ગુલામી –

(આજની પોસ્ટ એક મિત્રની ઇબુકમાં મુકવા માટેનો આર્ટીકલ છે. તમે વાંચીને ક્ષતિઓ તરફ ધ્યાન દોરશો તો ક્ષતિપુર્તિ કરી શકાશે અને તે પણ આપના આભારસહ)

‘લો પાણી પીઓ !’

‘લો ઠંડુ પાણી પીઓ !’

ઉપરના બે વાક્યોમાં તમને કોઈ તફાવત લાગે છે ?

પાણી શબ્દ સંભળાય ત્યારે એક ‘એબ્સોલ્યુટ’ વેલ્યુ સંભળાય, પણ જ્યારે ‘ઠંડુ’ શબ્દ સંભળાય ત્યારે ‘ગરમ’નો ઝબકારો મનમાં થાય જ. આમ કેટલાક શબ્દ સાંભળો ત્યારે તેનો વિરોધી શબ્દ યાદ આવે જ. બીજી રીતે કહીએ તો કેટલાક શબ્દ તેના ‘વિરોધી’નું અસ્તિત્વ હોવાનું યાદ અપાવે. ગરમ-ઠંડુ, કઠણ-નરમ, આઝાદી-ગુલામી……

આઝાદીની વાત કરો ત્યારે ગુલામી છે તેનો અહેસાસ થઈ જ જાય. વ્યક્તિ કહે ‘હું આઝાદી ઇચ્છુ છુ’ કે ‘આઝાદ બનવું છે’, એ બાબત જ દર્શાવે છે કે એ ગુલામ છે. જેલનો કેદી કહે મારે આઝાદી જોઈએ છે તો તે શારિરીક આઝાદી ઇચ્છે છે. કોઈ રુઢીચુસ્ત કુંટુંબની વ્યક્તિ વિચારે કે મારે પ્રેમલગ્ન કરવા છે, તો ‘સંસ્કાર’ આડા આવે. માનવી શારિરીક રીતે જ ગુલામ હોય છે એવું નથી, માનસિક ગુલામી પણ હોય –

સંસ્કારોની ગુલામી…..

સંબંધોની ગુલામી…..

માન્યતાઓની ગુલામી….

ટેવોની ગુલામી…

વિચારોની ગુલામી….

ભારત છોડી પરદેશ ગયા, સાડી છોડી જીન્સ પહેરવાનું આવ્યું. ‘હું જિન્સ ન પહેરી શકું, મારા સંસ્કાર ના પાડે છે.’ અરે ભાઈ ! ભારતમાં શોફર ડ્રિવન કારમાં, પોતાની રીતે અને પોતાના સમય પ્રમાણે ફરતા હતા, પરદેશમાં તો એક એક સેકંડના હિસાબે દોડવાનું છે તો સાડી પહેરી દોડશો ક્યાંથી ? કોઈ અતિથી આવે તો પ્રેમથી તેની સગવડ સાચવવા પોતાના સમય અને સુખ-સગવડનો ભોગ આપતા હતા, અહીં તો અતિથીએ કોઈને પ્રેમથી મળવા માટે પણ બે વિક પહેલા ‘એપોઈન્ટમેન્ટ’ લેવી પડશે. ‘અતિથી દેવો ભવઃ’ ભુલી જવું પડશે. યુવાન પુત્ર પોતાની પત્નીને લઈને અલગ એપાર્ટમેન્ટમાં, ઘરડા, અસહાય માબાપને છોડી રહેવા જતો રહેશે અને માબાપ મોં વકાશી જોતાં જ રહેશે. શું કરી શકે ? પરદેશના સંસ્કાર આ જ છે.

બદલાવું પડશે.

સંસ્કારોમાં ‘પરિવર્તન’ લાવવું પડશે.

સરળ સુખી જીવન જીવવું હશે તો સંસ્કારોમાં ‘પરિવર્તન’ લાવવું જ પડશે.

