જીવન સુત્ર –

ગુજરાત સરકારના રીટાયર્ડ બાહોશ અધિકારી અને જેમના હાથ નીચે મને પણ કામ કરવાનો મોકો મળ્યો હતો, એવા મુ. શ્રી પ્રવીણ લહેરીએ ફેઈસબુક પર શેર કર્યું છે –

सह्ज मिलै सो दुध है, मांगि मिलै सो पानी,

कहे कबीर वो रक्त है, जामें खींचातानी.

એ જ મારું જીવનસુત્ર.

આજના સ્પર્ધાના યુગમાં કદાચ નકારાત્મક લાગતું આ સુત્ર જેમ જેમ સમજાતું ગયું તેમ તેમ ખ્યાલ આવ્યો કે કે પુરુષાર્થ અને કર્તવ્યના રસ્તે ચાલતાં જે પરિણામ મળે તે જ સહજ પ્રાપ્તિ. એ જ નિજાનંદનું મૂળ હોય છે. આ સાખીનો અર્થ લક્ષ્ય વિનાનું જીવન એવો તો નથી જ થતો, પરંતુ તેમાં રહેલો અનાસક્તભાવ આપણને ચિંતામુક્ત રાખે છે, તેવો મારો સ્વાનુભવ જરુર છે.

(ઉપરોક્ત સાખીમાં ‘અનાસક્ત’ ભાવની અનુભુતિ કરવી એ વિશિષ્ટ સમજ કેળવવાનું કાર્ય છે.)

આપણા સામાન્ય જીવનને જુઓ – માબાપે મોટા કર્યા, ભણાવ્યા, પરણાવ્યા, નોકરી-ધંધો કર્યો, વસ્તી વધારી, રીટાયર્ડ થયા અને છેલ્લે મરણ પથારીએ. છેલ્લે એવું પણ સંભળાય કે – ‘ભાઈનો જીવ જતો નથી, ગુંચવાય છે’ પણ ક્યાંથી જાય ? ભાઈ ! જીવનમાં જે કરવા આવ્યા હતા તે કર્યું નહી, સમાજના દોરવાય દોરવાતા રહ્યા, જીવતા રહ્યા, પણ માંહ્યલાને જ્યારે ખબર પડી કે ‘જીવન કેવી રીતે જીવવાનું હતુ’ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું, મરણપથારીએ અફસોસમાં જ અટવાઈ, જીવ ગુંચવાય ગયો છે.

કે પછી મુન્નાભાઈની ફીલ્મનું ગીત – ‘મરનેસે પહેલાં જીના શીખ લે….’ (પાગલ ! યે મત શોચ કે જીંદગીમે કીતને પલ હે, યે દેખ, હર પલમેં કીતની જીંદગી હે….)  જોઈને જીવવાની રીત સમજી લેવી.

આ તો હળવી વાતો થઈ પણ, ખરેખર જીવનસંધ્યા સુધી વ્યક્તિને ખબર જ હોતી નથી કે અહીં, એટલે આ દુનીયામાં પોતે શા માટે આવ્યો છે ? આ બધી દોડધામ શા માટે કરે છે ? દિશાહીન દોડધામથી માનવી અંતે થાકી જાય છે. એનાં કરતાં જીવનના હેતુની જાણકારી મેળવી હોય તો જીવવાનું એક ઉત્સાહપ્રેરક લાગે. જીવન જીવવા જેવું લાગે. આ માટે જીવનસુત્રને જાણવાની કે જીવનસુત્ર બનાવવાની તાતી જરુર છે.

જીવનસુત્ર બનાવવા માટેના માર્ગદર્શન માટે ઘણી વેબસાઈટસ છે. તમારે થોડું ‘સ્વનિરિક્ષણ’ કરવું પડે, પોતાની જાતને થોડા પ્રશ્નો પુછવા પડે. મેં કરેલા ખાંખાખોળામાં એક વેબસાઈટ પર Tina Su દ્વારા તૈયાર થયેલ પંદર પ્રશ્નોની સરસ યાદી આપેલ છે.

Inspired personal development ની સાઈટ પર પણ સરસ સમજુતી આપેલ છે, આથી આ બાબતો અહીં રીપીટ નથી કરતો.

યુવાન મિત્રો gala darling પાસેથી મિશન સ્ટેટમેન્ટ બનાવવાનું શીખી લે – ફોટોગ્રાફ તો જુએ પણ તેણે આપેલા પ્રશ્નોની યાદી પણ જુએ ..   😉

જીવનની શરુઆતથી પોતાના જીવન સુત્ર શોધી શકાય, બનાવી શકાય કે નાનપણથી મનમાં પ્રસ્થાપિત કોઈ રોલ મોડેલના આધારે આપણા માનસે જ તૈયાર કરેલ જીવનસુત્ર હાથ લાગી જાય તો ત્યાર પછીનીનું જીવન એક સાર્થક જીવન બની જાય છે.

