સંબંધોમાં સ્પામ ફીલ્ટર –

ઇન્ટરનેટથી સુપરિચિત મિત્રોને સ્પામ ફિલ્ટર માટે વધુ જણાવવાની જરુર ન હોય. દરેકના મેઈલબોક્ષમાં સ્પામ ફોલ્ડર હોય જ, મેઈલ સર્વીસ સીસ્ટમને જો કોઈ મેઈલ વાંધાજનક લાગે તો સીધો જ સ્પામ ફોલ્ડરમાં ડાયવર્ટ કરી દે છે. કેટલાક જરુરી અને અગત્યના મેઈલ પણ સ્પામ ફોલ્ડરમાં જતા રહે છે. આપણા મનની સિક્યોરીટી સિસ્ટમ પણ કેટલાક સંબંધોને સ્પામ જાહેર કરી દે છે, જે કદાચ સારા પણ હોય. આપણે જો આ મનની સિક્યોરીટી સિસ્ટમની જાણકારી મેળવીએ તો કદાચ સંબંધોની સારપ માણી શકીએ.

સંબંધોની માયાજાળને સમજવામાં ઇન્ટરનેટની માયાજાળની સમજણ ઉપયોગી નીવડે તેમ છે.

આધુનિક વિજ્ઞાનની, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની દેન ગજબની છે. કોમ્પ્યુટર ઓન કરી ઇન્ટરનેટ જોડો એટલે જગતના કેટલાય કોમ્પ્યુટર સાથે જોડાઈ જાઓ. જગતના અસંખ્ય જાણ્યા-અજાણ્યા, ઇન્ટરનેટથી જોડાયેલા, વ્યક્તિઓ સાથે સંબંધ બંધાય જાય. આ સંબંધ પણ કેવો ? ઇન્ટરનેટ ઓન – સંબંધ બંધાય અને સ્વિચ ઓફ થાય અને સંબંધનો પણ અંત.

ગઈકાલની પોસ્ટમાં જોયેલા અપેક્ષાઓના સંબંધનું પણ આવું જ ! અપેક્ષાઓ જાગી – સંબંધની સ્વીચ ઓન, અપેક્ષાઓની સંતુષ્ટિ – સંબંધ પુરો. (જેમ કે આપણા વ્યવસાયિક સંબંધો)

પ્રેમસંબંધમાં પરિવર્તિત થઈ શકે એવા સંબંધોનું અકાળ અવસાન થઈ જાય છે. ઇન્ટરનેટ જોડાણ બંધ થતા અસ્ત થતો સંબંધ આપણા દિલ દિમાગને તકલીફ આપતો નથી, પણ જીવનના તુટતા સંબંધો તકલીફ કરાવે છે.

શા માટે ?

network copy

અ બાબત સમજવા માટે ઇન્ટરનેટનું માળખું ઉપયોગી થાય તેમ છે. તમે જ્યારે ઇન્ટરનેટનું જોડાણ કરો ત્યારે તમારું કોમ્પ્યુટર એક સર્વર સાથે જોડાય, આ સર્વર બીજા કેટલાક સર્વરો સાથે જોડાયેલું હોય અને બીજા સર્વરો અન્ય કોમ્પ્યુટરો સાથે જોડાયેલા હોય આમ તમારુ કોમ્પ્યુટર બીજા અસંખ્ય કોમ્પ્ય્ટરો સાથે જોડાય જાય. ધારો કે A-B-C-D-E જોડાયેલા છે. હવે A – D, C સાથે પણ સ્વતંત્ર રીતે જોડાયું હોય અને એજ રીતે D અને B, E અને B પણ જોડાયેલ હોય. અહી A અને D સંબંધ છે તો વળી D સ્વતંત્ર રીતે B સાથે પણ સંબંધ ધરાવે છે. ઘરમાં દાદા પુત્ર સાથે સંબંધમાં છે, તો વળી દાદા પૌત્ર સાથે પણ સીધા સંબંધમાં છે. આમ દાદા પુત્ર, પુત્રવધુ, પૌત્ર કે પૌત્રી બધા એકબીજા કોઈ લીન્ક દ્વારા પણ જોડાયેલ છે તેમજ સીધા સંબંધો પણ ધરાવે છે. જાણે ભગવાને બનાવેલા ‘માનવ’ કોમ્પ્યુટરો એકબીજા સાથે ‘સંબંધો’ના ઇન્ટરનેટથી જોડાયેલા છે.

