યુનિવર્સલ માઈન્ડ – ૨

આગાઉની પોસ્ટ યુનિવર્સલ લખી ત્યારે ભારતમાં બે વ્યક્તિઓ દ્વારા રજુ થયેલી સરખી વાર્તાની ચર્ચા કરી, પણ આ પોસ્ટમાં,  મેં નાનપણમાં સાંભળેલી એક બીજી વાર્તા જેવી જ બીજા દેશની વાર્તાની સરખામણી કરીએ.

એક ભાઈ પોતાના બાળકને બગીચામાં ફરવા લઈ ગયા. ત્યાં ઝાડ પર કાગડો બેઠો હતો. પુત્રે પૂછ્યું ‘બાપા, આ શું છે ?’

‘દિકરા, એને કાગડો કહેવાય.’ થોડીવાર થઈ અને કાગડો ઉડીને બીજી ડાળ પર બેઠો.

પુત્ર બોલ્યો – ‘બાપા, કાગડો !’

પિતા – ‘હા ! દિકરા એ કાગડો છે’

આમને આમ દિકરો ૨૫-૩૦ વાર ‘કાગડો’ બોલતો રહ્યો અને બાપ શાંતિથી જવાબ આપતો રહ્યો.

પુત્ર યુવાન થયો. એક દિવસ બુઢો બાપ દિકરાને કોઈ સવાલ પુછે છે, દિકરો જવાબ આપે છે. ઉંમરના કારણે બાપ ભુલી જાય છે અને  એ જ સવાલ ફરી પુછે છે, દિકરો જવાબ આપે છે. આવું બે-ત્રણ વખત રીપીટ થાય છે અને દિકરો ગુસ્સે થઈ જાય છે ત્યારે બાપ તેને તેના નાનપણનો ઉપરનો પ્રસંગ યાદ કરાવે છે.

આ જ વાત નીચેની સ્પેનીસ વીડીયોમાં જુઓ. ક્યાં ૬૦ વર્ષ પહેલા મેં સાંભળેલી વાત અને ક્યાં સ્પેનમાં ૨૦૦૯ માં અપલોડ થયેલી વાત.

આ મુદ્દાને તાર્કીક રીતે સમજાવી શકાય ?

આ બે અલગ અલગ વાર્તાઓ કોઈન્સીડન્સ ગણી શકાય ?

તમને કોઈ જવાબ સુઝે છે ?

Advertisements

10 comments on “યુનિવર્સલ માઈન્ડ – ૨

 1. ગ્રીક માયથોલોજી અને ભારતીય પુરાણકથાઓનું . . . પર્સીયસ અને કર્ણ , કદાચિત એક જ જેવું પાત્ર હતું . . . અને એકીલીસ નામક પાત્ર અને દુર્યોધનની સમાનતા એ હતી કે એકીલીસની પાની રક્ષિત ન હતી અને દુર્યોધનની જાંઘ . . . ડીટ્ટો , ઝીયુસ અને ઇન્દ્ર , એક્બીજસાથે સંકળાયેલા છે . . . . કદાચિત , એવું પણ બને કે કાગડાવાળી તે વાત અને તેવી અનેક બીજી બોદ્ધિક અને સમજણયુક્ત વાતો હજારો વર્ષોથી પુનરાવર્તિત થતી હોય ! . . . અને , જેમ જેમ માનવ સમુદાય વિચરણ કરીને વિસ્તરિત થતો ગયો હોય તેમ . . . તે બોધકથાઓ પણ ફેલાતી ગઈ હોય . . .

  મતલબ , એક જ કે . . . મેં અથવા મારા પિતાએ અથવા મારા દાદાએ જે વાતો સાંભળેલી હોય તે વાતો અને બોધકથાઓ ઘણા સમયથી પોતાની જ્ઞાનસભરતા વહેંચતી રહી હોય . . .હજારો વર્ષોથી .

