વિકલ્પ –

વિકલ્પ –

તાજેતરમાં ‘શ્રાવણી’ની પોસ્ટ અપલોડ કરી, પછી યાદ આવ્યું કે ટીવી૯ ના સમાચારની વીડીયો ક્લીપ પણ મુકવા જેવી છે, આથી પોસ્ટ અપડેઈટ કરી. પણ એ પહેલા એક યુવાન મિત્રે પોસ્ટ વાંચી લીધી હતી. (મિત્રોમાં, બે યુવાનમિત્રો એવા છે કે જાણે સતત ઓનલાઈન જ હોય, પોસ્ટ  અપલોડ કરી અને હું હજી લોગ આઊટ થાઊં, તે પહેલા તો તેઓની ‘લાઈક’ની ક્લીક થઈ ગઈ હોય, એમને મારા સલામ ! ) મને થયું કે તે એક સારી વીડીયો ક્લીપ કદાચ એ મીસ કરશે, આથી તેને મેઈલથી જાણ કરી કે આ પોસ્ટ ફરી જોઈ જાય. તેણે વાંચી અને મને રીપ્લાઈ આપ્યો –

“તે વ્યક્તિને તેની નિષ્ઠા અને અડગ મનોબળ અને અદભુત પ્રયત્ન થકી આગામી સમયમાં યાદ રખાશે . . . પણ આજના યુગમાં આ વસ્તુ અને તેમનો ઈરાદો પૂરો કરવાનો આ રસ્તો મને યોગ્ય ન લાગ્યો . તેઓ અન્ય પ્રકારે પણ આ કાર્ય પૂરું કરી શક્યા હોત અને તેમની માતાની ઈચ્છા પણ “

(પ્લીઝ, મને આવા નિખાલસ જવાબો અને કોમેન્ટસની જરુર છે, આપો….)

હવે વાત છે..

‘તેઓ અન્ય પ્રકારે પણ આ કાર્ય પૂરું કરી શક્યા હોત અને તેમની માતાની ઈચ્છા પણ “ ….. ‘વિકલ્પની.’

યુવા માનસનો પરિચય પામવા પ્રયત્ન કરીએ તો –

મિત્રે કૈલાસગીરીની નિષ્ઠા, મનોબળ અને પ્રયત્નની સરાહના કરી – કદર કરી – સ્વીકૃતિ આપી.

‘યાદ કરશે’ એવી આશા પણ વ્યક્ત કરી – જો કે મને શંકા છે લોકો લાગણીથી કેટલું યાદ કરશે ? (લાગણીથી યાદ કરવું – મનમાં અકારણ જ પ્રસંગ યાદ આવી જાય અને હૃદય ગદગદિત થઈ જાય). કદાચ કોઈ માબાપ પુત્રને ટોકવા ‘સરખામણી’ કરવા આ પ્રસંગને યાદ કરશે, એ ફક્ત સરખામણી કરવા યાદ રખાયેલી ‘માહિતી’ માત્ર છે, એ સમયે કૈલાસગીરીના નિષ્ઠા, મનોબળ, પ્રયત્નોની સરાહના નહીં હોય, ફક્ત માહિતી જ હશે.

પણ અહીં બીજો મુદ્દો અગત્યનો છે – કૈલાસગીરી પાસે અન્ય વિકલ્પો પણ છે. કોઈ સંસ્થા કે વ્યક્તિ પાસે સ્પોન્સર કરાવી શક્યો હોત, ગામમાંથી દાન ઉઘરાવી પંદર વર્ષના બદલે બે-ત્રણ માસમાં આ કાર્ય પૂર્ણ કરી શક્યો હોત. તેણે કેમ વિચાર્યું નહી ? આવા વિકલ્પ તેને કેમ ધ્યાનમાં આવ્યા નહીં ? વિચાર્યા નહી ? વિચાર્યું પણ અમલમાં ન મુક્યા ? ‘સ્વમાન’ ના કારણે દાન ન લીધું ? માગ્યું પણ લોકોએ આપ્યું નહીં ? શક્ય છે ઘણા અન્ય કારણો પણ હોય શકે.

પણ આજનો યુવાન-પ્રતિભાવ – ‘તમે જે કાર્ય કર્યું તેની કદર કરું છું, પણ તમારી કાર્યપ્રણાલી સાથે સંમત નથી.’

‘પિતાજી ! તમે મને તકલીફો ભોગવી મોટો કર્યો તે બદલ આભારી છું, પણ તમે મને જે રીતે મોટો કર્યો તે ‘રીત’ સાથે સંમત નથી. તમારી કાર્ય કરવાની પધ્ધતિ સાથે સંમત નથી.’

જુની અને નવી પેઢી વચ્ચેની તકરાર ઉપરનો મુદ્દો હોય શકે ?

જો એમ હોય તો યુવાનોની મુશ્કેલી ક્યાં છે ? અને

વડીલોની મુશ્કેલી ક્યાં છે ?

