‘જાત’ની રજુઆત –

“તમારા કામમાં કોઈ વેતા જ નથી !”

“ડફોળ જેવા છો !”

“શીખો શીખો,  મારું જોઈને કંઈક શીખો !”

“ગામમાં જઈને પુછો શું ? આપણું નામ છે.”

“હું તો ‘નાનો’ માણસ છું, તમારા જેવું કંઈ હોય ?”

એક એક્સ્ટ્રીમ ઓળખ…

“તમતમારે સોસાયટીમાં કોઈને પણ મારું નામ પુછજો ને ! તરત મારું ઘર દેખાડી દેશે.” (સોસાયટીમાં રખડતા કુતરાને પુછાય ? ) 🙂

આવા તો કેટલાય વાક્યો તમે સંભળ્યા હશે અને વાપર્યા પણ હશે જ. બધામાં પ્રયત્ન એક જ –

‘મારી જાતને રજુ કરવાનો પ્રયત્ન’ …

આપણે જ્યારે પોતાની જાતને રજુ કરીએ છીએ ત્યારે હંમેશા અન્ય કરતા ઉપર ‘ઉઠેલી’ જ રજુ કરીએ છીએ. (એટલે એકાદ ભજનમાં ભજનિક બોલે છે – ‘હવેલી બંધાવી દઊં હરિ તારા નામની…., જાણે હરિને જનમ તેણે જ એણે આપ્યો હોય ! ;-)) આમ કેમ ? બહુ સ્વભાવિક છે. જો તમારે તમારું ‘અસ્તિત્વ’ ટકાવી રાખવું હોય તો તમારે ‘જીતવું’ પડે, પછી સામે પદાર્થ હોય કે પ્રકૃતિ અને જીતી ત્યારે શકો, જ્યારે તમે સામેવાળાથી વધારે સક્ષમ હો અથવા તમે, તેના મનમાં તમારી ‘સક્ષમતા’ સ્થાપી શકો. (ડાઘીયો કુતરો તમને કરડી શકે પણ, સુકલડી હો તો પણ, કુતરાની આંખમાં આંખ પરોવો ત્યાંથી ખસી જશે) આમ મારી ‘બીઈંગ’ની વૃતિ મને મારી જાત પ્રેઝન્ટ કરવા, ‘જેવો છું’ તેનાથી ‘ઉપર’નો દર્શાવવા મજબુર કરે અને હું હંમેશા મારી જાતને ‘મોટો’ અભિવ્યક્ત કરૂં. એ પણ સ્વાભાવિક છે કે જો હું મારા દોષ જાહેરમાં સ્વીકારું તો મારી ઇમેજ ખરડાય અને લોકનજરે નીચો પડું, જે મારા અસ્તિત્વ માટે ખતરારુપ છે. હું મારા મનમાં, મારી નબળાઈઓ સ્વીકારતો હોઊં તો પણ જાહેરમાં તો ન જ સ્વીકારું એ સ્વભાવિક છે. (આને આપણે ‘અહમ’નું નામ આપીએ). ‘મારામાં દોષ છે અને તે હું સ્વીકારતો નથી’ એવું જ્ઞાન જો મારા કોન્સીયસને ડંખતુ હોય તો હું બીજો રસ્તો અપનાવું – અન્યના ‘દોષ’ (ગુણ નહી) મોટા કરી દેખાડું , જેથી હું મોટો છું, ગુણી છૂં એમ આડકતરું સિધ્ધ થાય.

હવે વાત રહી ‘સ્વ’ને જે તે સ્વરુપે રજુ કરવાની.

થોડું મુશ્કેલ જરુર છે, પણ અશક્ય નથી.  અગાઊની પોસ્ટમાં લખ્યા મુજબ –

 ‘જે છે તે સ્વીકારો અને વિવેકથી જીવો.’

બસ ! તકલીફ એક જ છે – ‘સ્વીકાર’. સ્વીકારવાનું આવડશે પછી કદાચ તમારે કશું કરવાનું રહેશે નહીં, બાકીનું આપોઆપ થશે.

એક તાજુ જ સાંભળેલું વાક્ય –નાના બાળકોને રમવામાં રસ હોય છે, હાર-જીતમાં નહીં’

(હારજીત અને મેચ ફીક્સીંગ મોટા થતા આવે છે.)

આપણે દુનીયામાં આવ્યા, બસ ‘રમવા’ માં રસ રાખીએ.

સીનીયર સીટીઝનો માટે ‘સ્વીકાર’ની વાત સ્વીકારવાનું અઘરું બને તેમ છે.

નાનપણની એક વાર્તા જ લખી નાખું –

જંગલમાં એક મહાત્માએ ખુબ સાધના કરી. એક દિવસ ઝાડ નીચે ધ્યાનમાં બેઠા હતા ત્યારે એક ચકલી તેમના પર ચરકી. મહાત્માને ગુસ્સો આવી ગયો. ચક્લી સામે નજર કરી અને ચકલી બળીને ભસ્મ થઈ ગઈ. મહાત્માના મનમાં ‘અહમ’ નો પ્રવેશ થઈ ગયો. મહાત્મા ફરતા ફરતા ગામમાં જઈ ચડ્યા. એક દ્વાર પર ‘ભીક્ષાન દેહી’ ની ટેલ નાખી. અંદરથી સ્ત્રીનો અવાજ આવ્યો. ‘મહારાજ ! આવું થોડીવારમાં.’

