પુનઃજન્મ – ૨

પુનઃજન્મ – ૨

(યુવાન મિત્રોએ આજની પોસ્ટ વાંચવા તસ્દી લેવાની જરુર નથી. 😐 વરિષ્ઠ નાગરીકોએ ખાસ વાંચવી, જેથી ‘ઉપર’ જવામાં ટેન્શન ન રહે. 🙂  પણ અંતમાં આપેલી મેડીટેશનની વીડીયો બધાએ જોવી :idea:)

ડીસેમ્બરમાં મારા એક મિત્રનો મેઈલ ‘પુનઃજન્મ’ અંગેનો મળેલો, અને પોસ્ટરુપે આપ સૌને પણ તેનો રસાસ્વાદ કરાવેલ. ત્યારબાદ ખાંખાખોળા કરવાની ઇચ્છા હતી, પણ આ વિષયની એટલી બધી કોન્ટ્રોવર્સી છે કે તમે છાતી ઠોકીને તેનું ‘તારણ’ કહી ન શકો. પ્રત્યેક વ્યક્તિએ પોતાના વિચારોને જ વળગવું જોઈએ અને પોતાની રીતે સમજવા જોઈએ.

મેં પણ મારા કેટલાક તર્ક લગાવ્યા અને સમજવાનો પ્રયત્ન કર્યો કે પુનઃજન્મ શું હોય શકે ?

મેં કોઈ સંસ્કૃત સાહીત્ય વાંચ્યું નથી વાંચનભુખના કારણે જે કંઈ વાંચ્યું અને તેમાથી સમજવાનો પ્રયત્ન કર્યો તે મુજબ –

નાદબ્રહ્મની ઉપાસના કરતા મોક્ષમાર્ગમાં પ્રચલિત તર્ક મગજને ગમે એવો છે. આ તર્ક અનુસાર –

omkar

ૐ ની બીંદીને શક્તિના મહાસાગર તરીકે કલ્પવામાં આવેલ છે. તેની નીચે વિષ્ણુલોકની કલ્પના છે. ૐ કારના પાછળથી આપણા વિશ્વના પ્રવેશદ્વારની કલ્પના કરેલ છે. ૐ ની નીચેના ભાગમાં આપણો પૃથ્વીલોક છે અને ઉપરના ભાગમાં વિવિધલોકની કલ્પના છે. (આ અંગેનું સરસ પોસ્ટર છે, પણ હાલમાં મારી પાસે નથી અને ઇન્ટરનેટ પર ક્યાંય મળ્યુ નહી. આથી મેં મારી રીતે બાજુનું ચિત્ર બનાવ્યું છે.)

હવે ૐ ની બિંદીના શક્તિ મહાસાગરમાંથી શક્તિનું એક ટીપું કોઈ ‘કારણસર’ છુટું પડે, જે ‘મહાકારણ શરીર’ તરીકે ઓળખાય. જે બ્રહ્માંડમાં તરતું તરતું ૐ ના પ્રવેશદ્વારથી ૐ માં પ્રવેશે. ત્યાંથી એ પૃથ્વીલોક સુધી પ્રવાસ કરે, આ દરમ્યાન તે પોતાના મુળ શરીર (મહાકારણ શરીર)ની ઉપર બીજા લેયર્સ (શરીર) ચડાવી લે અને અંતે માનવી કે પશુ/પક્ષીના દેહનું લેયર ધારણ કરી લે. આ થયો મનુષ્ય જન્મ. આ આખા પ્રવાસ દરમ્યાન શક્તિના બિંદુએ સાત શરીર ધારણ કર્યા હોય છે.

