કટ ઓફ …..

કટ ઓફ …..

નિજદોષ દર્શન પોસ્ટમાં મારી મુંઝવણ વ્યક્ત કર્યા પછી પ્રતિભાવોમાં સીનીયર સીનીઝન મિત્રોની વિદ્વતાપૂર્ણ કોમેન્ટસથી ખુબ આનંદ થયો. વિચારોનું ‘ક્લિન્સીંગ’ થયું. દ્રષ્ટિભેદ જાણવા મળ્યો. ઘણું ઘણું જાણવા મળ્યું, પણ….પણ… જેમને ઉદ્દેશીને પોસ્ટ લખાણી તે યુવામિત્રો દુર રહ્યા. ‘લાઈક’ ના બટન પર ક્લીક કરી ચાલતા થયા અથવા વિષય જોઈ, આપણા માટે ‘અછુત’ વિષય છે એમ માની, ફક્ત નજર નાખી ચાલતા થયા.

જુની પેઢી અને નવી પેઢીની વિચારસરણી અલગ છે ? વિષયો અલગ છે ? આવા વિષયોમાં રસ નથી ? આ વિષયોનું વિચારવું જરુરી નથી ? ‘સમય’ નથી કે આવા વિષયોમાં વિચાર કરવાનો હાલ ‘સમય’ નથી ? (બુઢ્ઢા થયા પછી જોઈશું ?) કે પછી સીનીયર સીટીઝનોને આપણા બ્લોગમાં રસ નથી માટે આપણે પણ ક્યાં ઉંડા ઉતરવું એવી ભાવના છે ? (હું પણ ઘણા યુવાનોના બ્લોગને ફોલો કરું છું, કોઈવાર મગજની બતી થઈ જાય તો કોમેન્ટ પણ ફટકારી દઊં છું, પણ જોઊં છું તો ખરો.)

મારા લખવા પાછળનો હેતુ યુવાન માનસને સમજવાનો છે. અમે સીનીયર સીટીઝનો તો ‘પ્રોગ્રમ્ડ માઈન્ડ’ સાથે જીવીએ છીએ, શક્ય થાય ત્યાં બદલાવા પણ પ્રયત્ન કરીએ છીએ. લીમીટેશન્સ છે. પણ પ્રયત્ન જરુર છે.

મને લાગે છે કે જીવનમાં આપણે પહેલેથી જ સામાજીક જીવન અને આધ્યાત્મિક જીવન એવા ભાગ પાડીને ચાલીએ,  ધર્મ અને વિજ્ઞાનને અલગ કરીને જીવીએ, ધર્મ અને વહેવારને અલગ તારવીએ, દેશ, જાતિઓ, ધર્મ, સામાજીક સ્ટેટસ બધામાં એક ‘કટ ઓફ’ મુકીને જીવીએ છીએ. બસ મારે આ ‘કટ ઓફ’ને સમજવું છે, શા માટે ‘કટ ઓફ’ ?

માનવી જન્મે છે એક જ પ્રકારના શરીર સાથે, ધીમે ધીમે શરીરના અવયવોનો વિકાસ થાય. જો સામાન્ય પ્રાણી હોત તો કુદરતી રીતે અમુક રીતે જ વિકાસ પામ્યો હોત, પણ કુદરતની કૃપા છે કે તેણે માનવી ‘મગજ’ આપ્યું છે અને એ પણ એવી વ્યવસ્થા સાથે કે માનવી ધારે તેટલો તેનો વિકાસ કરી શકે, છતાં પણ આપણે એનો વિકાસ ‘જીવન’ને સમજવા માટે કેમ કરતા નથી ?

