અતિથિગૃહ – લયસ્તરોની કવિતા

આજે મેઈલમાં મળેલી અને મને ખુબ ગમેલી કવિતા –

સાહિત્યનું તો રામ જાણે, પણ આ તો ‘છુકર કર મેરે દીલકો, કીયા તુને ક્યા ઇશારા…’ જેવું થયું છે.

શાસ્ત્રોમાં તો શરીરને આત્માના કામચલાઊ આશ્રયસ્થાન તરીકે ઓળખાવ્યું છે, પણ આ તો શરીરથી આગળ વધી મનુષ્યના ‘હોવાપણા’ને જ અતિથિગૃહ કહે છે. અગાઊની પોસ્ટમાં બીંઈંગ – હેવીંગની નિરસ ચર્ચાઓ કરી લીધી, પણ જીવન જીવવા માટેનો પાઠ તો આ કવિતા જ આપે છે.

આમ પણ માનવી જે કંઈપણ કરે છે તે પોતે ‘અલગ’ છે એ સાબિત કરવા માટે જ કરે છે.  આમ હોવાપણાની સાબિતિ આપવામાં જીવન પસાર કરે છે. જેમાં આનંદ, હતાશા, હલકાઈની ક્ષણો આવતી જ રહે છે. આપણે નથી સમજતા કે આ ક્ષણોને કેવી રીતે જીવવી ? આથી આવી ક્ષણોનો વિરોધ કરતા રહીએ છીએ અને જીવન વ્યર્થ કરતા રહીયે છીએ. અહીં કવિ આવી ક્ષણોને આવકારવાનું – સહજતાથી સ્વીકારવાનું કહે છે.

રહસ્ય તો ત્યારે ખુલે છે – જ્યારે કવિ કહે છે –

“એ કદાચ તમને સાફ કરતા હોય
કોઈક નવા આનંદ માટે…”

આવી દરેક ક્ષણો અંદર છુપાયેલા ‘હું’ સાફ કરવા જ આવે છે.

http://layastaro.com/?p=10023

અતિથિગૃહ – રુમી (અનુ. વિવેક ટેઈલર)

આ મનુષ્ય હોવું એ એક અતિથિગૃહ છે.
દરેક સવારે એક નવું આગમન.

એક આનંદ, એક હતાશા, એક હલકટાઈ,
કેટલીક ક્ષણિક જાગૃતિ
આવે એક અણધાર્યા મુલાકાતી તરીકે.

સર્વનું સ્વાગત કરો અને મનોરંજન પણ!
ભલે તેઓ દુઃખોનું એક ટોળું કેમ ન હોય,
જે હિંસાપૂર્વક તમારા ઘરના
રાચરચીલાંને પણ સાફ કરી નાંખે,
છતાં પણ, દરેક મહેમાનની સન્માનપૂર્વક સરભરા કરો.
એ કદાચ તમને સાફ કરતા હોય
કોઈક નવા આનંદ માટે.

ઘેરો વિચાર, શરમ, દ્વેષ,
મળો એમને દરવાજે સસ્મિત
અને આવકારો એમને ભીતર.

જે કોઈ આવે એમના આભારી બનો,
કારણ કે દરેકને મોકલવામાં આવ્યા છે
એક માર્ગદર્શક તરીકે પેલે પારથી.

– રૂમી
(અનુ. વિવેક મનહર ટેલર)

– બસ ! વિવેકભાઈનો દિલથી આભાર…

Advertisements

One comment on “અતિથિગૃહ – લયસ્તરોની કવિતા

 1. સુરેશ જાની કહે છે:

  રૂમી તો મહાન કવિ અને ફિલસુફ. પણ સાવ સાદી ભાષામાં…
  રોજ સવારે જન્મ અને સૂતી વખતે મરણ – આમ એક જ દિવસનું જીવન હોય એમ દિવસ જાય- એ જીવન જીવ્યા.
  મારા મોટાભાઈ આ જ ભાવથી જ્યારે મળીએ ત્યારે હેપી બર્થ ડે કહે છે !
  જીવનના રાહનું પ્લાનિંગ કરવાની, ઝઝૂમવાની ના નથી; પણ આજનો દિવસ કેવો ગયો , એ જ સાચું સરવૈયું. કદીક જીત થાય કે હાર પણ થાય; પણ રમવાના આનંદથી ર મ્યા કરવાનું – બાળકની કની.
  ————-
  બાકી તો…
  ક્યાં ગઝલ જેવું જીવન જીવાય છે? ( મરીઝ?)

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s