કેટલાક વાક્યો વાંચો –
‘ફરજવશ જીવતો છું, માટે થોડુંક નાછુટકે પેટમાં નાખું છું. હકીકતે તો કશું જ ગમતું નથી….
બાકી ક્યાં જાઊ, ભાગી જાઊ કે શું કરું ?….
વળી સાવેસાવ એકાકી જીવું છું…..
કોઈના ય ગમે તેવા કૃત્ય કે પ્રહાર પ્રત્યે ફક્ત એક જ પ્રતિભાવ – ‘ભઈ, માણસ છે !’…..
બીજા શબ્દોમાં કહું તો અંતકાળે હતાશ છું …

http://en.wikipedia.org/wiki/Major_depressive_disorder માંથી સાભાર –
આ અવતરણો છે – એક વિચારકના – રેશનાલીસ્ટના – મૃત્યુની રાહ જોતા જોતા લખાયેલા છે. એમના લખાણોએ ઘણાને દિશાસુચન, નવા વિચારો, પ્રેરણા પુરી પાડી હશે. આપણે પણ આ લખાણના શબ્દોનો ઉપયોગ આપણી જાતને સમજવા કરીએ –
‘ભાગી જાઊ’, ‘એકાકી’, ‘હતાશ’ આ શબ્દો મનમાં ક્યારે ઉઠે ?
દરેક વ્યક્તિ પોતાની જાતને બીજા કરતા ‘અલગ’ માનવાનો પ્રયત્ન કરે ત્યારે ‘એકાકી’ બની જાય. દરેક સંપ્રદાયો તેમના અનુયાયીઓને એક લેબલ આપી દે – હું ‘વૈશ્નવ’, હું ‘સ્વાધ્યાયી’, હું ‘સ્વામીનારાયણી કે સતસંગી’, હું ‘જૈન’ ….. ક્યારેક વ્યક્તિઓ પોતે જાતે લેબલ ધારણ કરે – હું ‘અમીર’, હું ‘એથીસ્ટ’, હું ‘રેશનાલીસ્ટ’, હું ‘આસ્તિક’….
પણ… આ લેબલોમાં, મુળમાં રહેલા ‘માણસ’ને ભુલી જાય છે.
શું માનવીને સમાનતાની ‘એલર્જી’ છે ?
કે ‘અલગતા’નો આગ્રહ છે ?
‘એકાકી’ની અનુભુતિ ક્યારે થાય ?
જો હું બીજા કરતા ‘અલગ’ છું એવી ભાવના મનમાં જન્મે ત્યારે.
માનવીને જીવવા માટેની મુળભુત પ્રેરણાઓમાં એક ‘Power Motivation’ છે. અહીં પાવરનો સાદો અર્થ ‘શક્તિ’ નથી પણ ‘To influence others’ એવો છે. સરળ સમજણ માટે આપણે મોટા ભાગના નેતાઓ, ગુરુ અને સ્વામીજીઓના મોટીવેશનને લઈએ તો તેમની એક પ્રેરણા ‘મારે અનુયાયીનો કાફલો હોય’. આ પાવર મોટીવેશન. (દુર ક્યાં જાઓ છો ! તમે પણ તમારા બ્લોગ ફોલોઅરની સંખ્યા પર નજર રાખો છો ને !) શક્ય છે, આ પાવરમોટીવેશન એ ‘અલગતા’નું મુળ હોય શકે ?
‘હું પણ સામાન્ય માણસ જ છું’ એવી સ્વીકૃતિ કદાચ આપણને સૌની સાથે જોડી રાખે. સમાનતા સ્વીકારવી પડે. પછી ‘એકાકીપણુ’ ન રહે. બધા સામાન્ય માણસો વિવિધ દુઃખથી પીડાય છે, કેટલાક મારાથી પણ વધારે દુઃખી હશે, હું પણ માણસ છું, મને પણ અન્યની જેમ દુઃખ, લાગણી વગેરે થાય, આ વિચાર, મને ‘હતાશ’ થતા રોકે.
આપણને ફક્ત આ ‘અલગતા’ના વિચારનું જ વળગણ છે એવું નથી. વિચારોના બીજા કેટલાય વળગણો છે જે સુખ-દુઃખ આપનારા છે. આ બધા માનવીના મગજમાં લટકતી ‘દોરી’ઓના ‘ટેકા’ છે.
અપેક્ષાઓની દોરીઓ પણ છુટી જાય તો અંતકાળનું દુઃખ ઓછું થાય.
અંતકાળ જ શું કામ ? જીવન પણ સરળ બને.
આ પોસ્ટની શરુઆતના શબ્દો છે અંતકાળની રાહ જોતા પ્રા. રમણ પાઠક ના ‘રમણભ્રમણ’ ના લેખમાંથી. (મેં ‘અભિવ્યક્તિ’ પર વાંચ્યો) આ લેખ પરનો મારો પ્રતિભાવ એ લેખકના લખાણની ટીકા સ્વરુપે નથી પણ એ લખાણમાંથી લઈ શકાય એવા બોધ સ્વરુપે છે. તેઓશ્રીએ ઘણું આપ્યું છે તો અપણે પણ એમાંથી કંઇક લેવાનો પ્રયત્ન કરીએ એવી આભારની અભિવ્યક્તિ માત્ર છે.
દરેક બાબતમાંથી માત્ર સારું અને હકારાત્મક ચૂંટી લેવાનું અને પોઝીટીવલી ઝીન્દગીને આગળ વધાર્યે રાખવાની – તમારી પોસ્ટ્સ ના મુખ્ય સુરો માં આ એક સુર અવશ્ય હોય છે which i also like the most…. keep inspiring
LikeLike
‘હું પણ સામાન્ય માણસ જ છું’ એવી સ્વીકૃતિ
——————-
વન્ડરફુલ
– સામા !
LikeLike