જગતની કુલ ‘શોધખોળો’નો આંક માંડી તેમાંથી વૈજ્ઞાનિક શોધખોળોની સંખ્યા (જે માનવીના શરીરને ધ્યાનમાં રાખીને થઈ હોય) અને ‘જીવન મુલ્યો’ (Human Values) સમજવાનો  પ્રયત્ન થયો હોય એવી શોધખોળ સંખ્યામાં તફાવત કેટલો ? આપણે જીવનના મુલ્યો સમજવા અને સમજાવવાનું કામ વૈજ્ઞાનિકોને બદલે ધર્મગુરુઓને સોંપી દીધું છે. જેમણે પોતાનું વર્ચસ્વ જાળવવા ભગવાન અને મનુષ્યને દુર રાખ્યા. મગજમાં ફીટ કરી દીધું કે ‘ગુરુ વિના જ્ઞાન નહીં’ (અધ્યાર રાખ્યું કે ‘પહેલા હું અને પછી ભગવાન’) એટલે સુધી માનવીઓ ભગવાનને ભુલી ગુરુઓમાં મગ્ન થઈ ગયા. ‘ગુરુ-ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય ?’ એમાં પણ ગુરુ પ્રથમ થઈ ગયા. હવે આવા ‘ગુરુ’ સહજતાથી મળતા નથી. શોધવામાં સમય કાઢવો પડે, જે સામાજીક જવાબદારીમાંથી મુક્ત હોય તે કાઢી શકે  એટલે આ કાર્ય સીનીયર સીટીઝનોએ સ્વીકાર્યું. પણ એમને તો કોઈ રોજબરોજની જવાબદારી હતી નહી એથી સહજ માનવ જીવનથી આધ્યાત્મ અલગ છે એવી દ્રષ્ટી કેળવી લીધી અને યુવાનોને એ ભાષામાં સમજાવવાનું શરુ કર્યું. પોતે જે સમજ્યા તે યુવાનોને સમજાવવામાં મારી દ્રષ્ટીએ નિષ્ફળ ગયા.

અધ્યાત્મ એટલે ‘ભગવાન’ની ચર્ચા કે આત્મા-પરમાત્માની ચર્ચા, સામાન્ય જીવનવ્યવહાર સાથે તેને ભેળવી ન શકાય, એવો સંકુચિત અર્થ થઈ ગયો અને ‘ભગવાન’ વચ્ચે આવ્યો એથી ‘કુદરત’ ભુલાઈ ગઈ. મહદ અંશે બધાનો અનુભવ હશે જ કે આપણે જેટલા કુદરતની નજીક રહીએ તેટલા જીવનમાં પ્રશ્નો ઓછા થાય છે.  માનવી, ‘માનવી’ની જેટલો નજીક રહે તેટલો વધારે સુખી.

યુવાનોની મુખ્ય દલીલ એ જ હોય છે એવો સમય જ ક્યાં છે ? મારો અનુભવ લખી નાખું તો – મને જીવન વિષે વધારે વાંચવા-સમજવાનો સમય મળ્યો હોય તો ઉંમરના ૩૨ થી ૪૦ વર્ષના ગાળામાં જ મળ્યો. એ વખતની નોકરી એવી હતી કે વધુમાં વધુ સમય મુસાફરીમાં જતો. પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ ઓછો એથી બસની મુસાફરી કરવાની આવે, બસમાં ખુબ સમય જાય, એનાં કરતાંય બસની રાહ જોવામાં બસસ્ટેન્ડ પર વધુ સમય જાય. આ સમયે લોકો સાથેના સંવાદો વધ્યા, મનુષ્યોને જોવા-જાણવાની તક મળી, જ્યારે કોઈ ન હોય ત્યારે જાત સાથે સમય ગાળવાનું થયું, નજર સમક્ષ ભજવાય રહેલા પ્રસંગોમાં ‘હું’ હોઊ તો શું થાય એ વિચારવાની તક મળી, આમ ‘હું’ સાથે પણ સમય ગાળવાનું થયું.

આજના સમયમાં યુવાનોની પરિસ્થિતિ બદલાઈ નથી. ફક્ત ‘હું’ માં ઉંડા ઉતરવાનો અભાવ ઉભરી આવ્યો છે. ટ્રાવેલીંગમાં મોબાઈલમાં મેસેજીસ સર્વીસમાં મિત્રો સાથે શેર કરવાનું ચાલે છે. ઘણા સુંદર  ‘ક્વોટ્સ’ની આપ-લે થાય છે પણ તે તત્ક્ષણ પુરતા જ રહે છે તેને ‘હું’ સાથે જોડતા નથી. ‘એવું તો વાંચવું સારું લાગે, જીવનમાં ઉતારવું કઠીન છે’ એવી સ્વીકૃતિ આવી છે.