આવું જ માન્યતાઓનું છે. કોઈ કામ માટે બહાર નીકળ્યા, બિલાડી આડી ઉતરી, અરે ! અપશુકન થયા ! હવે કામમાં ભલીવાર નહી આવે. લગ્ન કરવા છે, મુહુર્ત જોવું પડે. આંખબંધ કરીને મનમાં ઝાંકસો તો કેટલીય માન્યતાઓ નજરે પડશે. કેટલીક એવી હશે કે તમને એ ‘માન્યતા’ છે એવું લાગશે જ નહીં, વાસ્તવિકતા જ લાગશે.

માન્યતાઓમાંથી છુટવું છે તો તેને ચકાસો. કેટલાય એનઆરઆઈના લગ્નો વગર મુહુર્તે થઈ ગાય. તુટ્યા હશે મતભેદ કે મનભેદ કારણે તુટ્યા હશે, પણ મુહુર્તના કારણે તો નહીં જ. કેટલાય કાર્યોમાં બીલાડી આડી ઉતર્યા પછી પણ સફળતા મળી હશે, અને જો અસફળ થયા હશો તો પેલી બિલાડી મગજમાં લટકતી હશે અને યોગ્ય નિર્ણય નહીં લઈ શક્યા હો તે કારણે, બીલાડીના કારણે નહીં.

માન્યતાઓને ચકાસો, એની ગુલામીમાંથી મુક્ત થશે.

સવારની ચા મળી નથી, મજા નથી આવતી, પાન/માવા/ફાકી ખાધી નથી, કામમાં સુસ્તી લાગે છે.

આ છે ટેવોની ગુલામી.

એમાંથી મુક્તિ ‘સજાગતા’ થી જ મળે. ચા ની ઇચ્છા થઈ. ચા પીવાના નુકશાનને યાદ કરો અને જાગૃત મનથી ચા પીવાનું ટાળો. કોઈપણ ટેવ, સારી કે ખરાબ, સજાગતાથી અપનાવો કે એમાંથી મુક્ત થાઓ. સવારમાં ફરવા જવાની ટેવ સારી, પણ કફની પ્રકૃતિ હોય તો ગરમ કપડામાં જાતને લપેટીને જાઓ.

એક ગુલામી એવી છે કે જીવનને છિન્નભિન કરી નાખે, સંબંધોની ગુલામી.

કુટુંબનું ધનોતપનોત કાઢી નાખે એવો પુત્ર હોય તો પણ તેને છોડી ન શકાય, કારણ કે લોહીનો સંબંધ છે. ડગલે ને પગલે માબાપને હડધુત કરતી હોય તો ય દીકરી છે, સહન કરી લેવું જોઈએ. આંગણામાં કચરો નાખી ગંદકી ફેલાવે તો પણ સમસમીને બેસી રહેવું પડે કારણ કે પાડોશી છે, કારણ કે પહેલા સગા પાડોશી. આવા કેટલાય સંબંધો નીભાવવા પડે છે એ ગુલામી નહીં તો બીજુ શું ?

તમે કોઈ નામ/શરીર ધારણ કરીને બેઠા છો તો સંબંધ છે. જો એ ન હોય તો સંબંધ કેવો ? મારા અનુભવે તો એવું લાગ્યું છે કે કદાચ આપણા મનમાં રહેલો ભય, ‘હું એકલો પડી જઈશ’ ‘મારુ શું થશે’, આપણને સંબંધો જાળવવા મજબુર કરે છે. એક વખત મનમાં નક્કી કરી લો કે ‘જે થવાનું છે, તે થશે જ’ તો આ ભય નીકળી જશે અને તમે સંબંધોમાંથી મુક્ત થઈ જશો. દુનીયાની દરેક વ્યક્તિ એક ‘સ્વતંત્ર અસ્તિત્વ’ છે, કોઈ કોઈના વગર અધુરુ નથી. (આ વિચારની ટ્રાય કરવા જેવી ખરી !)

આ દુનીયામાં મોટામાં મોટી ગુલામી ‘વિચારો’ની છે.

