મમત્વ –

મિત્રોથી મને એક ફરીયાદ છે.

અગાઊની પોસ્ટમાં મેં એક તારણ કાઢ્યું – ‘અહમ’ નો જન્મદાતા ‘મમત્વ’ છે.’

પણ એને ટેકો આપવાનો કે છેદ ઉડાડવાનો પ્રયત્ન, કોઈ મિત્ર દ્વારા થયો નહી. ગરમીની અસર છે કે શું ? ઘણા મિત્રો શાસ્ત્રોના અભ્યાસુ પણ છે, આવું કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખાયેલું છે ? કે સર્વત્ર સ્વીકારાયેલું તથ્ય, મને હવે દેખાય છે ?

મારે કોઈ પ્રમાણ નથી જોઈતા, પણ આ તો આપણા સામાન્ય જીવનમાં ‘અહમ’ દુર કરવો મુશ્કેલ છે કે ‘અહમ’ દુર થતો નથી એના કારણો જાણવાનો પ્રયત્ન કરવો છે.

હવે જો ‘સ્વ’ (Being) નો પર્યાય ‘અહમ’ માનીએ તો તો દુર થવાનો નથી, કારણ કે અહી ‘Existence’ નો સવાલ છે અને જો existence જ ન હોય તો ‘દુનિયા’ રહેતી જ નથી. તો પછી, તે આત્મા-પરમાત્માની વાત થઈ જાય. અધ્યાત્મની વાત આવી જાય અને આપણી રુટીન જીવનથી અલગ વિચાર આવી જાય. (અહીં સામાન્યજન, અધ્યાત્મ અને દુન્યવી જીવનની ભેળસેળ કરી શકે તેમ નથી એ સ્વીકારવું ઘટે.) ખાસ તો મારુ તારણ – ‘અહમ’ નો જન્મદાતા ‘મમત્વ’ છે.’ અર્થહીન થઈ જાય.

જો ‘મારું’ (Having) ને ધ્યાનમાં લઈએ તો મમત્વ આવે અને એમાંથી ‘અહમ’ આવતો હોય તો અહમ દુર થઈ શકે. નથી થઈ શકતો, એનું કારણ અલગ છે. મેલેરીયાના તાવની દવા આપણે સાદા પેઈનકીલરથી કરીએ છીએ. તત્કાલ રાહત થઈ જાય છે પણ તાવ જડમૂળથી જતો નથી. ક્વીનાઈન જ ખાવી પડે અને તો જ તાવ મૂળમાંથી દુર થાય. અહમને દુર કરવા આપણે સૌ ‘સરખા’ છે એવું સ્વીકારીએ, નમ્ર બનીએ, અન્યની હસ્તિને પણ સ્વીકારીએ, મારો દોષ છે એવું પણ સ્વીકારીએ તો ય ‘મારું’ તો બાકી રહે જ. આ ‘મારું’ માંથી પેદા થતો ‘અહમ’ થોડા સમય પછી ફરી દેખા દે.

મેં તો મારા મનની તકરારને તમારા પર નાખી દિધી, હવે તો કંઈક કહો …….

અને હા ! શ્રાવણીને મળ્યા ? જતાં જતાં શ્રાવણીને પણ મળી લો.

Advertisements

8 comments on “મમત્વ –

 1. અહમ્ શા માટે કાઢવો જોઈએ ? એને નિયંત્રણમાં રાખી શકાય તો પણ ઘણું છે. કદાચ યોગ્ય માત્રામાં અહમ્ પણ જરૂરી છે.
  ————-
  બધી સમસ્યાઓ/ શંકાઓનું એક જ ઓસડ …
  વિવેક

  Like

  • jagdish48 says:

   એનો સીધો અર્થ તો ‘અહમ’ નો સંબંધ ‘existence’ સાથે છે.
   વિવેક માટે ગંગા સતીનું ભજન – વચનવિવેકી જે નર ને નારી – હૃદયમાં જડાઈ ગયું છે.
   આભાર.

   Like

 2. hiranyavyas says:

  મોહ નીરસન થકી મમત્વ અને અહં અતિક્રમી શકાય…

  Like

  • jagdish48 says:

   ‘મોહ’ કદાચ ‘મમત્વ’નું દ્રશ્ય સ્વરુપ છે, એમ કહીએ કે મમત્વનું પરિણામ છે. આપણે તો root cause ની વાત કરવી છે. વધુ વિચારવિસ્તાર મળે તેવી અભ્યર્થના….

   Like

 3. ‘અહમ’ને નીયંત્રણમાં રાખવા માટે તો ‘ગોવીન્દ મારુ’ ને બદલે હું ‘ગો.મારુ’ તરીકે ઓળખાવાનું પસંદ કરું છું…

  Like

  • jagdish48 says:

   નસીબદાર છો. મારે તો પ્રાર્થના સિવાય કોઈ વિકલ્પ જ નથી
   “હે જગદ ‘ઈશ જો’ શી, કેવી હાલત છે, કંઈક કર હવે !”

   Like

 4. સરસ. ઘણું સારું ચિંતન રજુ કર્યું છે.

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s