ખાલીપો –

હમણા થોડા દિવસ પહેલા યુકે થી દીકરી તેના પરિવાર સાથે આવી હતી. ઘર ભરેલુ ભરેલુ લગતું હતું. ચારે બાજુ તેના સામાનના મોટા મોટા બેગડા અને વધારામાં ભારતની ખરીદીના ખોખાં અને પ્લાસ્ટીકની થેલીઓ. નાનકડા ઘરમાં ચાલવા માટે જગ્યા કરવી પડતી હતી. મળવા આવનારાઓની વણઝાર, સમય ક્યાં જતો રહ્યો તેની જાણ જ ન થઈ. અઠવાડીયામાં ઘર ખાલી થઈ ગયું. બસ ‘હુતો-હુતી’ આ ખાલી ઘરમાં ‘ખાલીપો’ અનુભવતા રહી ગયા.

ભર્યું ભર્યું લાગતુ મન પણ હવે ખાલીપો અનુભવે છે.

what-is-critical-thinking

આખું ભરેલું હતું, હવે ખાલી લાગે છે. કશુંક ગુમાવ્યાનો અહેસાસ છે.

મનનો કોઈ ખુણો ખાલી થાય અને તેને પાછો ભરવા માટેની કોઈ લાગણી પણ ન થાય. એવું લાગે કે ખાલી કરનાર ત્યાં યાદોની અમીટ છાપ છોડીને ગયું. એ છાપ ભુસવાનો પ્રયત્ન કરવાની ઇચ્છા પણ ન થાય. ક્યારેક એ જ યાદો એકલતામાં મમળાવવામાં આનંદ આવે. એટલી ક્ષણો જીવંત બની જાય.

કોઈ સ્વજનના મૃત્યુ પછી પણ આવું થાય.

નોકરી કરનાર રીટાયર્ડ થાય ત્યારે પણ સહકર્મચારીઓની યાદો આવા ખુણામાં સચવાયેલી હોય.

જુનુ ઘર ખાલી કરો ત્યારે પણ એવું જ. (યાદ કરોને ‘જુનુ ઘર ખાલી કરતાં’ !)

પડોશીઓ, ગામ, શહેર ઓહો હો હો… કેટલું બધું !

મનમાં આ ખાલીપાને કારણે કોઈ ‘સ્પેશ’ તો થાય જ, પણ આ એવી સ્પેશ છે જ્યાં નવા વિચારોને સ્થાન નથી. ખાલી ખરું પણ યાદોથી ભરેલું. એવી સલાહ પણ મળે ‘જુનું ભુલી જવાનું’. હું સો ટકા સહમત નહી થાઊં, કારણ કે આ યાદો ઘણીવાર જીવવાની પ્રેરણા પુરી પાડે. વૈમનસ્યની યાદો ભુલી જવી પણ પ્રેમથી ગુજારેલી ક્ષણો તો કાયમ હૃદયમાં જડી રાખવી. એ તો જીવનનું બળ છે.

મન ખાલી છે પણ અધુરું નથી, યાદોથી ભરેલું છે.

તમે..ય.. મનનો ખાલી ખુણો ગોતી લીધોને…. !

ઉપરનું ચિત્ર ‘ફોર્બસ’ની સાઈટ પરથી સાભાર લીધું છે

http://www.forbes.com/sites/work-in-progress/2012/03/27/how-to-develop-5-critical-thinking-types/

“How to Develop 5 critical Thinking Types” લેખ વાંચવા જેવો ખરો !

Advertisements

8 comments on “ખાલીપો –

 1. સરસ ચિંતન. હવે મારો ‘ખાલીપો’ બદલવો પડશે ! – શબ્દ !
  ————–

  ‘અહીં ક્લિક કરી જોડાઇ જાઓ, સુંદર જીવન જીવવાના રહસ્યો શોધવામાં. ‘
  આ પહેલી જ વાર વાંચ્યું – ગમ્યું…..