શ્રી લહેરી સાહેબના સ્વાનુભવની વાત સ્વીકારતા જણાય છે કે જો તમને તમારા ‘જીવન સુત્ર’ની જાણ હોય અથવા નક્કી કરેલ હોય તો તમારા દ્વારા કરવામાં આવતા સર્વ કાર્યો એને અનુરુપ જ થાય અથવા તો આપમેળે એને અનુરુપ થતા હોય છે.  હવે જે લખું છું તે આપવડાઈ નથી પણ તેને ‘જીવનસુત્ર’ સમજવાનો એક ‘કેઈસ સ્ટડી’ જ ગણવા વિનંતિ.

મારી વાત કરું તો મને મારા જીવનસુત્રની જાણ મને વર્ષો સુધી હતી જ નહી. લગભગ ૩૫ વર્ષ પછી અચાનક થઈ. અમારી સંસ્થા દ્વારા આયોજીત ક્રીએટીવીટી અંગેના એક ટ્રેઈનર્સ ટ્રેઈનીગ કેમ્પ દરમ્યાન પોફ્રેસરે અમને એક ‘આઈસબ્રેકીગ’ રમત રમાડી, તેમાં બે બેના ગ્રુપમાં વહેંચાયને, દરેક વ્યક્તિએ પોતાના પાર્ટનરને પોતાનું મીશન સ્ટેટમેન્ટ કહેવાનું હતું, એ સમયે મેં મારા પાર્ટનરને જણાવ્યું – “જીવનમાં જ્ઞાન મેળવવું અને મેળવેલ જ્ઞાન લોકોમાં વહેંચવું” આ શબ્દો અચાનક જ હોઠ પર આવી ગયા હતા. મને પણ આ શબ્દોથી નવાઈ લાગી હતી. ટ્રેઈનીંગ બાદ પણ મનમાં આ અંગેના વિચાર ચાલતા રહ્યા. મારા પસાર થયેલા જીવનને રીવાઈન્ડ કરતાં કરતાં કેટલીક બાબતો સમજવાની તક પણ મળી.

૧૩-૧૪ વર્ષની ઉમરે મને ચશ્મા આવી ગયા હતા. ચશ્મા પહેરી વેકેશનમાં ગામડે ગયો ત્યારે પાદરે બસમાંથી ઉતરતા જ ગામના દરબાર, મને ચશ્મા પહેરેલો જોઈને બોલ્યા – ‘આવો, ડોક્ટર’. ખબર નહીં પણ કેમ, આ શબ્દો મારા આંતર મનમાં જડાય ગયા. આઠમાં ધોરણમાં તો કેરીયર અંગેનો કોઈ વિચાર હતો જ નહીં, પણ એ પછીના અભ્યાસના બધા વર્ષોમાં ‘ડોક્ટર’ બનવાનું લક્ષ્ય રહ્યું અને એ પણ ‘મગજ’ના ડોક્ટર. છેક પોસ્ટગ્રેજ્યુએશન સુધી એ દિશાના બધા પ્રયત્નોમાં, લક્ષ્યથી ફક્ત એકાદ-બે ઇંચની દુરી જ રહી. ‘ડૉક્ટર’ તો થવું જ હતું તેથી, આમ નહી તો બીજી રીતે, પીઍચ. ડી. કર્યું અને નામ આગળ ડૉ. નું પ્રીફીક્સ લગાડ્યું. નાનપણથી મોટા થતા સુધી વાંચવાનો પણ ખુબ શોખ રહ્યો. (નાનપણમાં તો બાપુજીની બીકે ‘મિયાફુસકી અને તભા ભટ્ટ’ ને સંડાસમાં બેસીને વાંચ્યા છે.) જીવન સુત્રની જાણ પછી સમજાયું છે કે આ બધા પ્રયત્નો ‘જ્ઞાન’ મેળવવાની દિશામાં હતા. રસાયણશાસ્ત્રની એલર્જી તો હતી પણ સામાજીક દબાણ હેઠળ ભણવાનું થયું. ભણાતર પછી બે-ચાર વર્ષ કારખનાઓમાં નોકરી, પોતાના ધંધા માટેના પ્રયત્નો કર્યા પણ પછી સદનસીબે ‘ટ્રેઈનર’ તરીકેની નોકરી શરુ થઈ. આમ ‘જ્ઞાન વહેંચવાનું’ શરુ થયું. અમારી સંસ્થાનો ઉદ્યોગ સાહસિકતાનો વિચાર એ જમાનામાં નવો હતો, જેમાં વ્યક્તિના મનમાં પડેલી ‘સાહસિકતા’ જગાવવાની હતી. આથી ‘બીહેવીયર સાયન્સ’ નો અભ્યાસ કરાવવામાં આવ્યો. મને તો આનંદ આનંદ થઈ ગયો, કારણ કે થવું હતું – મગજના ડોક્ટર અને અહી પણ માનવીના મગજનો, તેની વર્તણુક પરથી અભ્યાસ કરવાનું  આવ્યું. આમાં જ જીંદગી પસાર થઈ. હવે છેલ્લે છેલ્લે પણ આ બ્લોગ દ્વારા ‘જ્ઞાન મેળવવાનું અને વહેંચવાનું’ ચાલે છે. (આમ પણ મેં મારી ‘પંચ લાઈન’ “Born to live best life” એવી રાખી છે.)