વિચારોમાંથી મુક્તિ માટે કેટલીય સલાહો આપવામાં આવે છે.

‘રોજ ધ્યાન કરો’, ‘થોડો સમય જાત સાથે ગાળો’, ‘વેકેશનમાં પ્રકૃતિની નજીક જાઓ’, ‘તમને ગમતી પ્રવૃતિમાં રચ્યાપચ્યા રહો’, ‘સકારાત્મક વિચારો કરો’

તમે એક વાત નોંધી છે – આ સલાહ ક્યાંથી આવે છે ?

સાધુ-મહાત્માઓ – (જેમણે દુન્યવી જવાબદારીમાંથી મુક્તિ મેળવી છે અથવા પોતાની જવાબદારી અન્ય માથે નાખી દીધી છે.)

સીનીયર સીટીજન – (જેમણે દુન્યવી જવાબદારી સામાજીક દ્રષ્ટિએ પુર્ણ કરી છે.)

ગુરુઓ, સલાહકારો  – (જેમણે સામાજીક સ્થિરતા મેળવી લીધી છે)

પણ તમારે તો ‘બે છેડા’ ભેગા કરવાના છે. તમે શું કરશો ? જાત સાથે ગાળવા સમય છે ? વેકેશન ગાળવા જવાનો સમય અને ‘તેવડ’ છે ?

તો વિચારોની મુક્તિ માટે શું થઈ શકે ?

એક જ રસ્તો દેખાય છે – અપેક્ષાઓ પર લગામ.

લગામનો અર્થ સ્પષ્ટ સમજી લો – અપેક્ષાઓ ન રાખવાની સલાહ નથી, અપેક્ષાઓ ન હોય તો જીવન જ નથી. પણ લગામ એટલે કોઈ અપેક્ષાનું વિશ્લેષણ. અપેક્ષા કેટલી જરુરી છે ? કેટલી રાખવી ? ક્યાં સુધીની રાખવી ? ન રાખી હોય તો શું નુકશાન ?

કદાચ આ પ્રકારે વિશ્લેષણ, અપેક્ષાઓ ઓછી કરવામાં, છોડી દેવામાં  ઉપયોગી થશે.

બસ પ્રયત્ન કરી જુઓ !

‘મુક્તિ’ તમારી રાહ જુએ છે !

Advertisements

10 comments on “ગુલામી –

 1. sumit patel કહે છે:

  નમસ્તે જગદિશભાઇ

  ખુબ જ સરસ લેખ છે. વાંચીને આટલો આનંદ થાય તો તે પ્રમાણે કરીને કેટલો આનંદ થશે. હું પણ બિલાડી આડી ઉતરે ત્યારે એવુ વિચારૂ છુ કે મારૂ આજે સારૂ કામ થશે અને તેજ પ્રમાણે થાય છે. તમારી સાથે શરૂઆત માં ઇ-મેલ થી આ બાબતે પ્રશ્ન પુછેલો અને તે પ્રમાણે મારી ડેઇલી ડાયરી બનાવી ઉપરના લગ ભગ તમામ બાબતો સમાવેશ કરી એ પ્રમાણે જ જીવન જીવુ છુ અને તેમાં ધણી પીડાઓથી મુક્તિ મળી ગઇ છે. તો તમારો ફરી વાર આભાર ખુબ જ સારો લેખ લગભગ આ દુનિયામાં જીવતા તમામ લોકો ને લાગુ પડે છે. જગદીશભાઇ હું આવતા શનિવાર – રવિવાર સુરતમાં છુ તો આપનો ફક્ત થોડો ટાઇમ મળવા આપો તો સારૂ.

  Like

 2. સુરેશ જાની કહે છે:

  અહીં જોઈને બહુ જ આનંદ થયો.