sevenbodies

આ સાત શરીરની કલ્પના બીજા ગ્રંથોમાં પણ થયેલી છે. (બાજુનું ચિત્ર ફક્ત સાત શરીરની કલ્પનાને સમજવા માટે જ આપેલ, એમાં દર્શાવેલ થીયરી અલગ છે. ‘પિંડે તે બ્રહ્માંડે’ ના નિયમ આધારિત છે, જે અલગ વિષય છે) વિજ્ઞાન આપણા ફીઝીકલ બોડી પરના લેયર ‘સુક્ષ્મ શરીર’ ના પ્રમાણ મેળવી શક્યું છે. હવે ફરી યાદ કરો કે શક્તિનું બિંદુ કોઈ ‘કારણ’ થી છુટું પડેલ છે અને મનુષ્ય દેહ ધારણ કરવાનો હેતુ આ ‘કારણ’ ને શોધવાનો અને તેનું નિરાકરણ કરવાનો છે. આમ માનવ શરીર, એ મુળે ‘કારણ શરીર’ માટે એક ‘ઇન્સ્ટ્રુમેન્ટ’ છે. જો ‘ઇન્સ્ટ્રુમેન્ટ’ કારણ શોધી શકે તો તે ‘exit’ (મોક્ષ) માંથી નીકળી ફરી શક્તિના મહાસાગરમાં સમાય જાય, જો કારણ ન શોધી શકે તો જેમ ઇન્સ્ટ્રુમેન્ટ ઘસાય જાય અને ફેંકી દેવું પડે તેમ શરીરને ફેંકી દેવું પડે (મૃત્યુ) અને નવું ઇન્સ્ટ્રુમેન્ટ શોધવું પડે (નવો જન્મ). પાછી તેમાં કર્મની થીયરી લાગુ પાડવામાં આવે અને કર્મ પ્રમાણે નવો જન્મ થાય. (સારા કર્મો કર્યા હોય તો દેવલોકમાં જવાય અને પુણ્યોનો ક્ષય થતાં પાછા મનુષ્યલોકમાં પરત આવવાનું થાય.) ટુંકમાં મનુષ્ય દેહ જ મોક્ષ અપાવી શકે.

મારું શું માનવું છે …..

આ આખી વાર્તામાંથી મેં – ‘શરીર’, એ શક્તિનું એક સ્વરુપ છે – એ સ્વીકાર્યું છે. કારણ કે વિજ્ઞાને પણ સુક્ષ્મ શરીરને સ્વીકાર્યું છે. હવે જો માનવદેહ શક્તિના મહાસાગરનો એક ભાગ હોય તો કોસ્મીક એનર્જીનો સ્વીકાર પણ આપોઆપ થઈ જાય અને જ્યારે એનર્જીના સાગરની વાત આવે એટલે સાગરના ‘મોજા’ની વાત પણ આવે. સાગરમાં મોજાઓ ઉત્પન્ન થાય છે અને લય પામે છે. તો એવું કહી શકાય કે મોજાનું ઉત્પન્ન થવું એટલે માનવીનો જન્મ, ધીમે ધીમે મોજું મોટું થાય – માનવી પણ મોટો થાય, છેલ્લે નાનું થતા થતા (વૃધ્ધાવસ્થા) લય પામે (મૃત્યુ). આ માટે તમારે મોજું બનવાની અને લય પામવાની ક્રિયાને સ્લો મોશનમાં કલ્પવી પડશે.

waves

હવે પુનઃજન્મના વિજ્ઞાને શોધેલા દાખલાઓમાં પુનઃજન્મ પામેલા જાતકોમાં (કેમ લાગ્યું ? શાસ્ત્રીય શબ્દ છે !) બર્થમાર્ક કે વિચારો/ટેવો બીજા જન્મમાં પણ દેખાય છે. બાજુના ચિત્રમાં મેં ‘વેવ’નું ચિત્ર બનાવ્યું છે. પહેલા મોજા પર જે ટપકા મુક્યા છે તેને આપણે ‘વિચાર’ ગણી લઈએ. લય પામતા મોજા સાથે તે પણ નીચે આવે અને એ જ પાણી નવા મોજામાં પરિવર્તિત થાય ત્યારે એ વિચારો (ચિત્રમાંના ટપકા) ફરી એ જ જગ્યાએ બનેલા નવા મોજા પર જ રહે. આમ નવા જન્મમાં બર્થમાર્ક કે વિચારોનું વહન થાય. દરેક નવા બનતા મોજા પર નવો કચરો (વિચારો) ભેગો પણ થાય અને દુર પણ થાય.

