No complaint …

“Nanaji ! No complaint, No argument, only sharing and carrying.”

હમણા એક ‘બાલગુરુ’ની સેવામાં નેટ જગતથી દુર રહ્યો. હમણા લંડનથી દીકરી-જમાઈ અને દોહિત્રી આવ્યા હતા. એમાં પાંચ વર્ષની દોહિત્રી –  ‘બાલગુરુ’એ જીવનનું રહસ્ય સમજાવી દીધું. એક જ વાક્યમાં ‘કેમ જીવવું ?’ એ સમજાયું. કેટલી શાંતિ ! ‘પરિસ્થિતિ’ને કોઈ કમ્પ્લેઈન કે આર્ગ્યુમેન્ટ વગર સ્વીકારવી. તરત જ મન, આર્ગ્યુમેન્ટ કરશે – ‘તો પછી વિકાસનું શું ? વ્યક્તિએ જીવનભર જ્યાં છે ત્યાં જ રહેવું ?’ પણ અહીં જ ભુલ થાય છે. ‘પરિસ્થિતિ’ ને વ્યાખ્યાયિત કરવામાં જ ભુલ કરીએ છીએ. ‘વિકાસ’ ને સમજવામાં જ ભુલ થાય છે. ‘Standard of living’ અને ‘Quality of Life’ નો ભેદ પારખવામાં ભુલ થાય છે. આ ભેદ સમજવાનું તો હજુ બાકી જ છે, પણ મને દોહિત્રીના વાક્યે એક મિત્ર દ્વારા અપાયેલ નાનકડી પુસ્તિકા યાદ અપાવી –

“એડજસ્ટ એવરીવ્હેર”

દાદા ભગવાનના એક અનુયાયીએ ભેટ આપેલી. ત્યારે તો ઉપરછલ્લી નજર નાખેલી, આજે ફરી જોઈ ગયો. કેટલાક વિચારો વહેચવા જેવા લાગ્યા અને રજુ કરી દીધા. (દાદા ભગવાનની મુળ મહેસાણી વાણી ક્યારેક અલગ લાગે પણ તેનું  એબ્સ્ટ્રેક્ટ પકડવા જેવું ખરું !)

dadabhagavan

આડાઈ સાથે આડાઈ રાખશો તો ઉકેલ નહી આવે, આડાઈ ‘સરળતા’ થી નીકળે. સાપ પણ દરમાં જાય ત્યારે વાંકા-ચુકો ના જાય, સીધો થઈને દરમાં પેસે.”

“Don’t see laws, Please settle …. લોક ગુંચાઈ ગયેલ છે ! ઘેર જાય તો ‘વાઈફ’ બુમો પાડે, છોકરા બુમો પાડે, નોકરીએ જાય તો શેઠ બુમો પાડે, ગાડીમાં જાય તો ભીડમાં ધક્કા ખાય ! ક્યાંય નિરાંત નહીં. નિરાંત તો જોઈએ ને ? કોઈ લઢી પડે તો આપણે તેની દયા ખાવી કે ઓહોહો ! આને કેટલો બધો અકળાટ હશે તે લઢી પડે છે ! અક્ળાય તે બધા નબળા છે.”

પતિ-પત્નીના સંબંધો વિશેની તેમની સમજણ વાંચો. એક સી.ઍ. ને તેની પત્ની જોડે ફાવતુ ન હતું, તેને આ સંબંધ સમજાવતા કહે છે –

મેં તેને કહ્યું, ‘આ તારી ‘વાઈફ’ જોડે તારે ‘રીયલ’ સગાઈ છે કે ‘રીલેટીવ’ સગાઈ છે ?’

તેણે કહ્યું – ‘વાઈફ તો મારી ‘રીયલ’ જ કહેવાય ને ?’

મેં એને સમજણ પાડી ‘ જો વાઈફ જોડે ‘રીયલ’ સગાઈ હોય તો વાઈફ મરે એની પાછળ હસબંડે મરી જવું પડે. તમારે મુંબઈમાં કેટલા આમ મર્યા ?’

‘કોઈ ના મરે.’

‘આ ન હોય ‘રીયલ’ સગાઈ. આ તો ‘રીલેટીવ’ સગાઈ છે. ‘રીલેટીવ’ એટલે શું કે ભઈ ! આપણને એની જોડે અનુકૂળ ના આવ્યું ને એ ફાડતી હોય તો આપણેય ફાડી નાખવું, એટલે સવારમાં બંને છુટ્ટા. પણ આપણને જો વાઈફની જરુર હોય તો એ ફાડ ફાડ કરે અને આપણે સાંધ સાંધ કરવાનું એટલે ગાડુ ચાલે.’

