હું, તું અને રતનિયો –

(વિકાસની વાટે માં આપ સૌનું માથુ દુખાડ્યું, આથી મારી નૈતિક ફરજ બને છે કે આ પોસ્ટરુપી એનાલ્જીનની ગોળી પણ આપું !)

‘હું, તું અને રતનિયો’ ક્યાંથી અને ક્યારથી મનમાં આવ્યું તે તો યાદ નથી, પણ આપણી જીંદગી આવી ‘બાઊન્ડરી’માં જ પસાર થાય છે.

૦ થી ૧૦ વર્ષ – હું અને મારી મા,

૧૦ થી ૨૦ વર્ષ – હું અને મારા મિત્રો (આમાં બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ પણ આવી જાય)

૨૦ થી ૩૦ વર્ષ – હું અને મારી પત્ની/પતિ (નસીબદાર હોય તો ગર્લફ્રેન્ડ સાથે ગોઠવાય જાય, નહીંતર મા-બાપની ગોઠવણ તો ખરી જ ને !)

૩૦ થી ૪૦ વર્ષ – હું અને મારું કુંટુંબ (પત્ની/પતિ, બાળકો)

૪૦ થી ૫૦ વર્ષ – હું અને મારા નવા સંબંધો (વેવાઈવેલા, બાળકોના લગ્ન પણ થશે ને ?)

૫૦ થી ૬૦ વર્ષ – હું અને મારી તન્હાઈ (કારણ કે વ્યવસાયમાંથી નિવૃત્તિ તરફ જવાનું અને પત્ની, પૌત્રો/પૌત્રી સાથે બીઝી થયેલી હોય)

૬૦ થી ૭૦ વર્ષ – હું અને મારી પત્ની (બંને રીએલાઈઝ કરવા માંડે કે હવે સૌને પોત પોતાના કામમાં રસ છે, આપણામાં નહીં)

અને ૭૦ વર્ષ પછી તો હું, હું અને હું જ. (કારણ કે જતાં જતાં મુઠ્ઠીઓ ખુલ્લી રાખવાની છે એ  જ્ઞાન આવી ગયું હોય)

જીવન આખું બસ આવી હું, તું અને રતનીયાની ‘બાઊન્ડરી’ વચ્ચે જ નીકળે છે.

ફેઈસબુકીયા હરખાય છે મારા તો હજાર મિત્રો છે પણ કેવા ? તમે જ છાતી પર હાથ મુકી કહોને, તમે કેટલાના હોમ પેઈજ પર મેસેજ મુકવા ગયા છો ? અથવા તો તમારા મિત્રને યાદ રાખીને એને કામની બાબત તેની સાથે શેર કરો છો ? મોટાભાગે તો તમને ગમતું જ તમે શેર કરો છો.

અને બ્લોગરો ? એમાં પણ એવું જ છે. તમારા બ્લોગની અત્યાર સુધીની પોસ્ટસ પરની ‘કોમેન્ટસ’ અને ‘લાઈક’ ના નામ જોઈ જજો, હું, તું અને રતનિયો જ દેખાશે.

(‘વિકાસનું ફોકસ’ ના હથોડા માટે તૈયારી કરી લેજો, હમણાં જ ફટકારવાનો છે !)

Advertisements

4 comments on “હું, તું અને રતનિયો –

 1. Vinod R. Patel કહે છે:

  દરેક વ્યક્તિના જીવન ક્રમનું- વર્ષ વાર તબક્કાનું -સાચું અવલોકન .

  જિંદગીના છેલ્લા તબક્કામાં જ્યારે પહેલાંની જીવન જરૂરીયાતો પૂરી કરી હોય ત્યારબાદનો આત્મ દર્શન
  કરવાનો એ સમય . હું કોણ છું એનો જવાબ ખોળવાનો સમય .ગમતી પ્રવૃતિમાં લીન થઇ સમય
  સાચવી લેવાનો સમય . અહમને નાથવાનો આ સમય .

  Like

 2. yuvrajjadeja કહે છે:

  હા બાબુ યે સર્કસ હૈ , ઔર યે સર્કસ હૈ શો તીન ઘંટે કા ,
  પહેલા ઘંટા બચપન હૈ , દૂસરા જવાની હૈ , તીસરા બુઢાપા હૈ –
  જીના ચીડિયા કા બસેરા હૈ , ના તેરા હૈ , ના મેરા હૈ !
  સરસ વર્ગીકરણ કર્યું જગદીશ અંકલ , ગમ્યું 🙂

  Like

 3. સુરેશ જાની કહે છે:

  ફેઈસબુકીયા હરખાય છે મારા તો હજાર મિત્રો છે પણ કેવા ? તમે જ છાતી પર હાથ મુકી કહોને, તમે કેટલાના હોમ પેઈજ પર મેસેજ મુકવા ગયા છો ? અથવા તો તમારા મિત્રને યાદ રાખીને એને કામની બાબત તેની સાથે શેર કરો છો ? મોટાભાગે તો તમને ગમતું જ તમે શેર કરો છો.
  ————
  એકદમ સાચી વાત.એના બહુ અભરખા લઈ લીધા !
  આ બધા હવાતિયાં જ હોય છે. એ ‘આઝાદ’ ના બનાવે.

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s