  Like

 2. Vinod R. Patel કહે છે:

  ડો .જગદીશભાઈ ,

  આ જ મતલબની મારા બ્લોગની આ પોસ્ટમાં વૃદ્ધ પિતા , પુત્ર અને કાગડોની બોધ કથા નીચેની લીંક ઉપર છે .

  http://vinodvihar75.wordpress.com/2012/03/02/

  Like

  • jagdish48 કહે છે:

   વિનોદભાઈ,
   આભાર. એક સિધ્ધહસ્ત લેખકની વાર્તા સાથે મારી પોસ્ટ સાથે તો ન સરખાવી શકાય. હું તો સાદી ભાષામાં ઉદાહરણ આપી મારા તર્કને સમજવા મહેનત કરું છું.
   સુંદર વાર્તા વાંચી, ફરી આભાર.

   Like

 3. Atul Jani (Agantuk) કહે છે:

  આપણે ત્યાં વ્યષ્ટિ અને સમષ્ટિનો સિદ્ધાંત પ્રવર્તે છે.

  જાગ્રત અવસ્થાના વ્યષ્ટિ અભીમાનીને વિશ્વની તથા તેમના સમષ્ટિ અભીમાનીને વિરાટની સંજ્ઞા આપવામાં આપેલ છે.

  સ્વપ્ન અવસ્થાના વ્યષ્ટિ અભીમાનીને તૈજસ તથા તેમના સમષ્ટિ અભીમાનીને હિરણ્યગર્ભની સંજ્ઞા આપેલ છે.

  સુષુપ્તિ અવસ્થાના વ્યષ્ટિ અભીમાનીને પ્રાજ્ઞ અને સમષ્ટિ અભીમાનીને ઈશ્વરની સંજ્ઞા આપેલ છે.

  તુરીય અવસ્થાના વ્યષ્ટિ ચૈતન્યને કૂટસ્થ અને સમષ્ટિ ચૈતન્યને બ્રહ્મની સંજ્ઞા આપેલ છે.

  વાસ્તવમાં પ્રત્યેક જીવો એકબીજા સાથે આ સમષ્ટિ અભીમાનીની સાથે જોડાઈને જોડાયેલા છે.

  જીવ જીવ વચ્ચે બોર્ડર ’વાડા’ બાંધે છે. જીવ ઈશ્વર સાથે ઈચ્છા હોય તો યે વાડ બાંધી શકે તેમ નથી. જ્યારે જીવને સમજાય કે તે સમષ્ટિ ચૈતન્ય સાથે સર્વદા સંકળાયેલ છે અને સર્વ જીવો પણ સમષ્ટિ ચૈતન્ય સાથે સંકળાયેલ છે. ત્યારે તેની જીવ જીવ વચ્ચેની કાલ્પનીક વાડ તુટી શકે.

  Like

  • jagdish48 કહે છે:

   એક ધાર્મિક સંબોધનમાં ચૈતન્ય અને જીવ વચ્ચેનો સંબંધ સમજવાનું સરળ ઉદાહરણ સાંભળ્યું હતું. જીવ એક ઇલેક્ટ્રીક બલ્બ છે અને ચેતના વીજળીનો પ્રવાહ છે. વીજપ્રવાહ બધા બલ્બને જોડે છે. જ્યાંસુધી બલ્બમાં વીજપ્રવાહ વહે છે ત્યાંસુધી જીવન છે. જ્યારે ફીલામેન્ટ ગયો, જીવ ગયો.

   Like

 4. bharodiya કહે છે:

  મળતા આવતા પાત્રો અને મળતી આવતી ઘટના અકસ્માતે જ બનતા હોય છે. આપણે એમા ગુઢ રહસ્ય ગોતવા બેસીએ તો આપડુ માથું જ દુખે.

  Like

 5. jagdish48 કહે છે:

  હવે પછીની પોસ્ટ જોઈ જજો, ઘણાને માથાફોડીનો શોખ હોય, મારા જેવાને…… 🙂 🙂

  Like

 6. સુરેશ કહે છે:

  સો શાણા પણ બુદ્ધિ એક….
  અકબર બીરબલની વાર્તા

  Like

 7. મારી જીંદગી ની ચેતના કહે છે:

  patro Alag Hoy Sake main bodh Katha Mathi Aapne Ketlu Jivan Ma Utariye 6iye A Jovanu 6e. . .

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s