રેકી અને વિપશ્યના પણ શરીરને ‘એનર્જી’ ના સ્વરુપે સ્વીકારે છે. એ અંગે વધુ વિચારો અગાઊની પોસ્ટમાં વ્યક્ત કરેલા જ છે.

https://bestbonding.wordpress.com/2012/06/02/reiki-1/

https://bestbonding.wordpress.com/2012/06/04/reiki-2/

https://bestbonding.wordpress.com/2012/06/05/reiki-3/

https://bestbonding.wordpress.com/2012/06/22/life-after-life/

ધ્યાન અને એસ્ટ્રલ પ્રોજેક્શનનો સુદર વીડીયો નીચેની લીન્ક પર છે. (સમય જોઈશે પણ જરુર જોજો)

http://www.youtube.com/watch?v=4KMUXPu4kwM

Meditation and astral projection explained

 

આપણ કોન્સીયસ વિષે બીબીસીનો નીચેનો વીડીયો પણા જોવા જેવો છે. (ટેકનીકલ વધારે છે, મને તો ટપો પડવામાં મુશ્કેલી પડી છે.)

http://www.youtube.com/watch?v=sNc52LmHgUs

BBC Documentary on Consciousness

અને છેલ્લે, ક્યાંક એક સમાચાર વાંચ્યા હતા કે વૈજ્ઞાનિકો મૃત્યુ પામતા માણસમાં કેટલો વેઈટ લોસ થાય છે એનું સંશોધન કરેલું – એટલે કે જીવતા માણસ અને મૃત્યુ પામેલો માણસ – એ બંને વચ્ચે ૨૪ ગ્રામનો તફાવત આવેલો. આમ આપણી ‘ચેતના’નું વજન ૨૪ ગ્રામ છે.

ટુંકમાં શરીરનું મહત્વ નથી, તે એક સાધન છે, અથવા તો બીજા શબ્દોમાં ઘનીભુત થયેલી ‘શક્તિ’ છે. સાધન ઘસાય જાય તેમ શરીર ઘસાય જાય અને ફરી ‘શક્તિ’માં પરિવર્તિત થાય. વિચારો પણ ‘ડેન્સ એનર્જી’ છે એ પણ શરીરના અસ્તિત્વ સાથે ફરી શક્તિ સ્વરુપમાં ફેરવાય જાય.

ઉદાહરણથી સમજવા –

હવામાં વિખેરાયેલી વરાળ –   વાદળ       –   બરફ

કોસ્મિક એનર્જી             –   સુક્ષ્મ શરીર –   શરીર

Advertisements

11 comments on “પુનઃજન્મ – ૨

 1. યુવાન મિત્રોએ આજની પોસ્ટ વાંચવા તસ્દી લેવાની જરુર નથી. 😐

  શંકરાચાર્યજી ૩૨ વર્ષે, સ્વામી વિવેકાનંદ ૩૯ વર્ષે ગયાં. યુવાનોએ વાચે તો શું વાંધો છે? 🙂

  સમજશે તો અકસ્માતથી મૃત્યું કે એકાએક હાર્ટ એટેક આવશે તો શું તેવી યે ચિંતા ન રહે.

  ખરેખર મૃત્યુ, મૃત્યુ પામનારને માટે ભયાવહ છે જ નહી. એ તો લેણદાર અને દેવાદારો અને ઋણાનુબંધ ધરાવનારાઓના સ્થાપિત હીતો હોવાથી લોકો જાતકના મૃત્યુંનો વિલાપ કરતા હોય છે.

  Like

  • jagdish48 says:

   અતુલભાઈ,
   ‘આપ અંદરકી બાત નહી સમજતે, યુવા લોગ ઐસી પોસ્ટ પઢકે વાપીસ બ્લોગપે નહી આયેંગે, નુકશાન હો જાયેગા ન ? 🙂

   Like

   • જોશીદાદા / જોશીકાકા કે જોશીજી શું સંબોધન કરું?

    આ તો ભારતમાં લખવૈયા થયા હોઈએ અને ભારતીય માનસ સંકુચીત(?) અને કુપમંડુક(?) હોય એટલે અંદર કી બાત જાહેર માધ્યમોમાં અંડરવેયર સુધી સીમીત રહી જાય. બીજા દેશમાં (વિકસીત) લખવું હોય તો તો અંડરવેયર? એ વળી શું બલા છે?

