સંમોહન -૨

અગાઊની પોસ્ટ સંમોહન – એક વિચાર, શ્રી સુરેશભાઈના વિચારો વાંચ્યા, તેમણે મને એક રોજીંદા જીવનમાં બનતી કેટલીક ઘટનાઓને બારીકાઈથી સમજવામાં મદદ કરી.

સંમોહનનો વૈજ્ઞાનિકોએ  વિચાર ભલે ૧૭ મી સદીમાં કર્યો પણ માનવી તેનો ઉપયોગ હજારો વર્ષથી કરતો આવ્યો છે, હું અને તમે પણ. જરા નાના બાળકને હિંચોળતી અને હાલરડું ગાતી માતાને યાદ કરો. એક ચોક્ક્સ ટાઈમીંગથી ઘોડીયાના સ્વીંગ અને માતાના રીપીટેડ શબ્દો ‘સુઈ જાને કાન….’ અને થોડી પળોમાં બાળક નિંદ્રાદેવીને શરણે થઈ જાય, કદાચ પાથરણું ભીનું થયુ હોય તો પણ ! (પછી ભલે થોડીવાર પછી ભીનું અનુભવાય અને રડવાનું શરુ કરે). આજે સ્પષ્ટ થયું કે આ સંમોહન છે.

મને થયેલો એક અનુભવ જણાવી દઊં –

એ સમયે ગ્રેજ્યુએશન ચાલતું હતુ અને વેકેશનમાં ગામડે ગયેલ. થોડા સમય પહેલાં એક મિત્રનું એક્સીડન્ટમાં મૃત્યુ થયેલું. તેના કુટુંબીજનોએ મૃતાત્માની કોઈ ઇચ્છા અધુરી રહી ગઈ હોય તો તે જાણવા એક રાત્રે ચંડીપાઠ બેસાડેલ. હું પણ કુતુહલવશ ગયેલો. ભેગા થયેલાઓમાં સ્વ. ની ચર્ચા ચાલતી હતી. થોડીવારે બ્રહ્મણોએ પ્રાથમિક પુજાપાઠ, સ્થાપન વગેરે કરી ચંડીપાઠ કરવાનું શરુ કર્યુ. બ્રાહ્મણોના બે ગ્રુપ સામ સામે બેસીને ‘હાઈપીચ’માં ચંડીના શ્લોકો બોલતા હતા અને સાથે સાથે ડાકલા વાગતા હતા. (ડાકલા – એક ઘડા પર થાળી મુકી, તેમાં મગ નાખી, થાળીની કિનારી પર દાંડીથી ચોક્કસ રીધમમાં વગાડવામાં આવે છે. વગાડતા વગાડતા વચ્ચે વચ્ચે આંગળીથી થાળીને ઉચી કરી છોડી દેવાની જેથી ‘ભફ’ જેવો અવાજ આવે.) રાત્રિના સન્નાટામાં આ સંગીત સાંભળતા સાંભળતા મગજમાં પણ વાઈબ્રેશન આવવા માંડે. થોડીવાર પછી સ્વ. મિત્રના કાકા ડોલવા લાગ્યા, તેમને સ્થાપન સામે બેસાડવામાં આવ્યા. તેમની ધ્રુજારી વધી, ધીમે રહીને ચંડીપાઠ બંધ કરી મુખ્ય બ્રાહ્મણે તેમને સવાલ પુછવાનું ચાલુ કર્યું. નામ, કેમ આવ્યા છો….. કોઈ ઇચ્છા છે … વગેરે વગેરે. પછી તો તેમણે કોઈના હાથનું દુધ, કોઈના હાથનું પાણી વગેરે પીધું.

બીજા દિવસની વાત વધારે અગત્યની –

મિત્રના કાકા થોડા સમજુ અને ભુવા, ધુણવું વગેરેમાં માનતા ન હતા. એથી બીજા દિવસે મેં તેમની સાથે ચર્ચા કરી એમણે એવું કેમ કર્યું ? એમણે બહુ સ્પષ્ટ કહ્યું ‘ મારા શરીર પર મારો કોઈ કંન્ટ્રોલ ન હતો, શરીર ધ્રુજતુ હતુ, કન્ટ્રોલ થતું ન હતુ. મને શું થયું એની મને કોઈ ખબર જ નથી. ફક્ત મને રમણીકનો (સ્વ. મિત્રનો) ચહેરો દેખાતો હતો. મારા શરીરે શું ક્રિયા કરી તેની મને કંઈ ખબર જ નથી.’ આ એવી વ્યક્તિના શબ્દો છે કે જે પોતે પણ આવી કોઈ ક્રિયાઓમાં આસ્થા ધરાવતા ન હતા, છતાંપણ આ ક્રિયા થઈ જ. સ્વર્ગસ્થને દુધ કે પાણી પહોંચ્યું કે નહી તેનો સવાલ નથી, પણ એ પીવાયું ખરું. અહી ખરેખર એવું બન્યું હશે કે ચંડીપાઠના સંગીતના કારણે તેમના કોન્સીયસ માઈન્ડે શરીર પરનો કન્ટ્રોલ ગુમાવ્યો  અને મગજ એક એવા સ્ટેટમાં પહોંચ્યુ કે જ્યાં અનકોન્સીયસ માઈન્ડમાં રહેલી રમણીકની યાદોએ મગજ પર કન્ટ્રોલ જમાવ્યો.

આને ‘સંમોહન’ કહીશું ?

