સમ્મોહન – એક વીચાર

પહેલા સુરેશભાઈના વિચારો તો વાંચીએ…….
(પછી હું જ કોમેન્ટ બોક્સમાં કંઈક લખીશ )

સૂરસાધના

સમ્મોહન વીશેના અનુભવો લખતાં લખતાં આ લેખ લખવાનું બીજ મનમાં રોપાયું. અહીં એવા કોઈ અનુભવોનું વર્ણન તમને નહીં મળે; પણ સમ્મોહનોના પ્રકારો વીશેના મારા વીચારો વ્યક્ત કરવાનો આ પ્રયાસ છે. આ કશા સંદર્ભ વીના, કેવળ મારા મનમાં ઉદભવેલા વીચારો છે. એમાં ક્ષતી હોવાની કે પુર્ણતા ન હોવાની પુરેપુરી શક્યતા છે. વાચકને એ જણાય તો મને ક્ષમા કરે; અને મુક્ત રીતે પ્રતીભાવ આપી, આવી મર્યાદાઓ તરફ અંગુલીનીર્દેશ કરે તેવી આગ્રહભરી વીનંતી છે; જેથી આ વીચારધારાને વધારે  પુર્ણ અને તાર્કીક બનાવી શકાય

….

સમ્મોહનના પ્રયોગો પરથી એ નીર્વીવાદ ફલીત થાય છે કે,  માનવમન અને ચેતાતંત્રમાં અબાધ શક્તીઓ ધરબાઈને પડેલી છે; જેને બાહ્ય સુચનો દ્વારા જાગૃત કરી શકાય છે. ( જુઓ  :    – 1 ––  2  – )

આવી  જ શક્તી વીપશ્યના અથવા પ્રેક્ષાધ્યાનની છે, એના અનુભવો પરથી પણ ફલીત થાય છે કે, પોતાના સજાગ પ્રયત્નોથી આપણે આપણા મન પર કાબુ મેળવવા, મુળભુત રીતે  સક્ષમ છીએ. એ માટેના અથાક પ્રયત્નો…

View original post 519 more words

Advertisements

5 comments on “સમ્મોહન – એક વીચાર

 1. સુરેશ જાની કહે છે:

  (પછી હું જ કોમેન્ટ બોક્સમાં કંઈક લખીશ )
  ————–
  આતુરતાથી રાહ જોઉં છું. અંગત ચેતના વિશે ઘણા પ્રયોગો કર્યા પછી;હબે આતુરતા સામૂહિક જાગૃતિ માટેની છે. પ્લેટોનિક લવ જેવી અભિપ્સા!

  Like

 2. સુરેશ જાની કહે છે:

  ફરીથી એન્ટ્રી.. કોમેન્ટ ફ્લો અપ માટે !

  Like

  • jagdish48 કહે છે:

