યુનિવર્સલ માઈન્ડ –

દિવ્યભાસ્કર માર્ચ  ૧૧, ૨૦૧૩ માં એક સ્ટોરી વાંચી જે મેં નાનપણમાં આજથી ૬૦ વર્ષ પહેલાં સાંભળેલી વાર્તા જેવી છે. વાર્તાનું નામ છે ‘નવાણુનો ધક્કો’. મારા દાદાના બહેન મને આ વાર્તા સંભળાવતા જેમની ઉમર એ સમયે લગભગ ૫૦-૫૫ વર્ષ હશે. એમણે પણ કદાચ એમની દાદી પાસેથી આ બાળવાર્તા સાંભળી હશે. વાર્તા મુળ આવી કંઈક છે –

brain_universal

નાના ગામમાં એક શેઠ રહેતા હતા. પૈસેટકે ખુબ સુખી. પણ જીવનમાં સુખ અનુભવાય નહીં. તેમની હવેલીની બાજુમાં એક ઘાંચી રહે, આખો દિવસ ‘ઘાણી’ ચલાવે (આજની ‘ઓઈલમીલ’) અને આનંદથી રહે. શેઠાણીને આશ્ચર્ય થાય કે આ ઘાંચીને ખાવા પુરતી આવક છે છતાં કેટલો સુખી છે. રાત્રે આરામથી ઉંઘે છે અને અમે અનિંદ્રા ભોગવીયે છીએ. એક દિવસ એણે શેઠને આ રહસ્ય પુછ્યું. શેઠે ટુંકમાં જવાબ આપ્યો ‘ એને હજુ નવાણુનો ધક્કો નથી લાગ્યો.’. શેઠાણીએ આગ્રહ રાખ્યો કે મારે જાણવું છે કે આ નવાણુંનો ધક્કો શું છે ? શેઠે થોડી ધીરજ રાખવા કહ્યું. એ રાત્રે શેઠ છાનાછપના એક કોથળીમાં ૯૯ સિક્કા ભરી ઘાંચીની ઘાણીમાં સરકાવી દીધી. બીજે દિવસે ઘાંચીએ આ કોથળી જોઈ, સિક્કા ગણ્યા, ઘાંચણને કહ્યું ‘આ કોથળી કોઈક રીતે આવી છે પણ તેમાં નવાણું સિક્કા છે આપણે એક સિક્કો એમાં ઉમેરી દઈએ તો સો પુરા થઈ જાય. સાંચવીને મુકી દે.’ દિવસ દરમ્યાન કંઈક પૈસાની જરુર પડી, ઘાંચીએ વિચાર્યું અત્યારે આ ૯૯ સિક્કામાંથી લઈ લઊં પછી તેમાં મુકી દઈશ. હવે તેમાં પંચાણુ સિક્કા રહ્યા. દિવસભરની મહેનતની કમાણીમાંથી ઘાંચી ત્રણ સિક્કા તેમાં મુકી શક્યો. એણે વિચાર્યું કાલે પુરા કરી દઈશ. બીજા દિવસે પણ સિક્કા એકઠા કરી શક્યો નહીં. એ રાત્રે સિક્કા પુરા કરવાની ચિંતામાં એને જીંદગીમાં પહેલીવાર ઉંઘ ન આવી. ત્રીજા દિવસે થોડો ઘરખર્ચ ઘટાડીને સિક્કા પુરા કર્યા. બે-ત્રણ દિવસ પછી ફરી અચાનક પૈસાની જરુર પડી, કોથળીમાંથી સિક્કા કાઢ્યા અને ફરી સો પુરા કરવાની ફિરાકમાં લાગી ગયો. આ સીલસીલો ચાલુ જ રહ્યો. હવે તેને ઘણીવાર રાત્રે ઉંઘ ન આવતી, ઘાંચણ સાથે પણ મથાકુટ થતી. આમ જીવનની શાંતિ હણાય ગઈ. મહીના પછી શેઠે શેઠાણીને દેખાડ્યું કે ઘાંચીને ‘નવાણુનો ધક્કો’ કેવી રીતે લાગ્યો.

આ જ વાર્તા દિવ્યભાસ્કરના સીટીભાસ્કરમાં ‘મેનેજમેન્ટ ફંડા’ કોલમમાં ‘ઇચ્છાઓને મર્યાદિત રાખશો તો ખુશ રહેશો’ના મથાળા હેઠળા શ્રી એન. રઘુરામન દ્વારા ‘ક્લબ ૯૯’ ના સંદર્ભમાં રજુ થઈ. (નીચેની લીન્ક પર જોવા મળશે.)
http://digitalimages.bhaskar.com/gujarat/epaperimages/11032013/AHMS1887494-large.jpg

મેં આજથી ૬૦ વર્ષ પહેલાં સાંભળેલી વાર્તા ફક્ત મોર્ડન ટચ સાથે રજુ થાય એ નવાઈભર્યું નથી ? આવી બાલવાર્તાઓ કોઈ પુસ્તક સ્વરુપે મારા ધ્યાનમાં આવી નથી. મારી જેમ શ્રી એન. રઘુરામને પણ નાનપણમાં આ વાત સાંભળી હશે ? એ વખતમાં તો પુસ્તકોનો પ્રચાર-પ્રસાર એટલો હતો પણ નહી. તો આ વાતનો પ્રસાર કઈ રીતે થયો હશે ? જગતનું સઘળું જ્ઞાન કોઈ એક જગ્યા સંકલીત થયું હશે ? જ્યાંથી જુદા જુદા માનવીઓના મનમાં ‘ઉગી’ નીકળે ? વૈજ્ઞાનિકોની બાયોલોજીકલ ઇવોલ્યુશનની (evolution) વાતોની જાણ છે પણ આવા કોઈ યુનીવર્સલ બ્રેઈન કે જેની સાથે બધા માનવીઓના મગજ જોડાયેલા હોય, એવી કોઈ જાણકારી તમારી પાસે છે ?