‘બાકી જેને બાઈડી જોડે વઢવાડ થાય તેને ‘કોમનસેન્સ’ કહેવાય જ કેમ ? નહીં તો કોમનસેન્સ એવી કુંચી છે કે દરેક તાળાં ઉઘડે, કાટવાળા કે કાટ વગરના.’

‘ધણી છે તો, કોમનસેન્સવાળો જોઈએ ને ? આ તો કોઈક દહાડો ‘વાઈફ’ની ભૂલ થાય તો એની જોડે ઝગડો કરવા બેસી જાય ! અલ્યા ! ઝગડો કરવા માટે ભુલ નથી થઈ’

‘તમને એવું થાય કે સ્ત્રી જાતિ આવી કેમ ? પણ સ્ત્રી તો તમારું  ‘કાઊન્ટર વેઈટ’ છે. જેટલો આપણો ‘વાંક’ એટલી એ ‘વાંકી’.’

‘તમે રેલ્વેના પાર્સલ પરના લેબલ વાંચ્યા છે ? ‘ગ્લાસ વીથ કેર’ એવું હોય છે ને ? ઘરમાં પણ ‘ગ્લાસ વીથ કેર’ જેવું રાખવું …. ઘરમાં માણસોને  કાચની જેમ સાચવવા જોઈએ’

આપણે આપણો મત ન મુકવો. સામાને પૂછવું કે ‘આ બાબતમાં તમારો શો મત છે ?’

તારા ‘રીવોલ્યુશન’ અઢારસો ના હોય અને સામાવાળાના છસ્સો. તું તારો મત એના પર બેસાડે તો સામાનું ‘એન્જીન’ તુટી જાય. એના ‘ગીયર’ બદલવા પડે.

‘રીવોલ્યુશન’ એટલે શું ?’

‘આ વિચારની જે ‘સ્પીડ’ છે તે ! દરેકની જુદી જુદી હોય….

મતભેદ પડવાનું કારણ શું ? તમારી વાઈફના સો રીવોલ્યુશન હોય ને તમારા પાંચસો હોય અને તમને વચ્ચે ‘કાઊન્ટરપુલી’ નાખતા આવડે નહીં એટલે તણખા ઝરે…. જેવું જેનું ‘ડેવલપમેન્ટ’ હોય તે પ્રમાણે ‘રીવોલ્યુશન’ હોય. વચ્ચે ‘કાઊન્ટરપુલી’ નાખો તો જ એને તમારી વાત પહોંચે. કાઊન્ટરપુલી એટલે તમારે વચ્ચે પટ્ટો નાખી તમારા રીવોલ્યુશન ઘટાડી નાખવા પડે. ’

‘આડા જોડે આડા થવું એ જગતનો સ્વભાવ છે. આડા જોડે સીધા થવું એ ‘જ્ઞાની’ઓનો સ્વભાવ છે.’

બાકી –  only sharing and carrying !

Advertisements

5 comments on “No complaint …

 1. Atul Jani (Agantuk) કહે છે:

  દાદાભગવાનની પુસ્તિકાઓના માત્ર શિર્ષક સમજીને જીવનમાં ઉતારીએ તો યે ઘણું સરળ થઈ જાય.

  Adjust Everywhere

  ભોગવે તેની ભૂલ

  બન્યું એ જ ન્યાય

  નિજ દોષ દર્શનથી નિર્દોષ

  હું કોણ છુ?

  Like

 2. Vinod R. Patel કહે છે:

  પુ .દાદા ભગવાનએ એમની “મુળ મહેસાણી વાણી” માં શીરાની માફક તરત ગળામાં

  ઉતરી જાય એવાં દ્રષ્ટાંતો આપીને સુખી જીવન જીવવાની કેવી કળા શીખવી દીધી છે !

  આખો લેખ ખુબ જ પ્રેરક છે . વાંચીને ખુબ આનંદ થયો .

  Like

 3. $umit Patel કહે છે:

  નમસ્તે જગદીશભાઇ

  ૧૦૦% સાચી વાત બધાને ખબર છે કે આપણે કોઇની સાથે ચર્ચામાં ઉતરી મગજ નથી બગાડવો પણ એવું બનતુ નથી તેનું શું કારણ હોઇ શકે તે મને ખબર નથી. અને હા પત્ની પાસેથી કોઇ કામ કરાવવું હોય તો તેની સામે ના પડો તે કહે તેમાં હા પડો ભલે ને તમેન ના ગમે તો પણ પછી થોડા સમય બાદ તમને આ બાબતના પરિણામો મળવા લાગશે. બાકી ચર્ચા કરશો તો જીવન પુરૂ થાય છતા પણ તે પુરૂ નહી થાય.

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s