આ હતો જીવન સુત્ર નો કેઈસ સ્ટડી.

ખાસ તો યુવાન મિત્રોએ આ દિશામાં વિચારવા જેવું ખરું, જેથી તેઓ પોતાનું જીવન કોઈ ચોક્કસ દિશા-દ્રષ્ટિથી જીવી શકે અથવા તેમના દ્વારા જે થઈ રહ્યું છે તેને યોગ્ય રીતે મુલવી પ્રગતિ કરી શકે.

Advertisements

8 comments on “જીવન સુત્ર –

 1. સરસ વાત કહી.. જીવન સૂત્ર તો હોવું જ જોયે… આભાર તમારો કે આ તરફ ધ્યાન દોર્યું અને વેબસાઈટ સાઈટ પણ આપી

  Like

 2. pragnaju કહે છે:

  પ્રેરણાદાયી વ્યક્તીત્વ

  Like

 3. Ashok Vaishnav કહે છે:

  સૈધ્ધાંતિક રીતે જોઇએ તો જીવનના દરેક મહ્ત્વને તબક્કે એ તબક્કાનાં આયોજન માટે જીવન સુત્ર હોવું જોઇએ. ઘણી વાર બનતું એવું હોય છે કે મનને કોઇ એક ઊંડે ખૂણે તે સુત્ર સંતાઇને બેઠેલું તો હોય છે, પણ આપણે તેને સભાન વિચાર કે શબ્દ દેહ નથી આપ્યો હોતો (કે નથી આપી શક્યાં હોતાં)
  પણ આપણી સાથે બનતી ઘટંઆળ પણ કુદરતના એક નૈસ્રગિક જીવન સુત્ર મુજબ થતી હોય છે, આપણે તેને “નિયતી” કહીએ કે “ગ્રહદશા” કહીએ. પરંતુ એ કુદરતીઃ ઘટમાળના ક્રમના મૂળભૂત વલણને પારખી લેવાની સૂઝ કે આવડત જો આપણાંમાં હોય તો તે છૂપાયેલું જીવન સૂત્ર આપોઆપ એ ઘટનાક્રમની સાથે કાર્યરત થવા લાગે છે અને તેને કારણે આપણાં બધાં જ કાર્યો કોઇ એક એક ચોક્કસ દિશામાં સિધ્ધ થતાં પણ રહે છે.
  આમ આપણું જીવન સૂત્ર તેટલું વધારે “કુદરતી” હશે, તેટલી તેને સિધ્ધ કરવામાં ઓછું કષ્ટ પડતું અનુભવાશે.
  ઘણાં લોકો આવું કશું જ કર્યા/ વિચાર્યા / અનુભવ્યા વગર જ જીવન “જીવે” છે. જાણ્યે અજાયે તે તેમણૅ “પસંદ” કરેલી જીવન જીવવાની રીત છે. અને કારણ કે તે રીત તેમની “પસંદગી”ની છે, માટે તેઓ તેમનાં તે જીવનથી ખુશ પણ છે. આપણી પસંદ પ્રમાણે જો જીવન ન હોય, તો આપણી (અ)શક્તિઓને કારણે, આપણાં જીવનને દોષ દેતા બેસી રહેવાને બદલે , આપણી પસંદનું જીવન જીવવા માટે શૂં કરવું જોઇએ તે “ખોળી” કાઢી તેને પ્રાપ્ત કરવા સંનિષ્ઠ પ્રયત્નોમાં લાગી જવું જોઇએ.

  Like

 4. સુરેશ જાની કહે છે:

  ફળની અપેક્ષા વિના સતત કામ કરતા રહેવું – એ ગીતા ઉપદેશ આપવો તો સહેલો છે- પણ જીવનમાં શી રીતે ઉતારવો બહુ જ અઘરો છે.
  મારા માનવા પ્રમાણે એ માટે નિયમિત સ્વાધ્યાય કરવાની ટેવ પાડવી જોઈએ.
  અને એનાં પરિણામો જ આપણને આવી જીવન પદ્ધતિ અપનાવવા માટે દૃઢ બનાવી શકે.
  ———-
  અને આ વાતો યુવાનો માટે છે – આપણા જેવા નિવૃત્ત અને ૬૦ + માટે નહીં !!

  Like

 5. Vasudev Pandit કહે છે:

  do u know late shri anilbhai trivedi of amdavad?he was a pioneer in entrprenunil insti.of bhat.

  Like

 6. […] જ બ્લોગ પર મિશન સ્ટેટમેન્ટ પોસ્ટમાં શ્રી પ્રવિણ લહેરીના વિચારો ટાંક્યાં […]

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s