કહેવું સહેલું છે –

‘No argument’ ની પોસ્ટ લખી ત્યારે ‘એડજસ્ટ એવરીવ્હેર’ ના લખાણ પર ચર્ચા કરવાનું ટાળ્યું હતું, કારણ કે પોસ્ટની લંબાઈ વધી જતી હતી, કોઈ કંટાળીને સ્ક્રીન ઓફ કરી દે તો મારા કરતા પણ સારા લખાણો વાંચવાથી દુર રહે. હકીકત એ છે કે ઉપદેશો હંમેશા ‘એક્સ્ટ્રીમ’ ભાષામાં લખાયેલ હોય છે. સાદો દાખલો –

“આપણને એની જોડે અનુકૂળ ના આવ્યું ને એ ફાડતી હોય તો આપણેય ફાડી નાખવું, એટલે સવારમાં બંને છુટ્ટા. પણ આપણને જો વાઈફની જરુર હોય તો એ ફાડ ફાડ કરે અને આપણે સાંધ સાંધ કરવાનું એટલે ગાડુ ચાલે.”

આ વાક્યને ચુસ્ત રીતે લેવા જઈએ તો આપણા છોતરા નીકળી જાય. પત્નીનો એક નાનો સરખો, એક રુપીયાની કિંમતનો ‘હેરેસમેન્ટ’નો ફોન પોલીસ સ્ટેશનમાં જાય અને તમે પોલીસ કસ્ટડીમાં પહોંચી જાઓ. આથી ‘ફાડી નાખવું’ સહેલું નથી. ગાંધીજીને ફોલો કરી બીજો ગાલ ધરવા જાઓ, તો યુવાનીમાં જ ‘બત્રીસી’ પહેરવાનો વખત આવે. કાનજીનું કહેવું માની, ફળની અપેક્ષા રાખ્યા વગર કામ કરવા જાઓ તો ઘરના છોકરાઓને ઘંટી ચાટવાનો વારો આવે. (હવે તો ઘંટીઓ પણ મોર્ડન આવે છે, જીભ ક્યાં લગાવવી એ જ સમજાય નહીં)

તો પછી ઉપદેશોનું શું ? સવાર સવારમાં પાઠ કરવા માટે સારા કે પેલા સ્મશાન વૈરાગ્યની જેમ બે ઘડી મન મનાવવામાં ઉપયોગી ?

એક સવાલ એ પણ ઉઠે છે કે ઉપદેશો આવા એક્સ્ટ્રીમ વાક્યોમાં જ કેમ અપાય છે ?

સામાન્ય તર્ક એવો કરી શકાય કે જ્યારે ‘વધારે’ કહેવાય ત્યારે તેમાંથી બાંધછોડ થઈને વર્તનમાં યોગ્ય પ્રમાણમાં આવે. તમે રીક્ષાવાળા જોડે ભાવતાલ કરો જ છો ને !

ભાડું ?

સો રુપિયા.

અરે ! એટલા બધા હોય ? હું તો પચાસ આપું ?

બીજી રીક્ષા પકડો.

કંઈ નહીં હવે, ચાલ ! સાઈઠ આપીશ.

અને પંચોતેરમાં પાર પડે.

ઉપદેશોના અર્થઘટનમાં પણ આવુ શક્ય છે, રીક્ષાવાળો મંઝીલે પહોંચાડે અને ઉપદેશ આપનાર (પથદર્શક) પણ મંઝીલે પહોંચાડે.

પ્રેક્ટીકલ બનવું અને શક્ય હોય તેટલું ઉપદેશાત્મક વાક્યની નજીક રહેવું –  આ મારો ઉપદેશ !

તમને ઉપદેશમાં મુશ્કેલી હોય તો લખજોને ! મને તો મફતમાં ઉપદેશ દેવામાં આનંદ થશે.

‘જય… જગદીશ’ ………… હું નહીં હો ! 🙂

આ તો ઈશ્વરનું એક નામ છે.

Advertisements

4 comments on “કહેવું સહેલું છે –

 1. Atul Jani (Agantuk) કહે છે:

  માંગ્યા વગર / ઈચ્છા વગર / જીજ્ઞાસા વગર / જરુરીયાત વગર મળે તેની કોઈ કદર હોતી નથી. પુરુષાર્થ વગર પ્રાપ્ત થયેલ જ્ઞાન પણ નીષ્ફળ નીવડતું હોય છે.

  તમ તમારે ઉપદેશ આપ્યાં કરોને જીજ્ઞાસા હશે તે લઈ લેશે અને જેને જરુર નહીં હોય તે ચાલતી પકડશે. આમેય કેટલાયે લોકો અહીં આંટો મારીને ચાલતા થયા જ હશે ને?

  Like

 2. jagdish48 કહે છે:

  બ્લોગજગત તો જ્ઞાનની વહેતી ગંગા છે, એ વહેતી રહેશે, જેને આચમની લેવી હશે તે લેશે અને જેને પ્રદુષિત કરવી હોય તે પ્રદુષિત કરશે !

  Like

 3. $umit Patel કહે છે:

  નમસ્તે જગદીશભાઇ

  તમારા બન્ને નો કોમેંટ નો એક જ જવાબ છે બધી જ વાત સાચી પણ આ બાબતને પ્રેક્ટીકલી નહી લ્યો ત્યાં સુધી આ બધુ કરીએ તે શુ કામનુ. ગમે તેટલુ વાંચીછુ કે જોઇશુ તો પણ શુ કામનું એને જીવનમાં ઉતારવુ જરૂરી છે. અને હા જગદીશભાઇ “કાઇં સુઝતુ નથી” અને “ધીરજ” ઉપર તમારા વિચારો પ્રગત કરશો.

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s