  Like

 3. સુરેશ કહે છે:

  તમે એક વાત નોંધી છે – આ સલાહ ક્યાંથી આવે છે ?
  સાધુ-મહાત્માઓ – (જેમણે દુન્યવી જવાબદારીમાંથી મુક્તિ મેળવી છે અથવા પોતાની જવાબદારી અન્ય માથે નાખી દીધી છે.)
  સીનીયર સીટીજન – (જેમણે દુન્યવી જવાબદારી સામાજીક દ્રષ્ટિએ પુર્ણ કરી છે.)
  ગુરુઓ, સલાહકારો – (જેમણે સામાજીક સ્થિરતા મેળવી લીધી છે)
  ————-
  એકદમ સાચી વાત. જડબાતોડ !
  આજે વહેલી સવારે આ લેખનો આ ભાગ એકાએક યાદ આવી ગયો; અને વિચારોની વણઝાર ચાલુ થઈ ગઈ. હવે એની ઉપર એક લેખ આવું આવું કરી રહ્યો છે !

  Like

 4. | ગદ્યસુર કહે છે:

  […] [  આખો લેખ, તેમના જ બ્લોગ પર અહીં વાંચો .] […]

  Like

 5. સુરેશ જાની કહે છે:

  કદાચ આ પ્રકારે વિશ્લેષણ, અપેક્ષાઓ ઓછી કરવામાં, છોડી દેવામાં ઉપયોગી થશે .
  ——————
  એ વિશે મારા વિચાર…..

  વિશ્લેષણથી વાત પતી જતી નથી. આપણે મનના એટલા તો બધા ગુલામ હોઈએ છીએ કે, કોઈ તાર્કિક ચીજ એને ખપતી જ નથી હોતી.
  દા.ત. ઓછું ખાવાનો શુભ સકલ્પ કર્યો હોય , પણ બુફેમાં મનભાવન વાનગીઓ ઝપટાઈ જતી હોય છે.

  આથી જ પતંજલિ પ્રસ્તુત છે . –

  योगः चित्तानुशासनम् |

  Like

 6. Sharad Shah કહે છે:

  “દેખાય છે તે લખાતું નથી. લખાય છે તે વંચાતું નથી. વંચાય છે તે સમજાતુ નથી. સમજાય છે તે બોલાતું નથી. બોલાય છે તે સંભળાતુ નથી.સંભળાય છે તે સમજાતું નથી.” આ શબ્દો મારા એક મિત્રની બહેન જે સાધના માર્ગે છે તેના પુસ્તકમાંથી લીધા છે. અને મારો અનુભવ પણ કહે છે કે લગભગ આવું જ છે.
  બુધ્ધ પુરુષો કહે છે કાંઈક અને આપણે સમજીએ છીએ કાંઈક બીજું. દરેકની પોતાની એક બુધ્ધીમતા કહો કે પ્રોગ્રામ્ડ માઈન્ડ કહો કે ભેજામાં સંગ્રહાએલ માહિતિઓ કહો તે મુજબ દરેક વ્યક્તિ શબ્દોના પોતાની રીતે અર્થઘટન કરે અને સમજે કે મને બધું સમજાઈ ગયું. અહીં સુધી તો બરાબર છે, પણ પછી દરેક વ્યક્તિનો દાવો અને આગ્રહ હોય છે કે હું જે સમજું છું તે જ સાચું અને સત્ય છે અને બીજા સમજે છે તે બધું ખોટું છે. સમસ્યા અહીથી શરુ થાય છે. અને આ સમસ્યા એટલી બધી વકરી કત્લેઆમ કરી શકે છે અને કહેવાતા ધર્મયુધ્ધો તેના ઐતિહાસિક પુરાવાઓ છે.
  બુધ્ધ પુરુષો જે મુક્તિની(મોક્ષ) વાત કરે છે તે મારી સમજ મુજબ “મારી મુક્તિ નહી મારાથી (મારાપણા કે અહમથી) મુક્તી” ની વાત કરે છે અને આપણે તેને “મારી મુક્તિ” સમજીએ છીએ.મારી મુક્તિ અસંભવ છે જે આપણને સમજાતું નથી. રખે સમજતાં કે મહાવીર કે મહમ્મદ, કબીર કે કૃષ્ણ,બુધ્ધ કે બોધીસત્વ જેવા અનેક બુધ્ધપુરુષો મુક્ત થઈ ગયા તે આપણી પરિભાષા મુજબ મુક્ત થઈ ગયા છે. કે સ્વર્ગમા જઈ શરાબ સુંદરીઓ સંગે જલસા કરી રહ્યા છે.આપણી પરિભાષાઓ પણ આપણા જેવી જ હોય છે. આ લોકો જે મુક્ત થયા છે તેનો અર્થ એટલો જ છે કે તેઓ પાછા તેના મૂળસ્રોતમાં ભળી ગયા છે જ્યાંથી તે આવ્યાં હતાં. જેમ સાગરમાં એક લહેર ઉઠી હતી અને પાછી સાગરમાં ભળી ગઈ.
  તમે અને હું પણ આવી સાગરમાં ઉઠેલી લહર જ છીએ. અને સાગરથી અલગ આપણું અસ્તિત્વ શક્ય જ નથી. ભેદ ફક્ત એટલો જ છે કે આપણે જે લહર છીએ તે લહરને ભ્રમણા થઈ ગઈ છે કે હું કાંઈક અલગ છું, અને આસપાસ ઉઠેલી બીજી લહરો બધી અલગ અલગ છે અને પછી શરુ થાય છે આ લહરોનો અહમનો ખેલ. તું નાની હું મોટી અને તારો રંગ લીલો ને મારો રંગ વાદળી, તારો ધર્મ હિન્દુ અને મારો ધર્મ મુસલમાન. અને બસ પછી સંસાર શરુ. જાતજાતની બહસ શરુ.