પણ… આ તો મારી ધારણાઓ છે. હું એવું ઇચ્છું કે યુવાન મિત્રો આ વિષે કંઈક કહે. યુવામિત્રોને લાગે કે આ મુદ્દો વિચારવા યોગ્ય છે તો એનો પ્રચાર પ્રસાર કરે – નિજદોષ દર્શન અને આજની પોસ્ટ રીબ્લોગ કરે, કોપી કરે, ફેઈસબુક પર શેર કરે.. જે કરવું હોય તે … પણ મને આ વિચારોના પ્રતિભાવોમાં રસ છે. જો પ્રતિભાવો મળશે તો એનું વિશ્લેષણ સાથે મળીને કરશું અને કોઈક માર્ગ શોધવાનો પ્રયત્ન કરશું…..

સહકારની અપેક્ષા તો રાખું ને … ?

17 comments on “કટ ઓફ …..

 1. pragnaju કહે છે:

  ‘પોસ્ટ લખાણી તે યુવામિત્રો દુર રહ્યા. ‘લાઈક’ ના બટન પર ક્લીક કરી ચાલતા થયા અથવા વિષય જોઈ, આપણા માટે ‘અછુત’ વિષય છે એમ માની, ફક્ત નજર નાખી ચાલતા થયા.’…ઉપેક્ષા કરતા સારું છે કે વાત ગમી છે આ સાથે અમારા જેવા વધ્ધોની જવાબદારી તે પ્રમાણે જીવવાનું અને દાખલો બેસાડવાનું છે અને ઉપદેશ આપવાનું ઓછું કરવાનું ્છે

  Like

 2. અગાઉની પોસ્ટ ચુકી જવાઇ હતી તે આજે જોઇ. આપ આ ઉંમરે પણ યુવાનોની દ્રષ્ટિ અને સમસ્યા માટે વિચારો છો તે માટે આપની નજરને સલામ. હું મારી ઉંમરના યુવાનોથી ઘણો વિચિત્ર છું પણ આખરે છું તો એક યુવાન જ ને! એટલે યુવાનો વિશે ઘણું કહી શકુ એમ છું. (અરે સાહેબ વિશ્વાસ કરો, મારી વાતો ભલે બુઢ્ઢા લોકો જેવી હોય પણ હું એક યુવાનની કક્ષામાં જ આવું છું. 🙂 )

  આ મુદ્દો એક વિચાર તો માંગે છે પણ સરવાળે મોટાભાગના યુવાનોની નજરે આ એક કંટાળાજનક ચર્ચા બની શકે છે. આવા વિષયોની ચર્ચા મોટાભાગે સિનિયર સિટીજનોમાં જ થતી હોય છે અને તેનું કારણ પણ સરળ છે – ‘જનરેશન ગેપ’. વૃધ્ધોને યુવાનો સાથે તેમની નજરે સરળ ચર્ચા કરવા તૈયાર નથી અને યુવાનોને આ ઉંમરે આવી ચર્ચા કરવામાં રસ નથી હોતો.

  આમ જો હમણાં લખવા બેસું તો ઘણું લખાઇ જશે કેમ કે આ વિશે મે ઘણાં નિરિક્ષણ અને સંશોધન કર્યા છે. અને એમાંયે મારા ગમતા વિષયો છે : યુવાનો-વૃધ્ધો-વિચારસરણી-આધ્યાત્મ-ભગવાન-ગુરૂ-કુદરત. એટલે મારા અનુભવોને આપની સાથે વહેંચીને તેને આપની નજરે તોલાવવા મને તો ગમશે.

  સમય મળશે ત્યારે અહી ઘણું બધુ ઉમેરીશ.