   ગધ્યસુર પરની બંને પોસ્ટ અને કોમેન્ટસ જોઈ ગયો. ઘણી ઉપયોગી માહિતી છે. સાથે સાથે હીપ્નોટીઝમને સમજવા બીજી સાઈટસ પણ વીઝીટ કરવાનું શરુ કર્યું.
   થોડું સમજાતા લાગ્યું કે સુરેશભાઈએ રોજીંદા જીવનના પ્રસંગોને બારીકાઈથી સમજવાની તક પુરી પાડી. આભાર.
   સુરેશભાઈના બીજા પ્રકારના સંમોહન સાથે સંમત નથી થઈ શકતો –
   “એક બીજી જાતનું સમ્મોહન છે; જેનાથી આપણે સાવ અભાન અને અજાણ હોઈએ છીએ; અથવા એ એટલું તો સહજ છે કે, આપણે તેને સ્વાભાવીક (Taken for granted ) ગણી લીધેલું છે. આ છે વીચારો, માન્યતાઓ, પુર્વગ્રહો, ટેવોનું, વીશ્વાસોનું સમ્મોહન – ખાસ કરીને બહુજન સમાજમાં.”
   મને લાગે છે કે કેટલાક કિસ્સાઓમાં સંમોહન, જેમકે હીપ્નોટીસ્ટ અને સબ્જેક્ટ વચ્ચે કે પછી સેલ્ફહીપ્નોટીઝમમાં વ્યક્તિ પોતે જ પોતાની સાથે ‘કોમ્યુનીકેટ’ કરે છે તેથી આવા કિસ્સાઓમાં તે ‘કોમ્યુનીકેશન’ની પધ્ધતિ છે, એવા પ્રકારનું કોમ્યુનીકેશન કે જેમાં કોન્સીયસ માઈન્ડને બાયપાસ કરી સીધા જ અનકોન્સીયસ માઈન્ડ સાથે વાતચીત કરવામાં આવે છે, આદેશ આપવામાં આવે છે, સુચનો આપવામાં આવે છે, વિચારો આપવામાં આવે છે જે અનકોન્સીયસ માઈન્ડ સંગ્રહી (કોડીંગ કરી) રાખે છે અને જાગૃત અવસ્થામાં આવીએ ત્યારે પણ તે વિચારો, સુચનાઓના સંગ્રહને કારણે માનવી એ મુજબ (વિચારોને ડીકોડીંગ કરી) વર્તન કરે છે. આપણી માન્યતાઓ, ટેવો, પુર્વગ્રહો, એ વિવિધ ઇન્દ્રિયો (સેન્સરી ઓર્ગનસ) દ્વારા થતા આપણા અનુભવો અને કોન્સીયસ માઈન્ડ દ્વારા ભુતકાળમાં થયેલા અનુભવોને (જે કોન્સીયસ માઈન્ડ, અનકોન્સીયસ માઈન્ડ પાસેથી ડીકોડ કરી મેળવે છે) આધારે વિચાર તરીકે અનકોન્સીયસ માઈન્ડમાં સંગ્રહ કરે છે. જેમકે ચા પીવાની ટેવ – પ્રથમ વાર ચા પીતી વખતે કદાચ ન પણ ગમ્યું હોય, પણા બધા પીએ છે, નશો આવે છે, આવા શબ્દો દ્વારા મન ચા પીવા તૈયાર થઈ જાય પણ ત્યાર બાદ એની અસરને અન્કોન્સીયસ માઈન્ડ નોંધી રાખે, અને ભવિષ્યમાં પણ આપણે ચા પીવા તૈયાર થઈ જઈએ. હવે ‘રીપીટેશન’ થવાથી ચા પીવાની પ્રક્રીયા ‘ટેવ’ માં બદલાય જાય. આમ ચા પીવાની ‘ટેવ’, એ ‘રીપીટેશન’ નું ફળ છે તેમ કહી શકાય. માઈન્ડમાં રહેલી ‘બાયો ક્લોક’ આ ટેવની નોંધ રાખે અને સમયે સમયે સંદેશો મોકલી ‘યાદ’ કરાવે. આમ ચા પીવાની ‘ટેવ’ કોન્સીયસ માઈન્ડ દ્વારા તૈયાર થયેલ, અનકોન્સીયસ માઈન્ડ માટેની ‘નોંધ’ છે. આવી જ નોંધ સંમોહન દ્વારા સીધા જ અનકોન્સીયસ માઈન્ડ પર ‘લખી’ શકાય. (જેમ ડો. વૈશ્નવ દ્વારા યુવતી પર ક્લીનીક પર જવા કરાયેલ માનસિક નોંધ) ચાની ટેવ ન ધરાવતી વ્યક્તિને સંમોહન દ્વારા, ફક્ત શબ્દોના ‘રીપીટેશન’ થી જ ચાની ‘ટેવ’ પાડી શકાય. અવું જ માન્યતાઓ અને પુર્વગ્રહો માટે પણ કહી શકાય.
   સંમોહનમાં મને અગત્યનું લાગ્યું હોય ‘ટ્રાન્સ’ સ્ટેટ છે. એ સમજવાનું બાકી ….

   Like

   • સુરેશ જાની કહે છે:

    તમારું વિશ્લેષણ સાચું છે. હિપ્નોટિઝમ- સ્મ્મોહન નો અર્થ એ જ છે.
    મેં એ શબ્દને થોડોક વિસ્તારવાની છૂટ લીધી હતી. આપણો સમગ્ર મનોવ્યાપાર – વિચારવાની , મનની પ્રક્રિયાઓ બધાંને એ વિસ્તારમાં આવરી લીધું હતું.
    એ શાસ્ત્રીય રીતે સ્વીકાર્ય ન જ હોય.
    ——————–
    મનની અગાધ શક્તિઓ હોવા છતાં એની મર્યાદાઓ છે. એની આ ‘ટેવ’ પાડવાની , સેટ પેટર્નમાં જ અવલોકિતને ગોઠવવાની ઢબ એને મેં સમ્મોહન ગણ્યું છે. સાધના/ ધ્યાન પણ એક જાતનું સમ્મોહન જ.
    પણ…મોટા ભાગ્ની સાધના, ધ્યાન પ્રક્રિયા પણ મન વડે જ કરવાની હોય છે – મન વડે જ મનને શાંત કરવાનું!!

    એનાથી ઉપરવટ પણ એ જ મન જઈ શકે છે. પાયાની ચેતનાને અનુભવી શકે છે- પોતાની મર્યાદાઓને અતિક્રમી શકે છે.

    કદાચ માનવ મનની આ અપ્રતીમ, છૂપાયેલી શક્તિ જ અધ્યાત્મના મૂળમાં છે.

    સરસ વિચાર વિમર્શ. મજા આવી.

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s