આ તો સંબંધોને સમજવા ઇન્ટરનેટની આડવાત થઈ ગઈ પણ એમાં અંદર ઉતરીએ તો સંબંધોનું રહસ્ય પણ હાથમાં આવે તેમ છે. ઇન્ટરનેટ પર જોડાયેલા અસંખ્ય કોમ્પ્યુટરમાંથી પોતે, ઓફલાઈન થનારને અન્ય કોમ્પ્યુટરો સાથે સંબંધ તુટ્યાનું દુઃખ નથી. ફેસબુક પરથી ઓફ થનારને મિત્રોથી જુદા થયાનું દુઃખ નથી. (લગ્ન સુધી પહોંચનારા પંખીઓની વાત નથી થતી J ) ફેસબુક પર આપણી ફ્રેન્ડશીપ કોઈ નકારે કે આપણે કોઈને બ્લોક કરી દઈએ તો કોઈ તકલીફ થતી નથી.

તમે આવું કેમ, એ ક્યારેય વિચાર્યું ?

કારણ કે તમે એનું ‘અલગ’ (સ્વતંત્ર) અસ્તિત્વ સ્વીકાર્યું છે.

કોઈપણ વ્યક્તિ ફેઈસબુકના પોતાના પેઈજ પર જે લખવું હોય તે લખે, બ્લોગ પર જે લખવું હોય તે લખે આપણને કોઈ વાંધો નથી (કોઈવાર મનમાં ઉકળી જઈએ (આપણી નાદાનીથી) પણ સંબંધો તુટવાથી થતી તકલીફ જેવી તકલીફ થતી નથી). મુળ વાત સામેવાળાની ‘સ્વતંત્રતા’ સ્વીકારવાની છે. ફેસબુકનો ફ્રેન્ડ કે બ્લોગર મારાથી ‘અલગ’ છે ‘સ્વતંત્ર’ છે માટે કપાતો સંબંધ આપણને તકલીફ પહોંચાડતો નથી. પણ આ જ વાત આપણે જીવનમાં બંધાતા સંબંધો માટે સ્વીકારતા નથી. સામેવાળીને વ્યક્તિને પણ પોતાના વિચારો/વર્તન હોય શકે, એટલી વાત જો આપણે સ્વીકારી લઈએ તો સંબંધોમાં બાંધછોડ શક્ય બને.

આ ‘અલગતાનો અસ્વીકાર’ એ સંબંધો માટેનું આપણા મનમાં રહેલું સ્પામ ફીલ્ટર છે. આ ફીલ્ટર સારા સંબંધોમાં પણ જો આપણી ધારણા મુજબના વિચાર કે વર્તન થતા ન જુએ તો તેને સ્પામ ફોલ્ડરમાં ડાયવર્ટ કરી દે છે.

સંબંધોને સ્પામ જાહેર કરતું બીજું ફીલ્ટર છે ‘માન્યતા’. આ માન્યતાઓ એટલે જ્યારે આપણે મોટા થતાં હોઈએ (આપણું સામાજીકરણ થતું હોય) ત્યારે મળતા વિવિધ સંદેશાઓ દ્વારા મળે છે. નાનપણથી આપણે જોતા આવીએ છીએ કે વડીલો જેમ કહે તેમ કરવું, આજ્ઞાંકિત રહેવું, વડીલોની ઇચ્છા મુજબ વર્તન કરવું. બાળકો વડીલોના વચન અને વર્તનનો ભેદ નોંધી લેતા હોય છે પણ આજ્ઞાંકિત રહેવાની માન્યતાની ગોળી પીધી હોવાથી મોટા થતાં પોતાના બાળકોને પણ પિતા બાળકને ‘વિવેક’ની ગોળી પાવાને બદલે ‘આજ્ઞાંકિત’ની જ ગોળી પાય છે. જો ગોળી પીવાનો ઇન્કાર કરે તો સંબંધમાં તિરાડ. સ્ત્રીઓ અલ્પ બુધ્ધિની હોય, લગ્નસંબંધો જ્ઞાતિમાં જ હોવા જોઈએ, જ્ઞાતિ/સમાજની મર્યાદાઓ ઓળંગી ન શકાય, આવી અનેક માન્યતાઓ આપણા મનમાં ભરી પડી છે. જે સારા સંબંધો બાંધવા કે ટકાવવામાં અવરોધ ઉભા કરે છે. લગ્નસંબંધની જ્ઞાતિબહારની સારામાં સારી ઓફર આવી માન્યતાઓના કારણે સ્પામમાં ડાયવર્ટ થઈ જાય છે.