    Like

    • jagdish48 says:

     મારી મજાક ફક્ત યુવાનોની આજની ‘પસંદ’ પરની હતી. તમે તો અંડરવીયર સધી પહોંચી ગયા. બાકી વિકસિત દેશો આજે ખબર પડી હશે, પણ ભારતના ખાજુરાહોના શિલ્પો હજારો વર્ષો પહેલાં જાહેરમાં જ બન્યા છે. કેટલાક ભારતીય પોતાને સંકુચિત માનતા હોય તો આપણે શું કરી શકીએ.
     પણ આપની પાસેથી પુનઃજન્મ વિષય પરની કોઈ શાસ્ત્રીય કોમેન્ટની અપેક્ષા હતી. !

     Like

 2. પુનર્જન્મ વિશે વિચારતા કરી દે, તેવું એક નવું જ દર્શન અહીં મળ્યું.
  ——
  પણ જ્યારે જ્યારે આ શબ્દ સાંભળવા મળે છે; ત્યારે ત્યારે હમ્મેશ એ જ વિચાર આવે છે કે, એ બધું જાણીને આપણે શું કામ? જો અને જ્યારે એ થશે, તો અને ત્યારે…
  દેખા જાયગા…
  આ જન્મ તો સુધારીએ? કદાચ આ જન્મ પણ નહીં.આજનો દિ, આ કલાક, આ ઘડી તો જીવીએ. મોટા ભાગે તો આપણે મરતાં મરતાં જ જીવતા હોઈએ છીએ !

  Like

  • jagdish48 says:

   રેકી અને વિપશ્યના આ એનર્જીના તર્કની પૂર્તિ કરે છે. અગાઊ તેની ચર્ચા કરેલ છે.

   Like

 3. શાસ્ત્રીય કોમેન્ટ આ વિષય પર હું શું કરું?

  ભગવદ ગીતા સ્વયં જ્યાં પ્રત્યક્ષ આ બાબતે અધિકારપૂર્ણ રુપે કહેતી હોય :

  સંજય ઉવાચ:
  એવમુક્ત્વા હૃષીકેશં ગુડાકેશઃ પરન્તપ |
  ન યોત્સ્ય ઇતિ ગોવિન્દમુક્ત્વા તૂષ્ણીં બભૂવ હ || ૯ ||

  હૃષિકેશ, શ્રી ગોવિંદને પરન્તપ અર્જુન, ગુડાકેશ, આમ કહીનેં ચૂપ થઇ ગયો કે હું યુદ્ધ નહીં કરું.

  તમુવાચ હૃષીકેશઃ પ્રહસન્નિવ ભારત |
  સેનયોરુભયોર્મધ્યે વિષીદન્તમિદં વચઃ || ૧૦ ||

  હે ભારત, બે સેનાઓની વચ્ચે શોક અને દુઃખથી ઘેરાયેલા અર્જુનને પ્રસન્નતાથી હૃષીકેશે કહ્યું કે.

  અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે |
  ગતાસૂનગતાસૂંશ્ચ નાનુશોચન્તિ પણ્ડિતાઃ || ૧૧ ||

  જેના માટે શોક ન કરવો જોઇએ તેનાં માટે તું શોક કરી રહ્યો છે અને બોલી તું બુદ્ધીમાનો ની માફક રહ્યો છે. જ્ઞાની લોકો, જે ચાલ્યા ગયા છે અને જે છે તે કોઇ માટે, શોક કરતા નથી.

  ન ત્વેવાહં જાતુ નાસં ન ત્વં નેમે જનાધિપાઃ |
  ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ્ || ૧૨ ||

  ન તારો,ન મારો,કે ન આ રાજાઓ,જે દેખાઇ રહ્યા છે,તેનો કદી નાશ થાય છે.અને એવું પણ નથી કે આપણે ભવિષ્યમાં રહેશું નહીં.

  દેહિનોસ્મિન્યથા દેહે કૌમારં યૌવનં જરા |
  તથા દેહાન્તરપ્રાપ્તિર્ધીરસ્તત્ર ન મુહ્યતિ || ૧૩ ||

  આ દેહનાં બાળક,યુવાન કે વૃદ્ધ થવા છતાં આત્માં જેમ તેવી ને તેવી જ રહે છે,એજ પ્રકારે આ દેહનાં અંત થવા છતાં પણ તે તો તેવીજ રહે છે. બુદ્ધીમાન લોકો આ માટે વ્યથિત થતાં નથી.