  Like

  • સુરેશ કહે છે:

   ભાઈલા,
   મન હોય તો અંગત / ઈમેલિયા ચર્ચા કરીશું? મને આ પબ્લિક પ્લેટફોર્મ કરતાં એ વધારે ગમે છે. મારું ઈમેલ સરનામું તને આપવા જગદીશ ભાઈને વિનંતી.

   Like

  • jagdish48 કહે છે:

   તમાર બગીચામાં પણ ક્યારેક આંટો મારી લઊં છું. મને ‘તોલવા’માં નહી પણ વહેચવાંમાં અને શીખવા-સમજવામાં જ રસ છે. જરુર ઉમેરજો, સાથે મળીને શીખશું.

   Like

 3. સુરેશ કહે છે:

  અમારા જેવા વધ્ધોની જવાબદારી તે પ્રમાણે જીવવાનું અને દાખલો બેસાડવાનું છે અને ઉપદેશ આપવાનું ઓછું કરવાનું છે
  —————
  બહેનની વાત એકદમ જચી ગઈ. ખાટલે ખોડ આ જ છે. આપણે જવાન હતા; ત્યારે પણ ‘આવી વાતો ઘૈડિયાઓ માટે’ એમ જ માનતા’તા !
  પણ કદાચ જુવાનો તો એ પણ નહીં જુએ!
  ——————————-
  આ સામાજિક કન્ડિશનિંગ છે – અને મને બહુ જ અફસોસ થાય છે કે, એ અંગે કામ કરનારા આંગળીના વેઢે ગણાય એટલા પણ નથી.
  ગાંધીજી અને એમના ખમતીધર, અતિ ઉચ્ચ કક્ષાના સમાજ સેવકોએ અસ્પૃશ્યા નિવારણ માટે આખી જિંદગી ભેખ લીધો. છતાં … ઢેડ અને ભંગી ‘ હરિજન ‘ બની ગયા !!

  સચ્ચિદાનંદ સ્વામી રાડો પાડી પાડીને ઘરડા બની ગયા … પણ આજે ય ફકીર જેવા સાંઈબાબાને ૬૦૦ કરોડનું સિંહાસન … અને અધ્યાત્મના નામે મીંડું .

  ઓલ્યા રેશનાલિસ્ટો પણ એમનો જૂદો ફિરકો ચાલુ કરીને અર્થ વગરની ચર્ચામાં શ્રીરામ પર ધૂળ ઊડાડ્યા જ કરે.
  ————–
  સાત સાત વરસ ગુજરાતી નેટ જગત પર આ જ માહોલ જોયા પછીનો એક સાર ..

  અપની અપની સમાલિયો !!!

  કોઈને ડહાપણ કે ગનાન આપી શકાતું જ નથી. એ જાતે જ લેવું પડે. જાતે જ ચાલવું પડે.

  – બે ડગલાં ચાલેલો અંતરયાત્રી

  Like

  • jagdish48 કહે છે:

