વર્ડપ્રેસના ‘વ્યુ’ ની માયાજાળ –

એપ્રીલ ૭, રવિવારે ટુંકા વેકેશન પછી ઇન્ટરનેટની દુનીયામાં પરત ફર્યો. સૌ પ્રથમ રીડરમાં મિત્રોની નવી પોસ્ટની મુલાકાત લઈ, કોઈ કોઈ પોસ્ટ પર કોમેન્ટ દ્વારા જ્ઞાનનું પ્રદર્શન પણ કરી આવ્યો. પછી ‘Reader’ ની બાજુમાં ‘Stats’ પર ક્લીક કર્યું. હજુ તો રવીવારની વહેલી સવાર હતી અને મારા જેવા ‘અનિદ્રાવાસી’ અલ્પસંખ્યકોમાં આવતા એક મિત્રની જ વીઝીટ દેખાતી હતી, પણ ‘Views’ ની સંખ્યા છ ની હતી. આથી એક મિત્રએ મને ઓળખવાનો સારો એવો પ્રયત્ન કર્યો હતો એવી ધારણા બંધાઈ. થોડોક વધુ રસ પડ્યો કે એવું તે શું વાંચ્યું હશે ?

‘Top posts & pages’ પરથી જણાયુ કે

‘Home page’ વીઝીટ – 3,

‘અનુક્રમણીકા’ – 1,

‘ગુલામી’ – 1,

‘ખાલીપો’ – 1’ .

ટુંકમાં એણે ત્રણ પોસ્ટ વાંચી – સાદા ગણીત પ્રમાણે ‘વ્યુ’ના ૫૦ %

વચ્ચે ૧૪ માર્ચનો દિવસે પણ અવું જ કંઈક – ‘વ્યુ’ – ૧૦૦, વીઝીટર – ૨૫.

૨૬ માર્ચ, ‘વ્યુ’ – ૮૬, વીઝીટર – ૨૫.

હવે જો ‘વ્યુ’ની સંખ્યા એક લાખ હોય તો ખરેખર મુલાકાતીઓ કેટલા ? અસરકારક ‘વાંચન’ કેટલું ?

એનાથી વધારે રસદાયક એપ્રીલ ૭, રવિવાર – Views by Country’ –

India – 5 અને

United States – 1.

સમજાયું નહી ! જો વીઝીટર એક હોય તો બે દેશમાં ક્લીક ક્યાંથી લાગે ?

મહદ અંશે દરેક બ્લોગરને પોતાના બ્લોગની મુલાકાત કેટલી વ્યક્તિ લે છે તે જાણવામાં રસ હોય છે. બ્લોગ સ્ટેસ્ટીક્સનું પેઈજ અવશ્ય જોતો હોય છે. વાર્ષિક આંકડાંઓ પ્રકાશિત થતા હોય છે. જોઈને આનંદ થાય. કોલર ઉંચો પણ કરી લઈએ પણ ‘વ્યુ’ ની માયાજાળનું વિશ્લેષણ કરીએ તો કેટલાક ભ્રમ ભાંગી જાય છે.

જે હોય તે ! પણ આપણે આ માયાજાળમાં ન આવતા, કંઈક કામનું, કંઈક નવું, કંઈક ઉપયોગી પીરસતા રહીએ,

બસ … વિચારો વહેચતા રહીએ અને દરેકના મનમાં વિચારોનો સરવાળો કરતા રહીએ.

Advertisements

7 comments on “વર્ડપ્રેસના ‘વ્યુ’ ની માયાજાળ –

 1. http://gadyasoor.wordpress.com/
  અહીં એની જાહેર ખબર જ બંધ કરી દીધી છે. કોમેન્ટ પણ બંધ કરી દીધી હતી; પણ સરસ વિચારો ( એક્સ- વાહ! વાહ!) થી વંચિત રહેતો હતો; એટલે ફરી ચાલુ કરી.

  Like

  • jagdish48 says:

   મને એવું લાગ્યું છે કે જાહેર કોમેન્ટસ, સંપર્કો જાળવવા, વિસ્તારવામાં ઉપયોગી છે. વિચારો વિસ્તારવાની તક પણ ખરી જ.
   કોમેન્ટસ એટલે વિચારોની આપ-લે નું ગર્ભિત આમંત્રણ તો ખરું જ !
   જ્યાં સંઘર્ષ સર્જાતો લાગે ત્યાંથી પાછા હઠી જવું.

   Like

 2. તમોએ વર્ડ પ્રેસના વ્યુ અંગેની માયાજાળનો આંકડા સાથે સાચી હકીકતની જાણ કરી રજાઓ પછી એક સારું કામ કર્યું .

  તમારી વાત સાચી છે આવા ભ્રામિક આંકડાઓ ઉપર બહુ મદાર રાખ્યા સીવાય ” આપણે આ માયાજાળમાં ન આવતા, કંઈક કામનું, કંઈક નવું, કંઈક ઉપયોગી પીરસતા રહીએ,”

  Like

 3. $umit Patel says:

  નમસ્તે જગદીશભાઇ

  તમારા જેવા અનુભવી લોકો દ્વારા અને તમારા મતવ્યો દ્વારા અમારા જેવા યુવાનોને કાઇક શીખવા કે કાઇક પ્રેરણા દાયક મળે એટલે જ આ વર્ડ પ્રેસની બધી રામાયણથી અમારા જેવા યુવાનોને ફાયદો થાય છે. અને તમારી નિવૃતીનો સમય પસાર થાય છે અને કાઇક કર્યાંનો અહેસાસ પણ થતો હશે.

  Like

 4. yuvrajjadeja says:

  નવો સવો હતો ત્યારે હું સ્ટેટ જોતો …. પણ ટૂંક સમયમાં જ આ સત્યની જાણ થઇ ગઈ , અને ધીમે ધીમે એ જોવાનું આકર્ષણ ઓછું થતું ગયું , અત્યારે પરિસ્થિતિ એવી છે કે ભાગ્યે જ જોઉં છું – મહીને એકાદ બે વાર – પણ હા , ટોપ પોસ્ટમાં મારી કોઈ પોસ્ટ સ્થાન પામે છે ત્યારે જરૂર આનંદ થાય છે … માટે ટોપ પોસ્ટ્સ ઉપર મારી નજર હંમેશા રહેતી હોય છે

  Like

 5. ઘણી વાર એકદમ ચોક્કસાઇ જાળવતી નથી. સમય વિસ્તાર પ્રમાણે કેટલીક વાર મોડુ થાય છે. એકંદરે દિવસના અંતમા પરિણામ સાચું હોય છે.

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s