‘પ્રેમ’ માં વિકૃતિ આવે છે. જ્યારે ‘મારી ઘડીયાલ’ ‘મારું પ્રેમી પાત્ર’ નો વિચાર આવે ત્યારે – ‘હું મારી વસ્તુનો મને ગમે તે રીતે ઉપયોગ કરું, ઘડીયાલને ચાવી આપું કે ન આપું, કાંડે બાંધું કે ટેબલ પર મુકી રાખું’ – પણ આવું પ્રેમીપાત્ર માટે બની ન શકે, કારણ કે તેને પોતાનું ‘નિજત્વ’ – અસ્તિત્વ છે. હવે જો સામેવાળું પાત્ર પોતાની આ સ્વતંત્રતા છોડી દે અને પ્રેમી જે રીતે ઇચ્છે તે રીતે વર્તે તો ‘બંને વચ્ચે પ્રેમ છે’ એવું જગતમાં દેખાય, પણ આ પ્રેમનું વિકૃત સ્વરુપ છે. હકીકતમાં તો બે પ્રેમી પાત્રો પોતાના ‘નિજત્વ’ને છોડી શકે, એકબીજાના અસ્તિત્વમાં વિલિન થઈ જાય તો જ ‘પ્રેમ’ શક્ય બને.

Advertisements

4 comments on “પ્રેમસંબંધ અને સમય –

 1. Vinod R. Patel કહે છે:

  કાચી કેરીમાંથી પાકી થવા માટે જેમ સમય જરૂરી એમ પ્રેમને પણ પરિપક્વ થવા માટે સમય જરૂરી .

  કેરી પાકવાના સમય પહેલા કેરી ખાવા જઈએ તો તે ખાટી લાગે એવું જ પ્રેમનું પણ .

  કબીરે એક દોહામાં કહ્યું છે પ્રેમ ન બાડી નીપજે ,પ્રેમ ન હાટ બિકાય ,

  મોટા ભાગના બહારથી દેખાતા પ્રેમમાં , વાસના વધુ અને પ્રેમ ઓછો હોય છે .

  વાસનામાંથી પ્રેમ જન્મે એનું આયુષ્ય ટૂંકું હોય છે , પ્રેમમાંથી જન્મેલ વાસના દીર્ઘ જીવી હોય છે .

  Like

 2. hiranyavyas કહે છે:

  નિસ્વાર્થ-નિર્વ્યાજ-નિશંક: – પ્રેમ પદાર્થ ને પામીએ એ જ સબસે ઉંચી પ્રેમ સગાઇ

  Like

 3. પહેલી નજરે પ્રેમ નહિ આકર્ષણ થાય… હજી સુધી મેં નથી સાંભળ્યું કે આંધળી, કાળી, લંગડી, કદરૂપી વ્યક્તિ જોડે પ્રેમ થયો હોય(( આમાં અમુક અપવાદ હોય શકે))

  Like

  • jagdish48 કહે છે:

   ‘ આંધળી, કાળી, લંગડી, કદરૂપી વ્યક્તિ જોડે પ્રેમ થયો હોય”…..
   એની સાથે ‘પ્રેમ’ જ થઈ શકે. ‘આકર્ષણ’ને ‘પ્રેમ’ મા ખપાવનારાઓની વાત છે.

   Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s