   ‘દાખલો બેસાડવાનું છે’ – આટલેથી અટકીએ તો ન ચાલે, આજના યુવાનને આની જાણ પર કરવી પડે તેમ છે, કારણ કે ટેકનોજીના પ્રતાપે માહિતી ધોધ વરસી રહ્યો છે, એમાંથી જુદુ તારવીએ અને ઉપદેશ આપવાને બદલે, તેને ‘ફક્ત’ દર્શાવીએ કરીએ તો સાચી વાતની યુવાનોને જાણ થાય, કોઈ અસર થાય કે નહી તે તમારા પ્રેઝન્ટેશન પર આધારીત છે. તેમ મને લાગે છે. (પ્રેઝન્ટેશનનો જમાનો છે. 🙂 )
   ‘કોઈને ડહાપણ કે ગનાન આપી શકાતું જ નથી’ આ વાત મેં પહેલેથી જ સ્વીકારી છે. મોટિવેશનના દરેક ક્લાસમાં શરુઆત હું એક દાખલાથી કરતો –
   ‘હું તમને અહી શીખવવા આવ્યો નથી. હું જે જાણું છું એ તમે સૌ પણ જાણો છો જ. મારા અને તમારામાં કોઈ ફરક નથી. ફક્ત હું મારા વિચારોને ગોઠવવાનું શિખ્યો છું એટલો જ ફરક. ધારોકે તમે મુસાફરી કરવાની છે અને બસસ્ટેશન પર મિત્ર સાથે ઉભા છો. બસ આવી અને દરવાજા પાસે ધક્કામુક્કી થઈ અને તમે મિત્રથી છુટા પડી ગયા. હવે આ ટોળામાં મિત્રને શોધવામાં કેટલી મુશ્કેલી ? જો મુસાફરો એક લાઈનમાં ઉભા હોત તો તમે મિત્રને સહેલાઈથી શોધી શક્યા હોત. આવું જ તમારા મગજમાં બને છે. ઘણી જાણકારી છે પણ તે વિચારો, પેલા ટોળા જેવા છે. જરુર જણાય ત્યારે તમે ‘યોગ્ય’ વિચાર ટોળામાંથી શોધી શકતા નથી અને મુશ્કેલી સર્જાય છે. હીરો અને કોલસો બંને એક જ રાસાયણિક તત્વના બનેલા છે, પણ બંનેની કિંમતમં જમીન આસમાનનો તફાવત છે. હીરામાં અણુ-પરમાણુઓ વ્યવસ્થિત ગોઠવાયેલા છે જ્યારે કોલસામાં અસ્તવ્યસ્ત છે. હું વિચારોને ગોઠવવાની રીતની જાણ કરીશ પણ શીખવી કે નહી તે તમારે નક્કી કરવાનું છે.’

   Like

 4. preeti tailor કહે છે:

  aajna yuvan ni disha ane jivan pratyeno abhigam aapana thi taddan judo chhe ..mane life of pi movie yaad aave chhe ….aajna yuvano ne aapani vaat pan sambhalvano samy nathi pan samy jyare emne parothna pagla bharva majbur kare tyare to temne pan potani bhulo nu vishleshan karvu j padshe …” varya na vale te harya vale “…..emne emna anubhave shikhava mate chhodi deva pade ..ha e loko pade tyare saharo jarur aapvo ..
  mane lage chhe ke aapane aapani rite aapana yuvani na samay ma ketliy bhulo kari ane ena bodhpathe anubhave ghanu badhu shikhya chhie …..
  aa badhu mara anubhavthi kahu chhu …nankadi vaat chhe …uandama shakbhaji na male ..hun je male temathi gharnani pasand na pasand kari laavu ..dikari kayam kahe ..tane biju kashu maltu nathi ..ek divas hun ene shakni dukane laine gayi ..shakvala bhai jode eno parichay karavi didho ..ane pachhi hathma paisa ane theli aapi ene j moklavu sharu karyu …..have te pan e j shak laave chhe je hun lavti pan eni fariyaad bandh thai gayi …ene samjayu …
  bas emne bhulo karvani ha jivan bagade evi nahin pan yogy ane kshamy bhulo karvani tak aapvi rahi ane aapanu kary nirikshan nu …bhul kare tyare margdarshannu …

  Like

  • jagdish48 કહે છે:

   આપણામાં કહેવત છે જ કે ‘પાકે ઘડે કાંઠાં ના ચડે’ આમ પુખ્ત થયેલાને શિખવી ન શકાય, જો તેઓ ઇચ્છે તો શિખે નહીંતર, અનુભવે શીખે. આપણે જે કહેવાનું છે તે સુપાચ્ય રીતે રજુ કરીએ, તેમને લેવું હોય તો લે નહીતર આપમેળે શીખે. ભુલો કરનાર વ્યક્તિ પણ શીખવા કે માર્ગદર્શન લેવા તૈયાર ન હોય તો કશું ન થઈ શકે. પણ એની સમક્ષ માહીતિ રાખી હોય એટલે કે જાણકારી આપી હોય તો ઇચ્છે ત્યારે સ્વયં માર્ગદર્શન મેળવે.