નીચેની બે-ત્રણ વેબસાઈટસ મેં જોઈ, પણ મારા પ્રશ્નનું સમાધાન એમાં મળતું નથી.

http://en.wikipedia.org/wiki/World_Brain

http://brainconnection.positscience.com/content/271_1

http://www.themonastery.org/blog/2012/04/ministers-search-for-the-spiritual-brain/

(ઉપરોક્ત ફોટો ઉપરની સાઈટમાંથી ઋણસહ લીધો છે.)

 આ તો મેં ભારતમાં બે વાર્તાઓની સામ્યતાની વાત કરી, હવે પછીની પોસ્ટમાં બે અલગ દેશની વાર્તાઓની સામ્યતા વિષે લખીશ.

5 comments on “યુનિવર્સલ માઈન્ડ –

 1. આ પોસ્ટ વાચ્યા પછી તરત જ પ્રતિભાવ આપવાની ઈચ્છા હતી અને ત્યાં તો આના અનુસંધાને તમારો ભાગ -૨ પણ આવી ગયો. હું આમ તો વિશેષ કંઈ કહેવા માગતો નથી, પણ તમારી અને મારી વાતમાં સામ્ય છે એ જ બતાવવા માગું છું. યુનિવર્સલ માઈંન્ડ/બ્રેઈન અને ‘નવ્વાણુંનો ધક્કો’ તથા ‘જોગસંજોગ અને મારી કૃતિ ‘મૂર્ખતા’ (દ્વિભાષી) એ બેમાંના સામ્યની વાત રહેવા દો; પણ આપણે બંને પોતપોતાની રીતે એક જ વિષય છેડ્યો છે તેને આપણે શું કહીશું, કાકતાલીય ન્યાય કે અન્ય કંઈક? હું જે કંઈ કહેવા માગું છું તે કદાચ આ પ્રતિભાવ માત્રથી સ્પષ્ટ ન થાય તો આપને વિનંતી કે મારા આ લિંકે આખી પોસ્ટ નહિ તો માત્ર મારી એ પોસ્ટનું પ્રારંભિક લખાણ વાંચી જવા વિનંતી.

  ‘મૂર્ખતા!’ – એક રમુજી લોકકથા

  https://musawilliam.wordpress.com/2010/04/21/%E2%80%98%E0%AA%AE%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%96%E0%AA%A4%E0%AA%BE%E2%80%99-%E2%80%93-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%9C%E0%AB%80-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%95/

  Like

  • jagdish48 says:

   મુ. વલીભાઈ,
   આપની લીન્ક પરની વાર્તા વાંચી ગયો. મેં પણ નાનપણમાં આ વાર્તા સાંભળેલી. (રાજા નાગો) હવે મારા દાદી તો અભણ હતા અને એ સમયે એન્ડરસનની કથા જામસાહેબના જન્મસ્થળ જેવા સ્થળે, જ્યાંથી જામનગર ૫૫ કીમી. થાય છે. એ વખતે વાહનો હતા નહી. મારા દાદા ચાલીને કે ઘોડા પર જામનગર જતા. આ પરિસ્થિતિમાં એન્ડરસનનો કોઈ અનુવાદ ત્યાંસુધી પહોંચ્યો હોય એવી શક્યતા નથી લાગતી. છતાંપણ મેં અને આપે સાંભળેલી અને એન્ડરસને લખેલી કથામાં સામ્યતા છે. તો એ પાછળનો તર્ક શું હોય શકે ?
   યુનિવર્સલ – ૨ માં નિરવની કોમેન્ટ પણ નોંધવા જેવી છે.
   મારી આજની પોસ્ટ – બ્રેઈન કે માઈન્ડ પર નજર નાખવા વિનંતિ.

   Like

 2. ‘ઇચ્છાઓને મર્યાદિત રાખશો તો ખુશ રહેશો’
  એકદમ સાચી વાત, પણ કોણ આ સમજે?

  Like

 3. મારી જીંદગી ની ચેતના says:

  ichhao Vadhe M Lalach Pan Vadhe Evu Nathi Lagtu??

  Like

  • jagdish48 says:

   કલ્પેશભાઈ,
   સામાન્ય રીતે ‘લાલચ’ જ્યારે તમે થોડું મેળવો ત્યારે વધારે મેળવવાની ઇચ્છા થાય અથવા જે મળ્યું છે તે જાળવી રાખવાની ‘લાલચ’ થાય. જો કે અહીં મેં યુનીવર્સલ માઈન્ડની વાત એટલા માટે છેડી કે વિશ્વમાં વિચારો વિચરતા રહે છે.ક્યાંક કોઈને કોઈ મગજમાં પ્રવેશી જાય છે.

   Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s