બીજી રીતે કહીએ તો યુવાનોમાં Sympathy છે, Empathy નથી. બંને એકબીજાના પર્યાય લાગે છે પણ જરા સુક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ તો – Sympathy – મને તમારા માટે સહાનુભુતિ છે, તમારા પર જે વીતે છે, વીત્યું છે, તેનાથી શું તકલીફ થાય તેનું હું મારા તર્ક પ્રમાણે પ્રોજેક્શન કરું છું અને જે તકલીફ થાય એનો અંદાજ બાંધુ છું અને આ તકલીફથી, આ પ્રકારની લાગણી ‘થાય’ એવું અનુભવું છું. (અહી લાગણી, હું ખુદ ‘અનુભવતો’ નથી). જ્યારે Empathy માં હું ખુદ તમારી જગ્યાએ ‘ગોઠવાય’ જાઊં છું અને તમને જે થાય છે તે ‘અનુભવું’ છું.

આવું કેમ ?

કદાચ વધારે ‘માહિતી’. માહિતીના મહાસાગરમાં આળોટતો યુવાન, કદાચ ઝરણાના પાણીની જેમ નાના મોટા પથ્થરોની સાથે અથડાઈ તત્કાલીન પછડાટની લાગણી અનુભવી લે છે, પણ એ પછડાટ સમતલ જમીન આવતા તુરત સમી જાય છે, પછડાટનું દુઃખ ભુલાઈ જાય છે અને ફરી આનંદની લહેરખીઓ ઉઠે છે. કૈલાસગીરીએ કરેલા કાર્ય પર પુરેપુરો તર્ક લગાવી, તેની કદર કરી લીધી, વીડીયો જોયો, થોડો સમય એની તકલીફો પ્રત્યે સહાનુભુતિ થઈ અને પછી તે ‘માહિતી’ તરીકે મગજની હાર્ડ ડીસ્કમાં સ્ટોર થઈ ગઈ. પોતે આ પરિસ્થિતિમાં હોય તો ‘શું થઈ શકે ?’ તેના તર્ક લગાવ્યા અને તેણે અપનાવેલી કાર્યપ્રણાલીથી સંતુષ્ઠ ન થયો.

વડીલોની મુશ્કેલી એ છે કે તેમની પાસે ‘માહિતી’ નથી, આથી ‘તર્ક’ નથી. આથી તેઓએ કૈલાસગીરીએ કરેલા કાર્ય પર કોઈ તર્ક લગાવ્યા વગર, તેણે જે કર્યું તે યોગ્ય છે તે સ્વીકારી હૃદય ભરી લીધું, કૈલાસગીરીથી અભિભુત થઈ ગયા.

શું જુની અને નવી પેઢી વચ્ચેનો ઝગડો આ ‘તર્ક’ હશે ?

Advertisements

5 comments on “વિકલ્પ –

 1. pragnaju કહે છે:

  The struggle of my life created empathy –

  I could relate to pain, being abandoned,

  having people not love me.

  Like

 2. જો હું થોડુક વિચિત્ર વિચારતો હોઉં તો . . . . જૂની પેઢી અને નવી પેઢી જેવું કદાચિત કાઈ છે જ નહિ 😉

  એક પેઢી છે કે જે સંજોગો અને અનુભવોના ઘડામણથી એક આકાર પામી છે , જ્યારે બીજી પેઢી કે જે સામા પૂરે તરવા માંગે છે . . . { જાણે અજાણે , વિચાર્યે કે અવિચાર્યે }. . . . મતલબ કે જિંદગીની આ નૌકા ક્યારેક વડીલોના શાણપણનાં સઢથી તો ક્યારેક યુવાઓના તર્કના હલેસાથી સામે પાર તરફ ગતી કરે છે . . . જો વડીલો વૃક્ષને મુશ્કેટાટ બાંધી રાખતા મુળિયા છે તો યુવાનો હવાની હારે વાતું કરતા પાંદડા { અને પાંદડા તો ચંચળ હોવાના જ 🙂 }

  Like

  • jagdish48 કહે છે:

   ‘જો વડીલો વૃક્ષને મુશ્કેટાટ બાંધી રાખતા મુળિયા છે તો યુવાનો હવાની હારે વાતું કરતા પાંદડા …’ ખુબ સરસ સરખામણી !
   પેઢી નથી, પણ વિચારભેદ ધરાવતા બે જુથ તો છે જ. (ઉમરની દ્રષ્ટિએ નહીં – ઉમરમાં યુવાનોના જુથમાં વડીલો છે અને ઉમરમાં વડીલોના જુથમાં યુવાનો છે)

   Like

 3. મારી જીંદગી ની ચેતના કહે છે:

  navi Pedhi Ane Juni Pedhi Vache Takrar Revani J Chhe. . .
  Yuvane M Lage Chhe Hu Je Karu Chhu A Mane Samjta Nathi. ane Vadilo Ne M Lage Chhe Mara Anubhav Ne Aadhare Aa na Thavu Joye. . .

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s