  માત્રાસ્પર્શાસ્તુ કૌન્તેય શીતોષ્ણસુખદુઃખદાઃ |
  આગમાપાયિનોઽનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત || ૧૪ ||

  હે કૌન્તેય, ઠંડી, ગરમી, સુઃખ, દુઃખ આ બધું તો કેવળ સ્પર્શ માત્ર છે.આવતા જતા રહે છે, હમેશા નથી રહેતા, તેને સહન કરો, હે ભારત

  યં હિ ન વ્યથયન્ત્યેતે પુરુષં પુરુષર્ષભ |
  સમદુઃખસુખં ધીરં સોઽમૃતત્વાય કલ્પતે || ૧૫ ||

  હે પુરુષર્ષભ, એ ધીર પુરુષ જે આનાથી વ્યથિત નથી થતો, જે દુઃખ અને સુખમાં એકસમ રહે છે,તે અમરતાને લાયક થઇ જાય છે.

  નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સતઃ |
  ઉભયોરપિ દૃષ્ટોઽન્તસ્ત્વનયોસ્તત્ત્વદર્શિભિઃ || ૧૬ ||

  અસત્ય કદી ટકતું નથી અને સત્ય ટકે નહીં તેવું થતું |
  જે સાર ને જુએ છે તે આ બન્નેની સચ્ચાઇ જોઇ ચુકેલ હોય છે ||

  અવિનાશિ તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ્ |
  વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત્કર્તુમર્હતિ || ૧૭ ||

  તું એ પણ જાણ કે જેમાં આ બધું સ્થિત છે તેનો નાશ નથી થઇ શકતો |
  કારણકે જે અમર છે તેનો નાશ કરવો કોઇના વશ માં નથી ||

  અન્તવન્ત ઇમે દેહા નિત્યસ્યોક્તાઃ શરીરિણઃ |
  અનાશિનોઽપ્રમેયસ્ય તસ્માદ્યુધ્યસ્વ ભારત || ૧૮ ||

  આ શરીરતો મરણશીલ છે,પરંતુ શરીરમાં વસનાર અનન્ત કહેવાય છે |
  આ આત્માનો ન તો અંત છે કે ન કોઇ તેનો સમોવડીયો છે, માટે હે ભારત! યુદ્ધ કરો ||

  ય એનં વેત્તિ હન્તારં યશ્ચૈનં મન્યતે હતમ્ |
  ઉભૌ તૌ ન વિજાનીતો નાયં હન્તિ ન હન્યતે || ૧૯ ||

  જે તેને મારનાર કે પછી મરનાર સમજે છે |
  તે બન્ને એ નથી જાણતા કે નતો એ (આત્મા) મારે છે કે ન મરે છે ||

  ન જાયતે મ્રિયતે વા કદાચિ- ન્નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ |
  અજો નિત્યઃ શાશ્વતોઽયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે || ૨૦ ||

  તે (આત્મા)ન તો જન્મે છે કે ન મરે છે |
  તે તો અજન્મા,અન્તહીન, શાશ્વત અને અમર છે, સદાય છે, પ્રાચિન છે, શરીરનાં મરવા છતાં તેનો (આત્માનો) અંત થતો નથી ||

  વેદાવિનાશિનં નિત્યં ય એનમજમવ્યયમ્ |
  કથં સ પુરુષઃ પાર્થ કં ઘાતયતિ હન્તિ કમ્ || ૨૧ ||

  હે પાર્થ, જે પુરુષ તેને અવિનાશી, અમર અને જન્મહીન, વિકારહીન જાણે છે |
  તે કોઇને કેવી રીતે મારી શકે છે કે સ્વયં પોતે પણ કેવી રીતે મરી શકે છે ||

  વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહ્ણાતિ નરોપરાણિ |
  તથા શરીરાણિ વિહાય જીર્ણા ન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી || ૨૨ ||

  જેમ કોઈ વ્યક્તી જુના વસ્ત્રો ઉતારી અને નવા ધારણ કરે છે |
  તે જ રીતે શરીરને ધારણ કરેલ આત્મા જુના શરીરને ત્યાગી અને નવા શરીરને પ્રાપ્ત કરે છે ||

  નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ |
  ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ || ૨૩ ||