  Like

  • jagdish48 કહે છે:

   બુધ્ધ પુરુષો… એ વિપશ્યનાની યાદ અપાવી. શ્રી ગોએન્કાજી ભગવાન બુધ્ધ દ્વારા અપાયેલી ‘બુધ્ધ’ની વ્યાખ્યામાં સ્પષ્ટ કહે છે – મારી પહેલા કેટલાય બુધ્ધ આવી ગયા અને પછી પણ કેટલાય બુધ્ધ આવશે. આમ મુક્તિ ના સંદર્ભનો છેદ ઉડી જાય છે. અને પુનઃજન્મને મેં વૈજ્ઞાનિક સંદર્ભથી સમજવાનો પ્રયત્ન કર્યો છે –
   https://bestbonding.wordpress.com/2013/03/25/reincarnation2/
   જે આપની કોમેન્ટના અંતિમ ભાગ સાથે સામ્ય ધરાવે છે.
   ‘ક્યાંયથી મળે તો ‘We see, what we want to see’ જોઈ જશો
   આભાર

   Like

 7. pravina Avinash કહે છે:

  વહેમનું કોઈ ઓસડ નથી. મન માને ત્યારે મૂહુર્ત ! શનિ અને મંગળ કેટલા દૂર છે. તમને નડવા સિવાય

  તેમને બીજો કોઈ ધંધો નથી ? યાદ રહે ‘મન ચંગા તો કથરોટમેં ગંગા”. બાકી કોઈ વ્યક્તિ દાવો કરે કે ‘હું

  સાચો અને મારા જેવું જ્ઞાની કોઈ નથી.’ તો મારા મતે ‘ સર્જનહાર એક બીબું બનાવી કદી તે ફરી તેનો

  ઉપયોગ કરતો નથી.’ દરેક વ્યક્તિ અમૂલ્ય છે,’ ( Everybody is unique.. He does not believe in

  repetition)

  Like

  • jagdish48 કહે છે:

   Sorry for late reply.
   But, Yes, Everybody is unique.. He does not believe in repetition.
   માનવીને પણ ‘શોર્ટકટ’ અપનાવવો હોય તો ‘duplication’ માં રસ હોય છે. બાકી દરેક માને છે કે હું unique’ છું. (આના લીધે ‘એકલો’ પણ પડી જાય છે.
   આભાર.

   Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s