  Like

  • jagdish48 says:

   …. અને આ ભટકવામાં જ જીવન પુરું કરીએ છીએ. જેટલું સુંદર જીવાય એટલું તો જીવીએ !
   ‘ગ્રાહકોનો (વાંચકો) સંતોષ એ મારો શીલાલેખ છે. 🙂
   આભાર

   Like

 2. મન ખાલી છે પણ અધુરું નથી, યાદોથી ભરેલું છે.

  યાદોથી ભરેલું હોવા છતાં ખાલી લાગતા મનની આ લીલા સમજવી અઘરી છે .

  દીકરીના આવવાથી ઘર અને મન બન્ને ભરાઈ ગયા પણ ગઈ ત્યારે દેખીતી

  રીતે ઘર ખાલી થયું ,મનમાં પણ ખાલીપો ડોકાયો પણ એમ છતાં મનમાં સંગ્રહ થયેલી
  પેલી યાદો ક્યા ખાલી થઇ છે !

  વાહ, લેખમાંનું તમારું ચિંતન ગમ્યું .ધન્યવાદ .

  Like

 3. yuvrajjadeja says:

  કોઈ વ્યક્તિ છોડી ને જાય પછી એનું જીવનમાં જે સ્થાન હોય એ સ્થાન બીજી કોઈ વ્યક્તિ ક્યારેય નથી લઇ શકતી. – ખાલીપો તો રહે જ છે !! તમારું વિસ્તૃત વિવરણ ગમ્યું

  Like

 4. ખાલીપો શબ્દનો અર્થ જોવા ઈન્ટરનેટ માં ‘ખાલીપો’ શબ્દ સર્ચ એન્જીન માં મુક્યો। આપ સાહેબનો લેખ હાથ આવ્યો। વ્યક્તિને અનેક વાતનો ખાલીપો હોય છે। પરંતૂ એક એવો પણ ખાલીપો હોય છે કે જેનો ઈલાજ સમજતો નથી:
  માણસે પોતાના ધર્યા પ્રમાણે બધા કાર્ય કરી લીધા હોય, સર્વે ધર્મ ના પુસ્તકો વાંચી લીધા હોય અને હવે જીવન પૂર્ણ સમજાય। હવે કોઈ ઈચ્છા બાકી ના રહે। વસિયતમાં કઈ લખવાની જરૂર ના લાગે તો હવે શું?
  ખાલીપો શબ્દ અધુરો લાગે છે। તેની પણ જગ્યા મહેસૂસ નથી થતી। શાંતિ છવાઈ ગઈ હોય તેમ અહેસાસ થાય છે। ઓમ શાંતિ
  God Gave Happiness and Sadness in Equal Proportions
  I Finally Came to My Senses and Selected Happiness …
  Result … Bliss

  Like

 5. jagdish48 says:

  મારા બ્લોગ પર આપનું સ્વાગત છે.
  આપનો બ્લોગ અને વેબસાઈટની મુલાકત પણ લીધી. ‘ગોડ’ની સીરીઝ વાંચવી રહી.
  ધર્મ/શ્રધ્ધા/ઉપરવાળા અંગેની કેટલીક પોસ્ટ અગાઊ લખી છે. સમય મળ્યે જોવા વિનંતિ. અને ધર્મ વિષે આપની ઓથેન્ટીસીટી ગણાય કોમેન્ટ આપશો માર્ગદર્શન મળશે. ‘અનુક્રમણીકા’ માં મારી બ્લોગ પોસ્ટ્નું લીસ્ટ છે.
  https://bestbonding.wordpress.com/list-of-post/
  ઉપરવાળાના આશિર્વાદ એમને એમ નથી મળતા, શ્રધ્ધાપૂર્વક કાર્ય કરતા રહેવાથી મળી શકે. જીવનની અંતઘડી સુધી ખાલીપો જતો નથી કારણ કે યાદો જતી નથી. નસીબદાર એમાંથી બહાર નીકળી શકે. મોટાભાગે મનુષ્ય બધું જ છુટી ગયું છે એવી ભ્રાંતિમાં જીવન જીવે છે.
  બ્લોગ પર પધારવા અને જ્ઞાન સભર ચર્ચા બદલ આભાર.

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s