   Like

 5. bharodiya કહે છે:

  પ્રોગ્રમ્ડ માઈન્ડ માં શું વાંધો છે, જગદીશ ભાઈ,
  બાપાઓ કે કાકાઓના અનુભવ પર યુવાનો પણ ચાલે છે. એનાથી જીવન આસાન બની જાય છે. નવો પ્રોગ્રામ બનાવવામાં સમય બરબાદ કરવા કરતા જુના પ્રોગ્રામમાં સમય મુજબના ફેરફાર કરી આગળ વધી શકાય. નવા પ્રોગ્રામની કોઇ ગૅરંટી ખરી એ કેવો હશે ? સ્કૂલ કોલેજ પણ પ્રોગ્રામિન્ગ જ કરે છે ને ?

  તમેં ભાગ્યશાળી કે તમને એવી જાતની મુસાફરીઓ કરવા મળી કે જેથી તમને આરામ થી બેસી સભાન પણે વિચારવાનો સમજવાનો મોકો મળ્યો. આજના યુવાનો ને એ મોકો નથી મળતો. મુંબઈનો યુવાન દરરોજ બે બે કલાક ભીડમા ઉભો ઉભો મુસાફરી કરતો હોય છે. એનુ સભાન મન તો સીટ મળવાની આશામાં રોકાઈ ગયેલું હોય છે, સુશુપ્ત મન જરૂર અનુભવ કે નિરિક્ષણ કરી લેતું હશે પણ એ વ્યક્ત ના થઈ શકે. કામના સ્થળની તો વાત જ છોડો. સુરતમાં જ તમે જોતા હશો બધાની નજર રોડ પર હોય ક્યાંક કોઇ ભટકાડી ના દે. અમદાવાદમા પણ એવુંજ હશે. ઉપરથી કામ અને ઘરની ચિંતાઓ ચોગામાં,

  બુઢાઓ ભલે જીવન સમજવાની, આત્મા પરમાત્માઓની વાતો કરે યુવાનો નો પ્રથમ ધર્મ છે કામધંધો જેથી એના પોતાના કુટુંબનુ ભરણ પોષણ થઈ શકે. મર્યા પછી ક્યાં જવાનું છે એની કોઈ ને ખબર નથી, જે બુઢાઓનો પહેલા વારો આવવાનોં છે એ ભલે ફિકર કર્યા કરે. યુવાનોને ફિકર કરવાની વાર છે. યુવાનો નૈતિકતા જાળવી રાખે એટલો ધર્મ તો એને વારસામાં જ મળેલો છે ઉંડે ઉતરવાનો સમય જ ક્યાં છે અને જરૂર પણ શી ?.

  વિકાસના નામે ઉભી કરેલી અજગર જેવી અપેક્ષાઓ, સગવડની ભૂખો, સ્પર્ધાઓ, ના જમાનામાં યુવાન સુપરમૅન હોય તો બધુ થાય બાકી રામ ભજો.

  Like

 6. Sharad Shah કહે છે:

  જગદીશભાઈ;
  યુવાનીમાં તો સમાજ વ્યવસ્થા બદલી નાખું કે ભારતનુ ભાગ્ય બદલી નાખું કે દુનિયા ઉથલપાથલ કરી નાખું ના સપના જોઈએ તો સમજી શકાય કે એ ઉંમર જ છે જ્યારે શારિરીક ઊર્જા તેના ઉફાન પર હોય છે. પરંતુ હવે સાઈઠ વટાવ્યા પછી આપણને એ સમજાવું જોઈએ કે દુનિયા અને સમાજને બદલવાનુ તો ઠીક પણ ઘરનુ ફરનિચર પણ મરજી મુજબ નથી બદલી શકાતું તો અન્યને (યુવાનોને) બદલવા કેમ કરી શક્ય બનશે? મારી સમજ મુજબ આપણે કાંઈ પણ બદલી શકવાને સમર્થ હોઈએ તો ફક્ત અને ફક્ત આપણી જાતને જ બદલી શકીએ છીએ.
  પરતું કદી એ પ્રશ્ન ઊઠે છે કે શા માટે આપણે સ્વ બદલાવની જગ્યાએ હંમેશા બીજાને જ બદલવા માગીએ છીએ અને જેવી સ્વ બદલાવની વાત આવે કે તરત જ આપણે કોઈને કોઈ છટકબારી/બહાના શોધીએ છીએ?
  અહીં વાચકો અને ચર્ચામાં ભાગ લેનાર તમામને નિમંત્રણ છે કે આપણી આવી મનોવૃત્તિ શાને કારણે છે તે મનોવિશ્લેષણ કરી શોધે અને તેમનુ વિશ્લેષણ શું કહે છે તે જણાવે.
  આ મનોવિશ્લેષણ એક રમત તરીકે લેવી અને અન્ય કોઇનું દિલ દુભાય નહી તે દરેક ધ્યાનમાં રાખશે તો જગદીશભાઈના બ્લોગની ગરિમા જળવાશે.
  શરદ.