ધ્યાન, મંત્રજાપ એ બધા પણ આપણને એક પ્રકારના ‘મેન્ટલ સ્ટેટ’ તરફ લઈ જાય છે. ધ્યાન કરતી વખતે કહેવામાં આવે કે તમારા મનને એક ચોક્ક્સ પ્રક્રિયા પર કેન્દ્રીત કરો, જેમકે શ્વાસોચ્છવાસ, કે મંત્રજાપમાં કોઈ ચોક્કસ મંત્ર પર મન કેન્દ્રીત થઈ જાય. જ્યારે કોન્સનટ્રેશન વધે ત્યારે શરીરનું સંચાલન અન્કોન્સીયસ માઈન્ડ હાથમાં લઈ લે અને મગજ એક એવા સ્ટેટમાં પહોંચે જે હીપ્નોટીઝમનું મુખ્ય અંગ છે.

જેને સંમોહનમાં ‘ટ્રાન્સ સ્ટેટ’ કહ્યું છે.

એના વિષે વધારે જાણવું રહ્યું …

 

અગાઊની પોસ્ટમાં મારે કોમેન્ટ કરવાની હતી તે કરી દીધી. તેમાંના કેટલાક અંશો …

સંમોહન એક ‘કોમ્યુનીકેશન’ની પધ્ધતિ છે, એવા પ્રકારનું કોમ્યુનીકેશન કે જેમાં કોન્સીયસ માઈન્ડને બાયપાસ કરી સીધા જ અનકોન્સીયસ માઈન્ડ સાથે વાતચીત કરવામાં આવે છે, આદેશ આપવામાં આવે છે, સુચનો આપવામાં આવે છે, વિચારો આપવામાં આવે છે જે અનકોન્સીયસ માઈન્ડ સંગ્રહી (કોડીંગ કરી) રાખે છે અને જાગૃત અવસ્થામાં આવીએ ત્યારે પણ તે વિચારો, સુચનાઓના સંગ્રહને કારણે માનવી એ મુજબ (વિચારોને ડીકોડીંગ કરી) વર્તન કરે છે. ……

Advertisements

2 comments on “સંમોહન -૨

 1. સુરેશ જાની કહે છે:

  સરસ અનુભવ. મજા આવી ગઈ. સમ્મોહન ભલે શાસ્ત્રીય રીતે અમૂક પદ્ધતિ માટે જ વપરાતી ટેક્નિક હોય; મનની પ્રક્રિયાઓ જન્મ પછી તેણે મેળવેલા અનેક સંસ્કારોના / અનુભવોના પ્રતાપે થયેલા કન્ડિશનિંગના કારણે હોય છે/
  હમણાં જ એક સરસ વિષય પર વાંચવા મળ્યું –
  http://classes.yale.edu/03-04/anth500b/projects/project_sites/02_alexy/ruthpatterns.html

  એક ભારતીય અમૂક રીતની જ વર્તણૂંક કરશે – એક મદ્રાસી કે એક ગુજરાતી અમૂક રીતે જ. ( અપવાદો બાદ કરતાં) . આ બધું સામાજિક કન્ડિશનિંગ છે – મારી ભાષામાં (!) સમ્મોહન છે. કશાય પરિબળોથી મન ન દોરવાય – એ કદાચ વીતરાગ અવસ્થા હશે.
  ————–
  કહેવાતી વૈજ્ઞાનિક માન્યતા વાળા આવી ચર્ચાને હસી કાઢશે; પણ એવી અનેક બાબતો છે – આ લેખના ચંડીપાઠ જેવી – જેને માટે વિજ્ઞાન પાસે જવાબ નથી.

  આવો જ એક મારો પોતાનો અનુભવ .( જ્યોતિષ શાસ્ત્રમાં હજુ વિશ્વાસ નથી છતાં ! )…

  http://gadyasoor.wordpress.com/2009/04/28/where-you-are/

  આવા ત્રણેક અનુભવો થયા છે.

  Like

  • jagdish48 કહે છે:

   આભાર.
   ‘Patterns of Culture’ ની વાત કરીએ તો, લેખિકાએ જણાવ્યા મુજબ –
   every culture has a system of beliefs — the ideas and standards, the institutionalized motives, emotions, and values — that enables internal coherence.
   પ્રમાણે આપણે નાનપણમાં જ આ બાબતો માબાપ અને સમાજ પાસેથી મળે છે. મોટીવેશનની તાલીમ મેળવતા હતા ત્યારે હું જે સમજ્યો હતો તે – બાળકનું મન કોરી પાટી છે અને એ વખતે તેના પર જે લખાય તે સામાન્ય રીતે ભુસી શકાતું નથી. (તમારો કદાચ અનુભવ પણ હશે, જ્યારે માટીની સ્લેટ વાપરતા ત્યારે નવી પાટી એકદમ કાળી હોય, પણ એકવાર લખાણ થાય પછી તે એકદમ કાળી ન રહેતા ધુંધળી થઈ જાય છે. આમ પ્રથમ લખાયેલા વિચારો તેની છાપ છોડી જાય છે). આમ માન્યતાઓ, લાગણીઓ વગેરે બધુ પેઢી દર પેઢી ચાલતુ રહે, કલ્ચરની પેટર્ન બનતી જાય. (આજના મા-બાપોને એથીજ સલાહ આપવી પડે છે ને કે તમે જ બદલાવ લાવી શકો તેમ છો કંઈક કરો. કોઈ સાંભળે છે ? 😦 )
   બાકી રહી જ્યોતિષની વાતમાં મહદ અંશે જ્યોતિષીઓની નબળાઈ હોય છે. ફરી ક્યારેક …

   Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s