મહાત્મા તો મનમાં ગુસ્સે થઈ ગયા. ‘મારા જેવા મહાત્માને રાહ જોવડાવી’

ત્યાં જ સ્ત્રી ભિક્ષા લઈને આવી અને બોલી – ‘મહારાજ ! મારા પતિની સેવામાં હતી આથી મોડું થયું, ક્ષમા કરશો.’

મહારાજનો ગુસ્સો જાણી ગઈ હોય તેમ બોલી- ‘મહારાજ શાંત થાઓ, બધે જંગલની ચકલી હોતી નથી.’

મહાત્મા સ્તબ્ધ થઈ ગયા, આ સ્ત્રીને જંગલની વાતની જાણ કેમ થઈ ગઈ ? મહાત્માએ પણ માફી માગી અને જંગલની વાતનું જ્ઞાન કેમ થયું એની જાણકારી આપવા વિનંતિ કરી. ‘એ માટે તો તમારે ખાટકીવાડમાં ફલાણા ખાટકીને મળવું પડશે.’

મહાત્મા તો જ્ઞાનની શોધમાં ખાટકીવાડ ઉપડ્યા. ખાટકીને શોધી કાઢ્યો. મહાત્માને જોઈ ખાટકી બોલ્યો ‘આવો મહારાજ, ‘ફલાણી સ્ત્રીએ મોકલ્યા છે ને ? બેસો હું મારું કામ નિપટાવી  લઊં.’ અને તે તો પોતાના માંસના વેપારમાં લાગી ગયો. મહાત્મા તો બેઠા બેઠા વિચારે ચડી ગયા મેં આટલા વર્ષોની તપસ્યા કરી, છતાં આટલું જ્ઞાન ન મેળવી શક્યો અને આ સામાન્ય માણસો તો મારા પણ ગુરુ છે.

ખાટકીએ કામમાંથી પરવારીને મહાત્માને કહ્યું  ‘તમે કંઈપણ કરો, પણ તેને વળગો નહી. જાત ને અલગ રાખો, બાકીનું આપોઆપ થશે.’

આ તબ્બકે ફીલ્મ ‘સિધ્ધાર્થ’ નો એક ડાયલોગ કંઈક આવી રીતે યાદ છે. સિધ્ધાર્થને,  એક નાવિક નદીમાં પથ્થર ફેંકી જ્ઞાન આપે છે – જેમ પથ્થર પાણીની અસરથી મુક્ત રહી જેમ તળીયે પહોંચ્યો એમ જ માનવી પણ સર્વ કાર્ય કરતા રહીને પણ મુક્ત રહી શકે.

Movie based on Hermann Hesse’s bestselling Novel Siddhartha.

(http://www.youtube.com/watch?v=DJq05Pk8nSU)

યુવાનો પાસે સમય છે, ધારે તો કરી શકે તેમ છે. સીનીયર નથી કરી શક્યા તેના કારણે તેઓ ફ્રસ્ટેટ થયા છે, આત્મા-પરમાત્માની વાતોમાં ગુંચવાયેલા રહે છે.

એક અલગ દ્રષ્ટિથી લખાયેલી જુની પોસ્ટ – ‘બદલાવ’ (change) નો મોટો દુશ્મન ‘સ્વ’ – યાદ આવે છે.

‘સ્વ’ ને બદલવા સજાગતાપૂર્વક ઘણી  સાફસુફી કરવી પડે.

Advertisements

8 comments on “‘જાત’ની રજુઆત –

 1. pragnaju કહે છે:

  સંતો કહે છે…

  * ઘસાઇ જવાથી જીવનમાં ચમક આવશે

  * કટાઇ જવાથી શરીરનો નાશ જ થશે…

  * સાચામાં સાચી અને સારામાં સારી સલાહ આપણે આપણો નિંદક જ આપે છે….

  * નફરત સંયમ નથી પણ સમજણ સંયમ છે

  આ જાણતા ‘સ્વ’ નીસજાગતાપૂર્વક સાફસુફી મા મદદ થાય છે

  Like

 2. hiranyavyas કહે છે:

  We are very good Lawyers for our mistakes
  Very good Judges for other’s mistakes

  Like

 3. Atul Jani (Agantuk) કહે છે:

  બંધન કર્મથી નહીં પણ આસક્તિથી થાય છે.

  Like

 4. સુરેશ જાની કહે છે:

  અહં ઓગળવો એટલો સહેલો નથી! કદાચ થોડોક અહં જરૂરી પણ છે.
  ચપટીક પણ કર્તાભાવ ઓછો કરી એ દિશામાં એકાદ ડગલું ચાલવાની શરૂઆત કરવા જેવી હોય છે.

  Like

 5. સુરેશ જાની કહે છે:

  વિડિયો એમ્બેડ કરતાં શીખી જાઓ.

  Like

 6. Vipul Desai કહે છે:

  તમે અહમ શબ્દ જુવો તો અહ એટલે “હું”, “હમ” એટલે પણ પોતે, “અમ” એટલે પણ જાતે. શબ્દ જ એવો છે જ્યાં પોતાના સિવાય કશું દેખાતું નથી. જાની સાહેબ કહે છે કે થોડો અહમ જરૂરી છે પરંતુ થોડો જો રાખી શકીએ તો ઠીક પરંતુ લાલસા એવી છે કે અહમ પણ ભરપુર જોઈએ. કહેવું સહેલું છે. અહમ કાઢી શકાય તો પછી માણસ સિદ્ધાર્થની જેમ જંગલની વાટ પકડી લે!

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s