  ન શસ્ત્ર તેને કાપી શકે છે કે ન આગ તેને બાળી શકે છે |
  ન પાણી તેને ભિંજવી શકે છે કે ન હવા તેને સુકાવી શકે છે ||

  અચ્છેદ્યોઽયમદાહ્યોઽયમક્લેદ્યોઽશોષ્ય એવ ચ |
  નિત્યઃ સર્વગતઃ સ્થાણુરચલોઽયં સનાતનઃ || ૨૪ ||

  તે (આત્મા) અછેદ્ય છે, બાળી શકાતો નથી, ભિંજાવી શકાતો નથી, સુકાવી શકાતો નથી |
  તે હંમેશા રહેનાર છે, બધે જ છે, સ્થિર છે, અનન્ત છે ||

  અવ્યક્તોઽયમચિન્ત્યોઽયમવિકાર્યોઽયમુચ્યતે |
  તસ્માદેવં વિદિત્વૈનં નાનુશોચિતુમર્હસિ || ૨૫ ||

  તે ન દેખાય છે, ન સમજાય છે, તે બદલાવ રહીત છે તેમ કહેવાય છે |
  માટે આ સમજીને તારે શોક કરવો જોઇએ નહીં||

  ૨૬

  અથ ચૈનં નિત્યજાતં નિત્યં વા મન્યસે મૃતમ્ |
  તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસિ || ૨૬ ||

  હે મહાબાહો, કદાચ તું તેને (આત્માને) વારંવાર જનમ લેનાર અને વારંવાર મૃત્યુ પામનાર પણ માન,
  તો પણ, તારે શોક કરવો જોઇએ નહીં||

  જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર્ધ્રુવં જન્મ મૃતસ્ય ચ |
  તસ્માદપરિહાર્યેઽર્થે ન ત્વં શોચિતુમર્હસિ || ૨૭ ||

  કારણકે જેણે જન્મ લીધો છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે. અને મૃત્યુ પામનારનો જન્મ પણ નક્કિજ છે|
  જેના વિશે કશુંજ નથી કરી શકાતું તેના વિશે તારે શોક ન કરવો જોઇએ||

  અવ્યક્તાદીનિ ભૂતાનિ વ્યક્તમધ્યાનિ ભારત |
  અવ્યક્તનિધનાન્યેવ તત્ર કા પરિદેવના || ૨૮ ||

  હે ભારત, જીવ શરૂમાં અવ્યક્ત, મધ્યમાં વ્યક્ત અને મૃત્યુ પછી ફરી
  અવ્યક્ત થઇ જાય છે| તેમાં દુઃખી થવાની શું વાત છે||

  આશ્ચર્યવત્પશ્યતિ કશ્ચિદેન- માશ્ચર્યવદ્વદતિ તથૈવ ચાન્યઃ |
  આશ્ચર્યવચ્ચૈનમન્યઃ શૃણોતિ શ્રુત્વાપ્યેનં વેદ ન ચૈવ કશ્ચિત્ || ૨૯ ||

  કોઈ ઇસે આશ્ચર્ય સે દેખતા હૈ, કોઈ ઇસકે બારે મેં આશ્ચર્ય સે બતાતા હૈ,
  ઔર કોઈ ઇસકે બારે મેં આશ્ચર્યચિત હોકર સુનતા હૈ, લેકિન સુનને કે બાદ ભી કોઈ ઇસે નહીં જાનતા||

  દેહી નિત્યમવધ્યોઽયં દેહે સર્વસ્ય ભારત |
  તસ્માત્સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસિ || ૩૦ ||

  હે ભારત, હર દેહ મેં જો આત્મા હૈ વહ નિત્ય હૈ, ઉસકા વધ નહીં કિયા જા સકતા|
  ઇસલિયે કિસી ભી જીવ કે લિયે તુમ્હેં શોક નહીં કરના ચાહિયે||

  http://wikisource.org/wiki/%E0%AA%AD%E0%AA%97%E0%AA%B5%E0%AA%A6_%E0%AA%97%E0%AB%80%E0%AA%A4%E0%AA%BE_%E0%AB%A8

  Like

  • jagdish48 says:

   આભાર.
   એક ‘આત્મા’ નું રીપીટેશન તાર્કીક સમજાવી શકાય તેમ નથી.
   આમ, જ્યાં ચાંચ ન ડૂબે ત્યાં ‘નેતિ નેતિ’ કહી મેં સ્વીકારી લીધું છે.