આવું જ એક ફિલ્ટર ‘પૂર્વગ્રહો’નું છે. છગનભાઈએ પોતાની સમજણ પ્રમાણે માહિતી આપી ‘મગનભાઈથી ચેતજો’ પછી મગનભાઈ આપણા ભલાની વાત કરે તો પણ મગજમાં ફ્લેશ થાય ‘ ચેતજો, એમાં એનો કોઈ સ્વાર્થ હશે’. આમ અપણે સંબંધને સંકોરી લઈએ છીએ. મેં એવા પણ તુટેલા સંબંધો જોયા છે કે જ્યાં મિત્રની નામ-રાશી પોતાની રાશી સાથે મેચીંગ નથી (રાશીનો પુર્વગ્રહ).

મારા ધ્યાનમાં એક વધુ ફીલ્ટર ‘કુટેવ’નું છે. મારા એક મિત્રને વાતવાતમાં સામેવાળાને ઉતારી પાડવાની, પોતાની મોટાઈ દેખાડવાની (કુ)ટેવ છે. આમ એમનું દિલ સાફ છે. જેને ઉતારી પાડ્યો હોય તે જો કોઈ મુશ્કેલીમાં આવે તો કંઈપણ વિચાર્યા વગર દોડી જાય, છતાં પણ સામેવાળો તો સંબંધ સંયમિત રાખે.

મહદ અંશે સંબંધો ‘સ્પામ’ નથી હોતા. આપણે ફક્ત આપણા મનમાં ‘સ્વશ્રધ્ધા’નું એન્ટીવાયરસ લોડ કરવાનું છે. તમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકશો એવી શ્રધ્ધાનું મનમાં આરોપણ કરી દો, સંબંધો સુધરી જશે. અન્યના અલગ અસ્તિત્વનો સ્વીકાર કરશો ત્યાં જ અડધી બાજી જીતી જશો. બાકીના ફિલ્ટરો દુર કરવા તો સામાન્ય બાબત છે. પ્રયત્ન કરી જુઓને !

7 comments on “સંબંધોમાં સ્પામ ફીલ્ટર –

 1. Vinod R. Patel કહે છે:

  ડો . જગદીશભાઈ ,આપની સંબંધોના સ્પામ ફિલ્ટરની સાચી અને મૌલિક વાત મનને જચી ગઈ .

  આપના ઈન્ટરનેટ અને કમ્પ્યુટરના જ્ઞાનનો ઉપયોગ કરી એક સારા અને સમજવા જેવા લેખનું સર્જન

  કરવા બદલ અભિનંદન .

  Like

 2. vijayshah કહે છે:

  આપનો લેખ શીરાની જેમ હ્રદય્માં ઉતરી ગયો.
  મારા બ્લોગ ઉપર મુકવાની અનુમતિ આપશો

  Like

  • jagdish48 કહે છે:

   અહીં મારૂં કશું જ નથી, સૌ પાસેથી મળ્યું તે વહેંચું છું, તમારા વિચારો પણ આમાં હશે જ. (મેં અગાઊની કોઈક પોસ્ટમાં યુનિવર્સલ કોન્સીયસનો ઉલ્લેખ કરેલો જ છે.) તમારા વિચારોને વહેંચવાની થોડી અનુમતિ લેવાની હોય. વહેચોં જેટલું વહેંચી શકાય તેટલું.

   Like

 3. સુરેશ જાની કહે છે:

  આ જ્ઞાન બરાબર તો છે જ. પણ ઉકેલ માટે કોઈ ઉપદેશ અસર ન કરી શકે.
  જાગૃતિ વિના બીજો કોઈ રસ્તો નથી.

  Like

  • jagdish48 કહે છે:

   સુરેશભાઈ,
   મેં તો માહિતી આપી. એનું જ્ઞાનમાં રુપાંતરણ તો વાંચનાર કરવાનું રહ્યું. જો જ્ઞાન મળ્યું તો જાગૃતિ તો આપોઆપ આવશે.
   યુવાન મિત્રો તો માહિતીનો ઉપયોગ કરીને ‘જાગૃતિ’ લાવે છે જ ! 😉

   Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s