  Like

 7. Sharad Shah કહે છે:

  ફક્ત નિમંત્રણ સ્વિકાર પુરતું નથી. મનોવિશ્લેશણ કરી આપણી મનોવૃત્તિ પરખવાની છે અને આપણી આવી મનોવૃત્તિના કારણો સમજવાના છે જેથી મન વિષે, મનના લક્ષણો, ગુણધર્મો, તેની કાર્ય પધ્ધતિ સમજાય. યાદ રાખો જેવી સ્થિતિ, લક્ષણો અને કાર્ય પધ્ધતિ આપણા મનની છે તેવી જ અન્યની છે. આપણી બેહોશી અત્યંત સઘન હોય અને સુધારની કોઈ સંભાવના જ નહીં હોય તો કશું દેખાશે નહી. સિવાય અંધકાર. પણ થોડો પણ હોશ હશે તો મનના વિવિધ ખેલ સમજાતા જશે. દરેક વાચકોને આવું વિશ્લેશણ કરી અહીં શેર કરવા નિમંત્રણ છે. ફક્ત સ્વિકાર કરી બેસવાનુ નથી કે શરમ રાખવાની જરુર નથી. મારા મનની જે વિકૃત્તિઓઅ છે તવી જ બીજાના મનની પણ છે તેથી આપણને આપણા મનની વિકૃત્તિઓનો બોધ થાય તે પરમાત્મા તરફનુ આપણુ સોપાન છે. જે ને બોધ નથી થતો તેમનુ દુર્ભાગ્ય છે.

  Like

  • jagdish48 કહે છે:

   ખુબ ઉતાવળમાં છો શરદભાઈ ?
   મેં નિમંત્રણ સ્વીકાર્યું કે મગજમાં વિચારની સ્વીચ પાડી દિધી, નવનીત કાઢવાનો પ્રયત્ન કર્વો હોય તો ‘મંથન’ તો કરવું પડે ને !

   Like

 8. Sharad Shah કહે છે:

  હા, ઉતાવળ છે. ઈન્ટરનેટ પરથી ટુંક સમયમાં વિદાય છે. અને આમય સાઈઠ વટાવ્યા પછી ઉતાવળ ન હોય તો જ નવાઈ? બહુત ગઈ થોડી રહી હોય એવું તમને નથી લાગતું?

  Like

  • jagdish48 કહે છે:

   તમારી ઉતાવળનું આંશિક પરિણામ -આજની પોસ્ટ – https://bestbonding.wordpress.com/2013/05/23/basic-instincts/
   પ્રતિભાવની અપેક્ષા પણ ત્યાંજ…..
   મેં આજે જ ઓશોના એક સંબોધનમાં સાંભળ્યું – आप जो कर रहे वह जीने के लीए कर रहे हे, कि करने के लीए जी रहे हे ?
   જો આવું જ હોય તો ઉતાવળનો કોઈ અર્થ જ નથી. બસ ! જાત ને બદલવાની છે એ બદલાશે તો જગત પણ બદલાશે. (આપણા ચશ્મા જ બદલો ને !)
   ‘સ્વ’ ને જાળવવો એ આપણી સહજવૃતિ જ છે, જો કે જાતને ખુલ્લી ન પાડવામાં કે સ્વીકારવાના મુળમાં આપણો ‘આહમ’ છુપાયેલો છે.

   Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s