   Like

 4. Rajesh Raval says:

  Great …. But if possible we will discuss about this enargy when we meet.

  Like

 5. Vinod Dabhi says:

  માનનીય જગદીશભાઈ,
  ફરી એક વાર વિચારતો કરી મુક્યો. આ-જીવન વિષે તો આજીવન વિચારીએ જ છીએ પણ Next Life માં શું? કોઈ એ લખ્યું છે કે પુનર્જન્મ ની શા માટે ચિંતા કરાવી? પુનર્જન્મ વિષે વિચારવું, જાણવું એ ચિંતા નથી, પણ માનવ સ્વભાવ છે કે નવું નવું જાણવું, શોધવું અને તેનાથી જો કોઈ લાભ ફાયદો થતો હોય તો લેવો.
  જો આવતી કાલે વિજ્ઞાન એટલું આગળ વધે કે કુદરત નાં ગહન રહસ્ત્યો ઉકેલી શકે તો તેનાથી માનવજાત ને ફાયદો થશે જ.
  પુનર્જન્મ વૈજ્ઞાનિક રીતે સાબિત થાય, બધા જ માનતા થાય તો પોતા નાં અને સ્વજનો ના મૃત્યુ ની ચિંતા, દુઃખ ઘણું ઓછું થઇ જાય.
  આ સદીમાં નહિ તો કદાચ આવતી સદીમાં વિજ્ઞાન એટલું આગળ વધશે કે ઘણા બધા રહસ્યો ઉકેલી શકાશે.

  Like

  • jagdish48 says:

   ‘બધા જ માનતા થાય તો પોતા નાં અને સ્વજનો ના મૃત્યુ ની ચિંતા, દુઃખ ઘણું ઓછું થઇ જાય.’
   મેં વેવથીયરીનો તુક્કો એટલે જ સ્વીકાર્યો કે દરેક મોજું સમુદ્રના પાણીનો ઍક ભાગ છે, જોડાયેલું છે, જો બધા એકબીજા સાથે જોડાયેલા હોય તો ‘અન્ય’ અને સ્વજન’ના ભેદ મટી જાય, ભેદ નહી હોય તો સુખ દુઃખની વાત નહી આવે. યુનીવર્સલ કોન્સીયસનો કન્સેપ્ટ પણ છે જ. જો બધા ‘જીવીત અને મૃત્યુ પામેલા’ એકબીજા સાથે જોડાયેલા જ હોય તો જન્મ-મરણને હરખ-શોક સુધી સીમીત રાખી સુખ-દુઃખ સુધી શા માટે પહોંચવું ? ‘રાખના રમકડા’ની જેમ માટી એકની એક જ છે. જુનુ રમક્ડું તુટ્યું, માટી માટીમાં માટી ભળી ગઈ, નવું બન્યું, તેમાં જુના રમકડાની માટી પણ હોવાની જ, સ્વરુપ નવું, એનાથી હું રમું કે અન્ય, શો ફરક છે ? આપણે સ્વીકારવું તકલીફવાળું છે. પણ ‘સ્વીકારવું કે નહી’ તે આપણા જ હાથની વાત છે. આપણે શું જોઈએ છે નવા રમકડાનો આનંદ કે ગુમાવેલા રમકડાનું દુઃખ ?
   આ અગાઊની કેટલીક પોસ્ટમાં લાગણી, બંધન વગેરેની ચર્ચા થઈ ગઈ છે. સમય મળ્યે ‘અનુક્રમણીકા’ના પેઈજના લીસ્ટમાંથી જોઈ જજો.
   મારું માનવું એવું છે કે વિજ્ઞાન જન્મોના રહસ્યો શોધવમા શક્તિનો વ્યય કરે એ કરતા આજનો માનવી વધારે કુદરતી જીવન ગાળી શકે એમાં વધારે શક્તિ વાપરે એ જરુરી છે.
   પર્યાવરણાનો નાશ કરી પછી પર્યાવરણ બચાવવા ઝુંબેશ ચલાવવી એ ડહાપણનું કામ છે ?

   Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s